રોકાણકાર મિત્રો, આનંદ ને…!!
ભારતીય શેરબજાર પણ નવી રેકોર્ડ ટોચ સાથે આગેકૂચ કરી હતી, વૈશ્વિક શેરબજારોની તેજીના સથવારે સેન્સેક્સ અને નિફ્ટી ફરી રેકોર્ડ ટોચ હાંસલ કરવામાં સફળ રહ્યા છે. સેન્સેક્સ પ્રથમ વખત ૮૪,૫૦૦નું લેવલ ક્રોસ કરી ૮૪૬૯૪ ની સર્વોચ્ચ ટોચે પહોંચ્યો છે. નિફ્ટીએ પણ ૨૫૭૦૦ ની ઉપર ૨૫૭૯૮ની ઐતિહાસિક ટોચ નોંધાવી છે. બેન્ક નિફ્ટી પણ ૫૩૬૪૩ પોઈન્ટની ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યો હતો.સેક્ટોરલ ઈન્ડેક્સમાં સાર્વત્રિક લેવાલીનો માહોલ સર્જાયો છે. અમેરિકી ફેડ રિઝર્વ દ્વારા વ્યાજના દરોમાં ઘટાડાની જાહેરાતના પગલે અમેરિકી શેરબજારમાં ડાઉજોન્સ પણ ૪૨૦૦૦નું લેવલ ક્રોસ કરવામાં સફળ રહ્યો છે. એશિયન બજારો પણ તેજી સાથે આગેકૂચ રહ્યા છે. લાર્જકેપ શેર્સમાં ઉછાળાના સથવારે સ્થાનિક શેરબજારમાં પણ તેજી જોવા મળી છે.
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
અમેરિકન ફેડએ લગભગ ચાર વર્ષ પછી વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. અગાઉ માર્ચ ૨૦૨૦માં અમેરિકામાં પોલિસી રેટમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. સેન્ટ્રલ બેંકે વ્યાજ દરોમાં ૫૦ બેસિસ પોઈન્ટ અથવા ૦.૫૦%નો મોટો ઘટાડો જાહેર કર્યો છે.અમેરિકાના આ પગલાની તાત્કાલિક અસર અમેરિકન બજારોમાં ઉછાળાના રૂપમાં જોવા મળી રહી છે.અમેરિકાની સેન્ટ્રલ બેંકે પોલિસી રેટની સમીક્ષા કર્યા બાદ વ્યાજદરમાં અડધા ટકાનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. ત્યારપછી યુએસ પોલિસી રેટ હવે ૪.૭૫% થી ૫% ના સ્તરે આવી ગયો છે. આ પહેલા તે લાંબા સમય સુધી ૫.૨૫% થી ૫.૫% ના સ્તરની વચ્ચે હતો.
ભારત ખજઈઈં ઓલ કન્ટ્રી વર્લ્ડ ઈન્વેસ્ટેબલ માર્કેટ ઈન્ડેક્સ (અઈઠઈં ઈંખઈં)માં સામેલ છઠ્ઠો સૌથી મોટો દેશ બની ગયો છે. ભારતે આ યાદીમાં પ્રથમ વખત ચીનને પાછળ છોડી દીધું છે અને ફ્રાન્સથી નાના અંતરથી પાછળ છે. ઓલ કન્ટ્રી વર્લ્ડ ઈન્વેસ્ટેબલ માર્કેટ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ સ્થાનિક શેરોનું સંયુક્ત વેઇટેજ ૨૨.૨૭% છે.ઓલ કન્ટ્રી વર્લ્ડ ઈન્વેસ્ટેબલ માર્કેટ ઇન્ડેક્સ વૈશ્વિક મૂડી બજારોની કામગીરીને ટ્રેક કરે છે. આ ઇન્ડેક્સમાં ભારત પ્રથમ વખત સૌથી મોટું ઇમર્જિંગ માર્કેટ બન્યું છે. ઓગસ્ટના અંતમાં આ ઈન્ડેક્સમાં ભારતનું વેઇટેજ ૨.૩૫% હતું જ્યારે ચીનનું વેઇટેજ ૧૧ બેસિસ પોઈન્ટ ઓછું એટલે કે ૨.૨૪% હતું.
ફ્રાન્સ ભારત કરતાં માત્ર ૩ બેસિસ પોઈન્ટ વધુ છે.આ ઇન્ડેક્સમાં મોટા અને મિડ-કેપ શેરોનો સમાવેશ થાય છે. તે વ્યાપક ઓલ કન્ટ્રી વર્લ્ડ ઈન્વેસ્ટેબલ ઇન્ડેક્સનો એક ભાગ છે જેમાં માત્ર મોટા અને મિડ-કેપ શેરોનો સમાવેશ થાય છે.ઓલ કન્ટ્રી વર્લ્ડ ઈન્વેસ્ટેબલ માર્કેટ ઈન્ડેક્સમાં ભારતના ઉછાળાથી નિષ્ક્રિય રોકાણમાં બહુ ફરક પડશે નહીં કારણ કે આ ઇન્ડેક્સનું પ્રદર્શન એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ (ઈટીએફ)થી ૨ બિલિયન ડોલર કરતાં ઓછી સંપત્તિ સાથે માપવામાં આવે છે. ઓલ કન્ટ્રી વર્લ્ડ ઈન્વેસ્ટેબલ માર્કેટ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ સ્થાનિક શેરોનું સંયુક્ત વેઇટેજ ૨૨.૨૭% છે જ્યારે ચાઇના શેરોનું વેઇટેજ ૨૧.૫૮% પર ૭૦ બેસિસ પોઇન્ટ ઓછું છે
મિત્રો, નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં સ્થાનિક
તેમજ વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા…
સ્થાનિક સંસ્થાઓના રોકાણ સંદર્ભે જોઈએ તો કેશ સેગમેન્ટમાં જાન્યુઆરી ૨૦૨૪માં અંદાજીત રૂ.૨૬૭૪૩.૬૩ કરોડની ખરીદી, ફેબ્રુઆરી ૨૦૨૪માં અંદાજીત રૂ.૨૫૩૭૯.૩૦ કરોડની ખરીદી, માર્ચ ૨૦૨૪માં અંદાજીત રૂ.૫૬,૩૧૧.૬૦ કરોડની ખરીદી,એપ્રિલ ૨૦૨૪ સુધીમાં અંદાજીત રૂ.૪૪૧૮૬.૨૮ કરોડની ખરીદી, મેં ૨૦૨૪માં અંદાજીત રૂ.૫૫૭૩૩.૦૪ કરોડની ખરીદી, જુન ૨૦૨૪ સુધીમાં અંદાજીત રૂ.૨૮૬૩૩.૧૫ કરોડની ખરીદી, જુલાઈ ૨૦૨૪ સુધીમાં અંદાજીત રૂ.૨૩૪૮૬.૦૨ કરોડની ખરીદી,ઓગસ્ટ ૨૦૨૪માં અંદાજીત રૂ.૫૦૧૭૪.૮૬ કરોડની ખરીદી,તેમજ ૧૯ સપ્ટેમ્બર ૨૦૨૪ સુધીમાં અંદાજીત રૂ.૧૨૬૭૬.૮૭ કરોડની ખરીદી કરવામાં આવી હતી.
જયારે વિદેશી સંસ્થાઓના રોકાણ સંદર્ભે જોઈએ તો કેશ સેગમેન્ટમાં જાન્યુઆરી ૨૦૨૪માં અંદાજીત રૂ.૩૫,૯૭૭.૮૭ કરોડની વેચવાલી, ફેબ્રુઆરી ૨૦૨૪માં અંદાજીત રૂ.૧૫૯૬૨.૭૨ કરોડની વેચવાલી, માર્ચ ૨૦૨૪માં અંદાજીત રૂ.૩૩૧૪.૪૭ કરોડની ખરીદી તેમજ એપ્રિલ ૨૦૨૪ સુધીમાં અંદાજીત રૂ.૩૫૬૯૨.૧૯ કરોડની વેચવાલી, મેં ૨૦૨૪માં અંદાજીત રૂ.૪૨૨૧૪.૨૮ કરોડની વેચવાલી,જુન ૨૦૨૪ સુધીમાં અંદાજીત રૂ.૨૦૩૭.૪૭ કરોડની ખરીદી,જુલાઈ ૨૦૨૪માં અંદાજીત રૂ.૫૪૦૭.૮૩ કરોડની ખરીદી, ઓગસ્ટ ૨૦૨૪માં અંદાજીત રૂ.૨૦૩૩૯.૨૬ કરોડની વેચવાલી,તેમજ ૧૯ સપ્ટેમ્બર ૨૦૨૪ સુધીમાં અંદાજીત રૂ.૧૨૨૭૨.૪૭ કરોડની ખરીદી કરવામાં આવી હતી.
બજારની ભાવિ દિશા…
મિત્રો,શેરબજાર ફરી નવી ઊંચાઈએ પહોંચી ગયું છે, ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં અડધા ટકાનો ઘટાડો કરી તે ૪.૭૫થી ૫.૦૦% ની રેન્જમાં લવાયો છે. ફેડરલ રિઝર્વના નિર્ણયની ભારતમાં સ્થિર અસર જોવા મળશે કારણ કે વ્યાજ દરમાં વધારો આવશે તેવા સંકેતે જ બજાર પર અગાઉ અસર બતાવી દીધી હતી.ભારત સહિત ઊભરતી બજારોમાં વૈશ્વિક ફંડો, રોકાણકારો દ્વારા મોટાપાયે રોકાણ ધોધ વહેતો થવાની પૂરી શકયતા છે. ઊભરતી બજારોમાં ભારતીય અર્થતંત્રની સ્થિતિ મજબૂત હોવાથી અને અત્યારે શ્રેષ્ઠ વળતર આપી રહેલાં ભારતમાં ફરી શેરોમાં ખરીદદાર બનેલા વિદેશી સંસ્થાકીય રોકાણકારો, એફપીઆઈ રોકાણકારો પોતાનો ફંડ પ્રવાહ ભારત તરફ વાળે એવી શકયતા વ્યક્ત કરી રહ્યા છે.ઈન્વેસ્ટમેન્ટ મથક તરીકે ભારત આશાવાદી જણાય રહયું છે.
વ્યાજ દરમાં કપાતની સ્થિતિમાં સામાન્ય રીતે વિદેશી રોકાણકારો ઊભરતી બજારો તરફ નજર દોડાવતા હોય છે. અમેરિકન બોન્ડસ તથા અન્ય એસેટસ પર યીલ્ડસમાં ઘટાડાને કારણે વિદેશી રોકાણકારો ઊભરતી બજારો તરફ વળવા લાગે છે.વર્તમાન મહિનામાં ઊભરતી બજારોમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોનું સૌથી વધુ આકર્ષણ ભારતીય ઈક્વિટીસમાં રહ્યાનું પ્રાપ્ત આંકડા જણાવે છે. સપ્ટેમ્બરમાં એફઆઈઆઈએ ભારતીય ઈક્વિટીસમાં અત્યાર સુધીમાં ૨.૧૯ અબજ ડોલર ઠાલવ્યા છે. ૩.૭૦ કરોડ ડોલર સાથે ઈન્ડોનેશિયા બીજા ક્રમે રહ્યું છે.વદેશી રોકાણકારોનો ભારતમાં પસંદગીના ક્ષેત્રોમાં જ ઈન્ફલોસ જોવા મળવાની ધારણાં છે,ખાસ કરીને આઈટી ક્ષેત્રમાં વિદેશી રોકાણકારોનો રસ વધી શકે છે.
યુએસ ફેડ પોલિસી બહાર પાડવામાં આવી છે, ત્યારે રોકાણકારો અન્ય ત્રણ કેન્દ્રીય બેંકો, એટલે કે ઇઘઉં, ઇઘઊ અને ચીનના પરિણામો પર નજર રાખશે.
અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં અડધા ટકાના ઘટાડા બાદ હવે દેશના બેંકરો,ઉદ્યોગો, રોકાણકારો તથા લોનધારકોની નજર હવે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ની આવતા મહિનાની બેઠક પર નજર રહેલી છે. ફેડરલ રિઝર્વ પહેલા યુકે, કેનેડા તથા યુરોઝોનમાં વ્યાજ દરમાં ઘટાડાના પ્રારંભ થઈ ચૂકયો છે ત્યારે રિઝર્વ બેન્ક પણ તેમના પગલે ચાલશે તેવી ઉદ્યોગો ખાસ કરીને ઓટો ઉદ્યોગ તથા લોનધારકો અપેક્ષા રાખી રહ્યા છે. રિઝર્વ બેન્કે ફેબુ્રઆરી, ૨૦૨૩થી ૬.૫૦% વ્યાજ દર જાળવી રાખ્યો છે.રિઝર્વ બેન્કની મોનિટરી પોલિસી કમિટિ (એમપીસી)ની બેઠક ૭થી ૯ ઓકટોબરના મળી રહી છે.
બાકી મારી અંગત સલાહ મુજબ તબક્કાવાર નફો બુક કરે એ શાણો રોકાણકાર… કેમ ખરૂં ને..!!!
ફયુચર રોકાણ
(૧) એસીસી લિમિટેડ (૨૪૪૫) : ટેકનિકલ ચાર્ટ મુજબ આ ફયુચર સ્ટોક રૂા.૨૩૭૦ ના પ્રથમ સપોર્ટથી ખરીદવાલાયક…!! સિમેન્ટ એન્ડ સિમેન્ટ પ્રોડકટસ સેકટરનો આ સ્ટોક રૂા.૨૪૭૪ થી રૂા.૨૫૦૫ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
(ર) ઓરબિન્દો ફાર્મા (૧૫૦૦) : આ સ્ટોક રૂા.૧૪૭૪ નો પ્રથમ અને રૂા.૧૪૬૦ નો બીજો અતિ મહત્વનો સપોર્ટ ધરાવે છે…!! ફયુચર ટ્રેંડિગ સંદર્ભે મધ્યમગાળે રૂા.૧૫૩૩ થી રૂા.૧૫૬૦ નો ભાવ દર્શાવે તેવી શકયતા છે…!!
(૩) ટાટા કેમિકલ્સ (૧૦૨૭) : ૫૫૦ શેરનું ફયુચર ધરાવતો આ સ્ટોક રૂા.૯૯૦ નો પ્રથમ તેમજ રૂા.૯૭૩ ના સ્ટ્રોંગ સપોર્ટથી ખરીદવાલાયક…!! કોમોડિટી કેમિકલ સેકટરનો આ સ્ટોક સાપ્તાહિક ટ્રેડિંગલક્ષી રૂા.૧૦૪૮ થી રૂા.૧૦૭૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!
(૪) મહિન્દ્રા । મહિન્દ્રા (૨૯૫૪) : ટેકનિકલ ચાર્ટ મુજબ રૂા.૨૯૯૦ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂા.૩૦૦૩ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂા.૨૯૦૯ થી રૂા.૨૮૮૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂા.૩૦૧૯ ઉપર પોઝિટીવ બ્રેકઆઉટ…!!
(પ) મુથુત ફાયનાન્સ (૧૯૯૧) : રૂા.૨૦૧૮ આસપાસ ઓવરબોટ પોઝિશન નોંધાવતો આ સ્ટોક રૂા. ૨૦૩૩ ના સ્ટોપલોસે વેચાણલાયક…!! ટૂંકાગાળે રૂા.૧૯૭૩ થી રૂા.૧૯૬૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂા.૨૦૪૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!
(૬) ઈપ્કા લેબોરેટરીઝ (૧૪૩૬) : ટેકનિકલ ચાર્ટ મુજબ રૂા.૧૪૮૮ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂા.૧૫૦૮ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂા.૧૪૧૭ થી રૂા.૧૪૦૪ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે..!! રૂા.૧૫૨૦ ઉપર પોઝિટીવ બ્રેકઆઉટ…!!
હવે જોઇએ અંગત અભિપ્રાયરૂપી સાપ્તાહિક સ્ટોક મુવમેન્ટ
(૧) ઈન્ડિયા સિમેન્ટ્સ (૩૫૫) : અ/ઝ+૧ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૩૪૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૩૩૦ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૩૭૩ થી રૂ.૩૮૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે….!! રૂ.૩૮૮ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
(૨) જિંદાલ વર્લ્ડવાઈડ (૩૩૭) : ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૩૨૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ..!!! રૂ.૩૧૬ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૩૫૮ થી રૂ.૩૬૩ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
(૩) આદિત્ય બિરલા ફેશન (૩૩૦) : રૂ.૩૧૩ નો પ્રથમ તેમજ રૂ.૨૯૭ ના બીજા સપોર્ટથી સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી આ સ્ટોક રૂ.૩૪૮ થી રૂ.૩૬૦ સુધીની તેજી તરફી રુખ નોંધાવશે….!!!
(૪) ઓરિયન્ટ ઈલેક્ટ્રિક (૨૩૭) : હાઉસહોલ્ડ એપ્લાયન્સીસ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૨૫૩ થી રૂ.૨૬૦ ના ભાવની સંભાવના ધરાવે છે.!! રૂ.૨૨૬ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!
(૫) આઈનોક્સ વિન્ડ (૨૩૨) : રૂ.૨૧૬ નો પ્રથમ તેમજ રૂ.૨૦૯ ના સ્ટ્રોંગ સપોર્ટથી હેવી ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૨૪૯ થી રૂ.૨૫૫ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા….!!!
(૬) હિન્દુસ્તાન ઓઈલ એક્સપ્લોરેશન (૨૨૮) : સ્થાનિક ફંડોની લેવાલીની શક્યતાએ આ સ્ટોકમાં રૂ.૨૧૩ આસપાસના સપોર્ટથી ડિલેવરીબેઇઝ રોકાણ રૂ.૨૪૪ થી રૂ.૨૫૦ ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!
(૭) એગ્રી-ટેક (ઈન્ડિયા) લિ. (૨૧૪) :આ સ્ક્રીપમાં નજીકનો પ્રથમ રૂ.૨૦૨ ના સ્ટ્રોંગ સ્ટોપલોસે સાપ્તાહિક અંદાજીત રૂ.૨૩૩ થી રૂ.૨૪૦ ના સંભવિત ભાવની શક્યતા છે…!!
(૮) બંધન બેન્ક (૧૯૭) : ટેકનીકલ ચાર્ટ મુજબ પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૮૮ આસપાસ રોકાણકારે રૂ.૨૧૫ થી રૂ.૨૨૪ ના ટાર્ગેટ ભાવની શક્યતાએ તબક્કાવાર રોકાણ કરવું. ટૂંકાગાળે રૂ.૧૭૬ સ્ટોપલોસ ધ્યાને લેવો…!!
સ્મોલ સેવિંગ્ઝ સ્ક્રીપો
(૧) એમએમટીસી લિ.(૮૬) : ટ્રેડિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુટર સેક્ટરનો આ સ્ટોક ડિલેવરીબેઇઝ રૂ.૯૪ થી રૂ.૧૦૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! રૂ.૭૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!
(૨) નેટવર્ક૧૮ મીડિયા (૭૮) : ડિલેવરીબેઇઝ રોકાણકારે મીડિયા એન્ડ એન્ટરટેઈનમેન્ટ સેક્ટરનાં આ સ્ટોકને ૬૭ ના અતિ મહત્વના સપોર્ટથી ખરીદવાલાયક…!! સાપ્તાહિક ટ્રેડિંગ સંદર્ભે રૂ.૮૮ થી રૂ.૯૪ સુધીની તેજી તરફી રૂખ નોંધાવશે…!!!
(૩) લોઈડ્સ એન્જીનિયરીંગ ઈન્ડસ્ટ્રીઝ (૭૦) : ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૬૪ નો પ્રથમ તેમજ રૂ.૬૦ ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક…!! ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ્સ સેકટરનો આ સ્ટોક ટુંકાગાળે ૭૭ થી રૂ.૮૬ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!
(૪) આઈઆરબી ઈન્ફ્રાસ્ટ્રક્ચર (૫૩) : રૂ.૪૭ આસપાસ રોકાણલક્ષી આ સ્ટોક મધ્યગાળે રૂ.૬૩ થી રૂ.૬૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.૭૨ ઉપર તેજી તરફી ધ્યાન…..!!
ભારતનું ફોરેક્સ રિઝર્વ પાંચ અબજ ડોલરના વધારા સાથે ઑલ ટાઈમ હાઈ પર…!!
ભારતીય અર્થવ્યવસ્થાને લઈને સારા સમાચાર આવ્યા છે અને તે દેશની આવક સાથે સંબંધિત છે. ભારતનું ફોરેક્સ રિઝર્વરેકોર્ડ હાઈ લેવલ પર પહોંચી ગયો છે. આ ચોથું અઠવાડિયું છે કે,જેમાં સતત આંકડામાં ઉછાળો જોવા મળ્યો છે. આરબીઆઈના ડેટા પર નજર કરીએ તો વિદેશી મુદ્રા ભંડાર૬સપ્ટેમ્બરે પૂરા થયેલા અઠવાડિયામાં વધીને ૬૮૯.૨૩૫ અબજ ડોલર થઈ ગયો છે.વિદેશી મુદ્રા ભંડારમાં વધારાની સાથે ભારતના અન્ય ભંડારમાં પણ ઝડપી વધારો જોવા મળ્યો છે. આ સમયગાળા દરમિયાન ફોરેન કરન્સી એસેટ રિઝર્વમાં ૫.૧૦૭અબજ ડોલરનો વધારો થયો છે અને હવે તે ૬૦૪.૧૪૪ અબજ ડોલરના નવા સ્તરે પહોંચી ગયો છે.
નોંધનીય છે કે એફસીએમાં વિદેશી મુદ્રા ભંડારમાં રાખવામાં આવેલી યુરો,પાઉન્ડ અને યેન જેવી બિન યુએસ કરન્સીમાં વધઘટની અસરનો પણ સમાવેશ થાય છે. ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં વધારાનો સિલસિલો સતત ચાલુ છે.
આ ચોથા મહિનામાં વધારા સાથે હવે ૭૦૦અબજ ડોલરની નજીક પહોંચી ગયું છે. હકીકતમાં ૬સપ્ટેમ્બરના રોજ પૂરા થયેલા અઠવાડિયામાં ૫.૨૪૮અબજ ડોલરનો જંગી ઉછાળો નોંધાયો છે. જેના કારણે આ અનામત ૬૮૯.૨૩૫ બિલિયનના નવા જીવન કાળના ઉચ્ચ સ્તરે પહોંચી ગયું છે. આ પેહલાના અઠવાડિયામાં ફોરેક્સ રિઝર્વનો આંકડો ૬૮૩.૯૮૭અબજ ડોલર હતો.
દેશની GDPમાં ગુજરાતના યોગદાનમાં સતત વધારો…!!
વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદ (EAC-PM)એ ભારતના સૌથી અમીર અને ગરીબ રાજ્યોનો ખુલાસો કરતો અહેવાલ બહાર પાડ્યો છે. જેના પરથી દેશના કુલ GDPમાં કયા રાજ્યોનું કેટલું યોગદાન છે અને રાજ્યની આર્થિક સ્થિતિનો સરળતાથી અંદાજ લગાવી શકાય છે. જેમાં પશ્ચિમ બંગાળના આંકડા આશ્ચર્યજનક છે. દેશના GDPમાં ગુજરાતના યોગદાનમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ઈન્ડસ્ટ્રીયલ હબ ગણાતા ગુજરાતનો આર્થિક વિકાસ સતત વધી રહ્યો છે. રિપોર્ટ મુજબ,છેલ્લા બે દાયકાથી દેશના GDP માં ગુજરાતનુ યોગદાન સતત વધ્યું છે. નાણાકીય વર્ષ ૧૯૬૦-૬૧માં ૫.૮%નું GDP યોગદાન આજે વધી નાણાકીય વર્ષ૨૦૨૩-૨૪માં ૮.૨% થયું છે. જે નાણાકીય વર્ષ૨૦૨૦-૨૧માં ૮.૧% હતું. ઉપરણ, ગુજરાતની માથાદીઠ આવક પણ છેલ્લા બે દાયકાથી સતત વધી છે. જે નાણાકીય વર્ષ૧૯૯૦-૧માં ૧૦૩.૯% હતી. જે વધી નાણાકીય વર્ષ૨૦૨૩-૨૪માં ૧૬૦.૭% થઈ છે.
સ્ટાર્ટઅપ ફંડિંગમાં સુસ્તીનો માહોલ…!!
સમગ્ર વિશ્વ અને ભારતમાં બે વર્ષથી સ્ટાર્ટઅપ માટે ભંડોળ ભેગું કરવું મુશ્કેલ બન્યું છે. સપ્ટેમ્બર મહિનાના પ્રથમ ૧૫ દિવસમાં ૧૪.૩ કરોડ ડોલરના ફંડિંગ સાથે સ્ટાર્ટઅપ માટે વર્ષનો સૌથી ખરાબ તબક્કો રહ્યો છે. બીજા પખવાડિયામાં પણ સમાન સ્થિતિ રહેશે તો ભારત માટે આ રેકોર્ડ ખરાબ તબક્કો હશે. કોરોના મહામારીના તબક્કામાં કૂદકે ને ભૂસકે બિલાડીની ટોપની માફક ફાટી નીકળેલા સ્ટાર્ટઅપ્સના હવે પાણી ઓસરી રહ્યાં છે અને ફંડની ભારે અછતનો માહોલસર્જાઈ રહ્યો છે. ૨૦૨૨ના અંતથી શરૂ થયેલા ફંડિંગ વિન્ટરની સ્થિતિ સુધરી રહી હતી પરંતુ ફરી છેલ્લા એકાદ-બે મહિનામાં સુસ્તીનો માહોલ જોવા મળ્યો હતો. સપ્ટેમ્બર મહિનાનું પ્રથમ પખવાડિયું તો ફંડિંગ મામલે અનેક રેકોર્ડ તોડતું નજરે પડયું છે.ભારતના વેન્ચર કેપિટલ માર્કેટમાં પણ ફંડ એકત્રીકરણ ગત વર્ષની સરખામણીએ નોંધપાત્ર ધીમું પડયું છે.
૨૦૨૪ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં માત્ર ૧.૩ અબજ ડોલરના કમિટમેન્ટ સાથે ૨૧ નવા વેન્ચર કેપિટલ ફંડ્સ બંધ થયા હતા તેમ પિચબુકના એક રિપોર્ટમાં જણાવાયું છે. સમગ્ર ૨૦૨૩ની વાત કરીએ તો ગત વર્ષે કુલ ૨૩ નવા ફંડોએ ૧.૭ અબજ ડોલર ઊભા કર્યા હતા. લાંબાગાળાની એવરેજ પર નજર કરીએ તો ૨૦૧૫થી દર વર્ષે ૩૮-૪૯ નવા વેન્ચર કેપિટલ ફંડ્સ બંધ થયા હતા,જેમાં ૨.૪-૪.૫ અબજ ડોલર વચ્ચેની પ્રતિબદ્ધતાઓ હતી. જોકે ૨૦૨૨ એક શાનદાર વર્ષ રહ્યું હતું જેમાં વૈશ્વિક સ્તરે નીચા વ્યાજ દરો અને કોરોના બાદના બૂમને કારણે ૭૮ નવા વીસી ફંડોએ ૧૧ અબજ ડોલર એકત્ર કર્યા હતા. જોકે તેમાંથી નોંધપાત્ર હિસ્સો હજી સુધી સ્ટાર્ટઅપને નથી મળ્યો.