Mumbai,તા.20
એશિયા કપ 2025ની સુપરઓવરમાં પહોંચનારી ચાર ટીમની જાહેરાત થઈ ગઈ છે. એક લીગ મેચ હજી બાકી છે, પણ તેનાથી પોઇન્ટ્સ ટેબલ પર કોઇ ફરક નહીં પડે. ગ્રુપ Aમાં ભારત નંબર એક પર છે અને તેની સાથે UAEમાં રમાય રહેલી એશિયાકપ 2025ના સુપર 4નું શેડ્યૂલ પણ ફાઇનલ થઈ ગયું છે. ગ્રુપ Aમાં ભારત અને પાકિસ્તાનની ટીમે સુપર 4માં ક્વોલિફાય કર્યું છે અને ગ્રુપ Bમાં શ્રીલંકા અને બાંગ્લાદેશની ટીમે સુપર 4માં જગ્યા બનાવી છે. આ ચારે ટીમો પરસ્પર હવે ત્રણ-ત્રણ મેચ રમશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે પણ મેચ રમાશે.
સુપર 4ની શરૂઆત 20 સપ્ટેમ્બરથી થશે, જે દુબઇમાં શ્રીલંકા અને બાંગ્લાદેશની વચ્ચે રમાશે. સુપર 4માં ટીમ ઈન્ડિયા તેની પહેલી મેચ પાકિસ્તાન સામે રમશે, જે રવિવારે 21 સપ્ટેમ્બરે રમાશે. ત્યારબાદ ટીમ ઈન્ડિયાની બીજી મેચ દુબઈમાં બાંગ્લાદેશ સામે રમાશે અને ત્રીજી મેચ 26 સપ્ટેમ્બર શુક્રવારે શ્રીલંકા સામે રમાશે, જે દુબઇમાં રમાશે. 22 અને 27 સપ્ટેમ્બરે કોઇ મેચ નહીં રમાય. 28 સપ્ટેમ્બરે ટુર્નામેન્ટની ફાઇનલ મેચ રમાશે, જે સુપર 4ના પોઇન્ટ્સ ટેબલ પર ટોપ 2માં રહેનારી બે ટીમ વચ્ચે રમાશે.
એશિયા કપ 2025 સુપર 4નું શેડ્યૂલ
- 20 સપ્ટેમ્બર- શનિવાર- શ્રીલંકા vs બાંગ્લાદેશ – દુબઈ
- 21 સપ્ટેમ્બર- રવિવાર- ભારત vs પાકિસ્તાન – દુબઈ
- 23 સપ્ટેમ્બર- મંગળવાર – પાકિસ્તાન vs શ્રીલંકા – અબૂ ધાબી
- 24 સપ્ટેમ્બર- બુધવાર – ભારત vs બાંગ્લાદેશ – દુબઈ
- 25 સપ્ટેમ્બર- ગુરુવાર- પાકિસ્તાન vs બાંગ્લાદેશ – દુબઈ
- 26 સપ્ટેમ્બર- શુક્રવાર- ભારત vs શ્રીલંકા- દુબઈ
- 28 સપ્ટેમ્બર રવિવાર- ફાઈનલ મેચ – દુબઈ