Author: Vikram Raval

Surendranagar.તા.30 પાટડી નગરપાલિકાના મહિલા સદ્દસ્યના બેંક ખાતામાં વિમા કંપનીના રૂપિયા જમા થયાના મેસેજ આવ્યા બાદ મહિલા સદ્દસ્યએ સામેવાળાના ખાતામાં રૂા.૨૭,૦૦૦ જમા કરાવતા પોતે સાયબર ફ્રોડનો ભોગ બની હોવાનું જણાઈ આવ્યું હતું. આ મામલે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવવા સાથે પાટડી પોલીસ મથકે લેખીત રજુઆત કરી છે. પાટડી શહેરી વિસ્તારમાં રહેતા પ્રતિકકુમાર ઠક્કરના પત્ની તેમજ પાટડી નગરપાલિકાના વોર્ડ નં.૩ ના મહિલા સદ્દસ્ય શ્વેતાબેન ઠક્કર પાટડી નજીક ધાર્મિક સ્થળે દર્શનાર્થે ગયા હતા. ત્યારે કોઈ અજાણ્યા નંબરમાંથી તેમને ફોન દ્વારા સામેના વ્યક્તિએ એલઆઈસીની પોલીસીની મુદ્દત પૂર્ણ થઈ ચુકી છે અને પોલીસી પાકી ગઈ હોવાનું જણાવી મહિલા સદ્દસ્યના ખાતામાં તે રકમ જમા કરાવવાનું જણાવ્યું હતું…

Read More

Surendranagar,તા.30 સુરેન્દ્રનગર બી-ડિવીઝન પોલીસે રાજકોટ ખાતે રહેતા શખ્સ સામે પોલીસ ન હોવા છતાં પોલીસની ખોટી ઓળખ ઉભી કરવા માટે પોલીસ લખેલ પ્લેટને કારના ડેસ્કબોર્ડ પર રાખી નિયમોના ઉલંઘન બદલ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે. સુરેન્દ્રનગર ખાતે પોલીસ વિભાગ દ્વારા કાર્યરત નેત્રમ કમાન્ડ એન્ડ કંન્ટ્રોલ રૂમ દ્વારા બી-ડિવીઝન પોલીસને સીસીટીવીના આધારે ફોટો પાડી જાણ કરવામાં આવી હતી. જેમાં ગત તા.૧૪ મે ૨૦૨૪ના રોજ ડેસ્કબોર્ડ પર પોલીસ લખેલી પ્લેટ સાથે એક કારચાલક વઢવાણ માર્કેટીંગ યાર્ડ પાસેથી પસાર થયો હતો. આથી બી-ડિવીઝન પોલીસે વાહનમાલીકનું નામ અને સરનામું તપાસ કરતા કાર દિલીપભાઈ શામજીભાઈ સાગઠીયા રહે.કોઠારીયા રાજકોટવાળો હોવાનું માલુમ પડયું હતું. આથી કારચાલકને પોલીસ…

Read More

Surendranagar,તા.30 ચોટીલા શહેરી વિસ્તારમાં સીરામીક કંપનીમાં ભાગીદારી આપવા બાબતે જામીનગીરીનો બોગસ દસ્તાવેજ કરી તેનો સાચા તરીકે ઉપયોગ કરી બે શખ્સો દ્વારા ૮૦ લાખની છેતરપિંડી આચરવા બદલ ચોટીલા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. ચોટીલા ખાતે આવેલી તનીક્ષ એપાર્ટમેન્ટમાં રહેતા ફરિયાદી જીતેન્દ્રભાઈ લાલદાસ કરથીયા વર્ષ ૨૦૧૫માં ચોટીલા ખાતે આવેલ અમૃતનગર સોસાયટી મામાના કાંટાવાળી શેરીમાં રહેતા હતા તે સમયે સામે રહેતા મહેશભાઈ લાભશંકરભાઈ સીલું સાથે સારા સબંધો હોવાથી મહેશભાઈના ભાઈ સુરેશભાઈ સીલુંએ વાંકાનેરના ધુઆ ખાતે આવેલ મીરેકલ સીરામીકમાં બન્ને ભાઈઓ ભાગીદાર હોવાનું જણાવ્યં હતું અને ફરિયાદીને પણ ભાગીદાર થવું હોય તો રૂા.૮૦ લાખ રોકડા આપવાનું જણાવ્યું હતું અને બન્ને ભાઈઓની ભાગીદારીમાંથી ૨-૨ ટકા…

Read More

Bhavnagar,તા.30 ભાવનગર ઉપરથી માવઠાંની ચિંતાના વાદળો હટતાની સાથે જ ઠંડીએ ફરી સામ્રાજ્ય જમાવ્યું છે. રાત્રે ટાઢોબોળ પવન ફૂંકાવવાના કારણે ધુ્રજાવતી ઠંડીનો અનુભવ થયો હતો. દિવસ દરમિયાન પણ ઠંડીનો જોર રહેતા સપ્તાહના અંતમાં તાપમાન પોણા બેથી પોણા ત્રણ ડિગ્રી નીચું નોંધાયું હતું. ભાવનગર શહેર-જિલ્લામાં ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી થઈ હતી. જેની અસરના પગલે ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો પણ જોવા મળ્યો હતો. હવામાન વિભાગની આગાહી પૂરી થતાં જ શિયાળાની ઋતુએ ફરી જોર પકડયું હતું. ખાસ કરીને ગત રાત્રિના સમયે ઠંડો પવન ફૂંકાવાથી ભાવેણાંવાસીઓએ શીતલહેરનો અનુભવ કર્યો હતો. રાતથી વહેલી સવાર સુધી કડકડતી ઠંડી રહેતા લઘુતમ તાપમાન ૧.૭ ડિગ્રી ઘટીને ૧૫.૭ ડિગ્રીએ પહોંચી…

Read More

Bhavnagar,તા.30 સ્ટેટ મોનિટરિંગ સેલની એક ટીમ જાણે ભાવનગરમાં છાવણી નાખી બેઠી હોય તેમ શહેરના કુંભારવાડા વિસ્તારના રહેણાંકી મકાનમાંથી ૧૪૬૦ લીટર દેશી દારૂ ઝડપાયાના બે દિવસ બાદ ફરી સ્ટેટ મોનિટરિંગ સેલ એક્શનમાં આવી છે અને જિલ્લાના તળાજા તાલુકાના માંડવા ગામે ચાલતી દેશી દારૂની ભઠ્ઠીમાં આજે વહેલી સવારે રેઈડ કરી ૧૪૭૦ લીટર દેશી દારૂ સહિત કુલ રૂ.૪.૩૨ લાખના મુદ્દામાલ સાથે બે શખ્સોને ઝડપી લઈ અલંગ પોલીસ મથકમાં પાંચ શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે. ભાવનગર શહેરના કુંભારવાડા નારીરોડ અવેડા વિસ્તારમાં લિસ્ટેડ બુટલેગરના રહેણાંકી મકાનમાં ગત બુધવારની મધ્ય રાત્રીએ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડા પાડી ૧૪૬૦ લીટર દેશીદારૂ સહિત ૩.૪૩ લાખનો મુદ્દામાલ કબ્જે લઈ…

Read More

Bhavnagar,તા.30 ગઢડા તાલુકાના ખોપાળા ગામે રહેતા બે ભાઈઓને વાડીમાં કેમ બકરા ચારાવવા છોડી મૂક્યા તેમ કહી એક શખ્સે લાકડી બતાવી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવની જાણવા મળતી વિગત મુજબ ગઢડા તાલુકાના ખોપાળા ગામે રહેતા વિભાભાઈ નાથાભાઈ સાટિયા ઘરે હાજર હતા.તે દરમ્યાન દિકરા કાનજીભાઈ તથા દિનેશભાઈ ઘરે આવ્યા હતા. અને વાત કરેલ કે સાંજના આશરે સાડા પાંચેક વાગ્યે બકરા લઈને ખોપાળા ગામથી તપરડીના જુના માર્ગે ચાલ્યા જતા હતા. ત્યારે ગામના ઘનયામ તળશીભાઈ ગાભાણી સામા મળતા બંને ભાઈઓને ઉભા રાખી ગાળો આપી કહેવા લાગેલ કે પરમ દિવસે મારી વાડીના શેઠા ઉપર આવેલ તારની વાડ તોડી તમારા બકરા વાડીમાં કેમ આવવા…

Read More

Anand,તા.30 આણંદના જોળ ગામે ૨૨ વર્ષ પહેલા મજૂરી માટે આવેલા પરિવારે એક જમીનમાં ગેરકાયદે બે ઓરડી બનાવી, જમીન માલિકને કબ્જો પરત ન સોંપતા લેન્ડ ગ્રેબિંગની અરજી કરી હતી. આ અંગે વિદ્યાનગર પોલીસે ૧૦ શખ્સો સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.  વડોદરામાં રહેતા જગદીશભાઈ પટેલના મિત્ર કમલેશભાઈ ચંદુભાઈ પટેલ ગત જાન્યુઆરીમાં અમેરિકાથી ભારતમાં આવ્યા હતા. ત્યારે જોળ ગામની સીમમાં નહેર પાસે આવેલી તેમની વડિલોપાર્જીત જમીન છે. ૨૨ વર્ષ પહેલા રેસીયાભાઈ ભીલિયાભાઈ રાઠવા અને તેમનો પરિવાર મજૂરી માટે જોળ આવ્યા હતા. ત્યારે તેમની જમીનમાં કાચી ઓરડી કામચલાઉ રહેવા માટે આપી હતી. જોકે, રેસીયાભાઈ અને તેના પરિવારે અન્ય બે ઓરડીઓ…

Read More

હિંદુ પંચાંગ પ્રમાણે સોમવતી અમાવસ્યા પૌષ મહિનાના કૃષ્ણ પક્ષની અમાવસ્યાની તિથિએ ઉજવવામાં આવે છે. આ વખતે સોમવતી અમાવસ્યા આજે 30 ડિસેમ્બરે છે. સોમવતી અમાવસ્યાને દર્શ અથવા પોષ અમાવસ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે. અમાવસ્યાના દિવસે સ્નાન કર્યા બાદ દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ સોમવતી અમાવસ્યા ખૂબ જ ખાસ માનવામાં આવી રહી છે સોમવતી અમાવસ્યાના દિવસે ભગવાન શિવ, ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. આ વખતે સોમવતી અમાવસ્યા ખૂબ જ ખાસ માનવામાં આવે છે, કારણ કે આ દિવસે વૃદ્ધિ યોગ, ધ્રુવ યોગ અને શિવવાસ યોગનો સમન્વય થઈ રહ્યો છે. આવો આજે એ જાણીએ કે…

Read More

Melbourne,તા.30 મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ચોથી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમને કારમી હારનો સામનો કરવો પહ્યો હતો. પરંતુ આ મેચ દરમિયાન યશસ્વી જયસ્વાલને આઉટ આપવા પર વિવાદ થઇ ગયો હતો. પેટ કમિન્સના બાઉન્સર બોલ પર યશસ્વી પૂલ શોટ રમ્યો અને બોલ વિકેટકીપરના હાથમાં પકડાઈ ગયો હતો. ઓસ્ટ્રેલિયાએ અપીલ પર પરંતુ મેદાન પરના અમ્પાયરે યશસ્વીને નોટઆઉટ આપ્યો હતો. પછી ઓસ્ટ્રેલિયાએ રિવ્યૂ લીધો હતો અને તેમાં થર્ડ અમ્પાયરે યશસ્વીને આઉટ આપ્યો હતો જેથી કરીને વિવાદ થયો હતો. આ વિવાદ એટલા માટે થયો કારણ કે રિવ્યૂમાં જ્યારે બોલ યશસ્વીના બેટ અને ગ્લોવ્ઝની નજીકથી પસાર થયો ત્યારે સ્નિકો મિટર…

Read More

Melbourne,તા.30 બોર્ડર-ગાવસ્કર ટ્રોફી (BGT) 2024-25 હેઠળ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી ટેસ્ટ મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) ખાતે રમાઈ હતી. આજે (30 ડિસેમ્બર) આ મેચનો પાંચમો અને છેલ્લો દિવસ છે. ઓસ્ટ્રેલિયાની ટીમે ભારતને જીતવા માટે 340 રનનો ટાર્ગેટ આપ્યો હતો. બીજી ઇનિંગમાં ટીમ ઇન્ડિયા 155 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ સાથે ઓસ્ટ્રેલિયાએ 5 ટેસ્ટ મેચની શ્રેણીમાં 2-1થી લીડ મેળવી લીધી છે. હવે સીરિઝની એક જ ટેસ્ટ બાકી છે. આ સાથે એવું લાગુ છે કે ટીમ ઇન્ડિયાનું હવે ટેસ્ટ વર્લ્ડ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવું લગભગ અશક્ય થઈ ગયું છે. ટીમ ઇન્ડિયાનો પરાજય લક્ષ્યનો પીછો કરતી વખતે ટીમ ઇન્ડિયાને બેક ટુ બેક 3…

Read More