Author: Vikram Raval

Melbourne,તા.30 મેલબોર્નમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ચોથી ટેસ્ટમાં કેપ્ટન રોહિત શર્મા ત્રણ રન બનાવીને આઉટ થયો હતો. ભારતની પ્રથમ ઇનિંગની બીજી ઓવરમાં પેટ કમિન્સના બોલ પર ખરાબ શોટ રમીને રોહિત આઉટ થયો હતો.  છેલ્લી બે ટેસ્ટમાં રોહિત છઠ્ઠા નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો. જો કે, ટીમ મેનેજમેન્ટે આ મેચ માટે વ્યૂહરચના બદલી અને શુભમન ગિલની જગ્યાએ રોહિતને ઓપનિંગમાં મોકલવામાં આવ્યો હતો. છેલ્લી બે મેચમાં ઓપનિંગ કરી રહેલા કેએલ રાહુલને ત્રીજા નંબર પર મોકલવામાં આવ્યો હતો. જોકે, બંને નિષ્ફળ રહ્યાં હતાં. રોહિત ત્રણ રન બનાવીને આઉટ થયો હતો અને રાહુલ 24 રન બનાવીને આઉટ થયો હતો. કમિન્સે બંનેને પેવેલિયન મોકલી દીધાં…

Read More

New Delhi,તા.30લેફટ-આર્મ ફાસ્ટ બોલર અર્શદીપસિંહે 2024 ના વર્ષમાં ટી-20 ઈન્ટરનેશનલમાં શાનદાર પર્ફોમ કર્યું અને જુનના ટી-20 વર્લ્ડકપમાં પણ તેનો પર્ફોમન્સ પ્રસંસનીય હતો. જેને પગલે તે આઈસીસીનાં ટી-20 ફોર્મેટ માટેનાં એવોર્ડ નોમીનેટ થયો છે.સ્ટાઈલીશ લેફટ-હેન્ડ ઓપનર સ્મૃતિ મંઘાના 2024 ના વર્ષ દરમ્યાન આંતર રાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રસંસનીય રમી એ બદલ તેને આઈસીસી વિમેન્સ ઓડીઆઈ (વન-ડે ઈન્ટરનેશનલ) ક્રિકેટર ઓફ ધ યરના પુરસ્કાર માટે નોમીનેટ કરવામાં આવી છે. પચીસ વર્ષનો અર્શદીપસિંહ હાલમાં ભારતની મર્યાદીત એવોર્ડ માટેની ટીમમાં સીલેકટ થાય છે. 2024 માં ટી-20 રમનાર મુખ્ય ક્રિકેટ દેશોમાં અર્શદીપ અને શ્રીલંકાનો સ્પીનર વનીન્દુ હસરંગા 36-36 વિકેટ સાથે મોખરે છે. અર્શદીપે 36 વિકેટ 18 મેચમાં અને…

Read More

Centurion,તા.30 સેન્ચુરિયન ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકાએ પાકિસ્તાનને 2 વિકેટે હરાવ્યું હતું. આ સાથે ટીમે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઇનલમાં પણ જગ્યા બનાવી લીધી છે. 148 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી હોમ ટીમે એક સમયે 99 રનમાં 8 વિકેટ ગુમાવી દીધી હતી. અહીં કાગીસો રબાડા અને માર્કો જેન્સને ફિફ્ટીની ભાગીદારી કરી ટીમને રોમાંચક જીત અપાવી હતી ટેસ્ટના ચોથા દિવસે દક્ષિણ આફ્રિકાએ 27/3ના સ્કોરથી રમવાનું શરૂ કર્યું. એઇડન માર્કરામ 37 રન બનાવીને આઉટ થયો હતો, ત્યારબાદ બાવુમા પણ આઉટ થયો હતો. તેણે 40 રન બનાવ્યા હતા. ટીમે 96 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી, અહીં તેને વધુ 52 રનની જરૂર હતી. 4 વિકેટ…

Read More

New York,તા.30 ભારતની કોનેરૂ હંપીએ બીજી વખત ઐતિહાસિક વર્લ્ડ રેપિડ ચેસ ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો છે. તેણે રવિવારે ઈન્ડોનેશિયાની આઇરીન સુકંદરને હરાવી હતી. આ પહેલાં હંપીએ 2019 માં જ્યોર્જિયામાં આ સ્પર્ધા જીતી હતી. ચીનનાં ઝુ વેનજુન પછી હમ્પી બીજી ખેલાડી છે જેણે આ ટાઇટલ એકથી વધુ વખત જીત્યું છે. 37 વર્ષીય હંપીએ સંભવિત 11માંથી 8.5ના સ્કોર સાથે ટુર્નામેન્ટનો અંત કર્યો હતો. પીએમ નરેન્દ્ર મોદીએ હંપીને જીત બદલ અભિનંદન પાઠવ્યાં હતાં. તેમજ તેની પ્રતિભાને લાખો લોકો માટે પ્રેરણાદાયી ગણાવી હતી. પરિવારને શ્રેય આપ્યોહંપીએ કહ્યું, મારાં પરિવારનાં સમર્થનને કારણે જ આ શક્ય બન્યું છે. મારાં પતિ અને મારાં માતા-પિતા મારું ખૂબ જ સમર્થન…

Read More

Melbourne,તા.30 ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન રોહિત શર્મા અત્યારે ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. તેનું બેટ સંપૂર્ણપણે શાંત છે. હિટમેન પિચ પર એક-એક રન માટે સંધર્ષ કરી રહ્યો છે.  જોકે, 340 રનનાં લક્ષ્યનો પીછો કરતી વખતે રોહિત શર્માએ મજબૂત શરૂઆત કરી હતી. તેણે કોઈ ખરાબ શોટ નહોતો રમ્યો અને પીચ પર તે એકદમ આરામદાયક લાગતો હતો. પરંતુ ઇનિંગ્સમાં પ્રથમ વખત ક્રોસ શોટ રમવા ગયેલાં રોહિત શર્મા સ્કોટ બોલેન્ડના બોલ પર સ્લિપમાં મિશેલ માર્શના હાથે કેચ આઉટ થયો હતો. રોહિતે 40 બોલનો સામનો કરીને માત્ર 9 રન બનાવીને આઉટ થયો હતો. જો કે હવે અનુષ્કા શર્મા અને આથિયા શેટ્ટીએ રોહિતના આઉટ…

Read More

South Korean, તા. 30સાઉથ કોરિયાના યુઆન રવિવારે સવારે વિમાન અકસ્માતમાં 179 લોકોના જીવ ગયા હતા. આ ગમખ્વાર પ્લેન ક્રેશમા માત્ર બે વ્યકિતઓ બચ્યા હતા. જેઓ ચાલક દળના સભ્ય હતા આ બંને લોકોએ યાદદાસ્ત ગુમાવી દીધી હોય તેમ બંનેને કંઇ યાદ નહોતુ ઉલ્ટુ ડોકટરને પુછયુ હતું અમે અહીંયા કેમ છીએ ? અમને કોણ લાવ્યું ? પ્લેન ક્રેશમાં બચેલા નસીબદાર બે વ્યકિતઓ ચાલક દળના સભ્ય છે. ભયાનક અકસ્માતમાં બચેલ બંને વ્યકિતને સારવાર માટે હોસ્પિટલમાં લાવવામાં આવતા તેમને પ્લેન ક્રેશ બારામાં કંઇ યાદ નહોતું. જયારે બંનેને પુછવામાં આવ્યું તો તેમણે સામો પ્રશ્ન કર્યો હતો. અમને અહીં કોણ લાવ્યું ? શું થયું ? બંનેને…

Read More

Rajkot, તા.30રેલવે તરફથી આગામી 1લી જાન્યુઆરીથી નવુ ટાઇમ ટેબલ લાગુ કરવામાં આવી રહ્યું છે. જેમાં અનેક ટ્રેનોના સમયમાં પાંચ મીનીટથી માંડીને 33 મીનીટ સુધીનો બદલાવ થશે. ઉપરાંત અનેક ટ્રેનોની સ્પીડ વધશે જયારે કેટલીકની ગતિમાં વધારો થશે. રાજકોટ રેલવે ડિવિઝનના સુત્રોએ જણાવ્યું હતું કે, 1લી જાન્યુઆરીથી પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવીઝનમાં નવું ટાઇમટેબલ લાગુ થશે. રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી 19 ટ્રેનોની સ્પીડ વધારવામાં આવી છે. જયારે ઓપરેશનલ કારણોસર છ ટ્રેનોની સ્પીડમાં ઘટાડો કરવામાં આવ્યો છે. ટ્રેનોની સ્પીડ વધતા પેસેન્જર ટ્રેનોના ઓપરેટીંગ સિસ્ટમમાં ઘટાડો થશે અને પ્રવાસીઓને લાભ મળશે. આ સમયગાળા દરમ્યાન રાજકોટ ડિવિઝનના વિવિધ પ્લેટફોર્મ પર 37 ટ્રેનોનો સમય વહેલો કરવામાં આવ્યો…

Read More

Rajkot, તા.26રાજકોટમાં કાલાવડ રોડ જૈન સંઘમાં બિરાજમાન જિનશાસન પ્રભાવક આચાર્ય ભગવંત પૂ. શ્રી જયશેખરસૂરિશ્વરજી મ.એ તાજેતરમાં ‘સાંજ સમાચાર’ પરિવારના નિવાસસ્થાને પાવન પધરામણી કરી, પગલા કર્યા હતા અને ગોચરી વાપરી હતી. પૂજ્ય ગુરૂદેવ જયશેખરસુરી મહારાજ સાહેબે ગુજરાત અને મહારાષ્ટ્રમાં 20 થી વધુ જિનાલયોનું નિર્માણકાર્ય માટે પ્રેરણા આપી છે અને તેમની નિશ્રામાં થયા છે. પૂ. ગુરૂદેવની સાથે ‘સાંજ સમાચાર’ના યુવા એક્ઝીક્યુટીવ એડીટર શ્રી કરણભાઇ શાહે વાર્તાલાપ કર્યો હતો. આ સમયે ‘સાંજ સમાચાર’ના તંત્રી શ્રી પ્રદિપભાઇ, શ્રીમતી પૂર્વીબેન શાહ, યુવા એક્ઝીક્યુટીવ શ્રી અંકુરભાઇ શાહ, શ્રીમતી અનુજાબેન, શ્રીમતી ચાર્મીબેન તેમજ અશ્વિનભાઇ કોઠારી, તરૂણભાઇ કોઠારી વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.શ્રી કરણભાઇ:- કાલાવડ રોડ-અવધ રોડ પર જૈન તીર્થ…

Read More

Sidsar,તા30આલેચ પર્વતમાળાની ગોદમાં વેણું નદીના તટ પર આવેલા કડવા પાટીદારના કુળદેવી માઁ ઉમિયાના સાનિધ્યમાં યોજાયેલ શ્રી 1ા શતાબ્દી મહોત્સવમાં ત્રણ દિવસમાં લાખો પાટીદારોએ વિવિધ સંમેલનો, પ્રદર્શનો, યજ્ઞ અને માં ઉમીયાના દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. આજે ચોથા દિવસે કર્મયોગી સંમેલનમાં સનદી અધિકા2ીઓ સમાજ વિકાસ થકી રાષ્ટ્રીય વિકાસમાં સહભાગી થવાનો સુર વ્યક્ત ર્ક્યો હતો. માઁ ઉમિયાની આરાધના થકી સરસ્વતીની સાધના ના સુત્ર સાથે યોજાયેલા શ્રી 1ા શતાબ્દી મહોત્સવમાં આજે શનિવારે સવારના સત્રમાં કર્મયોગી સંમેલનમાં ગુજરાતભરના સનદી અધિકારી, સૈારાષ્ટ્રભરના પાટીદાર શિક્ષકો, સરકારના વિવિધ ખાતામાં ઉચ્ચ હોદા પર ફરજ બજાવતાં કર્મચારી અધિકારીઓ બહોળી સંખ્યામાં જોડાયા હતા. શ્રી ઉમિયા માતાજી મંદિર-સિદસરની વિવિધ સમાજલક્ષી…

Read More

Visavadar, તા. 30વિસાવદર ખાતે ઇકોઝોનની લડતના પ્રણેતા પ્રવીણ રામ તેમજ આપનેતા હરેશભાઈ સાવલીયા દ્વારા જાહેર થયેલા ખેડુતોના મહાસંમેલનમાં વિશાળ સંખ્યામાં ખેડૂતો ઉમટ્યા.ઇકોઝોનની વિરૂધ્ધના ખેડુતોના આ મહાસંમેલનમાં ખેડૂતોના મસીહા એવા આપ પ્રદેશ અધ્યક્ષ ઇસુદાનભાઈ ગઢવી, આપ રાષ્ટ્રીય નેતા ગોપાલભાઈ ઇટાલિયા, ઇકોઝોનનની લડતના પ્રણેતા પ્રવીણ રામ, ધારાસભ્ય હેમંતભાઈ ખવા તેમજ પરેશભાઈ ગોસ્વામી અને હર્ષદ રીબડિયાએ સભાને સંબોધી સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા, આ તકે ઇકોઝોનનની લડતના પ્રણેતા અને આપનેતા પ્રવીણ રામે ઉતરાયણમાં સમગ્ર ગીર વિસ્તારમાં ઇકોઝોન નાબૂદ કરવાના સ્લોગન વાળા પતંગ ચગાવી ઇકોઝોનનો વિરોધ દર્શાવવાનો આગામી પ્રોગ્રામ જાહેર કર્યો હતો. તેમજ આગામી દિવસોમાં તાલાલામાં સભા અને જો ઇકોઝોન નાબૂદ ના થાય…

Read More