Author: Vikram Raval

Ukraine, તા.૨૪ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોલેન્ડ અને યુક્રેનની મુલાકાત લઈને ભારત પરત ફર્યા છે. આ સંદર્ભમાં યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીનું એક મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે રશિયામાં યુદ્ધ ’પાછું આવ્યું’ છે. ઝેલેન્સ્કીએ યુક્રેનના ૩૩મા સ્વતંત્રતા દિવસે આ નિવેદન આપ્યું. તેમણે જારી કરેલા વીડિયોમાં કહ્યું કે રશિયા યુક્રેનનો નાશ કરવા માંગતું હતું, પરંતુ યુદ્ધ પાછું તેમના ઘરમાં આવી ગયું છે. તેમણે કહ્યું કે આ વીડિયો તે સરહદી વિસ્તારમાં રેકોર્ડ કરવામાં આવ્યો હતો, જ્યાંથી કીવે રશિયામાં અચાનક ઘૂસણખોરી કરી હતી. વોલોદિમીર ઝેલેન્સ્કીએ કહ્યું કે યુક્રેને ફરી એકવાર આશ્ચર્યચકિત કર્યું અને સોગંદ ખાધા હતા કે રશિયાને ખબર પડી જશે…

Read More

કેસને દબાવવા પતિએ પોતાની ઘાયલ પત્નીને ઉડુપીમાં આવેલ બ્રહ્મવારની એક ખાનગી હોસ્પિટલમાં લઈ ગયો New Delhi, તા.૨૪ આજના સમયમાં યુવાન હોય કે બાળક, મોટા હોય કે વડીલ સૌ કોઈ ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ જોવાનું અને બનાવવાનું પસંદ કરતા હોય છે. છેલ્લા ત્રણ-ચાર વર્ષમાં રીલ્સને લઈને લોકોમાં એક અલગ જ દીવાનગી જોવા મળી રહી છે. કર્ણાટકના શહેર ઉડુપીમાં રહેતી એક મહિલાને પણ રીલ બનાવવાનો ખૂબ શોખ હતો. જોકે તેની પાસે ફક્ત ૧૬ ફોલોઅર્સ જ હતા, પણ તેમ છતાં તે સવાર-સાંજ, આખો દિવસ રીલ જ બનાવતી રહેતી હતી. આ વાતથી નારાજ થયેલા પતિએ ગુસ્સામાં આવીને પત્નીનું મર્ડર કરી નાખ્યું. હવે પોલીસે આરોપી પતિની…

Read More

યુક્રેની રાષ્ટ્રપતિ સાથે વાતચીતમાં પીએમ મોદીએ સંઘર્ષને ઉકેલવા માટે વાતચીત અને કૂટનીતિ પર ભાર આપ્યો Ukraine, તા.૨૪ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે કીવમાં યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝેલેન્સ્કી સાથે મુલાકાત કરી હતી. ઝેલેન્સ્કી સાથે વાતચીત દરમિયાન મોદીએ કહ્યું કે, “યુદ્ધમાં ભારતનો પક્ષ ક્યારેય ન્યુટ્રલ નહોતો, પરંતુ તે હંમેશા શાંતિના પક્ષમાં રહે છે.” યુક્રેની રાષ્ટ્રપતિ સાથે વાતચીતમાં પીએમ મોદીએ સંઘર્ષને ઉકેલવા માટે વાતચીત અને કૂટનીતિ પર ભાર આપ્યો. તેઓએ રશિયા-યુક્રેન યુદ્ધમાં ભારતની સ્થિતિને લઈને કહ્યું કે, “યુદ્ધ અને હિંસા સમસ્યાનું સમાધાન નથી અને વિસ્તારમાં સ્થિરતા નક્કી કરવા માટે વાતચીત અને કુટનીતિ એકમાત્ર માર્ગ છે.” ઁસ્એ કહ્યું કે, ભારત શાંતિ સ્થાપિત કરવાના પ્રયાસમાં સક્રિય…

Read More

દર્શન માટે જતાં શ્રદ્ધાળુઓને રોકી દેવામાં આવ્યા Jaipur, તા.૨૪ ભારતના અનેક રાજ્યોમાં ભારે વરસાદની સ્થિતિ વચ્ચે ગુજરાત અને રાજસ્થાનમાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં મેઘમહેર થઈ હતી. આ દરમિયાન રાજસ્થાનથી એક ભયાનક વીડિયો સામે આવ્યો છે. અહીં પર્વતીય વિસ્તારોમાં આવેલા પ્રસિદ્ધ સુંધા માતાના મંદિરે આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ હતી. જેના લીધે જાણે કોઈ મોટો ધોધ વહેતો હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. પર્વત પરથી વહેતા ધોધમાં ૫ પ્રવાસીઓ તણાયા હતાં તથા માતાના દર્શને આવેલી એક મહિલાનું મૃત્યુ નીપજ્યું હતું જ્યારે ત્રણ પર્યટકોને પોલીસે આજુબાજુના લોકોની મદદથી બહાર કાઢ્યા હતા. જ્યારે અન્ય એક વ્યક્તિની હજુ પણ શોધખોળ…

Read More

પૂર્વ બેટ્‌સમેન શિખર ધવને કહ્યું કે તે હવે આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક બંને મેચો અને આરામથી દૂર રહેવા માંગે છે Mumbai,તા.24 ૩૮ વર્ષના ક્રિકેટર શિખર ધવને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ અને ડોમેસ્ટિક ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. ૨૪ ઓગસ્ટે સવારે તેણે આ અંગેની જાહેરાત કરી દીધી હતી. હવે ભારતીય ક્રિકેટ ટીમમાં આવ્યા પછી ગબ્બરના નામથી જાણીતો બનેલો શિખર હવે માત્ર જ રમતો જોવા મળશે. ચાહકો તેને ઈન્ડિયન પ્રીમિયર લીગમાં જોઈ શકશે. શિખરે એક ઈન્ટરવ્યૂ દરમિયાન ખુલાસો કર્યો છે કે તેણે નિવૃત્તિની જાહેરાત કેમ કરી. શિખરે કહ્યું કે તે હવે આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક બંને મેચો અને આરામથી દૂર રહેવા માંગે છે. શિખર ધવનને ટીમમાં…

Read More

અમેરિકાના વિઝા માટેનો લાંબો વેઈટિંગ પીરિયડ ભારતીયો માટે અકળાવનારો હોય છે તેને લઈ અપીલ વોશિંગ્ટન, તા.૨૪ અમેરિકાના વિઝા માટેનો લાંબો વેઈટિંગ પીરિયડ ભારતીયો માટે અકળાવનારો હોય છે. અમેરિકા પણ આ વાતથી સારી રીતે માહિતગાર છે અને તે પણ પ્રયાસ કરી રહ્યું છે કે આ વેઈટિંગ પીરિયડમાં ઝડપથી ઘટાડો થાય. શુક્રવારે નવી દિલ્હીમાં બંને દેશોની ટૂરિઝમ અને હોસ્પિટાલિટી સમિટમાં ભારત અને અમેરિકા વચ્ચે ટ્રાવેલ કરવાના પડકારો અંગે ચર્ચા થઈ હતી. ભારત અને યુએસ વચ્ચે ટ્રાવેલિંગમાં આવતો સૌથી મોટો પડકાર વિઝા માટેનો લાંબો વેઈટિંગ પીરિયડ છે અને તે અંગે આ સમિટમાં ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત બંને દેશો વચ્ચે ડાયરેક્ટ ફ્લાઈટની…

Read More

ટીમ ઈન્ડિયાના સ્વિંગ કિંગ રહી ચૂકેલો ફાસ્ટ બોલર બરિન્દર સરન છેલ્લા ૮ વર્ષથી ટીમ ઈન્ડિયાથી બહાર છે New Delhi, તા.૨૪ ટીમ ઈન્ડિયાનો એક બોલર એવો પણ હતો જેણે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં આવતાની સાથે જ ધમાલ મચાવી હતી. આ બોલરની સ્વિંગ પાકિસ્તાનના મહાન બોલર વસીમ અક્રમ જેવી જ ખતરનાક છે. પરંતુ ૮ વર્ષથી પણ વધુ સમય થઈ ગયો અને હવે તો જાણે આ ખેલાડીને ટીમ ઈન્ડિયાના સિલેક્ટર્સ ભૂલી જ ગયા છે. આ ખતરનાક ફાસ્ટ બોલર ૮ વર્ષ પહેલા સુધી ભારતની વનડે અને ટી૨૦ ટીમનો મહત્વનો ભાગ હતો. પરંતુ હવે આ ખેલાડીના ઈન્ટરનેશનલ ક્રિકેટર કરિયર પર જાણે પૂર્ણવિરામ આવી ગયું હોય તેવું છે.…

Read More

Kolkata, તા.૨૪ કોલકાતામાં ડોક્ટરના રેપ અને મર્ડરની ઘટનાનું ગૂંચવાયેલું કોકડું હજુ ઉકેલાયું નથી. પરંતુ રોજે રોજ એવા  ખુલાસા થઈ રહ્યા છે કે લોકોમાં હવે આક્રોશ વધી રહ્યો છે. તપાસની કમાન સીબીઆઈના હાથમાં આવ્યા બાદ પણ હજુ અનેક રહસ્યો પરથી પડદો ઉચકાવવાનો બાકી છે. આ બધા વચ્ચે પીડિત ડોક્ટરના પિતાએ પૂર્વ પ્રન્સિપાલ વિષે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે ઘટનાના દિવસે કોલેજના પૂર્વ પ્રિન્સિપાલે તેમને ફોન કર્યો હતો. મૃત ડોક્ટરના પિતાએ આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના પૂર્વ પ્રિન્સિપાલ ડો. સંદીપ ઘોષ વિશે કહ્યું કે અમે તેમની સાથે વાત કરી શક્યા નહીં. ઘટનાના દિવસે તેમણે અમને ફોન કર્યો હતો…

Read More

ગોળીથી ઘાયલ થયેલા NRI સારવાર માટે હોસ્પિટલમાં દાખલ : આરોપીઓ ખંડણી માટે ઘરમાં ઘૂસ્યા હતા Amritsar, તા.૨૪ પંજાબના અમૃતસરમાં કેટલાક બદમાશોએ એક NRIના ઘરમાં ઘૂસીને ગોળીબાર કર્યાની ઘટના સામે આવી છે. હાલમાં NRIહાલત ખૂબ જ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ઘટના સમયે ઘરમાં હાજર બાળકો આરોપીને હાથ જોડીને રોકવાની કોશિશ કરી રહ્યા હતા, પરંતુ બદમાશો કોઈ વાત માનવા તૈયાર નહોતા. ગોળીથી ઘાયલ થયેલા NRI ને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટનાના ઝ્રઝ્ર્‌ફ ફૂટેજ સામે આવ્યા છે. માહિતી પ્રમાણે આરોપીઓ ખંડણી માટે ઘરમાં ઘૂસ્યા હતા. આ અંગે મળતી માહિતી મુજબ આ ઘટના અમૃતસરના ડબુર્જીમાં બની હતી. અહીં…

Read More

ગામતળ વિસ્તારમાં બિન રહેણાંક બિન અધિકૃત બાંધકામના વપરાશ કરતા લોકોના ૪.૫ એફ.એસ.આઇ. સુધીના બિન અધિકૃત બાંધકામો હવે નિયમિત થઇ શકશે Gandhinagar, તા.૨૪ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ઇમ્પેક્ટ કાયદાને વધુ લોકાભિમુખ બનાવવા મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. ગુજરાત અનઅધિકૃત વિકાસને નિયમિત કરવા અધિનિયમ ૨૦૨૨ ને વ્યાપક પ્રતિસાદ મળે અને વધુમાં વધુ લોકો એ અધિનિયમનો લાભ મેળવી શકે તેવા જનહિતકારી અભિગમથી મુખ્યમંત્રીએ નિર્ણય લીધો છે. આ નિર્ણય પ્રમાણે હવે ગામતળ વિસ્તારમાં બિન રહેણાંક બિન અધિકૃત બાંધકામના વપરાશ કરતા લોકોના ૪.૫ એફ.એસ.આઇ. સુધીના બિન અધિકૃત બાંધકામો હવે નિયમિત થઇ શકશે. ઉપરાંત, બિન અધિકૃત રહેણાંક માટે ૨૦૦૦ ચો. મીટર સુધીના ખુટતાં પાર્કિંગ માટે અને…

Read More