California તા. 15
આંતરરાષ્ટ્રીય સ્પેસ લેબમાં જવાનું સૌપ્રથમ ભારતીય તરીકે બહુમાન મેળવનાર અવકાશ યાત્રી સુભાંશુ શુકલા ર0 દિવસ અંતરીક્ષમાં અને 18 દિવસ સ્પેસ લેબમાં ગાળ્યા બાદ આજે તે ડ્રેગન સ્પેસ ક્રાફટની કેપ્સુલ મારફત સફળતાપૂર્વક અન્ય અવકાશયાત્રીઓ સાથે કેલિફોર્નિયાના સમુદ્રમાં સ્પલેશ ડાઉન કર્યુ છે.
તેની સફળતાપૂર્વકની આ યાત્રાનો અંત આવ્યો છે. સમગ્ર મીશનમાં મહત્વપૂર્ણ રીતે સુભાંશુ શુકલાએ સ્પેસ લેબમાં અનેક મહત્વપૂર્ણ પ્રયોગો કર્યા હતા. આજે તેના ડ્રેગન કેપ્સુલમાં તેની સાથે ગયેલા તમામ ચારે અવકાશયાત્રીઓ ગઇકાલે સાંજે 4.45 કલાકે સ્પેસ લેબથી પૃથ્વી પર પરત આવવા રવાના થયા હતા.
આજે બપોરે 3.01 કલાકે કેલિફોર્નિયાના સમુદ્રમાં તેમની કેપ્સુલે સફળ ઉતરણ કર્યુ છે અને હવે તેમને એક જહાજ મારફત કિનારા પર લવાશે અને ત્યારબાદ આગામી 10 દિવસ તે પૃથ્વી પર ખાસ પ્રયોગશાળામાં શારીરિક રીતે યોગ્ય થઇ જાય તે બાદ બહાર આવશે.
ગઇકાલે રવાના થયેલી કેપ્સુલ આજે 27 હજાર કિ.મી.ની પ્રતિ કલાકની ગતિએ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશી હતી અને તે મહત્વનો તબકકો પણ સફળતાપૂર્વક પાર પાડવામાં આવે છે.
જોકે તાપમાન એક તબકકે 1600 ડિગ્રી સેલ્સીયસ હોવાથી થોડી સેકન્ડ માટે કેપ્સુલ અને કેપ કેનેડી મથકના કંટ્રોલ ટાવર વચ્ચેનો સંપર્ક કપાઇ ગયો હતો બાદમાં તુર્ત જ કેપ્સુલના પેરાશુટ ખુલ્યા હતા અને તેણે સલામત રીતે મહાસાગરમાં ઉતરાણ કર્યુ હતું જયાં રીકવરી બોટ અને હેલીકોપ્ટર દ્વારા તેઓને સલામત રીતે પરત લાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
શુભાંશુ શુક્લા ભારતીય હવાઇ દળમાં કેપ્ટન તરીકે ફરજ બજાવે છે, બે વર્ષથી અવકાશ યાત્રી માટેની તાલીમ લઇને બાદમાં સ્પેસ લેબમાં જવા માટે પસંદ થયા હતા.
આગામી સમયમાં ભારત તેનું ગગનયાન મીશન જેમાં સમાનવ ભારતીય અવકાશયાન પૃથ્વીની પ્રદક્ષિણા કરવા માટે જે મહત્વકાંક્ષી પ્રોજેકટ છે તેનો પ્રારંભ કરી રહી છે તેમાં સુભાંશુ શુકલાનો સમાવેશ થઇ શકે છે.