Author: Vikram Raval

Sidama, તા.30દક્ષિણ ઈથોપિયામાં નેશનલ હાઈવે પર એક ભયાનક માર્ગ અકસ્માતમાં 66 લોકોના મૃત્યુ નિપજ્યા હતા એક કાર અને મુસાફરોથી ભરેલી બસ વચ્ચે ટક્કર સર્જાયા બાદ બંને વાહનો કેનાલમાં ખાબકી હતી. લોકોએ બચાવ કામગીરી હાથ ધરીને કેનાલમાંથી ઈજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં 66 લોકોના મોત થઈ ચૂક્યા હતા. જ્યારે ચાર લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. અહેવાલો અનુસાર, દક્ષિણ ઈથોપિયાના અદીસ અબાબાથી લગભગ 300 કિલોમીટર દૂર સિદામા રાજ્યમાં બોના ઝુરિયા વોર્ડાના ગેલમાં આ અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટના અંગે સિદામા રીજનલ હોસ્થ બ્યુરોએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને અકસ્માતની પુષ્ટિ કરી હતા. અકસ્માતનો ભોગ બનેલા લોકોને પાણીમાંથી…

Read More

New Delhi,તા.30વડાપ્રધાન મોદીએ વર્ષ 2024ના અંતિમ દિવસે ‘મન કી બાત’માં બંધારણ, બસ્તરમાં ઓલિમ્પિક, મેલેરિયા અને પ્રયાગરાજમાં યોજાનાર મહાકુંભનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે મહાકુંભને લઈને સંદેશ આપ્યો હતો કે મહાકુંભનો સંદેશ, એક હો પૂરા દેશ…. ગંગા કી અવિરલધારા, ન બંટે સમાજ હમારા.પીએમે જણાવ્યું હતું કે, મહાકુંભમાં મોટી સંખ્યામાં લોકો જોડાય છે. લાખો સંત, હજારો પરંપરાઓ, સેંકડો સંપ્રદાય, અનેક અખાડા હરકોઈ આ આયોજનનો ભાગ બને છે, કોઈ મોટુ નથી હોતું, કોઈ નાનું નથી હોતું, અનેકતામાં એકતા આવું દ્દશ્ય વિશ્વમાં કયાંય નથી જોવા મળતું. આ કારણે જ આપણો મહાકુંભ એકતાનો મહાકુંભ બની જાય છે. જયારે કુંભમાં ભાગ લો તો એકતાનો સંકલ્પ પણ સાથે…

Read More

Melbourne,તા.30 મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોક્સિંગ-ડે ટેસ્ટના પાંચમા દિવસે રેકોર્ડ સંખ્યામાં દર્શકો તૂટી પડ્યા હતા. મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર બંને ટીમો વચ્ચે ટેસ્ટ ક્રિકેટમાં વન ડેમાં એક નવો રેકોર્ડ સર્જાયો છે. બોક્સિંગ ડે ટેસ્ટ ઇતિહાસમાં પ્રથમ વખત આટલી મોટી સંખ્યામાં દર્શકો મેચ જોવા આવ્યા હતા. પાંચમા દિવસે 3,50,700થી વધુ પ્રશંસકો મેચ જોવા માટે સ્ટેડિયમ પહોંચ્યા હતા. વાસ્તવમાં મેલબર્નમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ચોથી ટેસ્ટ મેચના પાંચમા દિવસે અદ્ભુત ક્રેઝ જોવા મળ્યો હતો. આ મેચ જોવા સ્ટેડિયમ પહોંચેલા દર્શકોએ એક અનોખો રેકોર્ડ બનાવ્યો હતો. બોક્સિંગ ડે ટેસ્ટના પાંચમા દિવસે 350700 ફેન્સ મેચ જોવા માટે આવ્યા…

Read More

Abu Dhabi,તા.30 વર્ષ 2025ને આવકારવા માટે અબુ ધાબીમાં આ વર્ષે મોટા પાયે આયોજન કરવામાં આવ્યું છે અને વિશ્વના સૌથી મોટા ફાયરવર્ક્સનું ડિસ્પ્લે યોજાશે. અબુ ધાબીના અલ વાથબા વિસ્તારમાં શેખ ઝાયેદ ફેસ્ટિવલમાં આશરે 50 મિનિટ સુધી આ ફાયર ડિસ્પ્લે થશે. આ સિવાય 20 મિનિટ સુધી ડ્રોન-શો પણ થશે જેમાં 6000 ડ્રોન ભાગ લેશે અને એ આકાશમાં એરિયલ આર્ટનું ડિસ્પ્લે કરશે. આ ડિસ્પ્લે દ્વારા અબુ ધાબી કુલ છ ગિનેસ વર્લ્ડ રેકોર્ડ તોડવા માગે છે. 2023માં આ જ ફેસ્ટિવલમાં 40 મિનિટ સુધી ફાયરવર્ક્સ ડિસ્પ્લે જોવા મળ્યું હતું. એ સમયે ત્રણ ગિનેસ વર્લ્ડ રેકોર્ડની નોંધ થઈ હતી જેમાં સૌથી લાંબા સમય સુધી ડિસ્પ્લે, સૌથી…

Read More

Navi Mumbai,  તા.30નવી મુંબઈ ઇન્ટરનેશનલ ઍરપોર્ટ (NMIA) પર ગઈ કાલે A320 કમર્શિયલ ઍરક્રાફ્ટનું સફળતાપૂર્વક લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ઍરપોર્ટના નોર્થ ગેટ સાઇડ પર ઇન્ડિગો ઍરલાઈન્સની ફ્લાઇટને રનવે પર ઉતારવામાં આવી હતી. આ સાથે NMIA પર વિમાનસેવાની શરૂઆત કરવાનો રસ્તો સાફ થઈ ગયો છે. આ ઍરપોર્ટ શરૂ થઈ ગયા બાદ મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ ઍરપોર્ટ પર વધી રહેલો પ્રવાસીઓ અને કાર્ગોનો બોજ ઓછો થશે. NMIAનું આવતા વર્ષે 17 એપ્રિલે ઉદ્ઘાટન થશે અને મે મહિનાથી ઍર-ટ્રાફિક માટે એને ખુલ્લું મૂકવામાં આવશે. અદાણી ઍરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અરુણ બંસલે કહ્યું હતું કે ‘NMIA માટે આજનો દિવસ મહત્ત્વનો છે. સફળતાપૂર્વક કમર્શિયલ…

Read More

Mumbai તા.30મુંબઈ શેરબજારમાં આજે મંદીનું મોજુ ફરી વળ્યુ હતું. ઈન્ફ્રા-ડે ઉંચાઈએથી સેન્સેકસ 1000 કરતાં વધુ પોઈન્ટનો ઘટાડો સુચવતો હતો. હેવીવેઈટ શેરોમાં ગાબડા પડયા હતા. શેરબજારમાં આજે શરૂઆત તેજીના ટોને થઈ હતી. કેલેન્ડર વર્ષના બે જ દિવસ બાકી છે. નવુ વર્ષ તેજીમય, રહેવાના આશાવાદથી રીટેઈલ ઈન્વેસ્ટરોની પસંદગીના શેરોમાં લેવાલી હતી. પરંતુ બપોરથી એકાએક વેચવાલીનો મારો શરૂ થતા માર્કેટ પછડાવા લાગ્યુ હતું. વિદેશી નાણાં સંસ્થાઓની આક્રમક વેચવાલીની અસર હતી. જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે નવા વર્ષમાં વિદેશી સંસ્થાઓના અભિગમ પર નજર રહેશે. શેરબજારમાં આજે બજાજ ફાઈનાન્સ, ભારતી એરટેલ, એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, ઈન્ફોસીસ, કોટક બેંક, લાર્સન, મહીન્દ્ર, મારૂતી, એનટીપીસી, પાવરગ્રીડ, રીલાયન્સ, સ્ટેટ બેંક,…

Read More

Pavagadh,તા.30 ગિરનારની લીલી પરિક્રમાની જેમ પાવાગઢની પરિક્રમાનો પ્રારંભ થયો છે. આજથી બે દિવસ માટે શરૂ થયેલી પરિક્રમામાં હજારો માઈ ભક્તો જોડાયા હતા. પાવાગઢ ખાતે મહાકાળી માતાના મંદિરે 500 વર્ષ બાદ ધ્વજા રોહણ અને જીર્ણોદ્ધાર થયા બાદ ભક્તોનો ભારે ઘસારો શરૂ થયો છે. માઈ ભક્તો દ્વારા છેલ્લા નવ વર્ષથી પાવાગઢની 44 કિલોમીટરની પરિક્રમાનો પ્રારંભ પણ કરવામાં આવ્યો છે. આજે પાવાગઢની તળેટીમાં આવેલા વાઘેશ્વરી માતાના મંદિરેથી તાજપુરા આશ્રમના પૂ.લાલ બાપુ, રામજી મંદિરના રામ શરણ બાપુ તેમજ અન્ય સાધુ સંતો અને ધારાસભ્ય સહિત આગેવાનોની ઉપસ્થિતિમાં બે દિવસની 9મી પરિક્રમાનો પ્રારંભ થયો હતો. પરિક્રમામાં વડોદરા પંચમહાલ તેમજ આસપાસના જિલ્લામાંથી સેંકડો ભક્તો જોડાયા હતા. વહેલી…

Read More

Ahmedabad,તા.30 અમદાવાદના કાલુપુરથી અવર-જવર કરતાં લોકો માટે મોટા સમાચાર આવ્યા છે. નવા વર્ષથી એટલે કે 2 જાન્યુઆરી 2025થી સારંગપુર બ્રિજને તોડીને નવો બનાવવો હોય દોઢ વર્ષ માટે એટલે કે 30 જૂન 2026 સુધી સારંગપુર બ્રિજ બંધ કરવાનો નિર્ણય કરાયો છે. જેને લઈને પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. સારંગપુર બ્રિજ બંધ થતાં અનુપમ બ્રિજ અને કાલુપુર બ્રિજ પર વાહનોનો ધસારો વધશે. જાણી લો વૈકલ્પિક રૂટ 1. ગીતા મંદિર, ગાંધી રોડ, ખાડિયા તથા શહેર તરફથી આવતો ટ્રાફિક કાગડાપીઠ પોલીસ સ્ટેશન થઇને વાણિજ્ય ભવન થઇને અનુપમ/અંબિકા બ્રિજ થઇને એપરલ પાર્ક થઇને અનુપમ સિનેમા થઈને જરૂરિયાત મુજબ અલગ અલગ મુખ્ય માર્ગનો ઉપયોગ કરી…

Read More

Vadodara,તા.30 વડોદરાના વાસણા રોડ વિસ્તારમાં બે દિવસ પહેલા બિનવારસી હાલતમાં દારૂ ભરેલી ટ્રક પકડાવાના બનાવમાં ક્રાઈમ બ્રાન્ચ એક ખેપીયાને ઝડપી પાડ્યો છે. વાસણા ખાતે ઘરવખરીના સામાનમાં દારૂ ભરેલી ટ્રક આવી હોવાની વિગતોને પગલે ગોત્રી પોલીસે દરોડો પાડી 13 લાખ ઉપરાંતની કિંમતની દારૂની 200 પેટી કબજે કરી હતી. પોલીસને જોઈ બે લોકો સ્થળ પરથી ભાગી છુટ્યા હતા. જેથી પોલીસે મોટરસાયકલ કબજે લીધી હતી. આ બનાવમાં વડોદરા ક્રાઈમ બ્રાન્ચે દારૂની ખેપમાં સંડોવાયેલા ભાવેશ જગદીશભાઈ પરમાર (કુંભાર ફળિયા, વાસણા, વડોદરા) ને વડોદરા પાદરા રોડ પર એક પાનના ગલ્લેથી ઝડપી પાડ્યો હતો.

Read More

Vadodara,તા.30 વડોદરા શહેરમાં ગટર લાઈનો અવારનવાર બેસી જતી હોવાથી તેના રીપેરીંગ માટે કોર્પોરેશનને મોટો ખર્ચ થતો હોય છે. તાજેતરમાં શહેરના વિવિધ વિસ્તારમાં પાંચ સ્થળે ડ્રેનેજ લાઈન બેસી જતા કોર્પોરેશનને રીપેરીંગ માટે 40 લાખનો ખર્ચ થયો હતો. ગટર લાઇન બેસી જાય એટલે પાણીનો નિકાલ થઈ શકતો નથી. ગટરનું પાણી બીજી જગ્યાએ ડાયવર્ટ કરવામાં પણ તકલીફ પડતી હોય છે. જેના કારણે ડ્રેનેજ રોડ પર ઉભરાતી હોવાથી ગંદકી અને આરોગ્યના પ્રશ્નો પણ ઊભા થતાં રહે છે. જેને ધ્યાનમાં રાખીને કોર્પોરેશનને એકટની કલમ 67 ત્રણ( સી) હેઠળ રીપેરીંગની કામગીરી કરાવવી પડે છે. વડોદરા શહેરના કલાલી વડસર 400 મીટર રીંગરોડ પર જાગનાથ સ્મશાનની એન્ટ્રી પાસે…

Read More