Author: Vikram Raval

New Delhi, તા.02 દેશમાં દર વર્ષે લાખો લોકોના મોત માર્ગ અકસ્માતમાં સમયસર સારવાર ન મળવાને લીધે થાય છે. સુપ્રીમ કોર્ટે આ મામલે ગંભીરતા દર્શાવતા સરકારે આદેશ આપ્યો હતો કે, માર્ગ અકસ્માતમાં લોકોની મદદ માટે પગલાં લેતાં નવી પોલિસી ઘડી છે. જેના વિશે લોકસભામાં જાણકારી આપી હતી. જે અનુસાર, માર્ગ અકસ્માતમાં પીડિતોને કેશલેસ સારવાર આપવા યોજના તૈયાર કરવામાં આવી છે. આ પાયલોટ પ્રોજેક્ટ ટ્રાયલ સ્વરૂપે ચંદીગઢ અને અસમમાં શરૂ થઈ ચૂક્યો છે. સાત દિવસ માટે સારવાર મળશે માર્ગ પરિવહન અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ લોકસભામાં પુછવામાં આવેલા એક સવાલનો જવાબ આપતાં જણાવ્યું હતું કે, યોજના હેઠળ પીડિતોને આયુષ્માન ભારત પ્રધાનમંત્રી-જન આરોગ્ય…

Read More

Uttarakhand,તા.02  કેરળના વાયનાડમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનથી 300થી વધુ લોકોના મૃત્યુ થયા છે. બીજી બાજુ ઉત્તરાખંડમાં પણ ભારે વરસાદના પગલે ભૂસ્ખલનની ઘટનાઓ બની છે. કેદારનાથમાં ભારે વરસાદના પગલે મંદિર તરફ જતો સોનપ્રયાગ અને ગૌરીકુંડ માર્ગ વચ્ચેના માર્ગ ધોવાઇ ગયા છે. આ દરમિયાન કેદારનાથ ધામની યાત્રાએ પહોંચેલા અરવલ્લીના 17 જેટલા શ્રદ્ધાળુઓ વરસાદ અને ભૂસ્ખલનને કારણે ફસાઈ ગયા હતા. જો કે, આ તમામ શ્રદ્ધાળુઓનું રેસ્ક્યુ કરીને સલામત સ્થળે પહોંચાડ્યા હતા. કેદારનાથમાં અરવલ્લીના 17 શ્રદ્ધાળુઓ ફસાયા હતા મળતી માહિતી અનુસાર, ગુજરાતના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરે કેદારનાથમાં ફસાયેલા અરવલ્લીના 17 જેટલા શ્રદ્ધાળુઓને સુરક્ષિત સ્થળે પહોંચાડવા તાત્કાલિક ઉત્તરાખંડના તંત્ર સાથે સંકલન કર્યું હતું. રૂદ્રપ્રયાગ જિલ્લા…

Read More

New Delhi, તા.02 હિમાચલ પ્રદેશના મંડીથી ભાજપ સાંસદ કંગના રણૌતે એક વખત ફરી રાહુલ ગાંધીના નિવેદન પર નિશાન સાધ્યું છે. ગૃહમાં રાહુલ ગાંધીએ બજેટના હલવા પર નિશાન સાધ્યું તો હવે કંગનાએ રાહુલ ગાંધી પર પલટવાર કરતાં એકવાર ફરીથી તેમના પર સવાલ ઊભા કરી દીધાં છે. રાહુલ ગાંધી પર કંગના રણૌત ભડકી સંસદમાં મીડિયા સાથે વાતચીત દરમિયાન કંગનાએ કહ્યું કે રાહુલજી વિશે હું શું કહું? તેમની કોઈ વાતનો અર્થ હોતો નથી કે કોઈ રીત હોતી નથી. મને તેમની વાત સમજમાં આવતી નથી. તેમની સૌથી નિંદાજનક વાત એ છે કે તેઓ દેશ પ્રત્યે જે રીતે શબ્દોનો ઉપયોગ કરે છે તે ખોટો છે.…

Read More

મોડી રાત્રે ઈ-મેલ આવ્યો : તાત્કાલિક પોલીસને જાણ કરાઈ New Delhi, તા.02 દિલ્હીની સ્કૂલમાં બોમ્બ હોવાની ધમકી મળી હતી. આ પહેલા પણ મેં મહિનામાં દિલ્હીની 150 સ્કૂલોમાં બોમ્બ હોવાની ધમકી મળી હતી. આવી જ એક ધમકી દિલ્હીની સ્કૂલને ફરીથી મળી હતી.આ ધમકી બદમાશોએ મોડી રાત્રે ઈ-મેલ દ્વારા આપી હતી.કૈલાસના પૂર્વની સમર ફીલ્ડ સ્કૂલમાં બોમ્બ હોવાની ધમકી મળી છે. આ ધમકી શાળાને ઈમેલ દ્વારા મોકલવામાં આવી હતી.  આ પછી તરત જ પોલીસને જાણ કરવામાં આવી.માહિતી બાદ એમ્બ્યુલન્સ અને બોમ્બ ડિફ્યુઝ સ્ક્વોડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને સાવચેતીના ભાગરૂપે પોલીસે સ્કૂલને ખાલી કરાવી હતી. પોલીસ તપાસમાં શાળાની અંદર કંઈ મળ્યું ન હતું. …

Read More

Karnataka.તા.2  દેશની બીજી સૌથી મોટી આઈટી કંપની ઈન્ફોસિસને કરચોરીના મામલામાં મોટી રાહત મળી છે. કર્ણાટક સરકારે કંપનીને મોકલેલી રૂ।.32,403 કરોડની નોટિસ પાછી ખેંચી લીધી છે. ઇન્ફોસિસ પર કરચોરી મામલે નોટિસ ફટકારવામાં આવી હતી કે, કંપનીએ જુલાઈ 2017 થી 2022 સુધીના સમયગાળા દરમિયાન તેની વિદેશી શાખાઓ પાસેથી સેવાઓ મેળવી હતી પરંતુ તેના પર રૂ। 32,403 કરોડનો ટેક્સ ચૂકવ્યો ન હતો. કંપનીને એક દિવસ પહેલા જ આ જીએસટીની ડિમાન્ડ નોટિસ મળી હતી અને જીએસટી ઇન્ટેલિજન્સના ડાયરેક્ટર જનરલે  ટેક્સ દસ્તાવેજમાં જણાવાયું છે કે ઇન્ફોસિસ, સેવાઓ પ્રાપ્તકર્તા તરીકે, સેવાઓની આયાત પર આઇજીએસટીની ચુકવણી ન કરવા બદલ તપાસ હેઠળ છે. ડીજીજીઆઇ તરફથી મળેલી આ નોટિસને…

Read More

આ બિલ બિનજરૂરી અને લોકોની ભાવનાથી વિરૂદ્ધ, તાત્કાલિક પાછું ખેંચો: અનુપ્રિયા પટેલ New Delhi, તા.02 ભાજપના સહયોગી અપના દળ( સોનોલાલ) ના અધ્યક્ષ અને કેન્દ્રીયમંત્રી અનુપ્રિયા પટેલે યુપી સરકારના નઝુલ જમીન સંબંધિત બિલ સામે બાંયો ચઢાવતાં તેને તાત્કાલિક ધોરણે પાછું ખેંચી લેવાની માગ કરી હતી. અનુપ્રિયા પટેલે તેમના ટ્ટિર હેન્ડલ પર કહ્યું કે, યોગી સરકાર આ બિલ ઉતાવળે લાવી છે અને એટલા માટે જ તેને તાત્કાલિક પાછું ખેંચે. સાથે જ આ મામલે જે અધિકારીઓએ ગેરમાર્ગે દોર્યા છે તેમની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવે. યોગી સરકારમાં ભાજપના સહયોગી પક્ષના લીડર અનુપ્રિયા પટેલે કહ્યું કે, નઝુલ જમીન સંબંધિત બિલ ચર્ચા વિચારણાં માટે…

Read More

“પુરુષે કેમ મહિલા ઇવેન્ટમાં ભાગ લીધો” સોશ્યલ મીડિયામાં આક્રોશ : ઈટાલીના પ્રધાનમંત્રી મેલોનીએ પણ રોષ વ્યક્ત કર્યો, કહ્યું આ સમાન લડાઈ નથી  પાસપોર્ટ પર સ્ત્રી લખ્યું છે, અમે કઈ ન કરી શકીએ : ઇન્ટરનેશનલ ઓલિમ્પિક્સ એસો.નો બચાવ  Paris,તા.02 પેરિસ ઓલિમ્પિકમાં મહિલા બોક્સિંગ મેચને લઈને વિવાદ શરૂ થઈ ગયો છે. આ મેચ ગુરુવારે ઈટાલીની એન્જેલા કેરિની અને અલ્જીરિયાની ઈમાન ખલીફ વચ્ચે રમાઈ રહી હતી. એન્જેલા માત્ર 46 સેકન્ડમાં જ મેચમાંથી બહાર થઈ ગઈ હતી. એન્જેલાએ કહ્યું- ‘મને ક્યારેય આ રીતે મુક્કો મારવામાં આવ્યો નથી. હું અહીં જજ નથી. આ મેચ સાચી હતી કે ખોટી તે નક્કી કરવાનું કામ મારું નથી. હકીકતમાં,…

Read More

શ્રીલીલાના બોલીવૂડ ડેબ્યૂ વિશે ગૂંચવાડો ફિલ્મનું શૂટિંગ શરુ થઈ ગયું છે પંરતુ કાસ્ટિંગ હજુ ફાઈનલ નહિ હોવાનો નિર્માતાનો ખુલાસો Mumbai,તા.02 સાઉથની એકટ્રેસ શ્રી લીલા વરુણ ધવન સાથેની એક ફિલ્મ દ્વારા બોલીવૂડમાં ડેબ્યૂ કરી રહી હોવાની ચર્ચાઓ હતી. જોકે, હવે નિર્માતાએ સ્પષ્ટતા કરી છે કે શ્રીલીલાને આ ફિલ્મ માટે હજુ સાઈન કરવામાં આવી નથી. વાસ્તવમાં  એવી અફવા ફેલાઈ હતી કે શ્રીલીલાએ આ ફિલ્મ છોડી દીધી છે. આ અફવા બાદ નિર્માતા રમેશ તૌરાણીએ સ્પષ્ટતા કરી હતી કે શ્રી લીલાને હજુ સાઈન કરી જ નથી એટલે તેના ફિલ્મ છોડી દેવાનો સવાલ જ નથી. તેમણે કહ્યું હતું કે ફિલ્મનું એક શિડયૂલ પૂર્ણ થઈ ચૂક્યું છે.…

Read More

બોક્સ ઓફિસ પર ખર્ચો પણ ન નીકળ્યો  120 કરોડમાં ડીલ થઈ હતી પણ ફિલ્મ ફલોપ જતાં આ ભાવ આપવાની ના પાડી દીધી Mumbai,તા.02 કમલ હાસનની લેટેસ્ટ રિલીઝ ‘ઇન્ડિયન ટૂ’બોક્સ ઓફિસ પર ઝાઝું ઉકાળી શકી નથી. ડાયરેકટર શંકર અને કમલ હાસનની જોડી પાસેથી દર્શકોને જે આશા હતી તે ઠગારી નીવડી છે. હવે ઓટીટી પ્લેટફોર્મ દ્વારા પણ આ ફિલ્મ માટે અગાઉ થયેલી ડીલના પૈસા પાછા માગવામાં આવ્યા છે. આ વિવાદને લીધે ફિલ્મની ઓટીટી રીલિઝમાં વિલંબ થઈ શકે છે.  ‘ ઇન્ડિયન  ટૂ’ ુનું નિર્માણ રૂપિયા ૨૫૦ કરોડમાં કરવામાં આવ્યું હતું. પરંતુ બોક્સ ઓફિસ પર આ ફિલ્મનું ગ્રોસ કલેકશન ફક્ત ૧૪૬. ૪૮ કરોડ રૂપિયા…

Read More

શત્રુઘ્નના પરિવારમાં હજુ પણ વિખવાદ પૂનમે લગ્નમાં હાજરી આપી હતી પરંતુ તે પણ નાખુશ હોવાની ચર્ચા Mumbai,તા.02 સોનાક્ષી સિંહાએ ઝહીર ઈકબાલ સાથે લગ્ન કર્યાં તે અરસામાં તેના ભાઈ લવ સિંહાએ તેને સોશિયલ મીડિયા પર અનફોલો કરી દીધી હતી. હવે સોનાક્ષીની માતા પૂનમે પણ તેને અનફોલો કરી હોવાનું કહેવાય છે. લવ લગ્નમાં હાજર રહ્યો ન હતો પરંતુ પૂનમ અને શત્રુધ્ન બંને લગ્નમાં હાજર હતાં. જોકે, પૂનમ પણ શરુઆતથી જ આ લગ્ન માટે ખુશ નહિ હોવાનું કહેવાય છે. જોકે, લગ્ન વખતે વિવાદ ન ચગે તે માટે તેણે મૌન સેવી રાખ્યું હતું. હવે લગ્નના એક મહિના બાદ તેણે સોનાક્ષીને અનફોલો કરી દીધી છે.…

Read More