Author: Vikram Raval

Vadodara,તા.30  વડોદરા કોર્પોરેશન દ્વારા ચાલતા વિકાસના કામોમાં વિલંબ થવાને કારણે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ ત્રણથી ચાર અધિકારીઓને સ્પષ્ટ ચેતવણી આપી છે કે સ્વર્ણિમની ગ્રાન્ટ હોય કે અન્ય સરકારની ગ્રાન્ટના કામોમાં વિલંબ થશે તો અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે સાથે સાથે નાણાકીય સમર્થન પણ ઝડપથી આપવા સૂચના આપી છે. વડોદરા શહેરમાં ચાલતા વિકાસના કામોના રીવ્યુ માટે મ્યુનિસિપલ કમિશનર અધિકારીઓની અવારનવાર બેઠક યોજી અધિકારીઓ પાસેથી સરકાર દ્વારા મળતી નાણાપંચ, સ્વર્ણિમ ગુજરાત, અમૃતમ યોજના હોય કે અન્ય ગ્રાન્ટના વિકાસના લોકહિતના કાર્યો અંગે જે પ્રગતિ થઈ હોય તેની માહિતી એક એક કામ પ્રમાણે માહિતી માંગવામાં આવતી હોય છે. તાજેતરમાં મળેલી બેઠક દરમિયાન લોકહિતના વોર્ડ,…

Read More

Vadodara,તા.30 વડોદરા નજીક અમદાવાદ-સુરત હાઈવે ઉપર આજે ફરી એકવાર ટ્રાફિકજામ થતા વાહન ચાલકો અટવાઈ ગયા હતા.  વડોદરા પાસે ગોલ્ડન ચોકડી અને દેણા ચોકડી વચ્ચે તેમજ પોર નજીક અવારનવાર ટ્રાફિક જામ થતો હોય છે. પોર થી બામણગામ સુધી તો ઘણીવાર 10 કિ.મીનો ટ્રાફિક જામ થતો હોય છે. આજે સવારે ગોલ્ડન ચોકડી પાસે ફરી એકવાર પાંચ કિલોમીટર જેટલો ટ્રાફિક જામ થઈ જતા વાહન ચાલકો બે થી ત્રણ કલાક સુધી અટવાયા હતા. પોલીસની ટીમ વાહન વ્યવહાર રાબેતા મુજબ કરવા માટે પ્રયત્નમાં લાગી છે.

Read More

Vadodara,તા.30 ફતેગંજ પોલીસ સ્ટેશનના કહેવાતા વહીવટદાર સહિત 12 જુગારીઓ ગઈકાલે રાત્રે તરસાલી સરદ નગરમાં જુગાર રમતા ઝડપાઈ જતા ચકચાર મચી ગઈ છે ઉલ્લેખનીય છે કે પોલીસ જવાન જ જુગાર રમતા ઝડપાયો હોય પોલીસ બેડામાં પણ ખડભડાટ મચી ગયો છે. આ જુગારધામ પોલીસ કોન્સ્ટેબલ સંજય ચલાવતો હોવાની ચર્ચા વિસ્તારમાં ચાલી રહી છે. મકરપુરા પોલીસે 4.49 લાખનો મુદ્દા માલ કબજે કર્યો છે. મકરપુરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ગઈકાલે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન માહિતી મળી હતી કે તરસાલી સરદ નગરના મકાન નંબર 696 માં કેટલાક લોકો જુગાર રમી રહ્યા છે. જેથી પોલીસે ઉપરોક્ત સ્થળે રેડ પાડતા 12 જુગારીઓ પકડાઈ ગયા હતા. જેમાં (1)…

Read More

Jamnagar, જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં શિયાળાના દિવસો દરમિયાન વાહન ઉઠાવગીર ટોળકી સક્રિય બની છે, અને જામનગર શહેરમાંથી એક બાઈક તેમજ સિક્કા પાટીયા નજીકથી એક બાઈકની કોઈ તસ્કરો ચોરી કરી ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ છે. જામનગરમાં શિવ ટાઉનશિપમાં રહેતા વિવેકાનંદ શાંતિલાલ જોશી નામના યુવાને સમર્પણ સર્કલ પાસે પાર્ક કરેલું પોતાનું મોટરસાયકલ કોઈ તસ્કરો ડુપ્લીકેટ ચાવી વડે ચાલુ કરી હંકારી ગયાની ફરિયાદ સીટી સી. ડિવિઝન પોલીસમાં નોંધાવી છે. આ ઉપરાંત જામનગર તાલુકાના સરમત ગામમાં રહેતા સુરેશભાઈ સિંધાભાઈ ગમારા નામના ભરવાડ યુવાને સિક્કા પાટીયા પાસે પાર્ક કરેલું પોતાનો બાઈક કોઈ તસ્કરો ચોરી કરી લઈ ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવવામાં આવી છે. જે મામલે…

Read More

Jamnagar,તા.30  જામનગર શહેરમાં પખવાડિયાના વિરામ બાદ આજે વહેલી સવારથીજ વીજ તંત્ર દ્વારા ફરીથી વીજ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, અને 26 વિજ ચેકીંગ ટુકડીઓને દોડતી કરાવાઈ છે. જેથી વીજ ચોરોમાં ફફડાટ મચી ગયો છે. જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરીની ચેકિંગ ડ્રાઇવ દ્વારા આજે સોમવારે સવારે જામનગર શહેરના લીમડા લાઈન વિસ્તાર પંચેશ્વર ટાવરનો એરીયા, કડિયાવાળ, ગુલાબ નગર, રામવાડી સહિતના વિસ્તારમાં 26 જેટલી વિજચેકિંગ ટુકડીને મેદાનમાં ઉતારવામાં આવી છે, અને મોટાપાયે વિજ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જેની મદદ માટે એસઆરપીના 14 જવાનો, 10 પોલીસ કર્મચારી તથા ત્રણ વિડિયોગ્રાફરની મદદ લેવામાં આવી રહી છે. વહેલી સવારથી જ આ કામગીરીને લઈને કેટલાક વિજચોરોમાં…

Read More

Jamnagar,તા.30 જામનગર-રાજકોટ હાઇવે રોડ પર ગઈકાલે વધુ એક ગોઝારો અકસ્માત સર્જાયો છે, અને 12 વર્ષની બાળકીનું મોત થયું છે. રાજકોટ મહાનગરપાલિકાના કર્મચારીનો પરિવાર રાજકોટથી દર્શનાર્થે ધ્રોળ તરફ આવતો હતો, જે દરમિયાન મોડપર ગામના પાટીયા પાસે લક્ઝરી બસ અને ઇકો કાર વચ્ચેના અકસ્માતમાં 12 વર્ષની બાળકી મૃત્યુ પામી છે, જ્યારે અન્ય ત્રણ વ્યક્તિઓ ઘાયલ થઈ છે. આ ગોઝારા અકસ્માતના બનાવની વિગતો એવી છે કે રાજકોટમાં લક્ષ્મીવાડી વિસ્તારમાં રહેતા અને રાજકોટમાં નગરપાલિકામાં નોકરી કરતા નીરવભાઈ નવનીતભાઈ દવેના પરિવારના સાત સભ્યો ગઈ કાલે રવિવારની રજાના દિવસે સવારે રાજકોટથી નીકળીને ખોડાપીપર ગામ નજીક આવેલા માતાજીના દર્શને નીકળ્યા હતા. તેઓ રાજકોટમાંથી જીજે-03 એલ.આર. 7310 નંબરની…

Read More

Jamnagar,તા.30 ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા જાહેર કરાયેલા એક પરિપત્ર મુજબ, ભારતના પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહનસિંઘના નિધનને પગલે કેન્દ્ર સરકાર દ્વારા સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. આ નિર્ણયને ધ્યાનમાં રાખીને, યુનિવર્સિટીએ 31 ડિસેમ્બર, 2024ના રોજ યોજાનાર 29મો પદવીદાન સમારોહ હાલ પૂરતો મોકુફ રાખવાનો નિર્ણય લીધો છે. યુનિવર્સિટીએ જણાવ્યું છે કે, નવા ક્યા સમયે પદવીદાન સમારોહ યોજાશે, તે અંગેની જાણકારી વિદ્યાર્થીઓ અને અન્ય સંબંધિત પક્ષોને બાદમાં આપવામાં આવશે. આ નિર્ણય પાછળનું કારણ એ છે કે, દેશના ભૂતપૂર્વ વડાપ્રધાનના અવસાનને પગલે દેશમાં શોકનું વાતાવરણ છે. આવા સંજોગોમાં પદવીદાન સમારોહ જેવો ઉજવણીનો કાર્યક્રમ યોજવો યોગ્ય નથી. યુનિવર્સિટીએ આ નિર્ણય સહકારથી સ્વીકારવા અપીલ…

Read More

Ahmedabad,તા.30 શક્તિપીઠ અંબાજી જવા માંગતા શ્રદ્ધાળુઓ માટે આનંદના સમાચાર છે. હવે અમદાવાદથી 173 કિલોમીટર દૂરના અંતરે આવેલા અંબાજી સુધી ટ્રેન દ્વારા પહોંચી શકાશે. અમદાવાદ-અંબાજીને રેલ નેટવર્ક સાથે જોડવાની તેમજ શક્તિપીઠ અંબાજીમાં રેલવે સ્ટેશન બનાવવાની કામગીરી હાલ કાર્યરત છે. ગુજરાતમાં હવે 2027માં યોજાનારી વિધાનસભાની ચૂંટણી અગાઉ અમદાવાદથી અંબાજી વચ્ચે ટ્રેન દોડતી થઈ જાય તેવી સંભાવના છે. શક્તિપીઠ અંબાજી મંદિરની થીમ પર જ અંબાજી સ્ટેશન બનાવાશે અમદાવાદથી અંબાજી માટે હાલ માત્ર બાય રોડનો વિકલ્પ છે. અમદાવાદ-અંબાજી વચ્ચે ટ્રેન દોડતી કરવા મહેસાણા નજીક તારંગાથી અંબાજી થઈ આબુ રોડ સુધીની લગભગ 116 કિલોમીટર લાંબી નવી રેલવે લાઇન નાખવાની કામગીરી હાલમાં જારી છે. આ રેલવે…

Read More

Ahmedabad,તા.30 PMJAY યોજના અંગે આજેય દર્દીઓ બેખબર રહ્યા છે. આ યોજનાનો છેવાડાના માનવી સુધી લાભ મળે તે માટે પ્રચાર-પ્રસાર કરવા માટે કેન્દ્રએ બધાંય રાજ્યોને ખાસ સૂચના આપી હતી. એટલું જ નહીં, ગુજરાત સહિત બધાય રાજ્યોને ઇન્ફેર્મેશન, એજ્યુકેશન ઍન્ડ કૉમ્યુનિકેશન સેલ રચવા આદેશ કરવામાં આવ્યો હતો. પણ આ મામલે ગુજરાત આરોગ્ય વિભાગે પણ ઝાઝુ ઘ્યાન આપ્યું ન હતું. જો આઇઇસી સેલની રચના થઈ હોત તો કદાચ ગુજરાતમાં ખ્યાતિકાંડ સર્જાયો ન હોત. નેશનલ હેલ્થ ઑથોરિટીના આદેશનો ઉલાળિયો ગરીબ દર્દીઓ માટે PMJAY યોજના આશીર્વાદરૂપ છે કેમ કે, કેન્સર, હૃદયરોગ સહિત ગંભીર બીમારીમાં દસેક લાખ સુધી મફત તબીબી સારવાર…

Read More

Ahmedabad,તા.30 પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહનસિંહનું નિધન થતાં કેન્દ્ર-રાજ્ય સરકારે સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે ત્યારે માનિતા વોર્ડ પ્રમુખની નિમણૂંક થતાં મણિનગરમાં ભાજપના ધારાસભ્ય-કાર્યકરોએ ઢોલ નગારા વગાડી જાહેરમાં ગરબે ધુમ્યાં હતાં. પૂર્વ વડાપ્રધાનના મોતનો મલાજો ભૂલી ભાજપના ધારાસભ્ય-સ્થાનિક કાર્યકરોની થુંથુ થઇ રહી છે. મણિનગરના ધારાસભ્ય અમૂલ ભટ્ટ-કાર્યકરોએ ફટાકડા ફોડ્યા ભાજપના નેતાઓએ અર્થશાસ્ત્રી અને પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહનસિંહને મૌનીબાબા કહીને અપમાન કરવામાં જરાય કસર છોડી નથી. મૃત્યુ પછી પણ ભાજપના નેતાઓ મલાજો જાળવી શક્યા નથી.ડો.મનમોહનસિંહના અવસાનના પગલે ગુજરાત સરકારે સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરાયો છે. એટલુ જ નહીં, અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ સુદ્ધાંને મોકુફ રખાયો છે. આ સંજોગોમાં ભાજપે મણિનગરમાં વોર્ડ પ્રમુખના…

Read More