કાલાવડના શિશાંગના યુવાન મોટા વડાળાથી કાકા સાથે બેંકનું કામ પતાવી પરત ફરતી વખતે મારમાર્યો
Rajkot,તા.09
લોધીકા તાલુકાના મેટોડા જીઆઇડીસી વિસ્તારમાં નજીવી બાબતે કાલાવડ તાલુકાના શિશાંગ ગામના કાકા ભત્રીજા પર તેના ગામના યુવાને બે અજાણ્યા શખ્સોની મદદથી હુમલો કર્યા અંગેની મેટોડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.વધુ વિગત મુજબકાલાવડ તાલુકાના શિશાંગ ગામે રહેતાં અને મેટોડા જીઆઈડીસીમાં આવેલી ખાનગી કંપનીમાં કાર ડ્રાઇવિંગ કરતા રામદેવસિંહ અશોકસિંહ જાડેજા અને
તેના કાકાના પ્રદિપસિંહ મેટોડા ગેટ નં. ૨ પાસે સ્થિત બસ સ્ટેન્ડમાં હતા ત્યારે ત્યાં ધસી આવેલા તેના જ ગામનાં રાજકુમારસિંહ ઉર્ફે કુમાર યુવરાજસિંહ ઉર્ફે ધનુભા જાડેજા અને બે અજાણ્યા શખ્સોએ ધારીયા, છરી વડે જીવલેણ હુમલો કરી ઇજા કર્યાની મેટોડા પોલીસે આ મામલે રામદેવસિંહ જાડેજાની ફરિયાદ પરથી ગુનો દાખલ કરી રાજકુમારસિંહ ઉર્ફે કુમાર જાડેજા ઉપરાંત અબ્બાસ અકબરભાઈ મુલતાની અને આરિફ અકબરભાઈ કાજી (રહે. મોટા વડાળા, તા. કાલાવડ)ની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી છે. ઘરેથી જમીને પિતાને ઇકો કારમાં લઈ મોટા વડાળા ગામે બેંકના કામે ગયા હતાં. ત્યાંથી તે પરત ફરી રહ્યા હતા ત્યારે આરોપી રાજકુમારસિંહ અલ્ટો કાર તેની ઈકો કાર ઉપર નાખી હતી. જેથી બંને કાર અથડાતા સહેજમાં અટકી હતી. આથી તેણે આરોપીને ફોન કરી મારી ઉપર ગાડી કેમ નાખે છે, મારી સાથે આવી મસ્તી ન કરતો કહેતાં આરોપીએ ગાડી આ રીતે જ ચાલશે, હું કોઈ મસ્તી નહોતો કરતો કહી ગાળો આપવા લાગતા તેને ગાળો બોલવાની ના પાડી હતી. આથી આરોપીએ હું હમણા મેટોડા આવું છું, તું ત્યાં જ રહેજે તેવી ધમકી આપી કોલ કાપી નાખ્યો હતો. ત્યારબાદ તે તેના પિતાને ઘરે ઉતારી પરત મેટોડા નોકરીએ ગયો હતો.ત્યારબાદ તેણે તેના કાકાના દિકરા પ્રદિપસિંહ હરપાલસિંહ જાડેજાને ફોન કરી આ વાત કરી હતી. તે જીઆઈડીસીમાં ગેઇટ નં. ૨ પાસે જતાં ત્યાં ઉભેલા આરોપીએ તેને ફરી ધમકી આપી હતી. આ સમયે ત્યાં આવેલા તેના કાકાના દિકરા પ્રદીપસિંહે આરોપીને સમજાવતા તે ઉશ્કેરાઈ જતા આરોપી રાજકુમારસિંહ અને ત્યાં પાળીએ બેઠેલા તેની સાથેના અન્ય બંને આરોપીઓએ ધારીયા, ધોકા અને છરી વડે હુમલો કરતાં તેને અને પ્રદીપસિંહને ગંભીર ઇજા થતાં હોસ્પિટલે ખસેડાયા હતાં.