મજાક માં જ્ઞાતિ અંગે ઉતરતું કહેનાર યુવકને ઠપકો આપ્યાનો ખાર રાખી તલવાર જીકી
Rajkot,તા.22
રાજકોટ તાલુકા પોલીસ મથકની હદમાં વામ્બે સરકારી આવાસ યોજના ના ક્વોટરમાં રહેતા સોડા બોટલ ના વેપારી ને માથાભારે શખ્સ એ તલવારથી હુમલો કરી ધમકી આપ્યાની ઘટના નોંધાય છે,
આ અંગે પ્રાપ્ત વિગત મુજબ વામ્બે આવાસ યોજના ક્વોટર માં રહેતા સોડા ન વેપારી નિલેશ કિશોરભાઈ પરમાર 24 ગઈકાલે રાત્રે ઘેર હતા ત્યારે ઘર પાસે જ રહેતા ધવલ રમેશ ધકાણ નામના શકશે ઝઘડો કરી તલવાર નો ઘા માથામાં મારી દેતા નિલેશભાઈ ને લોહી લુહાણ હાલતમાં દવાખાને ખસેડવામાં આવ્યા હતા, આ બનાવનાર કારણ અંગે ભોગ બનનારના ભાઈ વિજય એ જણાવ્યું હતું કે નિલેશ સોડા બોટલનો ધંધો કરે છે અને પ્રસંગ કેટરર્સ તરીકે કામ કરે છે ઘર પાસે જ રહેતો ધવલ વારંવાર નિલેશ ને જ્ઞાતિ અંગે નબળું બોલી મજાક કરતો હોય આ હરકત ન કરવા નિલેશે અવારનવાર ધવલને સમજાવ્યો હતો. ગઈકાલે આ વાત મનમાં લઈ રસો કરેલી હાલતમાં ધવલ એ નિલેશ સાથે ઝઘડો કરીને તલવાર માથામાં મારી દીધી હતી આ અંગે તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે
રાજકોટમાં વીજ શોક લાગતા યુવાનનું મોત
મોડી રાત્રે ઘરની લાઈટ રીપેર કરતી વખતે ધોરણ 12 માં અભ્યાસ કરતા યુવાનને કાળ આબી ગયો
શહેરના યુનિવર્સિટી પોલીસ મથક વિહત માં આવેલ દ્વારકા પાર્ક માં મોડી રાત્રે ઘરની લાઈટ રીપેરીંગ કરતી વખતે અકસ્માતે વીજ કરંટ લાગતા યુવાનનું મોત નિપજ્યું હતું.આ અંગે પ્રાપ્ત વિગત મુજબ દ્વારકા પાર્ક શેરી નંબર છ આલાપ ગ્રીન સીટી પાછળ રહેતા દીપકભાઈ ચેતનભાઇ કાકુ 20 ગત રાત્રે 12:00 વાગ્યાના સુમારે ઘરનું ઇલેક્ટ્રીક રીપેરીંગ નું કામ પોતાની રીતે કરતો હતો ત્યારે ઈલેક્ટ્રિક શોર્ટ લાગતા બેભાન અવસ્થામાં 108 મારફત સિવિલમાં લાવવામાં આવ્યો હતો જ્યાં મોડી રાત્રે તબીબોએ મૃત જાહેર કર્યું હતો. પારિવારિક સૂત્રોએ જણાવ્યું હતું કે કરંટનો ભોગ બનનાર દીપક ધોરણ બાર માં અભ્યાસ કરતો હતો