બે યુવાનોની લડાઈમાં વચ્ચે પડી છોડાવવા ની મથામણમાં ધર્મ કરતા ધાડ પડી જેવો થયો ઘાટ
Rajkot,તા.17
શહેરના ભગવતી પરામાં મોડી રાત્રે ટ્રક ડ્રાઇવર પર અજાણ્યા શખ્સોએ છરીથી હુમલો કરી હાથ ઉપર છરીનો ઘા ઝીંકી દેતા ટ્રક ડ્રાઇવરને લોહી લુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલમાં સર્જરી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો.આ અંગે પ્રાપ્ત વિગત મુજબ ભગવતી પરા હુસેની મસ્જિદ પાસે રહેતા અને ટ્રક ચલાવી ગુજરાન ચલાવતા સમીરભાઈ અયુબભાઈ સૌરા 29 રાત્રિના બે વાગ્યે આસપાસ દરગાહ પાસે હતા ત્યારે રસ્તામા બે શખ્સો ઝઘડો કરી રહ્યા હતા અને લોકોટોળું વળીને જોતા હતા ત્યારે સમીરભાઈ વચ્ચે પડીને ઝઘડતા શખ્સોને છોડાવવાનો પ્રયત્ન કરતા યુવકે છરીનો ઘા સમીરભાઈના હાથ ઉપર મારી દેતા હાથ પર ગંભીર ઇજા થઈ હતી લોહી લુહાણ હાલતમાં સમીરભાઈને સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે આ અંગે બી ડિવિઝન પોલીસી સ્ટેશન દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે