Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Jamnagar: આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થતાં ફરીથી વિદ્યાર્થીઓ સ્કૂલ ભણી વળ્યા

    June 9, 2025

    Jamjodhpur: ખેડૂત યુવાન માતા-પિતાની બીમારી જોઈ નહીં શકતા કુવામાં ઝંપલાવી આપઘાત

    June 9, 2025

    Kalavad નો એક યુવાન જામનગરના બે વ્યાજખોર બંધુઓની ચુંગાલમાં ફસાયો

    June 9, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Jamnagar: આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થતાં ફરીથી વિદ્યાર્થીઓ સ્કૂલ ભણી વળ્યા
    • Jamjodhpur: ખેડૂત યુવાન માતા-પિતાની બીમારી જોઈ નહીં શકતા કુવામાં ઝંપલાવી આપઘાત
    • Kalavad નો એક યુવાન જામનગરના બે વ્યાજખોર બંધુઓની ચુંગાલમાં ફસાયો
    • Jamnagar: એક અજ્ઞાત યુવતીની અગમ્ય કારણસર તળાવમાં ઝંપલાવી આત્મહત્યા
    • Surendranagar SOGની કાર્યવાહી: દેશી તમંચા સાથે એક શખ્સ ઝડપાયો
    • Rajkot: અડધા લાખ ગરીબ રેશનકાર્ડ હોલ્ડરો રેશનીંગના પુરવઠાથી વંચિત રહેતા દેકારો
    • Lok Mela ના ફોર્મનું વિતરણ શરૂ; પ્રથમ દિ’એ બપોર સુધીમાં એક પણ વેપારી ન ફરકયા
    • Narendra Modi 11 વર્ષે પણ અજેય : હિન્દુત્વ અને રાષ્ટ્રવાદનો ઉદય
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 9
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Gujarat Assembly ની કામગીરી નિહાળવા કલાકારોને આમંત્રિત કરાયા
    ગુજરાત

    Gujarat Assembly ની કામગીરી નિહાળવા કલાકારોને આમંત્રિત કરાયા

    Vikram RavalBy Vikram RavalMarch 26, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Gandhinagar,તા.26
    થોડા દિવસો પહેલાં વિધાનસભામાં યોજાયેલા સન્માન સમારોહમાં વિક્રમ ઠાકોર સહિત ઠાકોર સમાજના કલાકારોને આમંત્રણ ન આપતાં વિવાદ સર્જાયો હતો. ત્યારબાદ સરકારે વિક્રમ ઠાકર અને અન્ય કલાકારોને વિધાનસભામાં ગૃહની કાર્યવાહી નિહાળવા માટે આમંત્રિત કર્યા છે.

    આજે 26 માર્ચ (બુધવાર) અને 27 માર્ચ (ગુરૂવારે)  વિક્રમ ઠાકોર, સાગર પટેલ, મલ્હાર ઠાકર સહિતના 1000થી વધુ કલાકારો અને સંગીતવાદકોને ગૃહની કામગીરી નિહાળવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.

    આજે વિધાનસભા ગૃહની કાર્યવાહી નિહાળવા માટે હિતેન કુમાર, હિતુ કનોડિયા અને મોના થીબા પહોંચી ચૂક્યા છે. પરંતુ વિક્રમ ઠાકોર પહોંચશે કે કેમ તે અંગે કન્ફોર્મેશન નથી.

    હિતુ કનોડિયાએ જણાવ્યું છે કે વિક્રમ ઠાકોરને સૌથી પહેલાં આમંત્રણ આપવામાં આવ્યું છે, પરંતુ વિક્રમ ઠાકોરે કન્ફર્મ નથી કર્યું કે આવશે કે નહી આવે. બધા જ કલાકારોને આમંત્રિત કરવામાં આવ્યા છે, જે કલાકારો શૂટિંગમાં વ્યસ્ત છે તે આવી શકશે નહી.

    જે કલાકારોનું કન્ફોર્મેશન હશે, અત્યારે તે કલાકારોનું લિસ્ટમાં નામ હશે. આમંત્રિત તો હજાર કલાકારને કર્યા છે. આવવાના છે અને જેમને કન્ફોર્મ કર્યું છે તેમનું લિસ્ટમાં નામ છે. વિક્રમ ઠાકોરે કન્ફોર્મેશન આપ્યું નથી, પરંતુ તેમને ચોક્ક્સ આમંત્રિત કરવામાં આવ્યા છે. આવતીકાલ માટે પણ તેમને આમંત્રણ આપ્યું છે. પરંતુ તેમના કન્ફોર્મેશનની રાહ જોવાઇ રહી છે.

    ગુજરાત વિધાનસભા ગૃહમાં રાજકીય કાર્યવાહી નિહાળવા માટે ગુજરાતના પ્રખ્યાત કલાકારોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. જેમાં ગીતા રબારી, કિંજલ દવે, માયાભાઈ આહીર, રાજભા ગઢવી, કિર્તીદાન ગઢવી સહિતના કલાકારોને બોલાવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ઠાકોર સમાજના કોઈપણ કલાકારોને બોલાવવામાં ન આવતા અભિનેતા વિક્રમ ઠાકોરે નારાજગી વ્યક્ત કરી હતી.

    વિક્રમ ઠાકોરે કહ્યું કે, ’મને એટલા માટે ખોટું લાગ્યું કે મારા સમાજના કોઈ કલાકારોને તમે ના બોલાવ્યા. હું મારા સમાજના મોટા નેતાઓને કહીશ કે, તમે આ નોંધ ન લીધી હોય તો લેજો અને આગળ આવું ન થાય તેનું ધ્યાન દોરજો.

    ઠાકોર સમાજના અનેક લોકોના મને ફોન આવ્યા છે. ઠાકોર સમાજ બહુ મોટો છે અને ભાજપ હોય કે કોંગ્રેસ હોય દરેક પક્ષને સપોર્ટ કરે છે. બસ એટલી જ વિનંતી કરવા માંગું છું સરકારને કે, આવો કોઈ કાર્યક્રમ હોય તો મને બોલાવો ના બોલાવો પણ બીજા સમાજના મોટા કલાકારોને તમે બોલાવો એ બહુ સારી વાત છે, હું અભિનંદન પાઠવું છું કે અમારા કલાકારોનું આટલું તમે સન્માન કર્યું. પરંતુ એમાં અમારા ઠાકોર સમાજના પણ કલાકારો છે, એ તમે ચૂક્યા’ગાંધીનગરમાં અત્યારે વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે. જેમાં આજે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં આગામી 26-27 માર્ચના રોજ ગુજરાતના તમામ કલાકારોને વિધાનસભા આવવાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું. અંદાજે 300 જેટલા કલાકારો વિધાનસભાની કાર્યવાહી જોઈ શકે તે માટે તેમને આમંત્રણ આપવામાં આવ્યું છે.

    આ તમામ કલાકારોને લાવવાની જવાબદારી હિતુ કનોડિયાને સોંપવામાં આવી હતી. આ સાથે જ મલ્હાર ઠાકર, પૂજા જોશી, સિદ્ધાર્થ રાંદેરિયા, ભવ્ય ગાંધી, મોનલ ગજ્જર જેવા જાણી ગુજરાતી કલાકારો વિધાનસભા પહોંચી ગયા છે. ત્યારે હવે વિક્રમ ઠાકોર હજુ વિધાનસભા પહોંચ્યા નથી. જેને લઈને પણ હિતુ કનોડિયાએ નિવેદન આપ્યું છે.

    હિતુ કનોડિયાએ કહ્યું કે, વિક્રમ ઠાકોરને અમે સૌથી પહેલા આમંત્રણ મોકલ્યું છે. પરંતુ આજે તેમણે કોઈ જ કન્ફર્મેશન આપ્યું નથી તેથી આજના લિસ્ટમાં તેમનું નામ નથી. અને આવતીકાલે તેઓ આમંત્રિત છે જ પણ જો તેઓ કન્ફર્મેશન આપે પછી ખબર પડશે. અને ઘણા એવા કલાકરો છે જે હાલ શૂટિંગમાં વ્યસ્ત છે અને તેના કારણે તેઓ આવ્યા નથી તેવા કલાકરોએ તો કન્ફર્મેશન આપ્યું પણ છે કે તેઓ પહોંચવાના નથી.

    Artists invited Gandhinagar Gujarat-Assembly
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagar: આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થતાં ફરીથી વિદ્યાર્થીઓ સ્કૂલ ભણી વળ્યા

    June 9, 2025
    જામનગર

    Jamjodhpur: ખેડૂત યુવાન માતા-પિતાની બીમારી જોઈ નહીં શકતા કુવામાં ઝંપલાવી આપઘાત

    June 9, 2025
    જામનગર

    Kalavad નો એક યુવાન જામનગરના બે વ્યાજખોર બંધુઓની ચુંગાલમાં ફસાયો

    June 9, 2025
    જામનગર

    Jamnagar: એક અજ્ઞાત યુવતીની અગમ્ય કારણસર તળાવમાં ઝંપલાવી આત્મહત્યા

    June 9, 2025
    રાજકોટ

    Rajkot: અડધા લાખ ગરીબ રેશનકાર્ડ હોલ્ડરો રેશનીંગના પુરવઠાથી વંચિત રહેતા દેકારો

    June 9, 2025
    રાજકોટ

    Lok Mela ના ફોર્મનું વિતરણ શરૂ; પ્રથમ દિ’એ બપોર સુધીમાં એક પણ વેપારી ન ફરકયા

    June 9, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Jamnagar: આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થતાં ફરીથી વિદ્યાર્થીઓ સ્કૂલ ભણી વળ્યા

    June 9, 2025

    Jamjodhpur: ખેડૂત યુવાન માતા-પિતાની બીમારી જોઈ નહીં શકતા કુવામાં ઝંપલાવી આપઘાત

    June 9, 2025

    Kalavad નો એક યુવાન જામનગરના બે વ્યાજખોર બંધુઓની ચુંગાલમાં ફસાયો

    June 9, 2025

    Jamnagar: એક અજ્ઞાત યુવતીની અગમ્ય કારણસર તળાવમાં ઝંપલાવી આત્મહત્યા

    June 9, 2025

    Surendranagar SOGની કાર્યવાહી: દેશી તમંચા સાથે એક શખ્સ ઝડપાયો

    June 9, 2025

    Rajkot: અડધા લાખ ગરીબ રેશનકાર્ડ હોલ્ડરો રેશનીંગના પુરવઠાથી વંચિત રહેતા દેકારો

    June 9, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Jamnagar: આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થતાં ફરીથી વિદ્યાર્થીઓ સ્કૂલ ભણી વળ્યા

    June 9, 2025

    Jamjodhpur: ખેડૂત યુવાન માતા-પિતાની બીમારી જોઈ નહીં શકતા કુવામાં ઝંપલાવી આપઘાત

    June 9, 2025

    Kalavad નો એક યુવાન જામનગરના બે વ્યાજખોર બંધુઓની ચુંગાલમાં ફસાયો

    June 9, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.