Author: Vikram Raval

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૮.૦૭.૨૦૨૪ ના રોજ… બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૦૭૧૬ સામે ૮૦૫૧૪ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૦૩૯૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૧૩૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૬૨૭ પોઈન્ટના ઉછાળા સાથે ૮૧૩૪૩ પોઈન્ટ ઉછાળા સાથે બંધ થયેલ..!!! નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલાબંધ ૨૪૬૪૪ સામે ૨૪૫૬૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૪૫૧૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૩૨૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૬૫ પોઈન્ટના ઉછાળા સાથે ૨૪૮૦૮ પોઈન્ટ…

Read More

China,તા.૧૮ ચીનના દક્ષિણ-પશ્ચિમ શહેર ઝિગોંગમાં આવેલા એક શોપિંગ મોલમાં ભીષણ આગ ફાટી નીકળતા ૧૬ ના મોત થયા હતા. માહિતી અનુસાર ૧૪ માળની ઈમારતમાં આગ લાગતા કેટલાય આંખના પલકારામાં ભડથું થઈ ગયા હતા. વીડિયોમાં જોઈ શકાય છે કે મહિલા પોતાનો જીવ બચાવવા કૂદકો મારવાનો પ્રયત્ન કરી રહ્યો છે. સિચુઆન પ્રાંતના ઝિગોંગ શહેરમાં જ્યાં આગ લાગી હતી તે મોલમાં ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સ, રેસ્ટોરાં અને મૂવી થિયેટર તેમજ ઘણી કંપનીઓની ઓફિસો હતી. ભીતિ છે કે આગ બધે ફેલાઈ શકે છે. આગ ફાટી નીકળવાની માહિતી મળતાની સાથે જ ૩૦૦ ઈમરજન્સી ટીમ અને ડઝનબંધ ફાયર ફાઈટરની ગાડીઓ ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. ઈમરજન્સી વર્કર્સે રેસ્ક્યુ ઓપરેશન હાથ…

Read More

Dubai,તા.૧૮ સંયુક્ત આરબ અમીરાતના શાસક વડા પ્રધાન શેખ મોહમ્મદ બિન રશીદ અલ મક્તૂમની પુત્રી અને દુબઈની રાજકુમારીએ ઈન્સ્ટાગ્રામ પર તેના પતિને સૌથી સ્વીટ છૂટાછેડા આપ્યા છે. દુબઈના શાસકની પુત્રી શેખા મહરા બિન્ત મોહમ્મદ બિન રશીદ અલ મકતુમે જાહેરમાં તેના પતિ શેખ મના બિન મોહમ્મદ બિન રશીદ બિન મના અલ મકતુમથી ઇન્સ્ટાગ્રામ પર “છૂટાછેડા” લેવાની જાહેરાત કરી છે. તેને ઈન્સ્ટાગ્રામ પર ત્રણ વાર ‘તલાકપતલાકપતલાક’ લખ્યું. પરંતુ આ પહેલા તેને લખેલા પ્રેમભર્યા શબ્દોની દુનિયાભરમાં ચર્ચા થઈ રહી છે. “મારા વ્હાલા પતિ, હું તને છૂટાછેડા આપું છુંપ કાળજી રાખ. તારી ભૂતપૂર્વ પત્ની,” શેખા મહરા બિન્ત મોહમ્મદ બિન રશીદ અલ મક્તૂમે  ઇસ્ટાગ્રામ પર લખ્યું.…

Read More

Washington,તા.૧૮ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન કોરોના પોઝિટિવ મળ્યા છે. લાસ વેગાસમાં તેમની પ્રથમ ઘટના બાદ યુએસ પ્રમુખ બાઈડેનનો કોવિડ-૧૯ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. તેને રસી આપવામાં આવી છે અને તેને બૂસ્ટર ડોઝ પણ આપવામાં આવ્યો છે. તે ડેલાવેયર સિટીમાં પોતાને અલગ રાખશે. વ્હાઇટ હાઉસ તરફથી અપડેટમાં કહેવામાં આવ્યું હતું કે આ સમય દરમિયાન પણ તે પોતાની તમામ ફરજો સંપૂર્ણ રીતે નિભાવશે. વ્હાઇટ હાઉસ પણ રાષ્ટ્રપતિની સ્થિતિ વિશે નિયમિત અપડેટ આપવાનું ચાલુ રાખશે. વ્હાઇટ હાઉસ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, રાષ્ટ્રપતિ બાઈડેનને કોરોનાના હળવા લક્ષણોનો અનુભવ થયો હતો. વ્હાઇટ હાઉસની પ્રેસ સેક્રેટરી કરીન જીન-પિયરે જાહેરાત કરી કે રાષ્ટ્રપતિ બાઈડેન કોરોનાથી સંક્રમિત…

Read More

Mumbai,તા.૧૮ આજે બોલિવૂડની દેશી ગર્લ પ્રિયંકા ચોપરાનો જન્મદિવસ હતો, જેણે આંતરરાષ્ટ્રીય સ્ટાર બનીને દુનિયાભરમાં પોતાની ઓળખ બનાવી છે. આ ખાસ અવસર પર તેના ચાહકોએ જ નહીં પરંતુ તેના પરિવાર અને પતિએ પણ તેને ખાસ જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. હા, નિકે થોડા સમય પહેલા એક પોસ્ટ શેર કરી હતી, જેમાં તે તેની પત્ની પર પ્રેમ વરસાવતો જોવા મળ્યો હતો. નિકની આ પોસ્ટ ઈન્ટરનેટ પર આવતા જ તે વાયરલ થઈ ગઈ હતી. નિક જોનાસે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ શેર કરી છે. આમાં તેણે ૪ ફોટા શેર કર્યા છે. પ્રથમ તસવીરમાં પ્રિયંકાનો ફોટો દેખાઈ રહ્યો છે. બીજા ફોટામાં કપલ લિપ-લોક કરી રહ્યું…

Read More

Mumbai,તા.૧૮ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન પૂર્ણ થઈ ચૂક્યા છે. પરંતુ તેમ છતાં લગ્નને લઈ નવી નવી અપટેડ સામે આવી રહી છે. હવે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે, અનંત અને રાધિકાના લગ્ન પર ફિલ્મ બનાવવામાં આવી રહી છે. આ ફિલ્મ બીજું કોઈ નહિ પરંતુ શાહરુખ ખાનની ફિલ્મ જવાનના ડાયરેક્ટર એટલીએ બનાવી છે આ ફિલ્મને શુભ આશીર્વાદ સેરમની દરમિયાન દેખાડવામાં આવી હતી. એક યુટ્યુબરે પોતાના પોડકાસ્ટમાં આ વિશે જણાવ્યું છે, તેમણે કહ્યું કે, લગ્નના બીજા દિવસે ૧૦ મિનિટની ફિલ્મ રિલીઝ કરવામાં આવી હતી. આ ફિલ્મ ડાયરેક્ટર એટલીએ બનાવી હતી. તે એક એનિમેટેડ ફિલ્મ હતી, આ ફિલ્મનો વોઈસઓવર અમિતાભ…

Read More

Mumbai, તા.૧૮ એક તરફ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં બોલિવૂડના તમામ સ્ટાર્સે પાર્ટીની રોનક વધારી તો બીજી તરફ અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચનના અલગ થવાના સમાચારે ફરી જોર પકડ્યું છે. આ લગ્નમાં અભિષેક તેના આખા પરિવાર સાથે પહોંચ્યો હતો, તો ઐશ્વર્યા તેની દીકરી આરાધ્યા બચ્ચન સાથે એકલી જોવા મળી હતી. આ લગ્ન દરમિયાન ઐશ્વર્યા રાય બચ્ચન પરિવાર સાથે જોવા મળી ન હતી. આ સમાચારો વચ્ચે અભિષેકે કંઈક એવું કર્યું છે જેના કારણે તે ફરી ચર્ચામાં આવી ગયા છે. અમિતાભ બચ્ચન સાથે તેમની પત્ની જયા બચ્ચન, પુત્રી શ્વેતા નંદા અને પુત્ર અભિષેક બચ્ચન પણ હતા. આ દરમિયાન શ્વેતા નંદાના…

Read More

Junagadh,તા.૧૮ જૂનાગઢના માળીયા (હાટીના) ના ખોરાસા ગીર નજીક એક એશિયાઇ સિંહણ અને બે બચ્ચા સહીત કુલ ત્રણ સિંહના મૃતદેહ મળી આવતા વન વિભાગની ટીમ દોડતી થઈ ગઈ છે. ખોરાસા ગામમાં રસ્તાની સાઈડમાં શંકાસ્પદ હાલતમાં ત્રણ સિંહોના મૃતદેહ પડ્યો હોવાની જાણ થતાની સાથે જ વન વિભાગે સમગ્ર વિસ્તારમાં રેડ એલર્ટ જાહેર કરીને નાકા બાંધી કરીને જીંવત ભરી તપાસ શરુ કરી છે, હાલ વન વિભાગની ટીમે સિંહણ અને બચ્ચાના મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યા છે. વન વિભાગ પાસે મોતના કારણ અંગે કોઈ માહિતી નથી, આથી વન વિભાગના વરિષ્ઠ અધિકારીઓ અને નિષ્ણાતોએ તપાસ શરૂ કરી છે. ગત રાત્રીના સમયે મળેલા એશિયાઈ સિંહોના ત્રણ…

Read More

Gandhinagar,તા.૧૮ સીએમ ભુપેન્દ્ર પટેલે શ્રમિક બસેરા યોજનાનો પ્રારંભ કર્યો છે. આ યોજના હેઠળ ૧૫ હજાર શ્રમિકો માટે હંગામી આવાસની યોજનાનું મુખ્યમંત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરાયું છે. આ યોજના હેઠળ પ્રતિદિન પ્રતિ વ્યક્તિ ૫ રૂપિયામાં બાંધકામ શ્રમિક તથા તેમના પરિવારને આશ્રય આપવામા આવશે. આ યોજના થકી ૩ વર્ષમાં ૩ લાખ શ્રમિકોને આશ્રય સ્થાનમાં રહેવાનો લાભ આપવાનો સરકારનો લક્ષ્યાંક છે. જેમાં ૬ વર્ષથી નાની ઉંમરના બાળકોને વિના મૂલ્યે આવાસ ફાળવવામાં આવશે. શ્રમિકો માટે ગુજરાતના ત્રણ મોટા શહેરોમાં ૧૫૦૦૦ હંગામી આવાસ બનાવાવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે શ્રમિક બસેરા યોજના અંતર્ગત અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ તથા વડોદરામાં કુલ ૧૭ સાઈટનું ખાતમૂહુર્ત કરવામાં આવ્યું છે. શ્રમિક…

Read More

તત્કાલીન કાર્યપાલક ઈજનેર, ચાર એન્જિનિયર, એક એકાઉન્ટન્ટ, બે ક્લાર્ક તથા છ ઈજારદાર એજન્સી અને વેપારીઓએ ગેરરીતિ આચરી Navsari,તા.૧૮ નવસારી જિલ્લામાં પણી પુરવઠા વિભાગના અધિકારી અને કોન્ટ્રક્ટરોએ ટેન્ડર બહાર પાડ્યા વગર ખોટી રીતે ટેન્ડરીંગ પ્રક્રિયા કરીને અનેક કામોના ખોટા બીલ મુકી ૧૨.૪૪ કરોડ રૂપિયા ઉચાપત કરી હોવાની ઘટના સામે આવી હતી. આ મામલે કાર્યપાલક ઈજનેર, ઈજારદાર, વેપારીઓ સહિત કુલ ૧૪ સામે સીઆઈડી ક્રાઈમ બ્રાંચમાં બે અલગ-અલગ ગુના નોંધવામાં આવી છે. મળતી માહિતી અનુસાર, નવસારી જિલ્લામાં ચીખલી, ગણદેવી અને ખેરગામ તાલુકામાં કુલ ૫૪ ગામમાં કોઈ પણ પ્રકારના કામ કર્યા વગર જ તેના ખોટા બીલ રજુ કરીને તેને મંજૂર કરી ૫.૪૮ કરોડ રૂપિયા…

Read More