Author: Vikram Raval

Mumbai , તા.18 ૪જૂનના લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ જાહેર ક્ષેત્રના ઉપક્રમો (પીએસયુ)ના સ્ટોકસમાં નીકળેલી નવેસરથી લેવાલીને પરિણામે એક મહિનાથી થોડાક વધુ સમયમાં સરકારી ઉપક્રમોના સ્ટોકસે માર્કેટ કેપમાં રૂપિયા ૧૨ લાખ કરોડનો ઉમેરો કરાવ્યો છે. ૨૦૨૪ની અત્યારસુધીની વાત કરીએ તો આ સ્ટોકસની માર્કેટ વેલ્યુમાં રૂપિયા ૨૨.૫૦ લાખ કરોડનો વધારો થયો હોવાનું એક રિસર્ચ પેઢીના રિપોર્ટમાં જણાવાયું છે. પોતાના માળખાકીય પ્રોજેકટસ માટે કેન્દ્ર સરકાર વધુ પડતી કામગીરી સરકારી ઉપક્રમો મારફત પાર પાડવાનો વ્યૂહ ધરાવે છે, જેને પરિણામે રેલવેસ, પોર્ટસ, માર્ગ બાંધકામ, સંરક્ષણ ક્ષેત્રની સરકારી કંપનીના સ્ટોકસમાં છેલ્લા કેટલાક સમયથી નોંધપાત્ર આકર્ષણ જોવા મળી રહ્યું છે. જો કે ઊંચા ભાવને જોતા સરકાર જાહેર…

Read More

વાયદા બજારમાં વધતા રિટેલ ભાગીદારીને કાબૂમાં લેવા માટે સેબીની એક સમિતિએ લોટ સાઈઝ ૫ લાખ રૂપિયાથી વધારીને ૨૦-૩૦ લાખ રૂપિયા કરવાની ભલામણ કર્યા બાદ હવે એસએમઈ સેગમેન્ટમાં પણ રિટેલ રોકાણકારોના ધસારાને કાબૂમાં લેવા માટે સેબી આકરા પાણીએ આવી શકે છે. મોટી માછલીઓની રમતમાં નાના રોકાણકારો છેતરાઈ ન જાય તેની તકેદારીના ભાગરૂપે રિટેલ રોકાણકારોને બજારમાંથી દૂર કરવા સેબી હવે એસએમઈ આઈપીઓ માટેની લોટ સાઈઝને વધારીને રૂ. ૫ લાખ સુધી કરી શકે છે. ગત સપ્તાહે જ એસએમઈ આઈપીઓ માટે ફ્રેન્ઝી બનેલા, નેશનલ સ્ટોક એક્સચેન્જે એસએમઈના પ્રારંભિક જાહેર ભરણામાં ભાવ વધારાને મર્યાદિત કરવા માટે આકરા પગલાં લીધા હતા. એનએસઈએ લિસ્ટિંગના દિવસે શેરનો ભાવ…

Read More

Maharastra, તા.18 મહારાષ્ટ્રમાં ચાલુ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જો કે ચૂંટણીને હજુ ઘણા મહિના બાકી છે તે પહેલા જ રાજકીય હલચલ તેજ થઈ ગઈ છે. નાયબ મુખ્યમંત્રી અજિત પવાર (Ajit Pawar)ને એક પછી એક ઝટકા લાગી રહ્યા છે. અને રાજકીય પાવર પણ ઓછો થઈ રહ્યો છે. અગાઉ ચાર નેતાઓ અજિત પવારની પાર્ટી છોડી હતી, ત્યારે હવે અહેવાલ મળી રહ્યા છે કે બુધવારે (17 જુલાઈ) 25 નેતાઓએ એકસાથે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી એટલે કે (NCP) સાથે છેડો ફાડી નાખ્યો હતો. આ તમામ નેતાઓ પિંપરી-ચિંચવડના છે, જેમાં અજીત ગવાને (Ajit Gavane)નું નામ પણ સામેલ છે. એવી અટકળો હતી કે તેઓ પક્ષ બદલીને…

Read More

Uttar Pradesh, તા.18 22 જુલાઈથી શરૂ થતી કાંવડ યાત્રા પૂર્વે મુજફ્ફરનગરમાં ખાણી-પીણી અને ફળની દુકાનો લગાવતા દુકાનદારોને પોત-પોતાના નામ લખીને દુકાન સામે લટકાવવા મજબૂર કરાયા છે. પોલીસે કાંવડયાત્રાના રુટ પર આવતી તમામ દુકાનો તથા લારી-ધંધાના માલિકોને આદેશ આપ્યો હતો કે તે પોત-પોતાની દુકાનો સામે પ્રોપરાઈટર કે પછી તેમને ત્યાં કામ કરતા લોકોના નામ જરૂર લખે જેના લીધે કાવડિયાઓને કોઈ કન્ફ્યુઝન ન થાય. વેપારી-ધંધાર્થી મજબૂર થયા!  મુજફ્ફરનગરમાં કાંવડ યાત્રાનો આશરે 240 કિલોમીટરનો રુટ છે. એટલા માટે આ જિલ્લો મહત્ત્વપૂર્ણ મનાય છે. અહીં પોલીસના નિર્દેશ બાદ દુકાન માલિકોએ પોત-પોતાના નામ સાથે કઇ વસ્તુની દુકાન છે તે લખીને પોસ્ટર લગાવી દીધા છે. કોઈએ…

Read More

New Delhi તા.18 NEET પેપર લીક મામલે સુપ્રીમ કોર્ટમાં આજે (18મી જુલાઈ) થનારી સુનાવણી પહેલા સીબીઆઈએ મોટી સફળતા મળી છે. સીબીઆઈ પેપર લીક ગેંગના સોલ્વર્સ કનેક્શન સુધી પહોંચી ગઈ છે અને આ કેસમાં કેન્દ્રીય તપાસ એજન્સીએ પટના એઈમ્સના ત્રણ ડોક્ટરોની અટકાયત કરી છે. આ ડોક્ટરો 2021 બેચના મેડિકલ સ્ટુડન્ટ છે સીબીઆઈ આ ડોક્ટરોને પૂછપરછ માટે પોતાની સાથે લઈ ગઈ છે અને ત્રણેય ડોક્ટરો 2021 બેચના મેડિકલ સ્ટુડન્ટ છે. સીબીઆઈએ આ ત્રણ ડોક્ટરોના રૂમને પણ સીલ કરી દીધા છે અને તેમના લેપટોપ અને મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે. સીબીઆઈએ પેપર વહન કરતી ટ્રકમાંથી પત્રિકાઓ ફેલાવનાર પંકજને પણ પકડી લીધો…

Read More

Gandhinagar, તા.18 ગુજરાતમાં વરસાદનુ જોર ઘટ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 41 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. ત્યારે આજે દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, પોરબંદર અને જૂનાગઢ વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગની આગાહી હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે (18મી જુલાઈ) દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ અને જૂનાગઢમાં અત્યંત ભારે જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, નવસારી, વલસાડમાં અતિભારે અને બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, ભરૂચ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી અને ડાંગમાં ભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, પંચમહાલ, આણંદ, દાહોદમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. 19 જુલાઈના રોજ કચ્છ, જામનગર,…

Read More

Maharastra, તા.18 શરદ પવારની એનસીપીએ એક મોટો દાવો કર્યો છે કે આરએસએસ સંબ;ધિત મરાઠી સાપ્તાહિકમાં ભાજપ અને અજિત પવારની એનસીપીના ગઠબંધન પર સવાલ ઊઠાવતો એક રિપોર્ટ પ્રકાશિત થયો હતો જે ઉપમુખ્યમંત્રી અજિત પવારને મહારાષ્ટ્રમાં સત્તાપક્ષ છોડવા માટે એક મેસેજ છે. આરએસએસ દ્વારા મોટો દાવો કરાયો  આરએસએસ સંબંધિત પ્રકાશન વિવેકમાં દાવો કરાયો છે કે અજિત પવારના નેતૃત્વ હેઠળની એનસીપી સાથે ગઠબંધન બાદ મહારાષ્ટ્રમાં મતદારોની ભાવનાઓ ભાજપવિરોધી થઇ ગઈ છે જેના પરિણામ સ્વરૂપે ભગવા પાર્ટીનું પ્રદર્શન બગડ્યું છે. તેમાં એવો પણ દાવો કરાયો છે કે ભાજપના સભ્યોને પણ અજિત પવાર સાથેનું ગઠબંધન મંજૂર નથી. લોકસભામાં ભાજપને થયું મોટું નુકસાન  ઉલ્લેખનીય છે કે…

Read More

Mehsana,તા.૧૭ મહેસાણા જિલ્લામાંથી શંકાસ્દ અનાજનો જથ્થો ઝડપાયો છે. પોલીસ દ્વારા બાતમી આધારે દરોડો પાડવામાં આવ્યો હતો અને તેને જપ્ત કરવામાં આવ્યો છે. કડી જીઆઈડીસીમાં શંકાસ્પદ અનાજનો જથ્થો ગોડાઉનમાં ભરવામાં આવેલો હોવાને લઈ સ્થાનિક પોલીસના અધિકારીઓ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. મોટા પ્રમાણમાં ઘઉં અને ચોખાનો જથ્થો હોવાનું સામે આવ્યું છે. આ જથ્થાને મિક્સ કરીને અલગ પેકિંગ તૈયાર કરવામાં આવતા હોવાની આશંકા ને લઈ તપાસ શરુ કરવામાં આવી છે. સ્થળ પર દરોડો પાડવમાં આવતા જ ત્રણ જેટલા ગોડાઉનમાં ભરેલો ૬૦૦ બોરી અનાજનો જથ્થો મળી આવ્યો હતો. અહીં સરકારી માર્કા વાળા કોથળા પણ સ્થળ પર હાજર હોવાને લઈ પોલીસે તપાસ શરુ કરી…

Read More

Ahmedabad,તા.૧૭ ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે છોકરીનું નામ અને નંબર પૂછવું ખોટું છે પરંતુ તેને જાતીય સતામણી ગણી શકાય નહીં. ખરેખર, પોલીસે ગાંધીનગરના સમીર રોય સામે ગુનો નોંધ્યો છે. મહિલાનું નામ, નંબર અને સરનામું પૂછવા બદલ સમીર વિરુદ્ધ જાતીય સતામણીનો કેસ નોંધવામાં આવ્યો છે. એક અહેવાલ મુજબ સમીર વિરુદ્ધ ૨૬ એપ્રિલે કેસ નોંધવામાં આવ્યો હતો. સમીરે હાઈકોર્ટને જણાવ્યું કે જ્યારે તેણે પોલીસ પર તેના પર ટોર્ચર કરવાનો આરોપ લગાવ્યો ત્યારે તેની સામે જાતીય સતામણીનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. સમીરનું કહેવું છે કે પોલીસે ૨૫મી એપ્રિલે તેને ટોર્ચર કર્યો હતો. આ અંગે તેણે પોલીસ સામે ફરિયાદ પણ કરી હતી. તેણે પોલીસ…

Read More

Gandhinagar,તા.૧૭ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત જાપાનના શિઝૂઓકા પ્રીફેક્ચરના ૧૮ સભ્યોના ડેલિગેશને ગાંધીનગરમાં લીધી હતી. જાપાનના શિઝુઓકા પ્રીફેક્ચર એસેમ્બલીના સભ્ય અને ત્યાંની એસેમ્બલીના ઇન્ડીયા-જાપાન ફ્રેન્ડશીપ પાર્લામેન્ટ લીગના સેક્રેટરી જનરલ શ્રીયુત્ત આત્સુયુકી રાચીના નેતૃત્વમાં આ ડેલિગેશન ગુજરાતની મૂલાકાતે આવેલું છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથેની આ સૌજન્ય મૂલાકાત બેઠકમાં તેમણે ગુજરાત સાથે વાણિજ્યીક સંબંધો ઉપરાંત પીપલ ટુ પીપલ કનેક્ટ, શિક્ષણ અને સંશોધન તથા પ્રવાસન અને સાંસ્કૃતિક ક્ષેત્રે સંબંધોનો સેતુ લાંબા ગાળા સુધી સૌહાર્દપૂર્ણ રીતે આગળ ધપાવવાની ઉત્સુકતા દર્શાવી હતી. શિઝૂઓકા પ્રદેશ જાપાનમાં મેક ઇન જાપાન ઉધોગોમાં ચોથા ક્રમનું અગત્યનુ સ્થાન ધરાવે છે. એટલુ જ નહિ, સૂઝુકી, યામાહા, હોન્ડા અને ટોયટો જેવા ઓટોમોબાઇલ…

Read More