Perth,તા.24
ઇંગ્લેન્ડ-ઓસ્ટ્રેલિયા વચ્ચેના એસીઝ સીરીઝના પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાએ શાનદાર વિજય હાંસલ કર્યો હતો. ઓપનર હેડની 1ર3 રનની આક્રમક સદીના સહારે બે વિકેટે 205 રનનો લક્ષ્યાંક હાંસલ કરીને ઓસ્ટ્રેલિયાએ 8 વિકેટે જીત હાંસલ કરી હતી.
ઈંગ્લેન્ડે તેનો બીજો દાવ માત્ર 164 રનમાં પુરો કર્યો છે. ઈંગ્લેન્ડ તરફથી માત્ર ઓલી પોપે-33 રન, વિકેટ કીપર જેમી સ્મીથના 15 રન અને ગસ એપ્કીન્શનના 37 રન મુખ્ય હતા. ઓસ્ટ્રેલિયા તરફથી મીચેલ સ્ટાર્કને આજે વધુ ત્રણ વિકેટ મળતા આજના પ્રથમ ટેસ્ટમેચમાં તેની 10 વિકેટ થઈ છે. પ્રથમ દાવમાં તેની 7 વિકેટ હતી. જયારે બોલેન્ડને ચાર અને ડોગેટને 3 વિકેટો મળી હતી.
છેલ્લા સમાચાર મળે છે ત્યારે ઓસ્ટ્રેલિયાના બીજા દાવમાં એક વિકેટના ભોગે 101 રન થયા છે. હેડ 67 રને અને લંબુસેનના 12 રન થયા છે. ઓપનર જેક વેધરલેન્ડ 23 રન આઉટ થયો હતો. ઓસ્ટ્રેલિયાને આ પ્રથમ ટેસ્ટ મેચ જીતવા માટે માત્ર 69 રન કરવાના બાકી છે.
સ્કોર બોર્ડ
ઇંગ્લેન્ડ પ્રથમ દાવ 172, બીજો દાવ 164
ઓસ્ટ્રેલિયા પ્રથમ દાવ 132, બીજો દાવ 2/205

