Author: Vikram Raval

Gujarat,તા.13  ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં ધીમી ગતિએ વરસાદ વરસી રહ્યો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 182 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ નવસારીમાં 3.58 ઇંચ, સુરતના ઉમરપાડામાં 2.95 ઇંચ, આણંદમાં 2.91 ઇંચ, નવસારીના જલાલપોરમાં 2.67 ઇંચ, પલસાણામાં 2.59 ઇંચ, ડભોઈમાં 2.24 ઇંચ, હાલોલમાં 2 ઇંચ, ડોલવણમાં 2 ઇંચ અને વાલોડમાં એકથી વધુ ઇંચ વરસાદ નોંધાયો છે. બીજી તરફ હવામાન વિભાગે આજે રાજ્યના વિવિધ ભાગોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી રાજ્યમાં આગામી 6 દિવસ ગાજવીજ સાથે હળવાથી મધ્મય વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, ત્યારે 13મી ઑગસ્ટે ઉત્તર અને…

Read More

Mumbai,તા.13 ઈશાન કિશન લાંબા સમયથી ટીમ ઇન્ડિયામાંથી બહાર છે. તેને ઘણી વખત ડોમેસ્ટિક ક્રિકેટ રમવાની સલાહ આપવામાં આવી હતી. પરંતુ તે માત્ર IPLમાં જ રમ્યો છે. જો કે હવે કદાચ ઈશાન પોતાનો મૂડ બદલી રહ્યો છે અને તેણે ઝારખંડ માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમવાનું નક્કી કર્યું છે. ઈશાન કિશનને ગોલ્ડન ચાન્સ મળ્યો છે. તે બુચી બાબુ ટ્રોફીમાં ઝારખંડની ટીમની કૅપ્ટનશીપ કરશે. બુચી બાબુ ટ્રોફી 15 ઑગસ્ટથી શરુ થઈ રહી છે. ઈશાન પાસે કૅપ્ટનશિપનો અનુભવ છે. તે અગાઉ અંડર-19માં ભારતીય ટીમની કૅપ્ટનશીપ કરી ચૂક્યો છે. તે ચેન્નાઈમાં ઝારખંડની ટીમ સાથે જોડાશે. ડોમેસ્ટિક ક્રિકેટમાં થશે ઈશાનની વાપસી એક અહેવાલ પ્રમાણે ઈશાન કિશને પોતાની…

Read More

Mumbai,તા.13 હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકે લગ્ન સંબંધથી છૂટા પાડવાની જાહેરાત કરી ત્યાર પછીથી સોશિયલ મીડિયા બે ભાગમાં વહેંચાઈ ગયું છે. કેટલાક ક્રિકેટ ફેન્સ હાર્દિક પંડ્યાને સપોર્ટ કરે છે અને નતાશાને ટ્રોલ કરવાની એક પણ તક છોડતા નથી. તો સામે કેટલાક ફેન્સ હાર્દિક સામે જાતજાતના આક્ષેપ લગાવી તેના વિવાદાસ્પદ ભૂતકાળના વીડિયો શેર કરી રહ્યા છે. હવે ગોસિપ કરનાર લોકોને વધુ એક કારણ મળ્યું છે. સર્બિયન મોડલ અને ડાન્સર નતાશા હાલ તેના દીકરા અગસ્ત્ય સાથે પોતાના વતન સર્બિયામાં છે. તેણે તાજેતરમાં એક પોસ્ટ લાઇક કરીને ફેન્સનું ધ્યાન ખેંચ્યું છે. આ પોસ્ટ રિલેશનશિપમાં ચીટિંગ અંગે અને એક વ્યક્તિના ભાવનાત્મક દુરુપયોગ અંગે હતી.…

Read More

Paris,તા.13  પેરિસ પેરાલિમ્પિકસ 2024 પહેલા ભારતને એક મોટો ઝટકો લાગ્યો છે. બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશને(BWF) મંગળવારે જાહેરાત કરી હતી કે, બેડમિન્ટન ખેલાડી પ્રમોદ ભગતને ડોપિંગ વિરોધી નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ 18 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. સસ્પેન્શનને કારણે હવે ભગત પેરિસ પેરાલિમ્પિક્સમાં ભાગ લઈ શકશે નહીં. ભગતે ટોક્યો પેરાલિમ્પિક્સ 2020માં પુરુષોની સિંગલ્સ એસસેલ3 કેટગરીની ફાઇનલમાં ગ્રેટ બ્રિટનના ડેનિયલ બેથેલને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. પ્રમોદ ભગતે છેલ્લા 12 મહિનામાં ત્રણ વખત તેના ઠેકાણા અંગેનો ખુલાસો કર્યો ન હતો. તેથી તેના પર બીડબ્લ્યુએફના ડોપિંગ વિરોધી નિયમ ‘વ્હેરઅબાઉટ'(ઠેકાણાનું સરનામું)નું ઉલ્લંઘન કરવાનો આરોપ છે. બીડબ્લ્યુએફએ એક નિવેદનમાં જણાવ્યું કહ્યું, ‘1 માર્ચ, 2024ના રોજ…

Read More

Surendranagar,તા.13  રાજ્યમાં સતત અકસ્માતોની ઘટના વધતી જાય છે. ત્યારે વધુ એક અકસ્માત સુરેન્દ્રનગર-ચોટીલા હાઇવે ઉપર સજાર્યો છે. જેમાં 30 મુસાફરો ભરીને જઈ રહેલી સરકારી બસ ખાડામાં ખાબકતાં 20થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા. જો કે સદનસીબે કોઈ જાનહાનિ થઈ હોવાના અહેવાલ પ્રાપ્ત થયા નથી. અકસ્માતની જાણ થતાં 108 ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર સુરેન્દ્રનગર-રાજકોટ હાઇવે પર સરકારી બસ અકસ્માતનો ભોગ બની હતી. જેમાં બસ ડ્રાઇવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં બસ રોડ પરથી નીચે ઉતરી જઈ ખાડામાં ખાબકી હતી. જેના લીધે 20થી વધુ મુસાફરોને ઈજા પહોંચી હતી, જ્યારે સદનસીબે કોઈ…

Read More

New Delhi,તા.13 રાજસ્થાનમાં પોખરણ ફાયરિંગ ફિલ્ડ રેન્જ ખાતે DRDO(Defence Research and Development Organisation)એ સ્વદેશી મેન-પોર્ટેબલ એન્ટી-ટૅન્ક ગાઇડેડ મિસાઇલ (MP-ATGM)નું સફળ પરીક્ષણ કર્યું હતું. આ મિસાઇલ દુશ્મનની ટૅન્ક અને બખ્તરબંધ વાહનો એકવારમાં જ નષ્ટ કરી શકે છે. ભવિષ્યમાં તેને મુખ્ય યુદ્ધ ટૅન્ક અર્જુન સાથે પણ તૈનાત કરવામાં આવશે. પોખરણમાં થયેલા પરીક્ષણમાં MPATGMએ પૂરી ચોકસાઈ સાથે લક્ષ્યને હિટ કર્યું હતું. આ સ્વદેશી એન્ટિ-ટૅન્ક મિસાઇલ ટેન્ડમ હાઇ એક્સપ્લોઝિવ એન્ટિ-ટૅન્ક (HEAT) હથિયારથી સજ્જ છે, જે અત્યાધુનિક એક્સપ્લોઝિવ રિએક્ટિવ આર્મર (ERA) કવચ સાથે બખ્તરબંધ વાહનોને નષ્ટ કરી શકે છે. એટલે કે આજના સમયની કોઈપણ પણ અત્યાધુનિક ટૅન્ક કે બખ્તરબંધ વાહન આ એન્ટિ-ટૅન્ક મિસાઇલથી બચી શકશે…

Read More

Bangladesh,તા.13  બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની મુશ્કેલી ઓછી નથી થઈ રહી. હવે બાંગ્લાદેશમાં શેખ હસીના સામે કેસ નોંધાવાની શરુઆત થઈ ગઈ છે. જોકે, હાલમાં તેમની સામે કરિયાણાની દુકાનના માલિકની હત્યાનો કેસ નોંધાયો છે. 19 જુલાઈના રોજ બાંગ્લાદેશની રાજધાની ઢાકાના મોહમ્મદપુર વિસ્તારમાં પોલીસે ફાયરિંગ કર્યું હતું. એક અહેવાલ પ્રમાણે ફાયરિંગમાં મોહમ્મદપુરના કરિયાણાની દુકાનના માલિક અબૂ સઈદનું મોત થઈ ગયું હતું. આ મામલે જ હવે બાંગ્લાદેશના પૂર્વ પીએમ શેખ હસીનાને આરોપી બનાવવામાં આવ્યા છે. આ કેસમાં શેખ હસીના ઉપરાંત 6 અન્ય આરોપી પણ છે. શેખ હસીનાની પાર્ટીના નેતા પણ આરોપી પૂર્વ પીએમ શેખ હસીના ઉપરાંત તેમની પાર્ટી આવામી લીગના જનરલ સેક્રેટરી ઓબૈદુલ…

Read More

Mumbai,તા.13  સોશિયલ મીડિયા પર ઓલિમ્પિક મેડલ વિજેતાઓ નીરજ ચોપરા અને મનુ ભાકરનાં કેટલાક વીડિયોઝ વાઇરલ થઈ રહ્યા હતા જેના કારણે લોકો અફવા ઉડાવવા લાગ્યા છે કે મનુ ભાકર અને નીરજ ચોપરા એકબીજા સાથે લગ્ન સંબંધમાં બંધાઈ શકે છે. જો કે આ બાબત પર હવે મનુ ભાકરના પિતાજી સ્પષ્ટતા કરી દીધી છે. બન્યું એવું કે સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલ એક વીડિયોમાં નીરજ અને મનુ ભાકર એકબીજા સાથે વાતચીત કરી રહ્યા હતા. વીડિયોમાં એવું લાગી રહ્યું હતું કે શરમના કારણે બંને એકબીજા સાથે નજર પણ નથી મેળવી શકતા. જો કે આ વિડિયોના અંતમાં મનુ ભાકરની મમ્મી બંનેનો ફોટો પાડવા ગયા તો…

Read More

Vadodara,તા.13 કારેલીબાગ પાણીની ટાંકી પાસે ટ્રકની અડફેટે મોપેડ પર જતી બે બહેનોને ઇજા થઇ હતી. જે  પૈકી એક બહેનનું મોત થયું હતું. બનાવના પગલે લોકોના ટોળા ભેગા થઇ  ગયા હતા. પોલીસ પણ ઘટના સ્થળે  દોડી ગઇ હતી.  પોલીસે ટ્રકના ડ્રાઇવરની ધરપકડ કરી વાહન કબજે લઇ કાયદેસરની  કાર્યવાહી હાથ ધરી છે. શહેર નજીકના અંકોડિયા ગામે રહેતા દિનેશભાઇ પટેલ ખેતી કામ કરે છે. તેમની દીકરી કેયા ધો.12 સાયન્સમાં અભ્યાસ કરે છે. ગઇકાલે સમા વિસ્તારમાં મામાના ઘરે પિતરાઇ ભાઇ બહેનો ભેગા થયા હતા. ત્યારબાદ  પિતરાઇ ભાઇ બહેનો ખરીદી કરવા માટે નીકળ્યા હતા. કારેલીબાગ પાણીની ટાંકી પાસે ખરીદી કરીને તેઓ મોપેડ પર પરત આવતા…

Read More

Bihar,તા.13  બિહારમાં વક્ફ બોર્ડની જમીનને લઈને નીતિશ સરકારનો મોટો નિર્ણય લીધો છે. નીતીશ કુમાર સરકારે વક્ફની જમીન પર 21 નવા મદરેસા બનાવવાનું એલાન કર્યું છે. JDUના સીનિયર લીડર અને બિહાર સરકારમાં લઘુમતી કલ્યાણ મંત્રી ઝમા ખાને કહ્યું કે, લઘુમતી સમાજની રાજનીતિ કરનારા લોકો માત્ર વોટ બેંકની રાજનીતિ કરે છે. આજે નીતિશ કુમારના નેતૃત્વમાં દરેક સમાજનો વિકાસ થયો છે અને આગળ પણ થતો રહેશે. નવા મદરેસામાં લોકો માટે સારી શિક્ષણ વ્યવસ્થા હશે અને ફરીથી શિક્ષકોની નિમણૂક કરવામાં આવશે. વક્ફ બિલ પર કેન્દ્રને મળ્યું JDUનું સમર્થન તાજેતરમાં જ JDU નેતા અને કેન્દ્રીય મંત્રી રાજીવ રંજન સિંહ (લલન સિંહ)એ વક્ફ બિલ પર વિપક્ષની…

Read More