- Junagadh ની હોસ્ટેલમાં તપાસ બાદ કમિટીનો ૧૦ પાનાનો રિપોર્ટ કલેકટરને સોંપાયો
- Saurashtra University માં ભ્રષ્ટાચાર મુદ્દે કોંગ્રેસનો દેખાવ
- દાંડી બાદ હવે Navsari માંથી મળ્યું બિનવારસી કન્ટેનર
- Rajkot: બે સ્થળોએ જુગારના દરોડા, 8 શખ્સો ઝડપાયા
- Rajkot: ઓફિસમાંથી શરાબની 86 બોટલ સાથે શેરબ્રોકર ઝડપાયો
- Rajula ના સફાઈ કામદારોનું ઉગ્ર આંદોલન, કાયમી નોકરી આપવા માગ
- Bharuch:દહેજ બાયપાસ શ્રવણ ચોકડી નજીક ટ્રક પલટી ગઇ
- Vadodara મા IT રિટર્ન ફાઇલ કરવાની મુદત વધારવા માગ
Author: Vikram Raval
Kutch,તા.02 કચ્છમાં વરસાદ વરસવાનો આંક વર્ષોથી અનિયમિત રહ્યો છે. જોકે ગત વર્ષ 764 મી.મી.ની સામે હજુ ચોમાસાના મધ્યાહ્નની સ્થિતિ જોઈએ તો ગત વર્ષ 2023 ની તુલનાએ અડધો 416 મી.મી. વરસી જતાં સરેરાશ જળવાઈ રહેશે તેવું મનાઈ રહ્યું છે. ચાલુ વર્ષે કચ્છ જિલ્લામાં સૌથી વધુ મુન્દ્રા તાલુકામાં 755 મિ.મી (30 ઈંચ) જ્યારે સૌથી ઓછો વરસાદ ભચાઉ તાલુકામાં 197 મિ.મી (આઠ ઇંચ) નોંધાવા પામ્યો છે. ગત વર્ષે બિપરજોય વાવાઝોડાની અસર હેઠળ જુન માસમાં જ 100 ટકા વરસાદ વરસી ગયો હતો. જ્યારે આ વર્ષે વરસાદે સમયસર હાજરી પુરાવી છે પરંતુ હજુ ચારથી પાંચ તાલુકામાં અપૂરતો વરસાદ પડયો છે. ચાલુ વર્ષે અત્યાર સુધીમાં તાલુકાવાર…
Sutrapada,તા.02 સૌરાષ્ટ્રના દરિયાકાંઠેથી માદક પદાર્થોનો જથ્થો મળવાનો સિલસિલો યથાવત્ છે. આ દરમિયાન ગીર સોમનાથી જિલ્લાના સૂત્રાપાડાના ધામળેજ ગામના દરિયાકાંઠેથી 5.30 કરોડ રૂપિયાની કિંમતના ચરસનો બિનવારસી જથ્થો મળી આવ્યો હતો. એસઓજીએ સૂત્રાપાડા પોલીસ મથકમાં અજાણ્યા શખસો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. અફઘાનિસ્તાનના પેકિંગવાળા ચરસના નવ પેકેટ કબજે મળતી માહિતી અનુસાર, સૂત્રાપાડાના ધામળેજ ગામે દરિયા કિનારે બિનવારસી હાલતમાં નવ પેકેટ પડ્યાં હોવાની માહિતી મળતાં એસઓજીની ટીમ ઘટના સ્થળ પહોંચી હતી. આ પેકેટનું એફએસએલ અધિકારી પાસે પરિક્ષણ કરાવતાં ચરસ હોવાનો સામે આવ્યું હતું. જે કુલ 10.600 કિલોગ્રામ ચરસનો જથ્થો હતો. તેની આંતરરાષ્ટ્રિય બજાર કિંમત 5.30 કરોડ રૂપિયા હોવાનું સામે આવ્યું છે.…
Mumbai,તા.02 વૈશ્વિક સ્તરે નેગેટિવ પરિબળોના પગલે આજે ભારતીય શેરબજારમાં મોટો કડાકો નોંધાયો છે. ગઈકાલે ઓલટાઈમ હાઈ નોંધાવ્યા બાદ પ્રોફિટ બુકિંગ તેમજ અમેરિકાના પીએમઆઈ અને બેરોજગારીના નબળા આંકડાઓના કારણે સાર્વત્રિક વેચવાલીનો માહોલ જોવા મળ્યો છે. આજે સેન્સેક્સ 10.34 વાગ્યે 804.61 પોઈન્ટ તૂટી 81062.95 પર ટ્રેડ થઈ રહ્યો હતો. સવારે ખૂલતાંની સાથે મોટા કડાકા સાથે 81000નું લેવલ ગુમાવ્યું હતું. સેન્સેક્સ પેકમાં એચડીએફસી બેન્ક, સન ફાર્મા, કોટક ફાર્મા અને હિન્દુસ્તાન યુનિલીવરના શેર્સ 1.25 ટકા સુધારે ટ્રેડ થઈ રહ્યા હતા. તે સિવાયના 26 શેર્સમાં 4 ટકા સુધીનો કડાકો નોંધાયો છે. અમેરિકાનો મેન્યુફેક્ચરિંગ પીએમઆઈ અપેક્ષા કરતાં વધુ ઘટ્યો છે. જે જૂનમાં 48.5ના લેવલથી ઘટી જુલાઈમાં…
Mumbai,તા.02 અમેરિકન ચિપ નિર્માતા કંપની ઈન્ટેલે ગુરુવારે એક મોટું એલાન કર્યું કે અમારી કંપનીનું ઓપરેશન સારી રીતે ચાલી શકે તેવા ઉદ્દેશ્ય સાથે અમે અમારા કુલ સ્ટાફમાંથી 15 ટકાની છટણી કરવાની તૈયારી કરી રહ્યાં છીએ. ઈન્ટેલમાં હાલમાં 1,24,000 કર્મચારીઓ કામ કરે છે. કંપનીની તાજેતરની જાહેરાતને પગલે આશરે 18000 કર્મચારીઓની જોબ હવે સંકટમાં દેખાઈ રહી છે. કંપનીએ કહ્યું – ખર્ચો ઘટાડવાની જરૂર છે ઈન્ટેલ કંપનીએ તેના આ છટણીના પ્લાન વિશે જણાવતાં કહ્યું કે અમે ચાલુ વર્ષે અમારી કંપનીના ખર્ચમાં આશરે 20 અબજ ડૉલરનો ઘટાડો કરવાની યોજના બનાવી રહ્યા છીએ. કંપનીને તાજેતરની ત્રિમાસિકમાં આશરે 1.6 અબજ ડૉલરનું નુકસાન સહન કરવું પડ્યું છે. કંપનીના…
Ahmedabad,તા.02 અમદાવાદ મ્યુનિ.ને સરકાર તરફથી એર કવોલીટી પ્રોગ્રામ અંતર્ગત પાંચ વર્ષમાં અંદાજે રુપિયા 500 કરોડ ગ્રાન્ટ પેટે આપવામાં આવ્યા છે.આ રકમ કયાં વપરાઈ એનો તંત્ર કે સત્તાધીશો હિસાબ આપી શકતા નથી. બીજી તરફ 56 વર્ષ પછી એટલે કે વર્ષ-2070માં શહેરને કાર્બન ફ્રી સિટી બનાવવાના નામે સત્તાધીશો તરફથી નવુ તિકડમ ઉભુ કરવામાં આવ્યુ છે. શહેરને કાર્બન ફ્રી બનાવવા ગ્રીન સ્પેસમાં વધારો કરવા, નવી ઈલેકટ્રીક બસ મુકવા, ઈલેકટ્રીક ચાર્જિંગ સ્ટેશનની સંખ્યામાં વધારો કરવા ઉપરાંત સોલાર સીટી બનાવવા તરફ અગ્રેસર બનાવવા રુપિયા 4.40 લાખ કરોડ ઉભા કરવા મ્યુનિ.મિલકતો અને પ્લોટોના ડેવલપમેન્ટ રાઈટસ ખાનગી ડેવલપર્સને વેચી નાણાં ઉભા કરાશે. શહેરની ગ્રીન સ્પેસમાં વધારો કરવા,…
Gujarat,તા.02 પ્રદૂષણની સમસ્યા ખૂબ જ ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે. પ્રદૂષણના વધતા પ્રમાણ માટે ઘટતાં જતાં ગ્રીન કવર ઉપરાંત વાહનોની વધતી સંખ્યા અને નિયમની ઐસીતૈસી કરીને ધમધમતા ઉદ્યોગો પણ જવાબદાર છે. છેલ્લા 3 વર્ષમાં ગુજરાતના 189 ઉદ્યોગોને પ્રદૂષણ ફેલાવવા બદલ સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડની નોટિસ મળી છે. સૌથી વધુ ફરિયાદ મળી હોય તેવા રાજ્યોમાં ગુજરાત બીજા સ્થાને સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ (CPCB)ને 2021-22માં 35, 2022-23માં 86 અને 2023-24માં 68 જેટલી ફરિયાદ ગુજરાતના ઉદ્યોગોને મળી હતી. 2023-24માં જે રાજ્યમાંથી પ્રદૂષણ ફેલાવવામાંથી સીપીસીબને સૌથી વધુ ફરિયાદ મળી હોય તેમાં ઉત્તર પ્રદેશ 87 સાથે મોખરે, ગુજરાત 68 સાથે બીજા, મહારાષ્ટ્ર 61…
Ahmedabad,તા.02 અમદાવાદના વિવિધ વિસ્તારોમાં કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલા સ્પોર્ટ્સ સંકુલની માફક હવે શહેરના ઘરેણા સમાન કાંકરિયા લેક ફ્રન્ટ પરિસરને પણ ભાડે આપી દેવાનો કારસો રચાયો હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. પરિસરને બે વર્ષ માટે ઓપરેશન એન્ડ મેઈન્ટેનન્સ માટે આપવા બાબતે બિડરો પાસેથી ઓફર પણ મંગાવવામાં આવી છે. ત્યારે પ્રજાએ ટેક્સ રૂપે ભરેલા કરોડો રૂપિયાના ખર્ચે અહીં ઉભી કરવામાં આવેલી સુવિધાઓમાંથી હવે શાસકોના મળતિયાઓ કમાણી કરશે, તેવી સ્થિતિ નિર્માણ પામી છે. શરૂઆતમાં એજન્સીને બે વર્ષ માટે ઓપરેશન એન્ડ મેઈન્ટેનન્સ સોંપવામાં આવશે. આ દરમિયાન વિવિધ 60 સ્થળોએ એજન્સીએ મેન પાવર પૂરો પાડવાનો રહેશે. મ્યુનિ. દ્વારા મંગાવવામાં આવેલી રિક્વેસ્ટ ફોર પ્રપોઝલમાં…
New Delhi, તા.02 હવે દેશનો કોઈ ખેલાડી દારૂ કે ધૂમ્રપાનની જાહેરાત કરતો જોવા મળશે નહીં. કેન્દ્ર સરકારના ડિરેક્ટર જનરલ ઓફ હેલ્થ ડો. અતુલ ગોયલે બીસીસીઆઈ અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાને પત્ર લખી ખેલાડીઓ પાસેથી તત્ત્કાળ શપથ પત્ર લેવા નિર્દેશ કર્યો છે. પત્રમાં ડો. ગોયલે લખ્યું છે કે, ખેલાડીઓ ખાસ કરીને ક્રિકેટર દેશના યુવાનો માટે રોલ મોડલ છે. તેઓએ યુવાનોને સ્વસ્થ જીવનશૈલી માટે પ્રેરિત કરી શકે છે. જો કે, દુર્ભાગ્યવશ આપણા રમત જગતના દિગ્ગજો સિગારેટ, બીડી કે પાન મસાલાની જાહેરાતો કરતાં જોવા મળે છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના અધ્યક્ષ રોજર બિન્ની સમક્ષ ડિરેક્ટર જનરલ ઓફ હેલ્થએ દેશની વસ્તીને તંદુરસ્ત રાખવાના…
New Delhi, તા.02 હવે તમારા પર ઈનકમ ટેક્સના દરોડા પડ્યા હશે તો અને તમે જાહેર ન કરેલી આવક ઇમાનદારીથી જાહેર કરી દેશો તો માત્ર મહત્તમ 60 ટકાના દરે ટેક્સ લગાવવામાં આવશે. હવે દરોડો પડે તો બ્લોક એસેસમેન્ટમાં 60 ટકાના દરે છ વર્ષના હિસાબો પર થતો વેરો વસૂલવામાં આવશે. તેના પર કલમ 234(એ), 234(બી) અને કલમ 234(સી) હેઠળ લગાવવામાં આવતું વ્યાજ વસૂલવામાં આવશે નહિ. કલમ 270 હેઠળ લાગુ કરવામાં આવતી પેનલ્ટી પણ કરવામાં આવશે નહિ. માત્ર છ વર્ષના હિસાબો પર એટલે કે બિનહિસાબી આવકો કે છુપાવેલી આવક પર 60 ટકાના દરે ટેક્સ ચૂકવવાનો રહેશે. કેન્દ્રિય મંત્રી નિર્મલા સીતારમણે 2024-25ના રજૂ કરેલા…
New Delhi, તા.02 ભારતીય નાગરિકત્વ છોડનારા નાગરિકોની સંખ્યા સતત વધી રહી છે. ગયા વર્ષે 2.19 લાખ ભારતીયોએ ભારતીય નાગરિકત્વ છોડયુ હતુ, એમ સરકારે રાજ્યસભામાં ગુરુવારે જણાવ્યું હતું. બે વર્ષથી બે લાખથી વધુ લોકોએ ભારતીય નાગરિકત્વ છોડ્યું રાજ્યસભામાં વિદેશરાજ્યપ્રધાન કીર્તિવર્ધનસિંઘે છેલ્લા પાંચ વર્ષ દરમિયાન કેટલા ભારતીય નાગરિકોએ ભારતીય નાગરિકત્વ છોડ્યું હતું તેના જવાબમાં આ વાત જણાવી હતી. 2023 પહેલા 2022માં 2.25 લાખ, 2021માં 1.63 લાખ, 2020માં 85,256, 2019માં 1.44 લાખ ભારતીય નાગરિકોએ ભારતીય નાગરિકત્વ છોડાયું હતું. આમ છેલ્લા ચાર વર્ષમાં લગભગ સાડા ચાર લાખ લોકોએ ભારતીય નાગરિકત્વ છોડ્યું. જ્યારે છેલ્લા બે વર્ષથી બે લાખ કરતાં વધુ લોકો ભારતીય નાગરિકત્વ છોડી રહ્યા…