Author: Vikram Raval

 આયુષ્યમાન ખુરાના પણ સહકલાકાર હશે પહેલા ભાગની જેમ બીજા ભાગમાં પણ અનેક કલાકારોનો કાફલો જોવા મળી શકે Mumbai,તા.02 દિલજીત ઉપરાંત અન્ય પંજાબી અભિનેતા એમી વિર્કની પણ એન્ટ્રીની ચર્ચાઓ થઈ રહી છે. ‘બોર્ડર’ ફિલ્મના પહેલા ભાગની જેમ બીજા ભાગમાં પણ અનેક કલાકારોનો કાફલો હશે તેવી સંભાવના છે. આથી એક પછી એક કલાકારોના નામ સામે આવી રહ્યાં છે. અગાઉ આ ફિલ્મમાં આયુષ્યમાન ખુરાના ઉપરાંત અહાન શેટ્ટી પણ કામ કરવાના હોવાની વાત બહાર આવી હતી. જોકે, ફિલ્મ નિર્માતાઓએ હજુ સુધી બાકીના કલાકારોની  પુષ્ટિ કરી નથી. અહેવાલો મુજબ આ ફિલ્મમાં ‘બોર્ડર’માં જે લોંગોવાલ ફાઈટ દર્શાવવામાં આવી હતી તે જ રાતે થયેલા અન્ય ભીષણ જંગની…

Read More

Mumbai,તા.02 વરુણ ધવનની ગણતરી આજનાં સૌથી ચર્ચિત સિતારાઓમાં થાય છે. તેમણે ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યરથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં આલિયા અને સિદ્ધાર્થે પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મ સાથે જોડાયેલી એક રસપ્રદ વાત તાજેતરમાં સામે આવી છે. તમને જાણીને નવાઈ થશે કે, શૂટિંગ દરમિયાન વરુણને સિદ્ધાર્થથી ઈર્ષા થતી હતી. આ વાતનો ખુલાસો ખુદ અભિનેતાના પિતા ડેવિડ ધવને કર્યો છે. એક શોમાં તેમણે કહ્યું કે, ‘હું જાણી જોઈને મારા દિકરા સાથે કડક વર્તન રાખતો હતો. જ્યારે મારી પત્ની અમારા દિકરાને એક બેંકરના રૂપમાં જોવા ઈચ્છતા હતા. પરંતુ વરુણનો ઈરાદો કંઈક અલગ જ હતો.’ વરુણે કરણ…

Read More

Mumbai,તા.02 ‘ખતરો કે ખિલાડી’ની 14મી સીઝનની શરૂઆત સાથે જ શો ટોક ઓફ ધ ટાઉન બની ગયો છે. રોહિત શેટ્ટી સાથેના ઝઘડા બાદથી આ શોના સ્પર્ધક આસિમ રિયાઝ એનકેન પ્રકારે વિવાદોમાં રહેતા સોશિયલ મીડિયા પર પણ તેને ખૂબ ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. આ વર્ષે શોનું શૂટિંગ કેપટાઉનમાં નહીં પરંતુ રોમાનિયામાં થયું છે. રિયાલિટી ટીવી શો 27 જુલાઈથી ઓન-એર થયો છે. ‘ખતરો કે ખિલાડી 14’ ઓપનિંગ વીકમાં જ રોહિત શેટ્ટી અને આસિમ રિયાઝ વચ્ચેની લડાઈને કારણે વિવાદમાં છે. આસિમે પહેલા જ એપિસોડથી જ ડ્રામા કરવાનું શરુ કરી દીધુ છે. આ વર્ષના સૌથી ચર્ચિત સ્પર્ધકોમાંના એક આસિમે શરૂઆતમાં તેના સહ-સ્પર્ધકો સાથે ઝઘડા…

Read More

Mumbai,તા.02 વિધુ વિનોદ ચોપરા એક પ્રખ્યાત ફિલ્મ પ્રોડ્યુસર અને ડાયરેક્ટર છે. તાજેતરમાં તેમણે ’12th ફેલ’ નામની ફિલ્મ બનાવી હતી. વર્ષ 2007માં તેમણે ‘એકલવ્યઃ ધ રોયલ ગાર્ડ’ નામની મલ્ટીસ્ટારર એક્શન થ્રિલર ફિલ્મ બનાવી હતી. જેમાં સૈફ અલી ખાન, સંજય દત્ત, અમિતાભ બચ્ચન અને વિદ્યા બાલને કામ કર્યું હતું. આમ તો આ ફિલ્મ બૉક્સ ઑફિસ પર નિષ્ફળ રહી, પરંતુ વિવેચકોએ ફિલ્મની પ્રશંસા કરી હતી. હાલમાં એક ઇન્ટરવ્યુ દરમિયાન તેમણે આ ફિલ્મ નિર્માણ સમયનો એક રસપ્રદ કિસ્સો જણાવ્યો હતો. બિગ બી માટે રૂ. 65 હજારનો રૂમ બુક કરવાનો ઇન્કાર કર્યો હતો વર્ષ 2007ની વાત છે, વિધુ વિનોદ ચોપરા અમિતાભ બચ્ચન સાથે ફિલ્મ ‘એકલવ્યઃ…

Read More

New Delhi, તા.02 દેશના પાંચ રાજ્યો માટે એક મોટા સારા સમાચાર આવ્યા છે. કેન્દ્ર સરકારે 8 મુખ્ય હાઈવેના ડેવલપમેન્ટ પ્રોજેક્ટને લીલી ઝંડી આપી દીધી છે. 50 હજાર કરોડના ખર્ચે તૈયાર થનારા આ પ્રોજેક્ટ્સથી પાંચ રાજ્યોને ફાયદો થવાનો છે. કેન્દ્ર તરફથી મંજૂરી મળ્યા બાદ, નેશનલ હાઈવે ઓથોરિટી (NHAI) એ તમામ પ્રોજેક્ટ માટે ટેન્ડર બહાર પાડ્યાં છે. કયા રાજ્યોને થશે ફાયદો? હાઈવે સંબંધિત 8 દરખાસ્તોને મંજૂરી મળ્યા બાદ જે પાંચ મોટા રાજ્યોને ફાયદો થવાનો છે તે યાદીમાં ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, આસામ, મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળ સામેલ છે. NHAIએ આ અંગે ડેવલપર્સ સાથે બેઠકો શરૂ કરી છે. તમામ 8 પ્રોજેક્ટ પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપ…

Read More

America,તા.02 અમેરિકામાં રાષ્ટ્રપતિ પદના રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે એશિયા, આફ્રિકા અને દક્ષિણ અમેરિકાના તમામ દેશો પર પાયાવિહોણા આરોપ લગાવ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે કહ્યું કે દક્ષિણ અમેરિકા, એશિયા, આફ્રિકા અને મિડલ ઈસ્ટના દેશોથી અમેરિકામાં ગુનેગાર, રેપિસ્ટ, ગુનેગાર ગેંગના સભ્યો અને માનસિક રીતે બિમાર લોકોને અમેરિકા મોકલવામાં આવી રહ્યાં છે. ડોનાલ્ડ ટ્રમ્પે ભારતનું સીધું નામ લીધું નથી પરંતુ કમલા હેરિસ પર નિશાન સાધતાં તેઓ ભારત તરફ પણ ઈશારો કરે છે. કમલા હેરિસ ભારતીય મૂળના છે તેથી ડોનાલ્ડ ટ્રમ્પે દક્ષિણ એશિયાને પણ આ લિસ્ટમાં સામેલ કર્યું છે. પોતાના પ્રતિદ્વંદી કમલા હેરિસ પર નિશાન સાધતાં તેમણે કહ્યું કે ઈમિગ્રેશનને લઈને તેઓ જે રીતે…

Read More

Gandhinagar,તા.02 ગાંધીનગરે આજે (બીજી ઓગસ્ટ) 59 વર્ષ પૂર્ણ કરી 60માં વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો છે. ત્યારે ગાંધીનગર રાજ્યનું પાટનગર હોવાને કારણે અહીં વિશેષ સુવિધા હોય તે વાતમાં કોઈ બેમત નથી. તેમ છતા અમદાવાદ ગાંધીનગર વચ્ચે મેટ્રોની કનેક્ટિવિટી નથી. છેલ્લા ઘણાં સમયથી અહીં યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે અને આગામી વર્ષમાં મેટ્રો ટ્રેનની ભેટ લોકોને મળશે. તો પીડીપીયુથી ગિફ્ટ સિટી વચ્ચે સાબરમતી નદીના કિનારે રિવરફ્રન્ટ પણ અમદાવાદની જેમ બનાવવામાં આવશે અને તેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ગાંધીનગરની જ્યારે સ્થાપના થઈ ત્યારે ઓછા પરિવારો અહીં વસવાટ કરતા હતા. જેના કારણે તે વખતે બીજા માળ સુધી પાણી પહોંચતું હતું. પરંતુ…

Read More

Haryana,તા.02 લોકસભાની ચૂંટણી બાદ 7 રાજ્યોની 13 વિધાનસભા બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી, જેમાં ઈન્ડિયા ગઠબંધને જોરદાર દેખાવ કરતા 10 બેઠકો જીતી લીધી હતી. જ્યારે ભાજપના હાથમાં માત્ર બે બેઠક આવી હતી. હવે હરિયાણા (Haryana)માં આ વર્ષના અંત સુધીમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) અને ભાજપ (BJP)એ વિધાનસભા ચૂંટણી માટે તૈયારી શરુ કરી દીધી છે. જો કે રાજ્યમાં ચૂંટણીમાં મોટી સંખ્યમાં નેતાઓ તેમના સંબંધીઓ માટે ટિકિટની માગ કરી રહ્યા છે. ત્યારે ભાજપ સત્તા બચાવવા પરિવારવાદનો સહારો લેશે કે નહીં તે જોવાનું રહેશે. લોકસભાની ચૂંટણી બાદ યોજાયેલી સાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ધાર્યું પરિણામ મળી શક્યું ન હતું.…

Read More

New Delhi, તા.02 કેન્દ્રના મૌસમ વિજ્ઞાાન વિભાગે ચોમાસાના ચાર પૈકી બાકી રહેલા બે માસ માટે જારી કરેલા પૂર્વાનુમાન મુજબ સૌરાષ્ટ્ર-કચ્છમાં સામાન્યથી ઘણો ઓછો વરસાદ રહેવાની સંભાવના જણાવી છે. જ્યારે બાકીના ગુજરાતમાં બન્ને માસ દરમિયાન નોર્મલથી વધારે વરસાદની શક્યતા છે. ચોમાસાના પૂર્વાર્ધના બે માસમાં સૌરાષ્ટ્રમાં મોસમનો 75 ટકા અને કચ્છમાં 85 ટકા વરસાદ વરસી ગયો છે ત્યારે ગુજરાતમાં મધ્ય, પૂર્વ, ઉત્તર ભાગના જિલ્લાઓમાં માત્ર 43 ટકા વરસાદ વરસ્યો છે અને દક્ષિણ ગુજરાતમાં 61 ટકા વરસાદ નોંધાયો છે. પરંતુ, આજે જારી પૂર્વાનુમાન મુજબ હવે ચિત્ર ઉલટું થશે. ઓગષ્ટ માસમાં કચ્છ તથા જામનગર, દ્વારકા,પોરબંદરથી રાજકોટ સુધીના પટ્ટા પર કે જ્યાં આજ સુધીમાં અતિ…

Read More

New Delhi, તા.02 આજે ભારત અને શ્રીલંકા વચ્ચેની વનડે સીરિઝની પહેલી મેચ કોલંબોમાં રમાશે. આ સીરિઝમાં કે.એલ રાહુલ અને શ્રેયસ અય્યર જેવા ખેલાડીઓની વનડે ટીમમાં વાપસી થઇ રહી છે. આ વનડે સીરિઝ દરમિયાન બે વિકેટકીપર અને તેની સાથે બેટર ભારતીય ટીમ પાસે ઉપલબ્ધ છે. જેમાં રિષભ પંત અને કે.એલ રાહુલનો સમાવેશ થાય છે. અગાઉ પંત શ્રીલંકા સામેની T20 સીરિઝમાં રમ્યો હતો. IPL 2024 બાદ પંતને સતત T20 ક્રિકેટમાં રમવાની તક મળી રહી છે. હવે પંતને વનડે સીરિઝમાં તક મળશે કે નહીં તે એક મોટો પ્રશ્ન છે. રોહિત પંતને ટીમમાંથી બહાર રાખી શકે પહેલી વનડેમાં પંતને પ્લેયિંગ ઈલેવનમાં સ્થાન મળવું મુશ્કેલ…

Read More