Rajkot,તા.15
રાજકોટમાં રહેતા ફરીયાદી ભાવનાબેન હરેશભાઈ કુમારખાણીયાએ તેમની દિકરી પુજાના લગ્ન હિતેષ જાદવ સાથે સાલ-2022માં કરાવેલ.પુજા સંયુકત કુટુંબમાં રહેતી હતી પરંતુ થોડા સમય સાસરીયાએ સારી રીતે રાખેલ.
બાદ સાસુ ગીતાબેન, સસરા ધનજીભાઈ, પતિ તથા બંન્ને નણંદો સતત માનસીક, શારીરીક ત્રાસ આપવા લાગેલા.સાસરીયાના લોકો પુજાને ખુબ ઢોર માર મારતા અને પુજાબેનના પિતાએ વેંચેલ જમીનમાં મળેલ રૂપિયામાંથી પાંચ લાખ સાસરામાં જમા કરાવવા પડે તેમ કહી ત્રાસ આપતા, વધુ ત્રાસના કારણે પુજાએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.
ફરીયાદ દાખલ થતાં પતિ તથા સસરાની ધરપકડ થયેલ અને સાસુ ગીતાબેનએ પોલીસ ધરપકડથી બચવા કોર્ટમાં આગોત્તરા જામીન અરજી કરેલ.સરકારી વકીલ સમીર ખીરાએ રજુઆત કરેલ કે, ગુજ.પુજાબેન પર સાસરીયા પક્ષનો અસહ્ય ત્રાસ હતો.
પુજાબેનએ તેના એક વર્ષના બાળકને મુકીને ગળેફાંસો ખાઈ લીધેલ તે કરૂણ ઘટના છે.સાસુ ગીતાબેન દ્વારા પાંચ લાખની માંગણી કરવી, માનસીક શારીરીક ત્રાસ સાસરીયા પક્ષનો હોય, પ્રાઈમાફેસી કેસ હોય આગોત્તરા જામીન આપી શકાય નહી ન્યાયાધીશ ડી.એસ.સિંઘએ સરકારી વકીલ સમીર ખીરાની કાયદાકીય દલીલો ધ્યાને લઈ આગોત્તરા જામીન અરજી નામંજુર કરેલ.આ કામે સરકાર તરફે સરકારી વકીલ સમીર એમ.ખીરા રોકાયેલા હતાં.