- Morbi:રાણપુરના લુંટના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ઝડપી લેતી પોલીસ
- Bhavnagar: વાડી ફરતે ઇલેક્ટ્રીક કરંટ ગોઠવનાર માલીકને 7 વર્ષની કેદની સજા
- Junagadh ના સુખનાથ ચોકમાં મહિલાને છરી મારી પર્સની લુંટ
- Jetpur માં હાર્ડવેરની દુકાનમાંથી ચોરી કરનાર જુનાગઢનો શખ્સ ઝડપાયો
- Junagadh માંથી સગીરાનું અપહરણ
- Veraval માં પવિત્ર શ્રાવણ માસમાં પણ ધમધમતા માંસાહારી રેસ્ટોરન્ટ : દુભાતી લાગણી
- Gujarat માં રૂા.3.47 લાખ કરોડનું સીધુ વિદેશી મુડીરોકાણ આવ્યું
- Pakistanમાં ભારતના અભિનેતાઓ દિલીપકુમાર-રાજકપુરના ઘરોનું પુન: નિર્માણ શરૂ
Author: Vikram Raval
Dwarka, તા. 30યાત્રાધામ દ્વારકા છેલ્લા દાયકામાં ટુરીઝમના વિકાસ બાદ હિન્દુ ધર્મના પ્રથમ હરોળના યાત્રાધામની સાથે સાથે દરીયાઈ વિસ્તાર હોય વિશાળ અરબી સમુદ્રના કુદરતી સૌંદર્ય સમા આહલાદક વાતાવરણની મોજ લેવા સહેલાણીઓ માટે પણ હરવા ફરવાના સ્થળ તરીકે મહત્વનું ટુરીસ્ટ પોઈન્ટ બની રહ્યું છે. આથી દર વર્ષની જેમ આ વખતે પણ ક્રિસમસના તહેવારોથી શરૂ થયેલાં મીની વેકેશન સમા સમયગાળામાં યાત્રાળુઓની સાથે સાથે સહેલાણીઓનો પ્રવાહ પણ દ્વારકા તરફ ફંટાયો છે. છેલ્લાં એક સપ્તાહથી અહીં યાત્રાળુઓનો અભૂતપૂર્વ ઘસારો જોવા મળી રહયો છે. અહીંના પ્રમુખ આકર્ષણ સમા દ્વારકાધીશ જગતમંદિર તેમજ મંદિર પરિસર આસપાસના વિસ્તારોમાં સવિશેષ ટ્રાફીક જોવા મળી રહ્યો છે. યાત્રાળુઓના અભૂતપૂર્વ ઘસારાને પહોંચી વળવા…
Ahmedabad, તા.30અમદાવાદ શાહીબાગ શાહીબાગ ડફનાળા નજીક એન્ટી કરપ્સન બ્યુરોની કચેરી રાજયની સરકારી કચેરીઓમાં થતા ભ્રષ્ટાચારને ડામવાનું કામ કરે છે. સરકાર તરફથી સોંપવામાં આવતી સંવેદનશીલ તપાસો પણ આ કચેરી દ્વારા હાથ ધરાતી હોય છે. રાજકોટ ગેમીંગ ઝોન દુર્ઘટના, લાંગા કેસ કે પછી કેપ્ટન અજય ચૌહાણની તપાસ તેના ઉદાહરણ છે. ભ્રષ્ટાચાર નિવારણ અને કસુરવારોની ધરપકડ કરવા સુધીની કાર્યવાહી એસીબી કરે છે.વર્ષ 2024 માં એસીબીએ લાંચ લીધી હોય અથવા તો અપ્રમાણસર મિલકતો વસાવી હોય તેવા કલાસ-1, 2 પર કાર્યરત 14 અધિકારી વિરૂદ્ધ ગુના નોંધ્યા છે. મોટાભાગનાં કેસમાં આવા અધિકારીની સંપતિ ટાંચમાં લેવા સુધીની કાર્યવાહી થઈ છે. રાજયમાં એસીબીના કુલ 37 પોલીસ સ્ટેશનમાં વર્ષ…
Rajkot,તા.30 ગુજરાતમાં દારૂબંધી છે પણ કાયદો દારૂનાં વપરાશ માટે પરમિટ આપે છે, ગુજરાતમાં આરોગ્ય માટે દારૂની પરમિટ આપવામાં આવે છે, તબીબી કારણોસર દારૂ માટે રચાયેલી આ સિસ્ટમ અંતર્ગત નોંધાયેલા લોકોની સંખ્યા છેલ્લાં ત્રણ વર્ષમાં ઉચ્ચ સ્તરે પહોંચી છે. રાજ્યમાં સક્રિય લિકર હેલ્થ પરમિટની સંખ્યા 3.5 ટકા વધીને 2024 માં આશરે 45000 પરમિટ ધારકો સુધી પહોંચી છે. રાજ્ય સરકારનાં સૂત્રો આ સ્થિરતા માટે પ્રતિબંધિત ખર્ચ, પરમિટ જારી કરવાની પ્રક્રિયામાં વિલંબ અને સક્રિય પરમિટ જાળવવાના નાણાકીય બોજને કારણે ગણે છે. ગુજરાતમાં દારૂની હેલ્થ પરમિટ મેળવવી એ એક ખર્ચાળ બાબત છે, જેની શરૂઆત રૂ. 4000 ની કિંમતથી થાય છે. આ ઉપરાંત, પરમિટ રિન્યૂ કરવા…
Ahmedabad, તા.30પોસ્ટ ગ્રેજયુએશન મેડિકલમાં તાજેતરમાં પૂરા થયેલા બીજા રાઉન્ડના અંતે કુલ 212 બેઠકો ખાલી પડી છે. મહત્ત્વની વાત એ છે કે, 212માંથી 143 વિદ્યાર્થીઓ એવા છે કે જેઓને પ્રવેશ સમિતિ દ્વારા જે તે કોલેજમાં પ્રવેશ ફાળવવામાં આવ્યો હોવા છતાં તેઓએ પ્રવેશ કન્ફર્મ કરાવ્યો નથી. પ્રવેશ મળ્યા પછી કન્ફર્મ ન કરાવવાના કારણે વિદ્યાર્થીદીઠ 25 હજાર રૂપિયા લેખે અંદાજે 35 લાખ રૂપિયા ડિપોઝિટ જતી કરવી પડશે. મેડિકલ પછી એમ.ડી.અને એમ.એસ.માં પ્રવેશ માટે કુલ 2101 બેઠકો માટે બે રાઉન્ડ પૂરા કરી દેવામાં આવ્યા છે. બીજા રાઉન્ડ પછી કુલ 1958 વિદ્યાર્થીઓએ પ્રવેશ કન્ફર્મ કરાવીને રિપોર્ટિંગ કરી દીધું છે. જેની સામે 69 બેઠકો એવી છે…
Ahmedabad,તા.30 ગુજરાતમાં ચાલું વર્ષમાં, પાછલાં વર્ષની સરખામણીએ હૃદય સંબંધિત ઈમરજન્સીની સંખ્યામાં 16.66 ટકાનો વધારો થયો છે. જ્યારે અમદાવાદ શહેરમાં આ કેસોમાં 18.48 ટકાનો વધારો થયો છે. જો આપણે ગુજરાતની ઈમરજન્સી સેવા 108 એમ્બ્યુલન્સ દ્વારા ઈમરજન્સી દર્દીઓને હોસ્પિટલ લઈ જવાનાં ડેટા પર નજર કરીએ તો, આવી ઈમરજન્સીમાં રાજ્યનાં પોરબંદર જિલ્લામાં સૌથી વધુ 40 ટકાનો જેટલો વધારો થયો છે. માહિતી અનુસાર, ગયાં વર્ષમાં હૃદય સંબંધિત ઈમરજન્સીના કારણે 71561 કેસમાં 108 એમ્બ્યુલન્સની સેવા લેવામાં આવી હતી. આ વર્ષે 1 જાન્યુઆરીથી 26 ડિસેમ્બર 2024 સુધીમાં 83480 ઈમરજન્સી કેસ નોંધાયાં છે. ગુજરાતમાં સૌથી વધુ 40 ટકા કેસ પોરબંદર જિલ્લામાં નોંધાયાં છે. ગત વર્ષે પોરબંદરમાં 1145…
New Delhi,તા.30દેશભરની અદાલતોમાં ચેક બાઉન્સના 43 લાખ 5 હજાર 932 કેસ પેન્ડિંગ છે, જેમાંથી સૌથી વધુ 6.41 લાખ કેસ રાજસ્થાનમાં છે. મહારાષ્ટ્ર, ગુજરાત જેવાં રાજ્યોનો ક્રમ પણ રાજસ્થાન પછી આવે છે. કેન્દ્રીય કાયદા રાજયમંત્રી અર્જુન રામ મેઘવાલે તાજેતરમાં અશોક કુમાર રાવતના પ્રશ્ર્ન પર લોકસભામાં આ માહિતી આપી હતી. દેશમાં ટ્રાફિકના કેસ અને ચેક બાઉન્સના કેસ ઘણાં બધાં છે. આ બાબતને ધ્યાનમાં રાખીને લોકોની સુવિધા માટે અને ટ્રાફિક ચલણના કેસોમાં કામમાં ઝડપ લાવવા માટે વર્ચ્યુઅલ કોર્ટની સ્થાપના કરવામાં આવી છે, જ્યારે ચેક બાઉન્સના કેસ માટે કોઈ નવી વ્યવસ્થા કરવામાં આવી નથી. ચેક બાઉન્સ કોર્ટ અંગે કેન્દ્રીય કાયદા રાજ્ય મંત્રી મેઘવાલે પણ…
Ahmedabad, તા.30અમદાવાદ ગ્રામ્યના વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલના કાર્યાલયમાં ઘૂસેલા ટોળાં સામે પોલીસે ફરિયાદ નોંધાઈ છે. ધારાસભ્ય હાર્દિક પટેલ ગાંધીનગર ખાતે મીટિંગમાં ગયા હતા ત્યારે મહિલા અને પુરુષનું ટોળું આવ્યું હતું. આ તમામ લોકોએ ગટરના ગંદા પાણીના પ્રશ્ન બાબતે નારા લગાવ્યા હતા. એક મહિલાએ ગટરનું ગંદુ પાણી ધારાસભ્ય હાર્દિક પટેલની ઓફિસમાં ઢોળીને ધમકીઓ આપી હતી. જેથી આ મામલે વિરમગામ પોલીસને જાણ કરાતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. વિરમગામમાં આવેલા આંબેડકર બ્રિજ પાસે અવધ પ્લાઝા કોમ્પલેક્ષમાં ધારાસભ્ય હાર્દિક પટેલનું કાર્યાલય આવેલું છે. ધારાસભ્ય હાર્દિક પટેલના કાર્યાલયમાં ભાવેશભાઈ પટેલ કામ કરે છે. શનિવારે ધારાસભ્ય હાર્દિક પટેલ ગાંધીનગર ખાતે મીટિંગ હોવાથી ત્યાં…
Ahmedabad,તા.30 ગ્રામ્ય સહિતના વિસ્તારોમાં ‘દર્દી’ઓ શોધી તેમના પરાણે એન્જીયોપ્લાસ્ટીની સર્જરી સહિતના ઓપરેશન મારફત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાંથી ‘નાણા’ મેળવી લેવા માટે કુખ્યાત ખ્યાતિ હોસ્પીટલ પ્રકરણમાં હજુ અનેક ધડાકા થઈ રહ્યા છે અને ફકત ખ્યાતિ જ નહી ગુજરાતની અનેક હોસ્પીટલોમાં પણ આ પ્રકારે ગોરખધંધા ચાલતા હોવાની માહિતી બહાર આવતા જ અનેક હોસ્પીટલો બ્લેક લીસ્ટેડ થઈ છે. ત્યાં જ હવે આ ખ્યાતિ હોસ્પીટલના સ્થાપક કાર્તિક પટેલનું ખ્યાતિ જમીન કૌભાંડ બહાર આવ્યુ છે અને તેણે ફકત સર્વે નંબરના નકશા પરથી જ અમદાવાદ નજીક સાંતેજ અને આસપાસના વિસ્તારોના 500 થી 1000 ચોરસવારના પ્લોટ વેચી માર્યા હોવાનું અને વાસ્તવમાં તે જમીનની માલીકીથી લઈ કબ્જા અંગે…
Rajkot, તા. 30રાજકોટ સહિત રાજયમાં ગઇકાલ સુધી કડકડતી ઠંડી બાદ 24 કલાકમાં અનેક સ્થળોએ તાપમાન 2 થી 5 ડિગ્રી ઉપર ચડી જતા આજરોજ ઠંડીમાં આંશિક રાહત રહેવા પામી હતી. જોકે નલિયા, રાજકોટ, ભુજ, ગાંધીનગર અને ડિસામાં તિવ્ર ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. આજરોજ સવારે નલિયામાં 6.5, રાજકોટમાં 11, ગાંધીનગરમાં 10.6, ભુજમાં 10.8 અને ડિસામાં 9.6 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ હતું. તેમજ આજે સવારે અમદાવાદ ખાતે 13.7, અમરેલીમાં 14.2, વડોદરામાં 16.2, ભાવનગરમાં 15.5, દિવમાં 15.8, દ્વારકામાં 16.3, કંડલામાં 13, ઓખામાં 17.6 અને પોરબંદરમાં 14.6 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ હતું. ઉપરાંત જામનગરમાં કોલ્ડવે જેવી સ્થિતિ આજે રહી હતી રવિવારે લઘુતમ તાપમાન નો પારો…
New Delhi,તા.30 ભાજપમાં ટૂંક સમયમાં સંગઠન સ્તરે મોટો ફેરબદલ થવાનો છે. નવા વર્ષમાં પાર્ટીને જાન્યુઆરીના અંતિમ સપ્તાહ અથવા ફેબ્રુઆરીના પહેલા સપ્તાહમાં નવા રાષ્ટ્રીય અધ્યક્ષ મળી શકે છે. જો કે, પાર્ટીના બંધારણ મુજબ, આ પહેલા 50 ટકા રાજ્યોમાં સંગઠનની ચૂંટણીઓ પૂર્ણ કરવાની હોય છે. આ સિવાય મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, ગુજરાત, પશ્ચિમ બંગાળ, જમ્મુ-કાશ્મીર અને ઝારખંડમાં પણ 15 જાન્યુઆરી સુધીમાં પ્રદેશ પ્રમુખો બદલવામાં આવશે. સંગઠન ચૂંટણીને લઈને રવિવારે દિલ્હીમાં પાર્ટીની બેઠક યોજાઈ હતી આ ઉપરાંત આ વર્ષે 25મી ડિસેમ્બરે અટલજીની 100મી જન્મજયંતિને ધ્યાનમાં રાખીને 25મી ડિસેમ્બર 2025 સુધી સમગ્ર વર્ષ દરમિયાન સુશાસન અને સંવિધાન ઉત્સવ મનાવવાનો નિર્ણય બેઠકમાં લેવામાં આવ્યો છે.…