- 8 સપ્ટેમ્બરથી 3 દિવસ માટે યોજાશે વિધાનસભાનું સાતમું સત્ર
- Tata Group નો વધુ એક IPO : માસાંત સુધીમાં ટાટા કેપિટલનો ઇશ્યુ આવશે
- Gold 10 ગ્રામે રૂા.1600ના ઉછાળાથી ભાવ 1,09,200
- Akhnoor માં મધરાત્રે વાદળ ફાટયું : 200થી વધુ ઘર જલમગ્ન
- 5th જનરેશન જેટ, આખી દુનિયામાં હુમલા કરી શકતી ન્યૂક્લિયર મિસાઈલ
- અમેરિકન પ્રમુખ ટ્રમ્પને ફરી કોર્ટનો ઝટકો, હવે California માં સૈન્ય તહેનાત નહીં કરી શકે
- Pakistan ના ક્વેટામાં રાજકીય પક્ષની રેલીમાં પ્રચંડ વિસ્ફોટ, 14 લોકોના મોત
- ભારત સાથેના સંબંધ સારા પણ ટેરીફ નહી ઘટે; Trump
Author: Vikram Raval
Gujarat,તા.13 સુવિધાઓ ઓછી મળશે તો ચાલશે પરંતુ ઉંચી ફી તો નહીં ભરવી પડે ને, એ માનસિકતા સાથે વાલીઓએ તેમના પુત્ર કે પુત્રી માટે સ્કૂલનું સ્થળાંતર કરાવ્યું છે. છેલ્લા એક વર્ષમાં 2.29 લાખ વિદ્યાર્થીઓએ ખાનગી સ્કૂલો છોડીને સરકારી સ્કૂલોમાં પ્રવેશ મેળવ્યો છે. શિક્ષણના વધતા જતા ખર્ચના કારણે સરકારી શાળામાં પ્રવેશ સુવિધા ખાડે ગઈ હોવાના અનેક કિસ્સા ગુજરાતમાં જોવા મળ્યા છે પરંતુ મધ્યમ વર્ગના પરિવારો માટે શિક્ષણના વધતા જતા ખર્ચાને પહોંચી વળવા અશક્ય બનતાં તેઓ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ માટે પોતાના બાળકોને સરકારી સ્કૂલોમાં ભણાવવા મજબૂર બન્યાં છે. અમદાવાદ શહેરમાં સૌથી વધુ પ્રવેશ શિક્ષણ વિભાગના સત્તાવાર આંકડા પ્રમાણે 2024-25ના શૈક્ષણિક વર્ષમાં બાલવાટિકા…
Gandhinagar,તા.13 ગાંધીનગરમાં લાખો કરોડોના ખર્ચે નિર્માણ થયેલાં વર્લ્ડકલાસ વિદ્યા સમિક્ષા કેન્દ્રમાં 50 તાલિમબધ્ધ શિક્ષકો રિયલ ઓનલાઈન મોનીટરીંગ સિસ્ટમના માધ્યમથી 2.4 લાખ શિક્ષકો શાળાએ આવે છે કે નહીં તે અંગે નજર રાખી રહ્યા છે. આમ છતાંય શિક્ષણ વિભાગમાં એટલી હદે લાલિયાવાડી ચાલી રહી છે કે, ચાલુ પગારે વિદેશ પહોંચેલાં ગુલ્લીબાજ શિક્ષકો ધ્યાને આવ્યા જ નહીં. હવે જયારે એક પછી એક ગેરહાજર શિક્ષકો વિશે જાણ થઈ રહી છે ત્યારે શિક્ષણ તંત્રે તપાસનું ડિંડક શરૂ કર્યું છે. રિયલ ટાઇમ ઓનલાઈન ડેટા મેળવવામાં આવી રહ્યાં છે ગાંધીનગરમાં વિધા સમીક્ષા કેન્દ્રમાં બે અત્યાધુનિક મોનીટરીંગ રૂમમાંથી તાલીમબલ શિક્ષકો ઓનલાઈન મોનીટરીંગ કરી શાળામાં શિક્ષકો આવે છે કે…
Gujarat,તા.13 આગામી 15 ઓગસ્ટના સ્વતંત્રતા દિવસ સાથે જ પાંચ દિવસ સુધી ‘મિની વેકેશન’નો માહોલ જોવા મળશે. જેના પગલે ટ્રેનોમાં વેઇટિંગ 100થી વધી ગયું છે જ્યારે અમદાવાદ-ગોવાનું વન-વે એરફેર વધીને 15 હજાર છે. ઉજ્જેન, સોમનાથ પૂણે જવા ભારે ઘસારો આગામી 15 ઓગસ્ટ માટે અમદાવાદથી મુંબઇની ડબલ ડેકર, વંદે ભારતમાં વેઇટિંગ 100થી વધારે છે. આ ઉપરાંત ઉજ્જૈન, સોમનાથ, પૂણે માટે પણ મુસાફરોનો ભારે ધસારો છે. ટ્રેનમાં ટિકિટ નહીં મળતાં અનેક લોકો બસના વિકલ્પ પર પસંદગી ઉતારી રહ્યા છે. 14 ઓગસ્ટ માટે બસનું મહત્તમ ભાડું અમદાવાદ-સોમનાથ માટે રૂપિયા 3 હજાર અમદાવાદ-ઉજ્જૈનનું ભાડું રૂપિયા 3500, અમદાવાદ-શીરડીનું ભાડું રૂપિયા 3 હજાર જેટલું છે. શ્રાવણ માસને…
New Delhi,તા.13 હવામાન વિભાગે દેશના 22 રાજ્યોમાં આગામી સાત દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. ગુજરાત, હિમાચલ પ્રદેશ, હરિયાણા, પશ્ચિમ રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, બિહાર, ઝારખંડ, ઓડિશા, છત્તીસગઢ, આંધ્ર પ્રદેશ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, સિક્કિમ, નાગાલેન્ડ, પશ્ચિમ બંગાળ અને કર્ણાટકમાં ભારે વરસાદનું યલો ઍલર્ટ છે. જ્યારે પૂર્વ રાજસ્થાન, ઉત્તરાખંડ, કેરળ અને તમિલનાડુ માટે ઑરેન્જ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજસ્થાનમાં ધોધમાર વરસાદ હવામાન વિભાગ અનુસાર, રાજસ્થાનમાં છેલ્લા 24 કલાકમાં 4.64 ઇંચથી વરસાદ નોંધાયો છે. ધોલપુર, કરૌલી, ભરતપુર, દૌસા, ટોંક, સવાઈ માધોપુર અને જયપુરમાં સતત વરસાદને કારણે ઘણાં વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. સવાઈ માધોપુર જિલ્લામાં ડેમ તૂટવાને કારણે અનેક વિસ્તારો…
Gujarat ,તા.13 ગુજરાત સરકાર દ્વારા પવિત્ર શ્રાવણ માસમાં રાજ્યના સરકારી કમર્ચારીઓને મોટી ભેટ આપી છે. જેનો સીધો લાભ રાજ્ય સરકારના 5 લાખ કર્મચારીઓને મળશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓને રજા પ્રવાસ રાહત/વતન પ્રવાસના હેતુ માટે વંદે ભારત ટ્રેનની મુસાફરીને માન્યતા આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારના કર્મચારીઓને દર ચાર વર્ષે એલ.ટી.સી (લિવ ટ્રાવેલ કન્સેશન)/વતન પ્રવાસનો લાભ 6000 કિ.મી. ની મર્યાદામાં આપવામાં આવે છે. કર્મચારીઓ દ્વારા આવા પ્રવાસ અન્વયે ટ્રેન દ્વારા મુસાફરી કરવામાં આવતી હોય છે. ભારતીય રેલવે દ્વારા છેલ્લા થોડાક વર્ષોથી આધુનિક સુવિધા સાથેની વંદે ભારત ટ્રેન શરૂ કરવામાં આવી છે. રાજ્ય સરકારનાં કર્મચારીઓ દ્વારા તેમને મળતા આવી રજા…
Mumbai,તા.13 શેરબજારમાં આજે મોર્નિંગ સેશન શુષ્ક રહ્યું છે. વધઘટમાં સેન્સેક્સ અને નિફ્ટી 100થી 150 પોઈન્ટની રેન્જમાં અથડાઈ રહ્યા હતા. 10.30 વાગ્યે સેન્સેક્સ 207 પોઈન્ટ અને નિફ્ટી 57 પોઈન્ટ ઘટાડે ટ્રેડ થઈ રહ્યો હતો. સ્મોલકેપ અને મીડકેપમાં પણ ફ્લેટ ટ્રેડિંગ જોવા મળ્યું છે. હિંડનબર્ગના સેબીના ચેરપર્સન વિરૂદ્ધ આક્ષેપોના રિપોર્ટ બાદ અનેક અટકળો વચ્ચે સામાન્ય રોકાણકારો હાલ થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી રહ્યા છે. સેન્સેક્સ પેકમાં ટ્રેડેડ કુલ 30 સ્ક્રિપ્સ પૈકી 11 સ્ક્રિપ્સ 2.74 ટકા ઘટાડે, જ્યારે 19 શેર્સ 1 ટકા સુધી ઉછાળે ટ્રેડ થઈ રહ્યા હતા. માર્કેટમાં આજે 50-50 ટ્રેન્ડ જોવા મળ્યો છે. 231 શેર્સમાં અપર સર્કિટ, 207 નવી ટોચે…
Gandhinagar,તા.13 કેન્દ્ર સરકાર દ્વારા નેશનલ રેન્ડિંગ રિપોર્ટ (એનઆઈઆરએફ) 2024 જાહેર કરવામા આવ્યો છે. જેમાં ગુજરાત યુનિવર્સિટી અને આઈઆઈટી ગાંધીનગર ફરી દેશની ટોપ 100 શિક્ષણ સંસ્થામાં સ્થાન પામ્યા છે. ગુજરાત યુનિ. ફરી એકવાર દેશના ટોપ 100 રેન્કમાં ઓવરઓલ કેટેગરી અને યુનિવર્સિટી કેટેગરી એમ બંનેમાં સ્થાન પામી છે. પ્રથમવાર ગુજરાતની એક પણ કોલેજને રેન્ક નહીં જ્યારે આ વર્ષે પણ ઓવરઓલ કેટેગરી અને યુનિવર્સિટી કેટેગરી એમ બંને કેટેગરીમાં ગુજરાતની એક પણ ખાનગી યુનિ.ટોપ 100માં નથી. ગુજરાત યુનિ.સહિતની ઘણી શૈક્ષણિક સંસ્થાના વિવિધ કેટેગરીમાં સ્કોર વધવા છતાં પણ અરજીઓ વધવાને લીધે રેન્કિંગમાં પાછળ ફેંકાઈ છે. જેમાં ગુજરાત યુનિ. ઓવરઓલ કેટેગરીમાં 85માં રેન્કથી 94 અને યુનિ.કેટેગરીમાં…
New Delhi,તા.13 કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને 12 ઓગસ્ટે NIRF રેન્કિંગ 2024 બહાર પાડ્યું છે. આ લિસ્ટ 13 વિવિધ કેટેગરીમાં બહાર પાડવામાં આવ્યું છે. આ રેન્કિંગમાં યુનિવર્સિટીથી લઈને કોલેજો સુધીનું લિસ્ટ બહાર પાડવામાં આવ્યુ છે, જેમાં મેડિકલ, એન્જિનિયરિંગ સહિતની અનેક કેટેગરીનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. દર વર્ષે બહાર પાડવામાં આવતી આ NIRF રેન્કિંગ લિસ્ટમાં, ભારતમાં ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓના રેન્કિંગ ઘણા માપદંડોના આધારે બહાર પાડવામાં આવે છે. જે તેની સત્તાવાર વેબસાઇટ nirfindia.org પર જઈને પણ આ રેન્કિંગ જોઈ શકાય છે. દેશની ટોચની 10 યુનિવર્સિટીઓ 1. IISc, બેંગલુરુ 2. જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી, દિલ્હી 3. જામિયા મિલિયા ઈસ્માઈલિયા, દિલ્હી 4. મણિપાલ એકેડેમી ઓફ હાયર…
America,તા.13 અમેરિકાએ બાંગ્લાદેશમાં તખ્તાપલટ અને રાજકીય ઉથલપાથલમાં પોતાના પર લાગેલા આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કરીન જીન પિયરે કહ્યું કે, ‘બાંગ્લાદેશમાં તખ્તાપલટમાં અમેરિકાની સંડોવણી નથી. કોઈપણ વાતચીત અથવા આવા અહેવાલો માત્ર અફવા છે. બાંગ્લાદેશના લોકોએ દેશની સરકારનું ભવિષ્ય નક્કી કરવું જોઈએ. આ અમારું સ્ટેન્ડ છે.’ જાણો શું છે મામલો બાંગ્લાદેશના પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાએ પદ પરથી રાજીનામું આપીને દેશ છોડ્યા પછી 11મી ઓગસ્ટે પહેલીવાર પ્રતિક્રિયા આપી હતી. આ દરમિયાન તેમણે બાંગ્લાદેશમાં બળવા અને દેશની સ્થિતિ માટે અમેરિકાને જવાબદાર ગણાવ્યું હતું. જો કે, તેમના નિવેદન અને આરોપો પર અમેરિકાએ કહ્યું કે, ‘બાંગ્લાદેશમાં તખ્તાપલટમાં અમારો કોઈ હાથ નથી.’ શેખ…
બંને યુવાનોના આપઘાત પાછળનું કારણ અકબંધ Rajkot,તા.૧૨ શહેરમાં આપઘાતનો દોર યથાવત ચાલી રહ્યો છે ત્યારે વધુ બે યુવાનોએ પોતાના ઘરે અકકડ કારણોસર ગળેફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું પરિવારમાં શોક છવાયો બનાવની પ્રાપ્ત વિગતો મુજબ રૂખડિયા ફાટક સામે રહેતા રમેશભાઈ રઘુભાઇ દૂધકિયા ઉવ 42 વાળાએ અગમ્ય કારણોસર પોતાના ઘરે છતના હુકમાં દોરડું બાંધી ગળેફાસો ખાઈ લેતા પરિવારને જાણ થતા 108 ને જાણ કરી હતી 108ના emt રાજેશ પાલીયાએ રમેશભાઈને જોઈ તપાસી મરણ જાહેર કર્યા હતા. જયારે બીજા બનાવમાં સ્લ્મ ક્વાટર્સ રામાપીરના મંદિર પાસે રહેતા ચંદ્રકાન્ત ઠાકરશીભાઈ વાડોદરા ઉવ 29 વાળા સાંજના 5 વાગ્યાના સુમારે પોતાના ઘરે હતા ત્યારે…