New Delhi,તા.07
દેશના સૌથી વ્યસ્ત હવાઈ મથકોમાં ટોચનું સ્થાન ધરાવતા દિલ્હીના આંતરરાષ્ટ્રીય વિમાની મથકના એરટ્રાફિક કંટ્રોલ સીસ્ટમમાં ટેકનીકથી ક્ષતિ સર્જાતા આજે સવારની આ એરપોર્ટ પરની એક પણ ફલાઈટ ઉડી શકી નથી અને એરપોર્ટ પર ટ્રાફીક જામ જેવી સ્થિતિ બની છે.
ફલાઈટના રવાના થવાના વિલંબના કારણે વિમાની મથકે આવી રહેલી ફલાઈટને પણ હવે હવામાં ચકકર કાપ્યા બાદ અત્યંત સલામતી સાથે લેન્ડીંગ કરાવાઈ રહ્યું છે. જેના કારણે એરપોર્ટના તમામ હેંગર (વિમાન પાર્કીંગ-સ્થળો) પણ પુરેપુરા ભરાઈ ગયા છે.
હજું ગઈકાલે જ આવેલા અહેવાલ મુજબ દિલ્હી એરપોર્ટની જીપીએસ સીસ્ટમમાં સ્પુફીંગ ફેક સિગ્નલો મળી રહ્યા છે અને તેના કારણે એરટ્રાફિક કંટ્રોલરથી પાઈલોટ ગેરમાર્ગે દોરાય તેવો ભય છે તે વચ્ચે જ આજે સવારે 6.30 થી એરટ્રાફીક કંટ્રોલની સીસ્ટમમાં ગડબડ સર્જાઈ છે જેના કારણે વિમાની સેવાને મોટી અસર થઈ છે.
દેશ-વિદેશ માટેની ફલાઈટ માટે સિકયોરિટી સહિતનું કલીયરન્સ મેળવ્યા બાદ વિમાની પ્રવાસીઓ વેઈટીંગ લોંજમાં ફસાઈ ગયા છે તો અનેકને કનેકટીંગ ફલાઈટ પણ છુટી જવાનો ભય સતાવી રહ્યો છે.
સવારે સાડા છ વાગ્યે શરૂ થયેલી આ સમસ્યા બાદ લગભગ 1 કલાકથી વધુ સમયના વિલંબથી કેટલીક ફલાઈટ રવાના થઈ હતી. એરપોર્ટ સૂત્રોના જણાવ્યા મુજબ એટીએસની એરોનોટીકલ મેસેજ સ્વીમીંગ સીસ્ટમમાં ક્ષતિ છે. જે ફલાઈટની મુવમેન્ટને સૌથી વધુ અસર કરે છે અને હજુ પુરા દિવસ આ ક્ષતિ રહ્યાનો અને છેક સાંજે ક્ષતિ દુર કરી શકાશે તેવું એરપોર્ટ સૂત્રોએ જણાવતા જ મુસાફરોને સંયમ રાખવા વિનંતી થઈ હતી.
તમામ એરલાઈન જે આ એરપોર્ટ પરથી ઓપરેટ કરે છે. તેઓએ તેમના મુસાફરોને સંદેશ મોકલી ફકત દિલ્હી નહી ઉતર ભારતના અનેક વિમાની મથકોની સેવા પર પણ અસર થવાનું જણાવીને વિમાન ઉડ્ડયન- આગમન વિલંબમાં પડી રહ્યું છે તે માહિતી આપી હતી.
વિક એન્ડ નજીક હોવાની આજે એર ટ્રાફીક પણ વધુ હતું અને એરલાઈન તેના મુસાફરોને અપડેટ કરી રહી છે.
દિલ્હી એરપોર્ટ પર આજે એરોનેટીકલ મેસેજ સ્વીચીંગ સિસ્ટમમાં સર્જાયેલી ક્ષતિમાં એરપોર્ટ ઓથોરીટી અને સંચાલકોની વિલંબ નીતિ જવાબદાર હોવાનું માનવામાં આવે છે. વાસ્તવમાં એરપોર્ટ સોર્સ સુત્રોના જણાવ્યા મુજબ છેલ્લા બે દિવસથી આ પ્રકારે સ્વીચીંગ સિસ્ટમમાં મુશ્કેલી હતી.
સમગ્ર સિસ્ટમ સ્લોડાઉન એટલે કે ધીમી પડી ગઇ હતી તેનાથી વિમાની સેવાઓને અસર થઇ હતી. પરંતુ આજે સવારે આ સિસ્ટમ પૂરી રીતે ઠપ્પ થઇ ગઇ હોવાનું બહાર આવ્યું હતું અને તેના કારણે સમગ્ર એરટ્રાફિકને મોટી અસર થઇ રહી છે.
આ ઉપરાંત બે દિવસ પહેલા અહીં જીપીએસ સિસ્ટમમાં પણ ખોટા સિગ્નલો ઘુસતા હોવાનું બહાર આવ્યા બાદ પણ તે પણ અંગે ભાગ્યે જ કોઇ પગલા લેવાયા હતા. ગઇકાલે જ દિલ્હીની કેટલીક ફલાઇટોને જયપુર સહિતના એરપોર્ટ પર ડાયવર્ટ કરવાની ફરજ પડી હતી.

