Author: Vikram Raval

Mumbai,તા.13  મોટાભાગના લોકોનું સપનું હોય છે કે, તેઓ વિદેશ પ્રવાસ કરે. પરંતુ પરિવારની જવાબદારી, ખર્ચાઓના કારણે પોતાનું આ સપનું સાકાર કરી શકતા નથી. હવે તો ફરવા માટે ટુરિઝમ લોન પણ મળી રહી છે, પરંતુ દેવાંના બોજા સાથે ફરવું કેટલી હદે વાજબી છે. અહીં અમે તમને દેવું નહીં પરંતુ પોતાના જ ફંડ દ્વારા વિદેશ પ્રવાસને શક્ય બનાવવાની રીત જણાવવા જઈ રહ્યા છીએ. જેની મદદથી તમે તમારા લાંબા ગાળાના નાણાકીય લક્ષ્યો પૂરા કરવાની સાથે આર્થિક બોજા વિના વિદેશ ફરી શકશો. વિદેશ પ્રવાસ માટે આ રીતે પૈસાની જોગવાઈ કરો વિદેશ પ્રવાસ મોંઘો હોય છે. જેથી તેના માટે ગંભીરતાપૂર્વક વિચારવાની અને પ્લાનિંગ કરવાની જરૂર…

Read More

લસણને શાકભાજીની કેટેગરીમાં સામેલ કર્યું તેમજ તેને તેજાના બજારમાં વેચવાની મંજૂરી Madhya Pradesh,તા.13  ભોજનના સ્વાદમાં ચારચાંદ લગાવતું લસણ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ગુણકારી છે. પરંતુ તેની કેટેગરીને લઈને વિવાદ સર્જાયો છે. લસણની ગણતરી શાકભાજીમાં થાય કે, તેજાના(મસાલા)માં તે મામલે છેલ્લા નવ વર્ષથી ખેડૂતો-કમિશન એજન્ટો કાનૂની લડાઈ લડી રહ્યા છે. જેના પર અંતે મધ્યપ્રદેશ હાઇકોર્ટે મહત્ત્વનો ચુકાદો આપતાં બન્ને પક્ષોને લાભ કરાવ્યો છે. હાઇકોર્ટે આપ્યો મહત્ત્વનો ચુકાદો નવ વર્ષથી ચાલી રહેલી કાનૂની લડાઈમાં બન્ને પક્ષકારો ઇચ્છતા હતા કે, લસણની ચોક્કસ કેટેગરી નક્કી કરવામાં આવે. જેના પર મધ્યપ્રદેશ હાઇકોર્ટે મહત્ત્વનો ચુકાદો આપતાં લસણને શાકભાજીની કેટેગરીમાં સામેલ કર્યું છે. તેમજ તેને તેજાના બજારમાં…

Read More

Gujarat,તા.13  ગુજરાતના કેટલાક જિલ્લાની સરકારી શાળાઓમાં ભૂતિયા અને ડમી શિક્ષકોની ફરિયાદો ઊભી થવા લાગી છે. અનેક શિક્ષકો ગેરહાજર હોવાની ફરિયાદો ઉઠતાં શિક્ષણ વિભાગે તમામ ડીઈઓ-ડીપીઓને આદેશ કરીને લાંબી રજા પર ગયેલા અને બિનઅધિકૃત રીતે રજા પર હોય તેવા શિક્ષકોની વિગતો મંગાવી હતી. જેમાં તમામ જિલ્લામાંથી સરકારને સોંપાયેલી માહિતી-રિપોર્ટ અનુસાર, રાજ્યના 17 જિલ્લાના 63 શિક્ષકો લાંબી રજા પર છે. જેમાં 31 શિક્ષકો બિનઅધિકૃત રીતે એટલે કે રજા લીધા વિના કે મંજૂરી વિના જ ગેરહાજર છે. રાજ્યના 17 જિલ્લામાં 32 શિક્ષકો વિદેશ પ્રવાસે રાજ્યના તમામ જિલ્લામાંથી સરકારને માહિતી રિપોર્ટ આપવામાં આવ્યો હતો. જેમાં 17 જિલ્લામાં 32 શિક્ષકો વિદેશ પ્રવાસ પર હોવાનું અને…

Read More

Junagadh,તા.13  કોરોના કાળ અને ત્યારબાદ રશિયા- યુક્રેન, ઇઝરાયલ- ઈરાનના યુદ્ધથી હીરા ઉદ્યોગનો ચળકાટ ગાયબ થયો છે. જૂનાગઢનો હીરા ઉદ્યોગ મંદીનો સામનો કરી રહ્યો છે. યુદ્ધના કારણે રફ ડાયમંડના ઊંચા ભાવ અને પોલીશ્ડ ડાયમંડની ઓછી કિંમતને લીધે પ્રોડક્શન ઘટ્યું છે, જેથી કારખાનાઓ બંધ થયા છે. આ સંજોગોમાં જૂનાગઢ જિલ્લામાં હીરા ઉદ્યોગના ઇતિહાસમાં પહેલીવાર સાતમ-આઠમમાં 10થી 15 દિવસનું વેકેશન જાહેર કરાયું છે. આગામી પાંચમથી જિલ્લાના 700થી વધુ કારખાનાઓમાં મિનિ વેકેશન રહેશે. માર્કેટમાં ફેરફાર નહીં થાય તો અમુક કારખાનેદારો તો સંભવતઃ વેકેશન લંબાવે તેવી ભીતિ પણ સેવાઈ રહી છે. આંબાવાડી સહિત જિલ્લાના હીરાના કારખાનાઓ પાંચમથી દોઢ-બે સપ્તાહ બંધ, પ્રોડક્શનમાં સુધારો નહીં થાય તો…

Read More

New Delhi,તા.13 સુપ્રીમ કોર્ટે મંગળવારે (13મી ઑગસ્ટ) યોગ ગુરુ બાબા રામદેવ અને પતંજલિ આયુર્વેદના વડા આચાર્ય બાલકૃષ્ણને મોટી રાહત આપી છે. ભ્રામક જાહેરાતના કેસમાં કોર્ટે બંને સામે અવમાનનો કેસ બંધ કરી દીધો છે. પતંજલિના પ્રોડક્ટ વિશે ભ્રામક જાહેરાત કેસમાં પહેલા જ માફીનામું દાખલ કરવામાં આવ્યું હતું, જેને કોર્ટે સ્વીકારી લીધી છે. સુપ્રીમ કોર્ટે શું કહ્યું? સુપ્રીમ કોર્ટના જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ સંદીપ મહેતાની બેન્ચે આ નિર્ણય ચુકાદો આપ્યો હતો. બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ સામે અવમાનનો કેસ બંધ કરતી વખતે કોર્ટે કહ્યું કે, ‘કોર્ટ બંને દ્વારા આપવામાં આવેલી બિનશરતી માફીનો સ્વીકાર કરે છે.’ આ ઉપરાંત બંનેને ભવિષ્યમાં કોર્ટનો અનાદર…

Read More

ખેલ ખેલ મેંનો ખેલ શરૂ થતાં પહેલાં ખતમ લોંગ વીક એન્ડમાં કમાણી માટે અક્ષયનો બધો આધાર હવે માઉથ પબ્લિસિટી પર Mumbai,તા.13  આગામી ૧૫મી ઓગસ્ટે શરુ થતા લોંગ વીક એન્ડમાં બોક્સ ઓફિસ પર શ્રદ્ધા કપૂરની ‘સ્ત્રી ટૂ’, જ્હોન અબ્રાહમની ‘વેદા’ અને અક્ષય કુમારની ‘ખેલ ખેલ મેં’ એમ ત્રણ ફિલ્મોનો મુકાબલો છે. તેમાં હાલ એડવાન્સ બૂકિંગમાં શ્રદ્ધા મોખરે અને અક્ષય કુમાર છેક ત્રીજા નંબરે ધકેલાયો હોવાનું ચિત્ર ઉપસ્યું છે. સોમવારની સવાર સુધીમાં જ ‘સ્ત્રી ટૂ’ની ૧.૨૭ લાખ ટિકિટસ વેચાઈ ગઈ હતી અને તેમે ૪.૨૦ કરોડનું એડવાન્સ બૂકિંગ કલેક્શન કરી લીધું છે. જ્હોન અબ્રાહમની ‘વેદા’ ૬૦૬૫ ટિકિટ સાથે તેનાથી ક્યાંય પાછળ છે અને…

Read More

આવી અફવા ફેલાવવી એ ક્રૂરતા સમાન પલક અને ઈબ્રાહિમ અનેકવાર સાથે દેખાતાં હોવાથી તેમના ડેટિંગની અફવા Mumbai,તા.13  શ્વેતા તિવારીએ પુત્રી પલકની ઇબ્રાહિમ અલી ખાન સાથેના ડેટિંગ પરની અફવાને નકારી કાઢી છે. તેણે કહ્યું કે પલક વિશે આવી અફવા ફેલાવવી એ તેના પર ક્રૂરતા છે. તેણે કહ્યું હતું કે, મારી પુત્રીનું આત્મબળ મજબૂત હોવાથી તે આવી અફવાઓને સહન કરી શકે છે, પરંતુ તે હજી વયમાં ઘણી નાની હોવાથી તેનો આ આત્મવિશ્વાસ ક્યાં સુધી ટકી રહેશે તે અંગે મને બીક લાગે છે.  તેણે કહ્યું હતું કે, મારી પુત્રી મનોરંજન ઇન્ડસ્ટ્રીને સારી રીતે જાણે છે અને સમજે છે તેથી તે આવી અફવાઓ પર…

Read More

રમેશ સિપ્પી પ્રોડક્શન દ્વારા કરારબદ્ધ ફિલ્મનું દિગ્દર્શન રોહન સિપ્પી કરશે, અન્ય કલાકારો કે સ્ટોરી વિશે કોઈ જાહેરાત નહીં Mumbai,તા.13 સંજય લીલા ભણશાળીની ‘હીરામંડી’ વેબ સીરિઝમાં તાજદારના રોલમાં સૌનું ધ્યાન ખેંચનારા કલાકાર તાહા શાહ બદુશાને એકસાથે ત્રણ ફિલ્મનો કોન્ટ્રાક્ટ મળ્યો છે. રમેશ સિપ્પી પ્રોડક્શને તેને ત્રણ ફિલ્મો માટે સાઈન કર્યો છે. આ ફિલ્મોનું દિગ્દર્શન રોહન સિપ્પી કરે તેવી સંભાવના છે. રોહન સિપ્પીએ અગાઉ ‘બ્લફ માસ્ટર’, ‘દમ મારો દમ’ તથા ‘નૌટંકી સાલા’ સહિતની ફિલ્મો બનાવી છે. આ ફિલ્મોન સ્ટોરી લાઈન કે બાકી કલાકારો વિશે હજુ કોઈ જાહેરાત થઈ નથી. ‘હીરામંડી’માં તાહા શાહને રોમાન્ટિક ભૂમિકા મળી હતી પરંતુ તે તેવી જ ભૂમિકા  આ…

Read More

શાહરૂખના રોલના ચાઈલ્ડ વર્ઝન માટે અવાજ  આપશે પાંચ વર્ષ પછી આવી રહેલી પ્રિકવલમાં શાહરૂખ અને આર્યન ખાનનું પણ વોઈસ ઓવરમાં પુનરાગમન Mumbai,તા.13  ‘મુફાસા, ધી લાયન કિંગ’ની પ્રિકવલ આવી રહી છે. મતલબ કે આ ફિલ્મમાં ૨૦૧૯માં રજૂ થયેલી ફિલ્મની વાર્તાની પહેલાંની ઘટનાઓ દર્શાવાશે. આ વખતે ફિલ્મમાં શાહરુખ ખાન અને આર્યન ઉપરાંત અબરામનો પણ અવાજ સાંભળવા મળશે. ડિઝની મીડિયા ફ્રેન્ચાઇઝીની ફિલ્મ સીરીઝની પ્રથમ ક્લાસિક એનિમેશન મૂવી  ‘ધ લાયન કિંગ’ ૧૯૯૪માં  રજૂ થયી હતી. પછી  ૨૦૧૯માં આ ફિલ્મની આ જ શીર્ષકથી રીમેક બનાવામાં આવી હતી.  હવે પાંચ વર્ષે તેની પ્રિકવલ આવી રહી છે. આ ફિલ્મની રીમેકમાં સિંબા લાયનની વાર્તા હતી. જેને શાહરૂખના પુત્ર…

Read More

 કુલ કર આવક વધીને રૂ. 8.13 લાખ કરોડ પર્સનલ ટેકસ 4.82 લાખ કરોડ જ્યારે કોર્પોરેટ ટેક્સ 3.8 લાખ કરોડ New Delhi,તા.13 સોમવારે જારી થયેલા સરકારી આંકડા જણાવે છે કે દેશમાં ૧૧ ઓગસ્ટ સુધીમાં ચોખ્ખી કર આવક ૨૨.૪૮ ટકા વધીને રુ.  ૬.૯૩ લાખ કરોડ થયું છે. તેમા રુ. ૪.૪૭ લાખ કરોડ વ્યક્તિગત કરઆવક  અને ૨.૨૨ લાખ કરોડ રુપિયાના સ્વરુપમાં કોર્પોરેટ કરઆવકનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સિક્યોરિટી ટ્રાન્ઝેકશન ટેક્સ પેટે રુ. ૨૧,૫૯૯ કરોડ એકત્રિત થયા છે. જ્યારે અન્ય કરોમાંથી તેને રુ. ૧,૬૧૭ની કમાણી થઈ છે. પહેલી એપ્રિલથી ૧૧ ઓગસ્ટની વચ્ચે ૧.૨૦ લાખ રુપિયાનું રિફંડ જારી કરવામાં આવ્યું. આમ તેમા ૩૩.૪૯ ટકાની…

Read More