Junagadh તા. 18
માળીયા હાટીનાના ભાખરવડ ગામના ગૌચરમાંથી બીનકાયદે માટી ખોદી લઇ જતા ગામના મહિલા સરપંચના પતિએ રોકતા તેમને ઢોર માર મારી ભુંડી ગાળો ભાંડી વિડીયો ઉતારતા મોબાઇલને પાડી નાખી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદી પ્રવિણભાઇ ઉર્ફે ભુપત લાભશંકર તેરૈયા (ઉ.વ.પ0) રહે. ભારખવડના પત્ની ગામના સરપંચ હોય ગત તા. 1પ-9ની રાત્રીના 11ના સુમારે ગામના ગૌચરની જમીનમાંથી આરોપીઓ ભુપત બાવા સીસોદીયા, રાણા કાના સીસોદીયા, હમર કાળુ સીસોદીયા રહે.
ત્રણેય માળીયા, એભલ પુના કાગડા રે. કેરાળા અને ધામા વિક્રમ સીસોદીયા રે. કેશોદવાળાએ જેસીબી લઇને માટી કાઢતા હોય જેની પ્રવિણભાઇએ ના પાડતા આરોપીએ ભુંડી ગાળો ભાંડી ઢોર માર મારી વિડીયો ઉતારતા મોબાઇલને પાડી નાખી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવતા માળીયા પોલીસે તપાસ હાથ ધરી છે.