- Babra ના મોટા દેવળીયાની યુવતીનો આપઘાત
- Bhavnagar એલસીબી એ તસ્કરને ઝડપી લીધો: ત્રણ ચોરીના ભેદ ઉકેલાયા
- Gondal ના બંધિયા ગામે યુવાનનો આપઘાત
- Prabhas Patan ના ભાલકામાંથી ગાંજાના જથ્થા સાથે શખ્સ ઝડપાયો
- Moti Paneli ગામે જુગાર રમતી 14 મહિલા ઝડપાઈ
- 31 જુલાઈ નું રાશિફળ
- સંસદમાં ઓપરેશન સિંદૂર પર શાબ્દિક યુદ્ધ-પીએમ નરેન્દ્ર મોદી વિરુદ્ધ વિપક્ષના નેતા રાહુલ ગાંધી
- શ્રી ૐકારેશ્વરં જ્યોતિર્લિંગની કથા ભાગ-૨
Author: Vikram Raval
Jharkhand, તા.19 ઝારખંડના પાકુડમાં એક સગીર બાળકીનો વીડિયો વાયરલ કરનાર આરોપીને માર મારવા બદલ હિંસા વકરી હતી. આ હિંસાએ વિકરાળ સ્વરૂપ લેતાં પથ્થરમારો અને તોડફોડ કરવામાં આવી હતી. જેમાં પોલીસ પર પણ હુમલો થતાં 3 પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. ભાજપે આરોપ મૂક્યો છે કે, હિન્દુઓના ઘરોને નિશાન બનાવવામાં આવતાં તેઓ પલાયન કરવા મજબૂર બન્યા હતા. ભાજપ પ્રદેશ અધ્યક્ષ બાબુલાલ મરાંડી અને સાંસદ નિશિકાંત દુબેએ જણાવ્યું હતું કે, ઝારખંડના સંથાલ પરગણામાં કાશ્મીર જેવી સ્થિતિ સર્જાઈ છે. હિંસા બાદ ગામનો વીડિયો રજૂ કરતાં સાંસદ દુબેએ જણાવ્યું હતું કે, ઝારખંડમાં કોંગ્રેસના શાસનમાં પાકુડના તારાનગર ઈલામી ગામ વેરાન થઈ ગયું છે. સગીર બાળકીનો વીડિયો…
Mumbai , તા.19 ભારતીય ક્રિકેટ ટીમ 27 જુલાઈથી 30 જુલાઈ માટે ત્રણ ટી-20 મેચની સીરીઝ રમવા માટે શ્રીલંકાના પ્રવાસે જવાની છે. આ માટે 18 જુલાઈએ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ભારતીય ટીમની જાહેરાત કરી છે. પરંતુ આ ટીમને જોઈને કોંગ્રેસના સાંસદ શશિ થરૂર ગુસ્સે થઈ ગયા હતા. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને બીસીસીઆઈની આકરી ટીકા કરી હતી. આ ખેલાડીઓને પસંદ ન કરવા પર વ્યક્ત કરી નારાજગી કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે શ્રીલંકા સામેની ટી-20 સીરીઝ માટે પસંદ થયેલી ટીમ બાબતે બીસીસીઆઈ પર ગુસ્સે થયા હતા. તેમણે આ બાબતે ટ્વીટ કર્યું હતું કે, ‘આ મહિનાના અંતમાં યોજાનારી ભારતીય ટીમના શ્રીલંકા…
Talala , તા.19 તાલાલા શહેરના તથા મોટાભાગના ગ્રામ્ય વિસ્તારમાં આજે સવારથી અવિરત વરસાદ વરસી પડયો હતો, જે સાંજ સુધીમાં બે ઈંચ વરસાદ નોંધાયો હતો. ગીરના જંગલમાં વધુ અને વ્યાપક વરસાદથી તાલાલા શહેર સહિત તાલાલા પંથકનાં મોટાભાગના નદી નાળા છલકાઈ ગયા છે. તાલાલા શહેરમાંથી પસાર થતી હિરણ નદી તથા માધુપુર ગીર ગામમાંથી પસાર થતી સરસ્વતી નદીમાં મોસમનું પ્રથમ ઘોડાપુર આવતા પુર જોવા લોકોનો પ્રવાહ નદી તરફ ઉમટયો હતો. તાલાલા તાલુકાનું ગીરના જંગલમાં આવેલ વાડલા ગીર ગામ વિખુટું પડી ગયું છે. આંકોલવાડી ગીર અને વાડલા ગીર ગામ વચ્ચે આવેલ મોટા વોંકળાના બેઠા પુલમાં પુરના પાણી ફરી વળતા અવરજવર સંપૂર્મ બંધ થઈ છે.…
Ahmedabad, તા.19 અમદાવાદ શહેરમાં રખડતા ઢોર અને રસ્તાઓ ઉપર ભૂવા પડવા મામલે ગુજરાત હાઈકોર્ટમાં ગુરૂવારે (18મી જુલાઈ) સુનાવણી હાથ ધરાઈ હતી. આ દરમિયાન હાઈકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને જોરદાર ફટકાર લગાવી હતી. કોર્ટે કહ્યું હતું કે, ‘અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રસ્તાઓ યોગ્ય રીતે રીપેરીંગની કામગીરી કરવામાં આવી છે તેવા દાવાઓ કરવામાં આવે છે. તેમ છતાં શહેરના રસ્તાઓ ઉપર અવારનવાર કેમ મસમોટા ભૂવાઓ પડે છે? અમદાવાદ કોર્પોરેશનના એન્જિનિયરો શું કરી રહ્યા છે? આ બાબતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રોડ બનાવવાની તેમજ કોઈ કામગીરી માટે રોડ ખોલવાની અને રોડ બંધ કરવાની શું પોલીસી છે તે રજૂ કરવી જસ્ટિસ અલ્પેશ વાય કોગજે અને જસ્ટિસ…
Vadodara, તા.19 સોશિયલ મીડિયા તેમજ ફિલ્મો,ટીવી સિરિયલોની ટીનેજર્સ પર કેવી અસર થાય છે તેના વારંવાર કિસ્સા પ્રકાશમાં આવેછે. કેટલાક કિસ્સામાં તો વાલીઓની હાલત ન કહેવાય ન સહેવાય જેવી થતી હોય છે. વડોદરામાં આવો જ વધુ એક કિસ્સો બનતાં છકી ગયેલી 16 વર્ષની પુત્રીની શાન ઠેકાણે લાવવા વિધવા માતાએ અભયમની મદદ લીધી હતી. ૩૨ વર્ષના બોયફ્રેન્ડના પ્રેમમાં પડેલી 16 વર્ષીય સગીરા ભણવામાં પણ ધ્યાન આપતી નથી અને લગ્ન કરવાની જિદે ચડી છે. પિતાનું છત્ર ગુમાવનાર સગીરા પર માતા અને 16 વર્ષના ભાઇની જવાબદારી આવી પડી હતી. પરંતુ તે જવાબદારી નિભાવવાના બદલે પ્રેમમાં પાગલ જેવી થઇ ગઇ છે. માતાએ અભયમની મદદ માંગતા…
ન્યુ દિલ્હી , તા.19 આગામી અઠવાડિયે શરૂ થતાં સંસદના ચોમાસુ સત્ર દરમિયાન ડિઝાસ્ટર મેનેજમેન્ટ કાયદામાં સુધારો સહિત છ નવા બિલ રજૂ કરવામાં આવશે. ગુરુવારે સાંજે લોકસભા સચિવાલય દ્વારા જારી બુલેટિનમાં આ બિલની યાદી પ્રકાશિત કરવામાં આવી. ચોમાસું સત્ર 22 જુલાઈથી શરૂ થઈને 12 ઓગસ્ટ સુધી ચાલશે. મંગળવારે કેન્દ્રીય બજેટ રજૂ કરશે નાણા મંત્રી નાણા મંત્રી નિર્મલા સીતારમણ મંગળવારે કેન્દ્રીય બજેટ રજૂ કરશે. નાણા બિલની સાથે, સૂચિબદ્ધ અન્ય બિલોમાં ભારતીય વિમાન બિલ 2024, બોઇલર બિલ, કોફી (પ્રમોશન એન્ડ ડેવલપમેન્ટ) બિલ અને રબર (પ્રમોશન એન્ડ ડેવલપમેન્ટ) બિલનો સમાવેશ થાય છે. દરમિયાન લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ સંસદીય કાર્યસૂચિ નક્કી કરવા માટે બિઝનેસ એડવાઇઝરી…
Uttar-Pradesh, તા.19 ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને એકવાર ફરી હત્યાની ધમકી મળી છે. પ્રયાગરાજના રહેવાસી એક યુવકે સોશિયલ મીડિયા દ્વારા સીએમ યોગીને પાંચ દિવસની અંદર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી. તે બાદ પોલીસ એક્ટિવ થઈ અને આરોપીને ઝડપી પાડ્યો છે. પ્રયાગરાજ પોલીસે ગુરુવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ધમકી આપવાના આરોપમાં 22 વર્ષીય યુવકની ધરપકડ કરી દીધી છે. આરોપી દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કરવામાં આવેલી પોસ્ટ વાયરલ થયા બાદ પોલીસ એક્શનમાં આવી અને આરોપી વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરતાં તેની ધરપકડ કરી લીધી છે. એક પોસ્ટના જવાબમાં પોલીસે જણાવ્યું કે આરોપી વિરુદ્ધ સરાય ઇનાયત પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં…
Gandhinagar, તા.19 સમગ્ર ગુજરાતમાં બાળકો પર મોતનું જોખમ સર્જતા ચાંદીપુરા વાયરસથી ફફડાટ ફેલાયો છે. આ રોગ ખરેખર શુ છે? તબીબી સૂત્રો અનુસાર આ વાયરસ સેન્ડફ્લાય કે જે બાલુમાખી તરીકે ઓળખાય છે તે કરડવાથી ફેલાય છે અને આ માખી મકાનોની દિવાલોની અંદર કે બહારની તિરાડમાં રહે છે અને અંધારિયો, હવા ઉજાસ વગરનો રૂમ હોય તેમાં પેદા થાય છે. ભારતમાં સૌ પ્રથમ વર્ષ 1965માં મહારાષ્ટ્રના નાગપુર જિલ્લાના ચાંદીપુરા નામના ગામમાં આ વાયરસના કેસો નોંધાયા હતા અને તે ગામના નામ પરથી તેનું નામ ચાંદીપુરા વાયરસ પડી ગયેલ છે. આ વાયરસ ફેલાવતું જંતુ જે મચ્છર કરતા કદમાં નાનુ હોય છે, તે જમીન ઉપર મચ્છરની…
Gandhinagar, તા.19 કચ્છ ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા રાજ્યમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 102 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં પોરબંદર 14 ઈંચ, કલ્યાણપુરમાં 10 ઈંચ, રાણાવાવમાં 9 ઈંચ, પાટણ,વેરાવળ કેશોદમાં 7 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત જૂનાગઢના વંથલી અને ગીર સોમનાથાના સુત્રાપાડામાં 7 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. જામજોધપુર, કુતિયાણા, માણાવદરમાં 5 ઈંચથી વધુ પડ્યો હતો. આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે (19મી જુલાઈ) પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જ્યારે રાજકોટ, જામનગર, ભાવનગર, કચ્છ જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ…
Rajkot,, તા.૧૮ પિતાની ફરિયાદ પરથી એ ડિવિઝન પોલીસે મેઘનાથ અપહરણનો ગુનો નોંધી શોધખોળ હાથ ધરી શહેરના યાજ્ઞિક રોડ વિસ્તારમાં રહેતી ૧૫ વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી ભાવનગરના તળાજાનો શખ્સ ભગાડી જતા એ-ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ થઇ છે. મળતી વિગત મુજબ મૂળ દાહોદ પંથકની હાલ રાજકોટ યાજ્ઞિક રોડ વિસ્તારમાં રહેતી ૧૫ વર્ષ ની સગીરા પોતાના ઘરે હતી. સવારે તેની માતા ઘરપાસે આવેલા પરબમાં પાણી ભરવા માટે ગયા હતા પાણી ભરીને પરત ઘરમાં આવતા સગીરા જોવા ન મળતા માતાએ આજુબાજુ તપાસ કરતા સગીરાનો કોઇ પતો લાગ્યો ન હતો. સગીરાના પિતા ગામડે ગયા હોઇ તેને જાણકરતા તે તુરત જ રાજકોટ…