Ahmedabad તા.30
ભારતીય ક્રિકેટ ટીમનું એશિયા કપ જીત્યા બાદ અમદાવાદમાં આગમન થયું હતું.ભારતની ટીમ હોટલ નર્મદા ખાતે વહેલી સવારે 4ઃ15ની આસપાસ પહોંચી હતી, જ્યાં ટીમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું, જેમાં ટીમનું ક્યુરેટેડ ટ્રીટ્સથી સ્વાગત કરવામાં આવ્યું હતું.
એશિયા કપની સફળતા બાદ હવે ટીમ ઈન્ડિયા 2 ઓક્ટોબરથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે વેસ્ટ ઈન્ડીઝ સામે ટેસ્ટ મેચ રમશે. એશિયા કપ જીત્યા બાદ ભારતીય ટીમ સોમવારે મોડીરાત્રે મુંબઈ એરપોર્ટ પર પહોંચી અને તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
કેએલ રાહુલ અને ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીર સહિતના ખેલાડીઓના સ્વાગત માટે રૂબી ચોકલેટ ફજ, હળદર અને પિસ્તા ફજ, ડાર્ક ચોકલેટ અને જરદાળુ ફજ, ખજૂર અંજીર રોલ અને પિસ્તા કોળુ બરફી સહિત ખાસ ક્યુરેટેડ ટ્રીટ્સથી સ્વાગત કરાયું હતું.
ટીમ ઈન્ડીયા મુંબઈ થઈને અમદાવાદ પહોંચી હતી. એશીયાકપ ટ્રોફી વિવાદ વિશે સુર્યકુમારે કહ્યું કે પાકિસ્તાનને જવાબ આપવો જરૂરી હતો. હેડકોચ ગૌતમ ગંભીર વિશે ક્હયું કે તેમની સાથે ભાઈ જેવો સબંધ છે અને ગંભીર જે પણ સુચન કરે છે તેનો અમલ કરૂ છુ.
એશીયાકપના ફાઈનલમાં ઓલ રાઉન્ડર હાર્દિક પંડયાની ગેરહાજરી વિશે કહ્યું કે ખોટ પડે તે સ્વાભાવીક હતું પરંતુ હાર્દિકે જ શિવમ દુબેએ રમાડવાનું સુચન કર્યું હતું.