Author: Vikram Raval

Mumbai,તા.20 કોરોનાના કાળ એટલે કે નાણાં વર્ષ ૨૦૨૧ના પ્રથમ ત્રિમાસિક ગાળા બાદ વર્તમાન નાણાં વર્ષનો પ્રથમ ત્રિમાસિક ગાળો ભારતીય કંપનીઓની આવક વૃદ્ધિની દ્રષ્ટિએ સૌથી ખરાબ રહ્યો છે. વર્તમાન નાણાં વર્ષના જૂન ત્રિમાસિકના અત્યારસુધીમાં જાહેર થયેલા પરિણામો પર નજર નાખતા જણાય છે કે, કંપનીઓના નફામાં ૩ ટકા ઘટાડો થયો છે જે ગયા નાણાં વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં ૩૦ ટકા વધ્યો હતો. એક રિસર્ચ પેઢી દ્વારા કરાયેલી  પરિણામોની એનાલિસિસમાં ૨૫૪૦ કંપનીઓના જૂન ત્રિમાસિકમાં વેચાણ આંક રૂપિયા ૨૨.૯૦ લાખ કરોડ રહ્યો છે જે ગત નાણાં વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં થયેલા ૨૧.૭૦ લાખ કરોડના વેચાણની સરખામણીએ પાંચ ટકા વધુ છે. ખર્ચ રૂપિયા ૧૮.૫૦ લાખ કરોડની સરખામણીએ…

Read More

Mumbai,તા.20 ભારતમાં મહિલા સશક્તિકરણથી લઈને મહિલાઓની સહભાગીતા વધારવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ભરચક પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. દેશભરના તમામ લોકોને નાણાંકીય સેવા મળે તે હેતુસર જનધન ખાતા અને તેમાં પણ મહિલાઓ માટે ખાસ યોજના અને સેવાથી લઈને બાદમાં લોનથી લઈને સ્ટેમ્પ ડયૂટીમાં મહિલાઓને રાહત સુધી સરકાર મહિલાઓની ભાગીદારી વધારવા અથાગ પ્રયત્નો કરી રહી છે. ધીરેધીરે આ પ્રયત્નોના પરિણામો પણ મળી રહ્યાં છે. નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસના નવા રિપોર્ટ અનુસાર બેંકોમાં દર ત્રીજું ખાતું મહિલાના નામે છે. જોકે સામે પક્ષે બેંકોમાં જમા કરાયેલા કુલ નાણાંમાંથી માત્ર પાંચમા ભાગની રકમ જ મહિલા ખાતાધારકોના બેંક એકાઉન્ટમાં છે. આ દેશમાં સ્ત્રી-પુરુષ વચ્ચે રહેલી નાણાકીય…

Read More

Mumbai,તા.20 સ્મોલ અને  મીડિયમ એન્ટરપ્રાઈસ (એસએમઈ) આઈપીઓ સેગ્મેન્ટમાં ત્રણથી ચાર ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ (આઈપીઓ) એડવાઈઝરી એકમોની પ્રવૃતિઓની મૂડી બજાર નિયામક તંત્ર સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) તપાસ કરી રહ્યું છે. આઈપીઓને જંગી પ્રતિસાદ મેળવી આપવામાં મદદ અને લિસ્ટિંગમાં જંગી ઉછાળાની ખાતરી આપવા સંબંધિત બિનરજીસ્ટર્ડ એકમો વિરૂધ્ધ ફરિયાદો મળ્યા બાદ નિયામક તંત્ર દ્વારા તપાસ શરૂ કરાઈ છે. આ મામલે જાણકાર લોકોનું કહેવું છે કે, સેબી મુંબઈ અથવા અમદાવાદ સ્થિત એસએમઈ આઈપીઓ સેગ્મેન્ટમાં અત્યંત સક્રિય ત્રણથી ચાર એડવાઈઝરી એકમોની ભૂમિકામાં તપાસ કરી રહ્યું છે. પબ્લિક ઈસ્યુઓને અસાધારણ ઊંચુ ભરણું મળી રહ્યાનું અને આ પૈકી ઘણા ઈસ્યુઓમાં સો ગણાથી વધુ ભરણું…

Read More

Mumbai,તા.20 તાજેતરના વર્ષોમાં દેશની  બેન્કોમાં ધિરાણ વૃદ્ધિની સરખામણીએ થાપણ વૃદ્ધિ મંદ પડી ગઈ છે તેને લઈને વ્યક્તિ કરાઈ રહેલી ચિંતાને ખાળતા  સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (એસબીઆઈ)ના એક રિપોર્ટમાં આ એક આંકડાકીય  ગણિત જહોવાનું જણાવ્યું હતું. થાપણ વૃદ્ધિ કરતા ધિરાણ વૃદ્ધિ ઊંચી જોવા મળી રહી છે, ખરી પરંતુ પ્રાપ્ત ડેટાના ઊંડાણથી વિશ્લેષણમાં ચિત્ર કંઈક અલગ જ જોવા મળી રહ્યું છે.નાણાં વર્ષ ૨૦૨૩માં   બેન્કિંગ ક્ષેત્રમાં ખાસ કરીને દરેક શિડયૂલ્ડ કમર્સિઅલ બેન્કસમાં થાપણ તથા ધિરાણ વૃદ્ધિ ૧૯૫૧-૫૨ બાદ સૌથી ઊંચી જોવા મળી હતી. થાપણમાં રૂપિયા ૧૫.૭૦ લાખ કરોડ જ્યારે ધિરાણમાં રૂપિયા ૧૭.૮૦ લાખ કરોડ વધારો થયો હતો. જેને કારણે થાપણથી ધિરાણનું પ્રમાણ ૧૧૩…

Read More

France,તા.20 વિશ્વમાં બેંક લૂંટની ઘણી ઘટનાઓ સાંભળવા મળશે પરંતુ ફ્રાંસની સોસાયટી જનરલ બેંક રોબરી અનોખી છે. અહીં અદ્ભુત શબ્દનો ઉપયોગ એટલા માટે કરવામાં આવી રહ્યો છે કેમ કે આ લૂંટનો આરોપી એક સામાન્ય ફોટોગ્રાફર હતો અને તેણે 27 કલાકમાં વિશ્વની સૌથી સુરક્ષિત મનાતી બેંકમાંથી 900 કરોડ રૂપિયા ચોરી લીધાં હતાં પરંતુ કોઈને અણસાર પણ આવવા દીધો નહોતો. સદીની સૌથી મોટી ચોરી 19 જુલાઈ 1976એ ફ્રાંસના નીસ શહેરમાં થયેલી આ ચોરીએ લોકોને ચોંકાવી દીધાં હતાં. આ ચોરી વિશ્વની સૌથી સુરક્ષિત મનાતી સોસાયટી જનરલ બેન્કમાં થઈ હતી. જેમાં સિક્યોરિટી એલાર્મ એ વિચારીને લગાવવામાં આવ્યુ નહોતું કે આ બેન્કમાં ચોરી કરવી અસંભવ છે.…

Read More

Maharashtra,તા.20  મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી અંગે રાજકીય ગતિવિધિઓ સક્રિય બની છે. ચૂંટણીની જાહેરાત પહેલાં જ પક્ષ-પલટાનો સિલસિલો શરૂ થઈ ચૂક્યો છે. મુંબઈના ભાજપ નેતા રવિ લાંડગે ઉદ્ધવ ઠાકરેની હાજરીમાં શિવસેના (યુબીટી)માં સામેલ થવાના છે. રવિ લાંડગેએ પક્ષ પલટા અંગે પ્રતિક્રિયા આપી છે કે, શિવસેના બાળાસાહેબ ઠાકરેનો સ્થાપિત પક્ષ છે, જે હંમેશા અન્યાય વિરૂદ્ધ ઉભી રહે છે અને ગરીબોના હક માટે ઉભી રહે છે. રવિ લાંડગેએ વધુમાં કહ્યું કે બાળાસાહેબ ઠાકરેએ આ વિચારોના આધારે શિવસૈનિક પસંદ કર્યા હતા. અને તે શિવસૈનિકો આજે પણ તે વિચારો સાથે ઉભા છે. જ્યારે ઉદ્ધવ ઠાકરેની સાથે છેતરપિંડી થઈ, ત્યારે ધારાસભ્યો પણ છેતર્યા હતા. તેમ છતાં તેમનો…

Read More

Kalol,તા.20 કલોલ તાલુકાના જાસપુર ગામે યુવકે કેનાલમાં ઝંપલાવી મોતને વ્હાલું કર્યું હતું. પરંતુ આપઘાત કરતા પહેલા યુવાને એક વીડિયો બનાવ્યો હતો. જેમાં તેમણે આપઘાત કરવા માટે જાસપુર ગામના પૂર્વ સરપંચ અને પલસાણા ગામની શિક્ષિકા તથા અન્ય લોકોને જવાબદાર ગણાવ્યા હતા. જાણો શું છે સમગ્ર મામલો મળતી માહિતી અનુસાર, સ્કૂલનું નામ પૂછવા બાબતે શિક્ષિકાને ઊભી રાખતા શિક્ષિકા અને પૂર્વ સરપંચે તેની સાથે માથાકૂટ કરી હતી અને પૂર્વ સરપંચે લાફો માથી હતો. ત્યારબાદ 181 અભયમની ટીમ બોલાવીને ફરિયાદ કરી હતી અને માફી પત્ર લખાવ્યો હતો. આ ઘટનાનું યુવકને લાગી આવતા આ પગલુ ભર્યું હતું. આ મામલે મૃતકના ભાઈએ પૂર્વ સરપંચ, શિક્ષિકા અને…

Read More

Gujarat,તા.20 ગુજરાતમાં રાજકારણના બે મોટા નેતાઓ વચ્ચે ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે બેઠક યોજાઇ હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલ વચ્ચે બેઠક યોજાતા ગુજરાતના રાજકારણમાં કંઇક નવાજૂની થવાના એંઘાણ જોવા મળી રહ્યા છે. ગુજરાતના રાજકારણમાં મોટી ઉથલપાથલ થવાની ચર્ચાએ રાજકીય વર્તુળમાં જોર પકડ્યું છે.  જોકે શંકરસિંહ વાઘેલાએ ઔપચારિક બેઠક હોવાનું જણાવ્યું હતું. છેલ્લા કેટલાક સમયથી રાજકારણ અને સમાચારોથી દૂર ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ફરી એકવાર ચર્ચામાં આવી ગયા છે. આજે ગાંધીનગર ખાતે આવેલા સર્કિટ હાઉસમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને શંકરસિંહ વાઘેલા વચ્ચે મીટીંગ યોજાઇ હતી. આ મુલાકાત બાદ રાજકીય વર્તુળમાં ગુજરાતના રાજકારણમાં મોટી ઉથલપાથલની ચર્ચાઓ…

Read More

Mumbai,તા.20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં તમામ એવા રેકોર્ડ છે જેને જાણીને ચાહકો આશ્ચર્યમાં મુકાઈ જાય છે. આવા જ એક ક્રિકેટરનો રેકોર્ડ અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ. જે વન ડેના પોતાના આખી કારકિર્દીમાં ક્યારેય 0 પર આઉટ નથી થયો. છે ને રસપ્રદ રેકોર્ડ. બે દેશો માટે ઈન્ટરનેશનલ ક્રિકેટ રમી ચૂકેલો  ક્રિકેટર કેપ્લર વેસલ્સના નામે આ  રેકોર્ડ નોંધાયેલો છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ એકમાત્ર એવો ક્રિકેટર છે જેને વન ડે ક્રિકેટમાં ક્યારેય કોઈપણ બોલર ઝીરો રને આઉટ કરવામાં સફળ નથી રહ્યો. વળી, કેપ્લર વેસલ્સ મોટા ભાગે ઓપનિંગ જ બેટિંગ કરવા મેદાનમાં ઉતરતો હતો. તમામ ODI મેચમાં ખોલ્યું ખાતું ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા…

Read More

Mumbai,તા.20 યુવરાજ સિંહ…ટીમ ઈન્ડિયાનો એવો ખેલાડી જેણે માત્ર એક નહીં, પરંતુ બે-બે વર્લ્ડ કપ જીત્યા છે. એ ખેલાડી જેણે  T20 ક્રિકેટમાં 6 બોલમાં 6 સિક્સર મારવાની સિદ્ધિ હાંસલ કરી છે. એ ખેલાડી જેણે કેન્સર જેવી જીવલેણ બીમારીને માત આપી છે. યુવરાજ સિંહના જીવનની આ હકીકત તો દરેક લોકો જાણે છે. પરંતુ હવે આ ખેલાડીના દરેક રહસ્ય તેના ફેન્સ સામે આવવાના છે. હકીકતમાં યુવરાજ સિંહના જીવન પર એક ફિલ્મ બનવા જઈ રહી છે, જેની T-Series દ્વારા મંગળવારે જાહેરાત કરવામાં આવી હતી. યુવરાજ પર ફિલ્મ બનશે ટી-સીરીઝના માલિક ભૂષણ કુમારે જાહેરાત કરી હતી કે, ટૂંક સમયમાં યુવરાજ સિંહની બાયોપિક બનશે અને અને…

Read More