New Delhi,તા.૩૦
એશિયા કપ ૨૦૨૫ ૯ સપ્ટેમ્બરથી યુએઈ માં શરૂ થશે, જેમાં આ વખતે ભારત સહિત કુલ ૮ ટીમો ભાગ લઈ રહી છે. ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન,યુએઈ અને ઓમાન ટીમ સાથે ગ્રુપ-છ માં સ્થાન મળ્યું છે. બીસીસીઆઇ એશિયા કપ ૨૦૨૫ માટે ટીમની જાહેરાત કરી દીધી છે, જેમાં સૂર્યકુમાર યાદવ કેપ્ટનશીપ સંભાળતા જોવા મળશે. તે જ સમયે, એશિયા કપ માટે દુબઈ જતા પહેલા, મ્ઝ્રઝ્રૈં એ પણ એક આશ્ચર્યજનક નિર્ણય લીધો છે.
જ્યારે ભારતીય ટીમના મુખ્ય પસંદગીકાર અજિત અગરકરે ટીમ ઈન્ડિયાની ટીમની જાહેરાત કરી, ત્યારે તેમણે ચાર રિઝર્વ ખેલાડીઓના નામ પણ જાહેર કર્યા. તેમાં યશસ્વી જયસ્વાલ, પ્રસિદ્ધ કૃષ્ણ, રિયાન પરાગ, વોશિંગ્ટન સુંદર અને ધ્રુવ જુરેલના નામ શામેલ હતા. કોઈપણ ખેલાડીને ઈજા થાય ત્યારે આ ખેલાડીઓને મુખ્ય ટીમમાં સામેલ કરી શકાય છે. બીસીસીઆઇએ હવે રિઝર્વ ખેલાડીઓને મુખ્ય ટીમ સાથે દુબઈ ન મોકલવાનો નિર્ણય લીધો છે. બીસીસીઆઇના એક વરિષ્ઠ અધિકારીએ તેમના નિવેદનમાં જણાવ્યું હતું કે સ્ટેન્ડબાય ખેલાડીઓ મુખ્ય ટીમ સાથે દુબઈ નહીં જાય. આ નિર્ણય ટીમ મેનેજમેન્ટની ઓછા લોકો સાથે મુસાફરી કરવાની પ્રાથમિકતા દર્શાવે છે. જ્યારે રિપ્લેસમેન્ટની જરૂર હોય ત્યારે સ્ટેન્ડબાય ખેલાડીઓને દુબઈ મોકલવામાં આવશે.
બીસીસીઆઇ દ્વારા તમામ ભારતીય ખેલાડીઓને એશિયા કપ ૨૦૨૫ માં ભાગ લેવા માટે ૪ સપ્ટેમ્બર સુધીમાં દુબઈ પહોંચવાનો આદેશ આપવામાં આવ્યો છે, જેમાં ટીમ ઈન્ડિયાનું પહેલું નેટ સત્ર ૫ સપ્ટેમ્બરે આઇસીસી એકેડેમી ખાતે યોજાશે. ભારતીય ટીમે ટુર્નામેન્ટમાં તેનો પહેલો મેચ ૧૦ સપ્ટેમ્બરે યુએઈ ટીમ સામે રમવાનો છે, જ્યારે ૧૪ સપ્ટેમ્બરે તેઓ દુબઈના મેદાન પર પાકિસ્તાન ટીમનો સામનો કરશે.