Author: Vikram Raval

16 વર્ષ પહેલાં પ્રિયંકા-કંગનાની ફેશન આવી હતી સુપર  મોડલ્સના સ્થાને ગોઠવાઈ ગયેલા સ્ટાર્સ તથા સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સની વાત હશે Mumbai,તા.16 મધુર ભંડારકર ‘ફેશન ટૂ ‘ પ્રોજેક્ટ હાથ ધરી રહ્યો છે. જોકે, તે ફિલ્મ બનાવશે કે વેબ સીરિઝ તે અંગે હજુ આખરી નિર્ણય  લેવાયો નથી. મધુર ભંડારકરના જણાવ્યા અનુસાર એક જમાનો સુપર મોડલ્સનો હતો. પરંતુ, હવે સુપર મોડલ્સ ગાયબ થઈ ગયા છે. શો સ્ટોપર્સ તરીકે ફિલ્મ સ્ટાર્સ જ જોવા મળે છે. બીજી તરફ નાના ગામની યુવતી પણ સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅન્સર તરીકે પ્રસિદ્ધિ મેળવી મોડલ બની જાય છે. આ બધી વાત ‘ફેશન ટૂ’માં આવરી લેવાશે. મધુર ભંડારકરની ‘ફેશન’માં પ્રિયંકા ચોપરા અને કંગના…

Read More

Mumbai,તા.16 કંગના રનૌતની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ ઈમર્જન્સીનું ટ્રેલર આખરે આજે રિલીઝ કરવામાં આવ્યું છે. સ્વાતંત્ર્ય પર્વના એક દિવસ પહેલા, અભિનેત્રીએ તેની ઇન્સ્ટાગ્રામ પર ટ્રેલર શેર કર્યું હતું. આ ફિલ્મ 1975ના સમયની આસપાસ ફરે છે જ્યારે દેશમાં કટોકટી લાગુ કરવામાં આવી હતી. આ રાજકીય ડ્રામામાં કંગના રનૌત ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની ભૂમિકા ભજવતી જોવા મળે છે. આ ફિલ્મ કંગના રાણાવત દ્વારા લખવામાં અને દિગ્દર્શિત કરવામાં આવી છે. કેવું છે ‘ઇમરજન્સી’નું ટ્રેલર? ફિલ્મ ઇમરજન્સીનું ટ્રેલર ખૂબ જ રોમાંચક છે. કંગના રનૌત ઇન્દિરા ગાંધીની કહાણીને એક અલગ અંદાજથી સ્ક્રીન પર રજૂ કરવા જઈ રહી છે. ટ્રેલરની શરૂઆત કંગના રનૌતના ઈન્દિરા ગાંધીના પાત્રથી…

Read More

Mumbai,તા.16 બોલીવૂડ એકટ્રેસ  ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચન તેમના પારિવારિક સંબંધોને લઈને લાંબા સમયથી ચર્ચામાં છે. ખાસ કરીને આ કપલ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં અલગ-અલગ આવ્યા ત્યારે બંનેના ડિવોર્સની વાતને લઇને વધુ વેગ મળ્યો. અભિનેત્રી રાધિકા અને અનંત અંબાણીના લગ્નમાં માત્ર તેની પુત્રી આરાધ્યા બચ્ચન સાથે આવી હતી.જ્યારે  અભિષેક તેના માતા-પિતા અને બહેન સાથે અલગથી આવ્યો હતો. આ દરમિયાન જયા બચ્ચનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે ઐશ્વર્યા રાયને કહી રહી છે કે તે મારી દીકરી નથી પણ તેની વહુ છે. આ કહેવા પાછળનું કારણ શું? વાસ્તવમાં જયાનો એક જૂનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ…

Read More

બેસ્ટ એક્ટ્રેસ માનસી પારેખ અને બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઇનર Mumbai,તા.16 ભારત સરકાર દ્વારા 70માં નેશનલ ફિલ્મ ઍવોર્ડ્સની જાહેરાત કરવામાં આવી છે. નેશનલ ફિલ્મ ઍવોર્ડ્સને સિનેમા જગતમાં સૌથી પ્રતિષ્ઠિત ઍવોર્ડ માનવામાં આવે છે. પહેલી જાન્યુઆરી 2022થી 31 ડિસેમ્બર 2022ની વચ્ચે જે ફિલ્મોને સેન્સર સર્ટિફિકેટ આપવામાં આવ્યા તેમના માટે ઍવોર્ડ્સની જાહેરાત કરવામાં આવી છે. બેસ્ટ ફિલ્મ: અટ્ટમ બેસ્ટ ડેબ્યુ ફિલ્મ બાય ડાયરેક્ટર: પ્રમોદ કુમાર (ફૌઝા, હરિયાણવી ફિલ્મ) બેસ્ટ પોપ્યુલર ફિલ્મ: કાંતારા બેસ્ટ ફીચર ફિલ્મ (રાષ્ટ્રીય, સામાજિક અને પર્યાવરણ મૂલ્યોને પ્રમોટ કરતી): કચ્છ એક્સપ્રેસ બેસ્ટ ફિલ્મ (એનિમેશન, વિઝ્યુઅલ ઇફેક્ટ્સ ગેમિંગ અને કોમિક) : બ્રહ્માસ્ત્ર બેસ્ટ હિન્દી ફિલ્મ: ગુલમહોર બેસ્ટ ડિરેક્ટર: સૂરજ બડજાત્યા બેસ્ટ એક્ટર…

Read More

New Delhi,તા.16 ભારતીય ચૂંટણી પંચની દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે પ્રેસ કોન્ફરન્સ ચાલી રહી છે. થોડીવારમાં જ પંચ જમ્મુ-કાશ્મીર તેમજ હરિયાણા વિધાનસભાની ચૂંટણીની તારીખોનું એલાન કરશે. ઉલ્લેખનીય છેકે 370ની કલમ રદ કરાયા બાદ પહેલીવાર જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે.  lecin Date Announcement Live Updates: જમ્મુ-કાશ્મીરમાં 3 તબક્કામાં 18 સપ્ટેમ્બર, 25 સપ્ટેમ્બર અને પહેલી ઓક્ટોબરે મતદાન થશે. તેમજ 4 ઓક્ટોબરે પરિણામ જાહેર કરવામાં આવશે. આ ઉપરાંત હરિયાણામાં પહેલી ઓક્ટોબરે એક જ તબક્કામાં મતદાન થશે. અને તેનું પણ પરિણામ 4 ઓક્ટોબરે જાહેર કરવામાં આવશે. હરિયાણામાં એક જ તબક્કામાં થશે મતદાન જમ્મુ કાશ્મીરમાં 3 તબક્કામાં થશે મતદાન ચૂંટણીપંચે હરિયાણામાં મતદાનમથકની આવી કરી…

Read More

Gandhinagar,તા.16 ગુજરાતનાના શિક્ષકો છેલ્લા ઘણાં સમયથી જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે સરકારને અનેક રજૂઆત કરી ચૂક્યા છે. જેમાંથી સરકાર સાથે બેઠક કરીને કેટલીક માગણીઓ પૂરી કરવા માટે સરકારે બાંહેધરી આપી હતી. પરંતુ તે અંગે હજુ સુધી સરકાર દ્વારા કોઈ પરિપત્ર કરવામાં આવ્યો નથી. ત્યારે ફરી એકવાર આજે (16મી ઑગસ્ટ) જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે ગાંધીનગરમાં રાજ્યભરના શિક્ષકો દેખાવ કરશે. રાજ્યના વિવિધ જિલ્લામાંથી શિક્ષકો ગાંધીનગર પહોંચી રહ્યા છે મળતી માહિતી અનુસાર, અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના નેજા હઠળ શિક્ષકો સત્યાગ્રહ છાવણીમાં ધરણા કરશે. જૂની પેન્શન યોજના લાગુ કરવાની માગ સાથે રાજ્યના વિવિધ જિલ્લામાંથી શિક્ષકો ગાંધીનગર પહોંચી રહ્યા છે.…

Read More

 Taiwan,તા.16 તાઇવાનમાં વહેલી સવારે ભૂકંપનો જોરદાર આંચકો અનુભવાયો હતો. સેન્ટ્રલ વેધર એડમિનિસ્ટ્રેશનના જણાવ્યાનુસાર ભૂકંપની તીવ્રતા 6.3 મપાઈ હતી. અત્યાર સુધી ભૂકંપથી કોઈ જાનહાનિના કે માલહાનિના અહેવાલ તો સામે આવ્યા નથી પરંતુ ભૂકંપનો આંચકો ભારે હોવાથી લોકોમાં ડર ફેલાયો હતો. ઇમારતો હચમચી ગઈ, લોકોમાં ફફડાટ  માહિતી અનુસાર ભૂકંપનો આંચકો એટલો જોરદાર હતો કે રાજધાની તાઇવાનમાં આવેલી ઇમારતો હચમચી ગઈ હતી. અધિકારીઓએ કહ્યું કે શહેરમાં હાલમાં મેટ્રો સેવાઓ ધીમી ગતિએ ચાલુ છે. લોકો માટે સમુદ્ર સંબંધિત હાઇવે પર ગાડી હંકારતી વખતે સાવચેત રહેવા કહેવાયું છે.

Read More

Kolkata,તા.16 કોલકાતાની આર.જી. કર મેડિકલ કોલેજમાં મહિલા ડૉક્ટર પર દુષ્કર્મ પછી હત્યાનો કેસ વધુ ગંભીર બન્યો છે. આ ઘટનાને લઈને દેશભરમાં તબીબી આલમમાં રોષ વ્યાપ્યો છે. ત્યારે આ ઘટનાના પ્રત્યાઘાત ગુજરાતમાં પણ પડ્યા છે. મૃતક ડૉક્ટરને ન્યાય મળે તે માટે રાજ્યની સરકારી હોસ્પિટલના ડૉક્ટર્સ અને રેસિડેન્ટ ડૉક્ટરોએ હડતાળ શરૂ કરી છે. જેને લઈને  આજે  (16મી ઓગસ્ટ) OPD તથા અન્ય સર્વિસ બંધ રહેશે. જ્યારે ઈમરજન્સી સેવાઓ ચાલું રહેશે. ડૉક્ટર આજે ઓપીડી સેવા બંધ રાખશે કોલકાતામાં ટ્રેઈની મહિલા ડૉક્ટર સાથે દુષ્કર્મ બાદ થયેલી હત્યાના વિરોધમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસની બી જે મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓએ પણ વિરોધ નોંધાવ્યો છે. આ ઘટનાના વિરોધમાં અને…

Read More

Mumbai,તા.16  મજબૂત વૈશ્વિક પરિબળોના પગલે આજે શેરબજારમાં તેજીનો માહોલ જોવા મળ્યો છે. મોર્નિંગ સેશનમાં સેન્સેક્સ 882.34 પોઈન્ટ ઉછળી 79988.22ના લેવલે પહોંચ્યો હતો. નિફ્ટી પણ 24400ની અતિ મહત્ત્વની સપાટી ક્રોસ કરવામાં સફળ રહ્યો હતો. રોકાણકારોની મૂડી રૂ. 2 લાખ કરોડ વધી હતી. અમેરિકાનો ફુગાવો 3 વર્ષના તળિયે નોંધાતા આગામી સપ્ટેમ્બરથી ફેડ રિઝર્વ દ્વારા વ્યાજના દરો ઘટવાની શક્યતા પ્રબળ બની છે. જેનો ટેકો ઈક્વિટી બજારને મળ્યો છે. અમેરિકી, યુરોપ અને એશિયન બજારોમાં સુધારો નોંધાયો છે. સેન્સેક્સ આજે 79000ના લેવલે ખૂલ્યા બાદ વધી 80000 નજીક પહોંચ્યો હતો. 10.45 વાગ્યે 364.45 પોઈન્ટ વધી 79469 પર ટ્રેડ થઈ રહ્યો હતો. નિફ્ટી 112.80 પોઈન્ટ ઉછળી 24256.55…

Read More

New Delhi,તા.૧૪ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે , વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસના અવસર પર, દેશના વિભાજન દરમિયાન જીવ ગુમાવનારા લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને કહ્યું કે આ દિવસે તેઓ રાષ્ટ્રની એકતા અને ભાઈચારાની ઉજવણી કરવા માંગે છે. અમે ભાઈબંધુના રક્ષણ માટે અમારી પ્રતિબદ્ધતાનો પણ પુનરોચ્ચાર કરીએ છીએ. વડાપ્રધાન મોદીએ વર્ષ ૨૦૨૧માં ૧૪ ઓગસ્ટને પાર્ટીશન હોરર્સ મેમોરિયલ ડે તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી. “વિભાજન હોરર્સ મેમોરિયલ ડે પર, અમે અસંખ્ય લોકોને યાદ કરીએ છીએ જેઓ વિભાજનની ભયાનકતાને કારણે પ્રભાવિત અને પીડાય છે,” મોદીએ ‘એકસ’ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું. તેમણે કહ્યું કે આ તેમની હિંમતને શ્રદ્ધાંજલિ આપવાનો પણ દિવસ છે, જે…

Read More