- Filmmaker ઓ ઈન્ફ્લુએન્સર્સ દ્વારા ખંડણી, ધમકીઓથી ત્રાસ્યા
- ‘ધ બંગાળ ફાઇલ્સ’ની રિલીઝ પહેલા વિવેક અગ્નિહોત્રીની Mamata Banerjee ને અપીલ
- ઉઘાડા પગે ગણપતિ દાદાના દર્શન કરવા પહોંચ્યો Salman Khan
- 03 સપ્ટેમ્બર નું પંચાંગ
- 03 સપ્ટેમ્બર નું રાશિફળ
- અંતે આશા ત્યાં વાસા અને સૂરતા ત્યાં મુકામ
- તંત્રી લેખ…ભારત, ચીન અને અમેરિકા, વૈશ્વિક સમીકરણોમાં ક્યારે મોટો ફેરફાર થશે?
- હિન્દુ પૌરાણિક ગ્રંથોમાં વર્ણવેલ મુખ્ય શ્રાપની કથાઓ ભાગ-24
Author: Vikram Raval
રાજકોટ શહેર-જિલ્લામાં બે, ભાવનગર , અમરેલી અને ખંભાળિયા હત્યાથી ખળભળાટ RAJKOT,તા.૧૨ સૌરાષ્ટ્રમાં પાંચ લોથ ઢળતા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઉઠ્યા છે. રાજકોટ શહેરમાં જૂની અદાવતમાં રવિવારે રાત્રે સશસ્ત્ર ધીંગાણું ખેલાયા બાદ સારવાર દરમિયાન એક પ્રૌઢનું મોત નીપજતા બનાવ હત્યામાં પલટાયો છે. જયારે રાજકોટની ભાગોળે શાપરમાં પતિએ જ પત્નીને પથ્થરના ઘા ઝીંકી હત્યા નીપજાવી દઈ સરાજાહેર લટકાવી દેતા ચકચાર મચી જવા પામ્યો હતો. જયારે મહુવામાં પ્રેમ પ્રકરણમાં બુટલેગરનું ખૂન કરી દેવામાં આવ્યું છે અને બીજી બાજુ અમરેલીના ખાંભામાં કામ બાબતે ઠપકો આપતાં સગા ભાઈના હાથે ભાઈની હત્યાનો બનાવ સામે આવ્યો છે. શાપર(વે.)માં પ્રેમીએ પરિણીતાનું ઝીંકી ઢીમ ઢાળી દીઢું રાજકોટની…
Gondal,તા.૧૨ ગોંડલના ગુંદાળા ફાટક પાસે શ્રીજી એલ્યુમિનિયમ નામની પેઢીની ઓફિસમાં માલિક અને તેના ચાર મિત્રો દારૂની મહેફિલ માણતા ઝડપાયા છે. ગોંડલ સીટી બી ડિવિઝન પોલીસે પાંચેય પ્યાસીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગુંદાળા રોડ ઉપર આવેલ એસ.બી.આઇ એ.ટી.એમની સામે આવેલ શ્રીજી એલ્યુમીનીયમની ઓફીસની અંદર દ્રારકેશભાઈ કાબુભાઈ વધાસીયાએ પાર્ટી રાખેલ છે. આ પાટીમાં બહારથી પ્યાસીઓ બોલાવી ઇંગ્લીશ દારૂનો જથ્થો મંગાવી સેવન કરાઈ રહ્યું છે. હાલ દારૂની મહેફીલ ચાલુ હોય પોલીસની ટીમે રેઇડ કરતા દ્રારકેશભાઇ કાળુભાઈ વધાસીયા, સાગરભાઈ રમેશભાઈ ભાલાળા , જયદીપભાઇ અશ્વીનભાઇ ભાલાળા , અમીતભાઇ કિશોરભાઈ વધાસીયા , સંદીપભાઈ વીઠલભાઈ વધાસીયા અટકાયત કરી મેડિકલ ટેસ્ટ કરાવવાની તજવીજ હાથ ધરવામાં…
વ્યાજના વિષચક્ર અંગે જાગૃતતા સેમિનાર યોજ્યા : 13 લોન મેળામાં 648 લાભાર્થીઓને સહાય અપાઈ Rajkot,તા.૧૨ રાજકોટ શહેર પોલીસે શરૂ કરેલી વ્યાજંકવાદ વિરોધી અભિયાનમાં 40 દિવસમાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 10 ગુના દાખલ કરીને 12 વ્યાજખોરોને પાંજરે પુરવામાં આવ્યા છે. ઉપરાંત શહેર પોલીસ દ્વારા અલગ્ય અલગ વિસ્તારોમાં લોનમેળા તેમજ વ્યાજંકવાદ વિરોધી માર્ગદર્શન સેમિનારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ ઝાના નેતૃત્વમાં ગત 28 જૂનના રોજ શહેરના હેમુ ગઢવી હોલ ખાતે વ્યાજંકવાદ વિરોધી લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. દરમિયાન વ્યાજને લગતી સમસ્યાઓનું નિરાકરણ તેમજ આ બદ્દીથી મુક્ત કરવા અને વ્યાજંકવાદને સંપૂર્ણ નાબૂદ કરવાના હેતુસર અસરકારક આયોજન કરવામાં…
તબીબી અભ્યાસમાં સામે આવ્યું છે કે ગુજરાતમાં હવે માલ્ટા ફીવર જેવા રોગનું જોખમ તોળાયેલુ છે. Gujarat, તા.૧૨ ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કેસ ઓછા જરૂર થયા છે પરંતુ તે હજુ અટક્યા નથી. આ દરમિયાન, ગુજરાતમાં એક તબીબી અભ્યાસ કરવામાં આવ્યો છે. જેમાં ભવિષ્યમાં કઇ બિમારીઓનું જોખમ હોઇ શકે છે તે અત્યારથી જ બહાર આવ્યું છે. મીડિયા રિપોર્ટ અનુસાર, સેન્ટર ફોર વન હેલ્થ એજ્યુકેશન, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં તબીબી અભ્યાસના મૂલ્યાંકન રજૂ કરવામાં આવ્યું છે. એક અભ્યાસ વન હેલ્થ એજ્યુકેશન, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ દ્વારા એ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે, પ્રાણીઓ અને બેક્ટેરિયાથી કેવા પ્રકારની બીમારીઓ થઈ શકે છે…
જયપુર, ભરતપુર, કરૌલી અને દૌસા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે લોકોની દિનચર્યા ખોરવાઈ ગઈ છે Jaipur, તા.૧૨ રાજસ્થાનમાં ભારે વરસાદને પગલે ખુબ ખરાબ પરિસ્થતિ જોવા મળી રહી છે. ભારે વરસાદે લોકોના શ્વાસ અધ્ધર કરી દીધા છે. જયપુર, ભરતપુર, કરૌલી અને દૌસા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે લોકોની દિનચર્યા ખોરવાઈ ગઈ છે. જયપુરમાં આજે વહેલી સવારે મુશળધાર વરસાદને કારણે શહેર ફરી સંપૂર્ણ રીતે જામ થઈ ગયું હતું. રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે. પૂર જેવી પરિસ્થિતિનો સામનો કરી રહેલા રાજસ્થાનની સ્થિતિ જુઓ. રાજસ્થાનમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત મુશળધાર વરસાદ પડી રહ્યો છે. વરસાદના કારણે સમગ્ર રાજ્યમાં અરાજકતાનો માહોલ…
બાંગ્લાદેશના નવા હોમ એડવાઈઝર સખાવત હુસૈને પૂરતી સુરક્ષા ન કરી શકવા બદલ હિન્દુ સમુદાયની માફી માંગી Dhaka, તા.૧૨ બાંગ્લાદેશના નવા હોમ એડવાઈઝર (ગૃહમંત્રી) સખાવત હુસૈને રવિવારે પૂરતી સુરક્ષા ન કરી શકવા બદલ હિન્દુ સમુદાયની માફી માંગી. મીડિયા રિપોર્ટ્સ મુજબ તેમણે કહ્યું કે હિન્દુ અલ્પસંખ્યકોની સુરક્ષા કરવી એ મુસ્લિમ બહુસંખ્યકોની ફરજ છે. આ જવાબદારીમાં નિષ્ફળતાનો તેમણે સ્વીકાર કર્યો. તેમણે સમુદાયને ભવિષ્યમાં સુરક્ષાનું આશ્વાસન આપ્યું અને સુધારની આશા વ્યક્ત કરી. આ ઉપરાંત વચગાળાની કેબિનેટે ગુરુવારે રાતે પોતાના સભ્યોના શપથ ગ્રહણ બાદ રવિવારે અલ્પસંખ્યકો વિરુદ્ધ હિંસા પર પહેલું નિવેદન આપ્યું. નિવેદનમાં કહ્યું કે કેટલાક સ્થળો પર ધાર્મિક અલ્પસંખ્યકો પર હુમલાને ગંભીર ચિંતા સાથે…
લગ્ન પછી તે પિરીયડના બહાને સુહાગરાત ઉજવવાની ના પાડતી હતી : મૌકો જોઈને પરિવારને લૂંટીને ફરાર થઈ જતી Bhopal, તા.૧૨ મધ્યપ્રદેશમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. દર વખતે નવી વહુ તેના પિરિયડના બહાને સાસરિયાંથી ભાગી જતી. આ વખતે કન્યાએ છઠ્ઠી વખત લગ્ન કર્યા હતા. તે અહીંથી ભાગતી વખતે પકડાઈ ગઈ હતી. હરદા પોલીસે દુલ્હનની ધરપકડ કરી તેના કરતૂતોનો પર્દાફાશ કર્યો છે. પીડિત અજય પાંડેએ ૨૪ જૂને અનિતા દુબે નામની મહિલા સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ દુલ્હન અને તેના પરિવારના સભ્યોએ અજય અને તેના પરિવાર સાથે છેતરપિંડી કરી અને રોકડ અને દાગીના લઈને ભાગી ગઈ હતી. આ ઘટના હરદાના…
Washington,તા.૧૨ બોઇંગની નવી સ્ટારલાઇનરને જૂનમાં પ્રથમ પરીક્ષણ માટે સુનિતા વિલિયમ્સ અને બેરી બુશ વિલ્મોર સાથે અવકાશમાં મોકલવામાં આવી હતી. આ બંને અવકાશયાત્રીઓને એક અઠવાડિયામાં પૃથ્વી પર પાછા ફરવાનું હતું. જો કે, ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર ઉતર્યા પછી, સ્ટારલાઈનર કેપ્સ્યુલમાં થ્રસ્ટર ફેલ્યોર અને હિલીયમ લીક જેવી ખામીઓ થઈ હતી. આ ખામીઓને કારણે, બંને અવકાશયાત્રીઓનું પૃથ્વી પર પાછા ફરવાનું મોકૂફ રાખવામાં આવ્યું હતું અને હવે તેમના વહેલા પરત આવવાની આશા પણ ઠગારી નીવડી રહી છે. માહિતી અનુસાર, નાસા હવે આ બંને અવકાશયાત્રીઓને પાછા લાવવા માટે નવા વિકલ્પ તરીકે સ્પેસએક્સ ડ્રેગન કેપ્સ્યુલનો ઉપયોગ કરવાનું વિચારી રહ્યું છે. સ્પેસએક્સ ડ્રેગન એક પરીક્ષણ કરાયેલ પુનઃઉપયોગી…
Islamabad,તા.૧૨ પાકિસ્તાનના સુક્કુર શહેર અને ખૈબર પખ્તુનખ્વામાં જમીન વિવાદને લઈને બે પક્ષો વચ્ચે લડાઈ અને ગોળીબારમાં ૧૦ લોકોના મોત થયા છે. પોલીસે લાશનો કબજો મેળવી તપાસ શરૂ કરી છે. આરોપીઓની ઓળખ કરવામાં આવી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર, સુક્કુર શહેરમાં બે પક્ષો વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. રવિવારે તકરાર દરમિયાન બંને પક્ષોએ એકબીજા પર ફાયરિંગ કર્યું હતું. જેમાં એક પક્ષના ચાર લોકોના મોત થયા હતા. જેમાં ત્રણના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે એકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ફાયરિંગમાં બીજી બાજુના એક વ્યક્તિનું પણ મોત થયું હતું. ઘણા લોકો ઘાયલ પણ થયા. પોલીસના જણાવ્યા અનુસાર આ વિવાદમાં…
Washington,તા.૧૨ અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર અને પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકી ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને છેતરપિંડી ગણાવી હતી. ટિ્વટર પરની એક પોસ્ટમાં ટ્રમ્પે હેરિસ પર રેલીમાં મોટી ભીડ બતાવવા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઇ)નો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો. કમલા હેરિસે ટ્રમ્પના આરોપોનો જવાબ આપ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે આરોપ લગાવ્યો કે મિશિગનના ડેટ્રોઈટમાં રેલીની તસવીરોમાં એરપોર્ટ પર દેખાતી ભીડ નકલી છે. કમલાના વિમાનની બહાર એરપોર્ટ પર કોઈ નહોતું. તેઓએ વિશાળ ભીડ બતાવવા માટે છૈં નો ઉપયોગ કર્યો. તે છેતરપિંડી કરનાર છે. ટ્રમ્પે કહ્યું કે એરપોર્ટ પર હેરિસની કોઈ રાહ જોઈ રહ્યું નથી. ડેમોક્રેટ્સ આ રીતે છેતરપિંડી કરીને ચૂંટણી જીતે છે.…