Author: Vikram Raval

૧૨ ઓગસ્ટ સુધીમાં પોલીસે ૧૬,૩૧૦ ટૂ-વ્હીલર વાહન ચાલકો અને હેલ્મેટ વિના પીલિયન રાઇડર્સને પકડ્યા Ahmedabad, તા.૧૪ હેલ્મેટ નિયમો લાગુ કરવા અને સરખેજ-ગાંધીનગર  હાઈવે પર રોંગ સાઈડમાં વાહન ચલાવવાને રોકવા માટે ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ શહેર ટ્રાફિક પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. ૧૨ ઓગસ્ટ સુધીમાં પોલીસે ૧૬,૩૧૦ ટૂ-વ્હીલર વાહન ચાલકો અને હેલ્મેટ વિના પકડાયેલા પીલિયન રાઇડર્સને પકડ્યા છે અને તેમની પાસેથી કુલ ૮૨.૧૮ લાખ રૂપિયાનો દંડ વસૂલ્યો છે. વધુમાં મુખ્યત્વે જીય્ હાઈવે પર રોંગ સાઈડ ડ્રાઈવિંગના ૧૧૩૬ કેસ નોંધાયા હતા અને ૨૦.૦૬ લાખ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો. ટ્રાફિક પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર હેલ્મેટ ન પહેરવા બદલ પ્રથમ ગુનામાં ૫૦૦…

Read More

Chotila, તા.૧૪ સમગ્ર દેશ સહિત ગુજરાતમાં સ્વાતંત્ર્ય પર્વ પહેલાં તિરંગા યાત્રા યોજવામાં આવી રહી છે. ઠેર ઠેર લોકો તિરંગો લહેરાવી રહ્યાં છે. ત્યારે ચોટીલામાં નીકળેલી તિરંગા યાત્રામાં વિવાદ સર્જાયો છે.ચોટીલાની સાંગાણી પ્રાથમિક શાળામાં તિરંગાયાત્રા દરમિયાન બાળકોએ સાવરકર અને સુભાષચંદ્ર બોઝના ચિત્ર વાળી કેસરી ટી-શર્ટ પહેરી હતી. આ સમયે કોંગ્રેસની ન્યાયયાત્રા ત્યાંથી પસાર થઈ રહી હતી. બાળકોએ પહેરેલી ટી-શર્ટ જોઈને કોંગ્રેસ ભડકી હતી. કોંગ્રેસ તમામ બાળકોની ટી-શર્ટ ઉતરાવીને ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, ગુજરાતમાં ગાંધી અને સરદાર ભૂલાયા છે. આજે સાવરકરની ટી-શર્ટ પહેરાવી કાલે ગોડસે કે દાઉદની ટી-શર્ટ પહેરાવશે. કોંગ્રેસની ન્યાય યાત્રા મોરબી અને રાજકોટથી થઈને સુરેન્દ્રનગરના ચોટીલા પહોંચી છે.આ…

Read More

Surat, તા.૧૪ સુરતના કતારગામ વિસ્તારમાં આજે એક વડીલની સ્મશાન યાત્રા નીકળી હતી તે લોકોમાં કુતૂહલનો વિષય બની હતી. દરેક સ્મશાન યાત્રામાં રોકકળ જોવા મળે છે અને દરેક લોકોમાં ઉદાસ જોવા મળે છે. પરંતુ આ સ્મશાન યાત્રામાં ઉત્સવનો માહોલ હતો અને વાજતે ગાજતે ઢોલ નગારા સાથે સ્મશાન યાત્રા નીકળી હતી. સુરતના સત્યશોધક સભાના અગ્રણી એવા કતારગામના માધુ કાકડીયાના માતાનું આજે ૯૫ વર્ષની ઉંમરે અવસાન થયું હતુ. તેમના અવસાન બાદ સ્મશાન યાત્રા નિકળી હતી. તેમાં ઢોલ નગારા વગાડવા સાથે સોસાયટીના આખા રસ્તા પર સ્વસ્તિકના સાથીયા બનાવવામાં આવ્યા હતા. મૃત્યુની સ્મશાન યાત્રાને આ પરિવારે ઉત્સવ બનાવી દીધો હતો.

Read More

સાયબર ક્રાઈમ દ્વારા ફરીયાદ નોંધી તપાસ હાથ ધરાઈ Bhavnagar, તા.૧૪ ગુજરાતના ભાવનગર શહેરમાં સોશિયલ મીડિયામાં જાહેરાત જોઈ શેરબજારમાં વધુ નફાની લાલચે ડોક્ટરે રૂ.૫૦ લાખ ગુમાવ્યા છે. જેમાં વિડ્રોની રિકવેસ્ટ મોકલતા ભાંડો ફૂટ્યો છે. તેમાં ચાઈલ્ડ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર ઠગાઈનો ભોગ બન્યા છે. જેમાં શેરબજારમાં રોકાણના બહાને ૫૦ લાખની ઠગાઈ થઇ છે. તેમાં તબીબે સોશિયલ મીડિયામાં જાહેરાત જોઈ હતી. ભાવનગરમાં ડોક્ટર સાથે રૂપિયા ૫૦ લાખની ઠગાઈ થઇ છે. જેમાં ચાઈલ્ડ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર ઠગાઈનો ભોગ બન્યા છે. શેરબજારમાં રોકાણના બહાને રૂપિયા ૫૦ લાખની ઠગાઈ થઇ છે. તબીબે સોશિયલ મીડિયામાં જાહેરાત જોઈ હતી. તેમાં એપ્લિકેશન ડાઉનલોડ કરી ટ્રેડિંગ શરૂ કર્યું હતું. તેમાં સારો નફો,…

Read More

રક્ષાબંધનના પર્વ દરમ્યાન થતા ટ્રાફિકને લઇ આયોજન Ahmedabad, તા૧૪ અમદાવાદમાં રક્ષાબંધનના પર્વને લઈને આગવું આયોજન છે. જેમાં રક્ષાબંધનના પર્વ દરમ્યાન ૬૫૦૦ બસોની એક્સ્ટ્રા ટ્રીપ દોડાવાશે. ૧૭ ઓગસ્ટથી ૨૦ ઓગસ્ટ સુધી રક્ષાબંધનના તહેવારો દરમિયાન એક્સ્ટ્રા બસોના સંચાલન માટે નિર્ણય લેવાયો છે. તેમાં અમદાવાદ, વડોદરા, સુરત, મહેસાણા, રાજકોટ, જામનગર સહિતના ડીવિઝનમાંથી એક્સ્ટ્રા ટ્રીપોનું સંચાલન કરાશે. રક્ષાબંધનના પર્વ દરમ્યાન થતા ટ્રાફિકને પહોંચી વળવા એસ.ટી નિગમનું આયોજન છે. સમગ્ર ગુજરાતમાં અલગ-અલગ એસટી ડેપોમાંથી આ બસોનું સંચાલન કરાશે,જનમાષ્ટમી અને રક્ષાબંધનનો પર્વ હોવાથી લોકો બહારગામ વધુ જતા હોય છે, મુસાફરોને તકલીફ ના પડે તેને લઈ એસટી નિગમ દ્રારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. દરેક રૂટ પર…

Read More

New Delhi, તા.૧૪ વંદે ભારત ટ્રેનની ઘણી સેમી-હાઈ સ્પીડ ટ્રેન દેશના ઘણા ભાગોમાં દોડી રહી છે. પરંતુ દેશના તમામ લાંબા રૂટ પર વંદે ભારત ટ્રેન ચલાવવાની યોજનાને મોટો ફટકો પડ્યો છે. વાસ્તવમાં સરકારે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો બનાવવાનો ૩૦ હજાર કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ રદ કરી દીધો છે. આ યોજના હેઠળ ૧૦૦ વંદે ભારત ટ્રેનો બનાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું હતું. પરંતુ, ટેન્ડર પૂર્ણ થાય તે પહેલા જ ભારતીય રેલ્વેએ આ કોન્ટ્રાક્ટ રદ કરી દીધો છે. આવી સ્થિતિમાં યોજનાને પૂર્ણ કરવાની ગતિને બ્રેક લાગી છે. રેલવેએ આ ટેન્ડર રદ કરતા વંદે ભારત યોજનાને મોટો ફટકો પડ્યો છે. રેલવેએ ૩૦ હજાર કરોડ રૂપિયામાં…

Read More

ટૂર્નામેન્ટ માં ભાગ લેનારી ચાર ટીમોની સ્કોવ્ડ જાહેર કરવામાં આવી છે જેમાં ઘણા યુવા સ્ટાર્સને સ્થાન આપવામાં આવ્યું છે New Delhi, તા.૧૪ દુલીપ ટ્રોફી ૨૦૨૪-૨૫ના પ્રથમ રાઉન્ડ માટે તમામ ૪ ટીમોની જાહેરાત કરવામાં આવી છે. શુભમન ગિલ, કેએલ રાહુલ, શિવમ દુબે, કુલદીપ યાદવ, યશસ્વી જયસ્વાલ, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ અય્યર, અક્ષર પટેલ સહિતના દિગ્ગજ ખેલાડીઓ દુલીપ ટ્રોફીમાં ભાગ લેશે. જો કે જસપ્રીત બુમરાહ, વિરાટ કોહલી અને રોહિત શર્માના નામ કોઈપણ ટીમની ટીમમાં સામેલ નથી. આનો અર્થ એ થયો કે બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણી શરૂ થાય ત્યાં સુધી ત્રણેય સિનિયર ખેલાડીઓ બ્રેક પર રહેશે. ટુર્નામેન્ટના પ્રથમ રાઉન્ડ માટેની…

Read More

પંજાબના એક ઉદ્યોગપતિએ તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ ના એસવી પ્રાણદાન ટ્રસ્ટને ૨૧ કરોડનું દાન આપ્યું છે Tirupati, તા.૧૪ તિરૂપતિ બાલાજી મંદિરમાં દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. અહીં ભક્તો મોટી સંખ્યામાં દાન કરતાં હોય છે. અત્યારે શ્રાવણના પવિત્ર મહિનામાં ભક્તોની સંખ્યા દિન-પ્રતિદિન વધતી જઈ રહી છે. ખાસ કરીને સપ્તાહના અંતે રવિવારે આ મંદિરમાં ખૂબ જ ભીડ જોવા મળે છે. તિરૂપતિ જતા ભક્તો માટે ઉંડયાલમાં પ્રસાદ ચડાવવાની પ્રથા છે. જેમાં અમુક ભક્ત સાત પર્વતીય હાથીની પ્રાર્થના કરે છે અને અમુક લોકો દાન આપે છે. આ પ્રથાની અનુસાર, પંજાબ એક બિઝનેસમેને તિરૂપતિ બાલાજી મંદિરના પ્રાણદાન ટ્રસ્ટને ૨૧ કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. પંજાબના…

Read More

Allahabad, તા.૧૪ અલ્હાબાદ હાઈકોર્ટે ધાર્મિક સ્વતંત્રતા અંગે મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. અલ્હાબાદ હાઈકોર્ટે કહ્યું છે કે, ઉત્તર પ્રદેશ પ્રોહિબિશન ઑફ અનલોફુલ રિલિજિયસ કન્વર્ઝન એક્ટ ૨૦૨૧નો હેતુ તમામ વ્યક્તિઓને ધાર્મિક સ્વતંત્રતાની ખાતરી આપવાનો છે. આ કાયદાનો હેતુ ભારતમાં ધર્મનિરપેક્ષતા(બિનસાંપ્રદાયિકતા)ની ભાવનાને જાળવી રાખવાનો છે. બંધારણ દરેક વ્યક્તિને તેમના ધર્મનું પાલન કરવાનો અને તેનો પ્રચાર કરવાનો મૂળભૂત અધિકાર આપે છે. ધર્મની સ્વતંત્રતાના વ્યક્તિગત અધિકારને ધર્માંતરણના અધિકારમાં બદલી શકાતો નથી. જસ્ટિસ રોહિત રંજન અગ્રવાલે ધર્મ પરિવર્તનના આરોપી અઝીમની જામીન અરજી ફગાવી દેતા આ ટિપ્પણી કરી હતી. અઝીમ વિરુદ્ધ બદાયૂંના કોતવાલી પોલીસ સ્ટેશનમાં છોકરીને બળજબરીથી ઇસ્લામમાં ફેરવવા અને ઉત્તર પ્રદેશના ગેરકાયદેસર ધર્મ પરિવર્તનના કાયદાની વિવિધ…

Read More

Calcutta,તા.14 કલકત્તા હાઈકોર્ટે તાજેતરમાં જ નિર્દેશ આપ્યો છે કે ચાઈલ્ડ કેર લીવ એટલે કે બાળકોની સંભાળ રાખવા માટેની રજા લેવા માટે નોકરી કરતા માતા-પિતા બંનેને હકદાર છે. કોર્ટે આ ચુકાદો એક એવી વ્યક્તિની અરજી પર આપ્યો છે, જેને બે નાબાલિક બાળકો છે અને તેની પત્નીનું થોડા મહિના પહેલા મૃત્યુ થયું હતું. તેના આધારે અરજદારે બાળકની સંભાળ રાખવા માટે 730 દિવસની રજાની માંગણી કરી હતી. શું છે મામલો? અરજીકર્તા અબુ રેહાને અરજીમાં જણાવ્યું હતું કે, ‘મારા બાળકો શાળાએ જવાની ઉંમરના છે પરંતુ મારા સિવાય તેમની સંભાળ રાખનાર કોઈ નથી. આથી મારા બાળકોની સંભાળ રાખવા તેમજ તેમનો શારીરિક, શૈક્ષણિક અને ભાવનાત્મક વિકાસ…

Read More