Guwahati,તા.13
સોશિયલ મીડિયા ઈન્ફુએન્સર અભિષેક કરનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો તેનાં એક પોડકાસ્ટનો છે, જે રિયા ઉપ્રેતી નામનાં યુટ્યુબ ઓપરેટરે લીધો છે. આ વીડિયોમાં અભિષેક કર કહી રહ્યો છે કે આસામમાં એવાં ઘણાં ગામો છે જ્યાં છોકરીઓ પોતાનાં જાદુનો ઉપયોગ કરીને યુવાનોને બકરા કે અન્ય પ્રાણીઓમાં પરિવર્તિત કરે છે.
પછી તેમને માણસોમાં ફેરવે છે અને તેમની સાથે સેક્સ માણે છે. આ વીડિયોને લઈને વિવાદ શરૂ થઈ ગયો છે. સીએમએ અભિષેક અને રિયા વિરુદ્ધ એફઆઈઆર નોંધવાનો આદેશ આપ્યો છે, ત્યારબાદ અભિષેકે એક વીડિયો જાહેર કરીને માફી માંગી છે.
અભિષેક કર એક લોકપ્રિય આર્થિક ઈન્ફુએન્સર છે. તે અવારનવાર વિવિધ પોડકાસ્ટ પર રોકાણ અને સ્ટાર્ટઅપ સંબંધિત વિષયો વિશે બોલે છે. ઇન્સ્ટાગ્રામ પર અભિષેક કરના લગભગ 3 મિલિયન ફોલોઅર્સ છે.
અભિષેકે રિયા ઉપ્રેતી નામની યુટ્યુબ ચેનલ સાથે પોડકાસ્ટ કર્યું હતું. વીડિયો આ પોડકાસ્ટનો છે. આમાં અભિષેક આસામના ઈતિહાસ અને પરંપરાઓ પર અસ્વીકાર્ય ટિપ્પણી કરતો જોવા મળે છે. તેમણે કહ્યું કે ’આસામમાં એક ગામ છે, જ્યાં આજે પણ છોકરીઓ તેમનાં તાંત્રિક જ્ઞાન દ્વારા છોકરાઓને બકરા અથવા અન્ય પ્રાણીઓમાં પરિવર્તિત કરવાની શક્તિ ધરાવે છે. તેઓ તેમને લઈ જાય છે અને રાત્રે તેમને માણસોમાં ફેરવે છે અને તેમની સાથે સેક્સ છે.
આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ પોલીસને આ વીડિયો અંગે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. મુખ્યમંત્રી કાર્યાલયે કહ્યું કે ખોટી માહિતી ફેલાવવા બદલ તેનાં સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. થોડા કલાકોમાં અભિષેક કરે વધુ એક વિડિયો જાહેર કર્યો અને આ મામલે માફી માંગી હતી.
અભિષેક કરે સીએમઓની પોસ્ટની નીચે પોતાનો માફીનો વિડિઓ પોસ્ટ કર્યો અને કહ્યું કે તેણે પોડકાસ્ટરને તે ખાસ ક્લિપ હટાવવા માટે કહ્યું છે જેણે લોકોને નારાજ કર્યા છે.
તેમણે ટ્વીટ કર્યું, ’હું લોકો, આસામના મુખ્યમંત્રી, પોલીસ અધિકારીઓ અને દરેક સંબંધિત પક્ષની માફી માંગુ છું જેમને દુ:ખ થયું છે. તેનો હેતુ કોઈને દુ:ખ પહોંચાડવાનો ન હતો. ભવિષ્યમાં આવી ઘટનાઓ ફરી ન બને તેની તે તકેદારી રાખશે.