- Rajkot હેલ્મેટની અમલવારી: ત્રણ કલાકમાં રૂ. 12.21 લાખનો દંડ વસૂલ્યો
- Rajkot શોખ પુરા કરવા બાઈક ઉઠાવી જતી બેલડી ઝબ્બે : પાંચ વાહન કબ્જે
- Rajkot નિવૃત ડે.કલેક્ટર સાથે રૂ. 64 લાખની ઠગાઈ , કમિશન એજન્ટની ધરપકડ
- Rajkot કચરો ફેંકવા મામલે દંપતી પર ચાર શખ્સોએ લોખંડના એન્ગલ વડે હુમલો
- Rajkot રાજકોટમા ફૂડ પેકેટના કોન્ટ્રાકટ અપાવી દેવાનું કહી રૂ. 14.41 લાખની ઠગાઈ
- Rajkot સગીરા અને પરિણીતાને દેહ વેપારમાં ધકેલી દેનાર મહિલા સહીત ત્રિપુટી ઝડપાઈ
- Rajkot મામૂલી રકમની ઉઘરાણી કરતા શ્રમિકના હાથ-પગ ભાંગી નખાયા
- Rajkot દુકાનો અને એપાર્ટમેન્ટમાં ચોરીને અંજામ આપનાર તસ્કર ટોળકી ઝડપાઈ
Author: Vikram Raval
Gujarat,તા.23 ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 73 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ મોડાસામાં 3.46 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે નવસારીમાં 2.48 ઈંચ, સંખેડામાં 1.85 ઈંચ, ગારિયાધાર અને શિનોરમાં 1.81 ઈંચ, વલોડમાં 1.49 ઈંચ જોટલો વરસાદ નોંધાયો છે. આ દરમિયાન હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી હવામાન વિભાગ અનુસાર, આગામી પાંચ દિવસ રાજ્યના ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આજે (23મી ઑગસ્ટ) બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારે…
“મારે આટલું જ કરવું છે તેથી, જો તેઓ મને આ માટે હટાવે છે, તો હું મારી જાતને બચાવી લઈશ, હું એટલું જ કહી શકું છું” New Delhi, તા.૨૨ કેન્દ્રીય પેટ્રોલિયમ, પ્રાકૃતિક ગેસ અને પર્યટન રાજ્ય મંત્રીએ કહ્યું કે સ્ક્રીપ્ટ સાંભળ્યા બાદ ૨૦-૨૨ ફિલ્મો એવી હતી જેમાં તે ખરેખર કામ કરવા માંગતો હતો અને તે તેમાં કામ કરવા માટે રાજી થઈ ગયો છે. જ્યારે તેણે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પાસે ફિલ્મોમાં અભિનય કરવાની પરવાનગી માંગી ત્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેમને કેટલી ફિલ્મોમાં અભિનય કરવા માટે પરવાનગીની જરૂર છે. અભિનેતામાંથી રાજકારણી બનેલા સુરેશ ગોપી, કેરળના એકમાત્ર ભાજપના સાંસદ, બુધવારે જણાવ્યું…
સોના-ચાંદીના વાયદામાં થાક ખાતી તેજીઃ સોનું રૂ.181 અને ચાંદી રૂ.39 નરમઃ ક્રૂડ તેલ રૂ.53 સુધર્યું કોમોડિટી વાયદાઓમાં રૂ.9428.21 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.33285.21 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 5669.67 કરોડનાં કામકાજઃ બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ વાયદો 18000 પોઈન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ગુરૂવારે સાંજે પાંચ વાગ્યા સુધીમાં રૂ.42715.31 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.9428.21 કરોડનાં કામકાજ થયાં હતાં, જ્યારે કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.33285.21 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ ઓગસ્ટ વાયદો 18000 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.624.58 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં…
રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૩.૦૮.૨૦૨૪ ના રોજ… બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૦૯૦૫ સામે ૮૧૨૦૭ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૦૯૫૪ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૮૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૪૮ પોઈન્ટના ઉછાળા સાથે ૮૧૦૫૩ પોઈન્ટ ઉછાળા સાથે બંધ થયેલ..!!! નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલાબંધ ૨૪૭૯૮ સામે ૨૪૮૪૯ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૪૮૦૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૬૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૪૨ પોઈન્ટના ઉછાળા સાથે ૨૪૮૪૦ પોઈન્ટ…
પીએમ મોદીએ ભારતીય સમુદાયના લોકોને સંબોધતા કહ્યું કે તમે બધા પોલેન્ડના જુદા જુદા ભાગોમાંથી આવ્યા છો દરેકની ભાષા, બોલી, ખોરાક અલગ અલગ હોય છે New Delhi, તા.૨૨ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોલેન્ડની બે દિવસીય મુલાકાતે પહોંચ્યા છે. અહીં પીએમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે મોન્ટે કેસિનો યુદ્ધ સ્મારક નજીક વલીવડે-કોલ્હાપુર શિબિરની સ્મારક તકતી પર શ્રદ્ધાંજલિ આપી, જેનું ઉદ્ઘાટન નવેમ્બર ૨૦૧૭માં થયું હતું. વડાપ્રધાન મોદીની પોલેન્ડની મુલાકાત છેલ્લા ૪૫ વર્ષમાં ભારતીય વડાપ્રધાનની પ્રથમ મુલાકાત છે. પોલેન્ડમાં તેમના રોકાણ દરમિયાન પીએમ મોદી પોલેન્ડના રાષ્ટ્રપતિ એન્ડ્રેજ સેબેસ્ટિયન ડુડાને મળશે. આ સાથે તેઓ પોલેન્ડના વડાપ્રધાન ડોનાલ્ડ ટસ્ક સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે.પોલેન્ડની રાજધાની વોર્સોમાં ભારતીય…
Ahmedabad, તા.૨૨ નામ ઓછોભાવ વધુભાવ ચાંદી ચોરસા ૮૩૫૦૦ ૮૪૫૦૦ રૂપુ ૮૩૩૦૦ ૮૪૩૦૦ સિક્કાજૂના(નંગ) ૮૦૦ ૧૦૦૦ સોનું (૯૯.૯) ૭૩૫૦૦ ૭૪૦૦૦ સોનું (૯૯.૫) ૭૩૩૦૦ ૭૩૮૦૦ નવા દાગીના – – હોલમાર્ક ૭૨૫૨૦ –
Ahmedabad, તા.૨૨ નામ ઓછોભાવ વધુભાવ અમદાવાદ મધ્યમ ૪૦૦૦ ૪૦૫૦ અમદાવાદ ઝીણી ૩૯૦૦ ૩૯૫૦ ગુજરાત મધ્યમ ૩૬૪૦ ૩૭૦૦ ગુજરાત ઝીણી ૩૫૫૦ ૩૬૦૦ કોલ્હા. મધ્યમ ૩૬૦૦ ૩૭૦૦ કોલ્હા. ઝીણી ૩૫૦૦ ૩૬૦૦ બેલારપુર મધ્યમ ૩૬૦૦ ૩૭૦૦ બેલારપુર ઝીણી ૩૫૦૦ ૩૬૦૦
Ahmedabad, તા.૨૨ સીંગતેલ જૂના ૨૫૫૦ – સીંગતેલ નવા ૨૭૦૦ ૨૭૬૦ કપાસિયા જુના ૧૬૫૦ – કપાસિયા નવા ૧૭૫૦ ૧૮૬૦ સોયાબીન જૂના – – સોયાબીન નવા ૧૭૦૦ ૧૮૦૦ દીવેલ ૨૦૭૦ – પામોલિન જુના ૧૫૩૦ ૧૬૦૦ પામોલિન નવો ૧૬૦૦ – કોપરેલ ૨૭૦૦ – વનસ્પતિ ઘી ૧૭૦૦ ૧૮૩૦ સરસીયુ મોળુ ૧૯૫૦ – સરસીયુ તીખુ ૨૧૦૦ – સનફલાવર ૧૬૦૦ ૧૬૯૦ મકાઈ તેલ ૧૬૫૦ – તિરૂપતિ ૫ લીટર ૫૪૦ ૬૦૦ સિંગતેલ ૫ લીટર ૮૩૦ ૮૪૦
Gandhinagar,તા.૨૨ ગુજરાતમાં વ્યાજખોરોની વિરૂધ્ધ કરવામાં આવેલી કાનૂની કાર્યવાહી સંદર્ભે વિધાનસભા ગૃહમાં પુછાયેલા ટુંકી મુદતના પ્રશ્નનો જવાબ આપતા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ હતું કે, રાજ્યમાં અનેક સામાન્ય, મધ્યમ તથા ગરીબ વર્ગના પરિવારો ઘરનો પ્રસંગ સાચવવા, બાળકોના ભાવી સુરક્ષિત કરવા ઉચ્ચ શિક્ષણ માટે કે સંતાનોને વિદેશ મોકલવા સહિતના કારણોસર ક્યારેક ઉંચા વ્યાજે ધિરાણ લઇ વ્યાજખોરોના ચક્રવ્યુહમાં ફસાઇ જાય છે. વ્યાજખોરોની ચુંગાલમાંથી આવા પરિવારોને મુક્ત કરવા ગુજરાત પોલીસે વિશેષ ડ્રાઇવના આયોજન કર્યા હતા.૩૧મી જુલાઇ ૨૦૨૪ની સ્થિતિએ છેલ્લા બે માસમાં ૫૬૫ વ્યાજખોરો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી છે. માણસ જ્યારે વ્યાજના વિષચક્રમાં ફસાઈ જાય છે ત્યારે પોતાના સગા-સબંધી અને મિત્રો અંતર રાખી…
એક તબીબ તો ૨૦૧૯થી ગેરહાજર હોવાનું સામે આવ્ચું Surendranagar, તા.૨૨ ગુજરાતમાં ચાલુ ફરજે વિદેશમાં જઈ વસેલા શિક્ષકો સામે સરકારે એક્શન લીધા છે. ત્યારે હવે શિક્ષકો બાદ સુરેન્દ્રનગર સરકારી હોસ્પિટલના આઠ ડોક્ટરો લાંબા સમયથી ફરજ પર ગેરહાજર હોવાનું સામે આવ્યું છે. કોઈપણ પ્રકારની જાણ કર્યા વિના ગેરહાજર હોવાથી આ આઠ તબીબો અંગે સિવિલ સર્જને આરોગ્ય વિભાગને જાણ કરી હતી. જિલ્લાના ૧૦ તાલુકામાં એકપણ બાળરોગ નિષ્ણાંત તબીબી નથી.તબીબોની આ બેદરકારીનો ભોગ દર્દીઓ બની રહ્યા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે સુરેન્દ્રનગર જિલ્લાની સરકારી હોસ્પિટલના આઠ ડોક્ટરો કોઈપણ પ્રકારની જાણ કર્યા વિના ફરજ પરથી દૂર છે. આ બાબતી જાણ આરોગ્ય વિભાગને પણ કરવામાં આવી હોવાનું…