બિહારમાં એક મામી તેના ભત્રીજાના પ્રેમમાં એટલી પાગલ હતી કે, તેણે માનવતાની બધી હદ પાર કરી દીધી
Muzaffarnagar, તા.૯
બિહારના મુઝફ્ફરનગરથી એક મામી અને ભત્રીજાની પ્રેમકથા સામે આવી છે. મામી લાજશરમ નેવે મુકીને તેના ભત્રીજા સાથે ભાગી ગઈ હતા, કારણ કે હવે તેને તેના પતિમાં કોઈ રસ નહોતો. જતા પહેલા તેણે તેના પતિ પર ઘાતક હથિયારથી હુમલો પણ કર્યો હતો.
એટલું જ નહીં, તે દીકરાને પણ પોતાની સાથે લઈ ગઈ હતી. મામીના આ કૃત્યથી આખું ગામ ચોંકી ગયું છે. પતિએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી, ત્યારબાદ પોલીસે હ્લૈંઇ નોંધી અને ફરાર મામી અને ભત્રીજાની શોધ શરૂ કરી હતી.
આ મામલો બોચાહાન પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામનો છે. અહીં રહેતા એક દંપતી, નવલ કિશોર અને ખુશ્બુ દેવીનું જીવન ખુશીથી ચાલી રહ્યું હતું. પરંતુ પછી ભત્રીજો નીરજ તેમની વચ્ચે આવ્યો હતો. મામી ઘરે આવતા ભત્રીજા સાથે પ્રેમમાં પડી ગઈ હતી. મામી તેને વારંવાર પતિ બહાર હોય ત્યારે ઘરે બોલાવતી હતી. મામી તેના ભત્રીજાના પ્રેમમાં એટલી પાગલ થઈ ગઈ કે, તે તેના પતિને માર મારતી અને ભત્રીજા સાથે ભાગી ગઈ હતી.
જણાવી દઈએ કે, ખુશ્બુના લગ્ન ૨૦ વર્ષ પહેલા નવલ કિશોર સાથે થયા હતા. જે ભત્રીજા સાથે તે ભાગી ગઈ છે, તે તેના કરતા ૧૦ વર્ષ નાનો છે. કેસ અંગે, પીડિત પતિએ પોલીસને અરજી આપી છે અને તપાસ અને કાર્યવાહીની માંગ કરી છે. આ સાથે, તેણે તેની પત્નીને મેળવવા માટે પોલીસને અપીલ કરી છે. પીડિત પતિએ પોલીસને જણાવ્યું કે, ગરહાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતો મારો ભત્રીજો વારંવાર મારા ઘરે આવતો હતો. આ દરમિયાન, તે મારી પત્ની સાથે પ્રેમમાં પડ્યો, અને જ્યારે મેં તેનો વિરોધ કર્યો, ત્યારે તે મારી સાથે ઝઘડો કરવા લાગ્યો હતો. એટલું જ નહીં, બંનેએ મને માર પણ માર્યો હતો. મારા દીકરાએ પણ મારી પત્નીના પ્રેમ સંબંધનો વિરોધ કર્યો હતો. સમજાવવા છતાં, બંને સંમત ન થયા અને પછી મારી પત્ની મારા ભત્રીજા સાથે મારા ૧૩ વર્ષના દીકરાને લઈને ભાગી ગઈ હતી.
પતિએ કહ્યું કે, ખુશ્બુ દેવી તેના પ્રેમી સાથે મળીને ૫૦ હજાર રૂપિયા રોકડા, લાખોના ઘરેણાં અને જમીનના કાગળો લઈને ઘરેથી ભાગી જવાની યોજના બનાવી રહી હતી. પછી મને આ વિશે માહિતી મળી અને મેં તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ નીરજ અને ખુશ્બુએ મને માર માર્યો હતો. મારા હાથ તોડી નાખ્યા અને બંને ભાગી ગયા હતા. ખુશ્બુએ જતા સમયે ધમકી પણ આપી હતી કે, જો હું આ વાત કોઈને કહીશ તો તે આત્મહત્યા કરી લેશે.
પોલીસે પીડિતને તપાસ અને કાર્યવાહીનું આશ્વાસન આપ્યું છે. જીર્ૐં રાકેશ કુમાર યાદવે કહ્યું કે, આ કેસમાં હ્લૈંઇ નોંધવામાં આવી છે. તપાસ અને કાર્યવાહી કરવામાં આવી રહી છે. બંનેને ટૂંક સમયમાં જ ઝડપી લેવામાં આવશે.