- Rajkot હેલ્મેટની અમલવારી: ત્રણ કલાકમાં રૂ. 12.21 લાખનો દંડ વસૂલ્યો
- Rajkot શોખ પુરા કરવા બાઈક ઉઠાવી જતી બેલડી ઝબ્બે : પાંચ વાહન કબ્જે
- Rajkot નિવૃત ડે.કલેક્ટર સાથે રૂ. 64 લાખની ઠગાઈ , કમિશન એજન્ટની ધરપકડ
- Rajkot કચરો ફેંકવા મામલે દંપતી પર ચાર શખ્સોએ લોખંડના એન્ગલ વડે હુમલો
- Rajkot રાજકોટમા ફૂડ પેકેટના કોન્ટ્રાકટ અપાવી દેવાનું કહી રૂ. 14.41 લાખની ઠગાઈ
- Rajkot સગીરા અને પરિણીતાને દેહ વેપારમાં ધકેલી દેનાર મહિલા સહીત ત્રિપુટી ઝડપાઈ
- Rajkot મામૂલી રકમની ઉઘરાણી કરતા શ્રમિકના હાથ-પગ ભાંગી નખાયા
- Rajkot દુકાનો અને એપાર્ટમેન્ટમાં ચોરીને અંજામ આપનાર તસ્કર ટોળકી ઝડપાઈ
Author: Vikram Raval
New Delhi,તા.૩૧ રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરે બુધવારે ગૃહમાં પોતાનો દાવો પુનરોચ્ચાર કર્યો હતો કે આરએસએસની વિશ્વસનીયતા દોષરહિત છે.” રાજ્યસભામાં પ્રશ્નકાળ દરમિયાન, સમાજવાદી પાર્ટીના સભ્ય લાલ જી સુમને એનટીએ અધ્યક્ષ વિશે કહ્યું કે વ્યક્તિને માપવા માટે કોઈ ધોરણ નથી, પહેલો માપદંડ એ છે કે તે આરએસએસનો છે કે નહીં.અધ્યક્ષે આનો વિરોધ કર્યો. તેમણે કહ્યું મેં આ ગૃહના ફ્લોર પર કહ્યું છે, અમે તેને રાજકીય સ્વરૂપ આપવા જઈ શકીએ નહીં.કૃપા કરીને તમારો નિર્દેશિત પૂરક પ્રશ્ન પૂછો. વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે દ્વારા ઉઠાવવામાં આવેલા વાંધાઓ પર અધ્યક્ષે કહ્યું, “વિપક્ષના નેતાએ એક રીતે અધ્યક્ષને સંકેત આપ્યો છે કે મેં સભ્ય સામે વાંધો ઉઠાવીને નિયમોનું…
Srinagar,તા.૩૧ ૨૯ જૂનથી શરૂ થયેલી આ વર્ષની પવિત્ર અમરનાથ યાત્રાએ ગયા વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. ગત વર્ષે સમગ્ર ૬૨ દિવસની યાત્રામાં ૪.૫ લાખ લોકોએ બાબાના દર્શન કર્યા હતા, પરંતુ આ વખતે આ સંખ્યામાં વધારો થયો છે અને યાત્રાના પ્રથમ ૩૨ દિવસમાં અત્યાર સુધીમાં ૪.૭૧ લાખથી વધુ ભક્તોએ બાબા બર્ફાનીના દર્શન કર્યા છે. તમને જણાવી દઈએ કે આ વર્ષની અમરનાથ યાત્રામાં હજુ લગભગ ૧૯ દિવસ બાકી છે, પરંતુ દર્શન માટે આવનારા શ્રદ્ધાળુઓની સંખ્યામાં કોઈ ઘટાડો થયો નથી. યાત્રાના અંતિમ દિવસોમાં પણ દરરોજ ૨ હજારથી વધુ શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે ગુફા પર ચઢી રહ્યા છે, જેના કારણે આ વર્ષે અગાઉના વર્ષોનો…
Gandhinagar,તા.૩૧ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ સદંર્ભે વિગતો આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ એ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યની ગણના સમગ્ર દેશમાં પોલીસી ડ્રિવન રાજ્ય તરીકે થાય છે. રાજ્યના ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપુતના સનિષ્ઠ પ્રયાસોથી ગુજરાતઔધોગિક વિકાસમાં હરણફાળ ભરી રહ્યું છે. છેલ્લા ઘણાંય સમયથી રાજ્યમાં એમએસએમઇ ઉદ્યોગ ક્ષેત્રે પણ નોંધપાત્ર વિકાસ થયો છે. આજે રાજ્યમાં સૂક્ષ્મ,લધુ અને મધ્યમ ઉદ્યોગમાં પણ લોકો જોડાઇ રહ્યાં છે. વધુ વિગતો આપતા મંત્રીશ્રી એ કહ્યું કે, નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માં ગુજરાતમાં ૬,૨૯,૧૦૩ નવા એમએસએમઇ એકમો નોંધાયેલા છે. તા.૨૫/૦૭/૨૦૨૪ની સ્થિતિએ ગુજરાતમાં ૧૯,૬૩,૦૫૦ એમએસએમઇ એકમોની નોંધણી થયેલ છે. જેમાં ૧૮,૭૩,૦૨૯ સૂક્ષ્મ, ૮૧,૫૭૩ લઘુ…
Gandhinagar,તા.૩૧ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગ્રામીણ વિસ્તારોના સ્વ-સહાય જૂથ સખીમંડળની નારીશક્તિને પ્રોત્સાહિત કરતાં તેમના મંડળોના ઉત્પાદનો, ચીજ વસ્તુઓની ઉચ્ચ ગુણવત્તા જાળવી રાખી વધુને વધુ લોકોનો વિશ્વાસ સંપાદિત કરવા પ્રેરક આહવાન કર્યું હતું.આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, લોકોને સારી ગુણવત્તાવાળી પ્રોડક્ટ્સ મળે તો સખીમંડળની શાખ, પ્રતિષ્ઠા વધશે અને તેમના ઉત્પાદનોનું વેચાણ માઉથ ટુ માઉથ પબ્લિસિટીથી આપોઆપ ઊંચું જશે જ. મુખ્યમંત્રીએ ગાંધીનગરના મહાત્મા મંદિરમાં ‘સખી સંવાદ’ કાર્યક્રમ અંતર્ગત રાજ્યભરની સ્વ-સહાય જૂથની બહેનો સાથે વાર્તાલાપ કરતાં આ આહવાન કર્યું હતું.ગ્રામ વિકાસ વિભાગ અને ગુજરાત લાઈવલીહૂડ પ્રમોશન કંપની દ્વારા આયોજિત આ સખી સંવાદમાં ૨૮ હજાર સ્વ-સહાય જૂથોની પોણા ત્રણ લાખથી વધુ ગ્રામીણ બહેનોને કુલ મળીને…
Gandhinagar,તા.૩૧ રાજ્યમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર ૧૧૦ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને ગાંધીનગરમાં સ્થિત ગુજરાત પોલીસ એકેડમી ખાતે ડીજીપી કોમંડેશન ડિસ્ક એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. દરમિયાન ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેક્ટર ડી.બી.વાલા,એચ.પી.પરમાર અને પીએસઆઇ વિશાલ શાહને પણ ચકચારી ગુનાઓ શોધી કાઢવામાં મહત્વની ભૂમિકા ભજવવા બદલ કોમંડેશન ડિસ્ક એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. ગુજરાત રાજ્યમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને ડીજીપી કોમંડેશન ડિસ્ક એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. રાજ્યના પોલીસ વડા દ્વારા રાજ્યના ૧૧૦ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને ડીજીપી કોમંડેશન ડિસ્ક એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ગાંધીનગર કરૈની પોલીસ એકેડમી ખાતે આયોજિત કાર્યક્રમમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ પસંદગી પામેલા પોલીસ…
Kadi,તા.૩૧ કડીના દેઉસણામાં દિવાલ ધરાશાયી થતા એક વ્યક્તિનું મોત નિપજ્યું. આ બનાવ દેઉસણા ગામમાં બનવા પામ્યો. જ્યાં ગામમાં જી્ સ્ટેન્ડની દિવાલ ધરાશાયી થઈ. દીવાલ ધરાશાયી થતા કિશોરનું મોત થયુ. કિશોર પર બસ સ્ટેન્ડની દીવાલ પડતા મોત નિપજયું. નોંધનીય છે કે રાજ્યમાં છેલ્લાક કેટલાક દિવસથી ભારે વરસાદનો માહોલ છે. ભારે વરસાદને પગલે અનેક સ્થાનો પર પાણી ભરાયા છે. તો કેટલાક સ્થાનો પર વરસાદી પાણીના કારણે દીવાલ ધરાશાયી થવાની ઘટનાઓ બની છે. વરસાદી પાણીના કારણે મકાનોનો દિવાલોને અસર થઈ રહી છે. તો અંડરપાસ પુલમાં પાણી ભરાઈ ગયા છે. પુલ પાસેનો રોડ પણ ધસી રહ્યો છે. આવી સ્થિતિમાં માર્ગો પર અવર-જવર કરતાં વાહનચાલકોને…
વાયનાડમાં ભૂસ્ખલનને કારણે અત્યાર સુધીમાં ૧૫૦ના મોત, ભારે વરસાદનું એલર્ટ; ઘણા લોકો હજુ પણ ફસાયેલા છે New Delhi,તા.૩૧ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે બુધવારે રાજ્યસભામાં જણાવ્યું હતું કે કેરળમાં વિનાશક ભૂસ્ખલનની ઘટનાના સાત દિવસ પહેલા રાજ્ય સરકારને પૂર્વ ચેતવણી આપવામાં આવી હતી અને ૨૩ જુલાઈએ એનડીઆરએફની નવ ટીમો પણ ત્યાં મોકલવામાં આવી હતી, પરંતુ રાજ્ય સરકારે આ ટીમોને એલર્ટ કરી દીધી હતી. , ઘણું બચાવી શકાયું હોત. કેરળના વાયનાડ જિલ્લામાં વિનાશક ભૂસ્ખલનને કારણે ઊભી થયેલી પરિસ્થિતિ અંગે ઉચ્ચ ગૃહમાં લાવવામાં આવેલા ધ્યાનાકર્ષક પ્રસ્તાવ પર વિવિધ પક્ષોના સભ્યો દ્વારા માંગવામાં આવેલી સ્પષ્ટતાના જવાબમાં શાહે આ જણાવ્યું હતું. તેમણે વાયનાડમાં ભૂસ્ખલનમાં જીવ…
Ahmedabad, તા.૩૧ નામ ઓછોભાવ વધુભાવ ચાંદી ચોરસા ૮૩૦૦૦ ૮૪૦૦૦ રૂપુ ૮૨૮૦૦ ૮૨૩૦૦ સિક્કાજૂના(નંગ) ૮૦૦ ૧૦૦૦ સોનું (૯૯.૯) ૭૧૦૦૦ ૭૨૦૦૦ સોનું (૯૯.૫) ૭૦૮૦૦ ૭૧૮૦૦ નવા દાગીના – – હોલમાર્ક ૭૦૫૬૦ –
સતા પરત સોંપવા વ્યાપક રજુઆતો મળ્યાના પગલે મૂળ પદ્ધતિ યથાવત રાખવા ડીજીપી નો આદેશ RAJKOT, તા.૩૧ આશરે 2 માસ પૂર્વે રેન્જ આઈજી પાસેથી પોલીસમેનની આંતર જિલ્લા બદલીની સતા લઇ લેવાયા બાદ ફરીવાર હવે રેન્જ આઇજીને આંતર જિલ્લા બદલીની સતા પરત આપી દેવામાં આવી છે. અગાઉ રેન્જ આઈજી જાહેર હિત તેમજ શિક્ષાત્મક પગલાં સ્વરૂપે પોલીસમેનની આંતર જિલ્લા ફેરબદલી કરી શકતા હતા પણ બે માસ પૂર્વે આ સતા છીનવી લઇ પોલીસ કર્મચારીઓ-અધિકારીઓની આંતર જિલ્લા બદલીના હુકમ માત્ર ડીજીપી જ કરી શકશે તેવી સત્તાવાર જાહેરાત કરી દેવાઈ હતી. ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા પોલીસનાં કર્મચારીઓ તથા અધિકારીઓની બદલી માટેનો રાજ્ય સરકાર દ્વારા બે માસ…
રાજકોટ જિલ્લાના 1223 વાહનોને તાત્કાલિક ટેક્સ ભરવા નોટીસ અપાયા બાદ 243 કેસમાં ભરપાઈ RAJKOT,31 રાજકોટ જિલ્લામાં વર્ષોથી ટેક્સ ભર્યા વિના દોડતા વાહનો વિરુદ્ધ આરટીઓએ લાલ આંખ કરી તાત્કાલિક ટેક્સની ભરપાઈ કરવા 1223 જેટલાં વાહન માલિકોને નોટીસ ફટકારવામાં આવી હતી. જો ટેક્સની રકમ ભરવામાં નહિ આવે તો વાહન માલિકની મિલ્કત ઉપર બોજો નાખવામાં આવશે તેવી સ્પષ્ટ જાહેરાત બાદ 243 વાહન માલિકોએ ટેક્સ પેટે રૂ. 1 કરોડની ભરપાઈ કરી દીધાનું સામે આવ્યું છે. પ્રાપ્ત વિગત અનુસાર રાજકોટ જિલ્લામાં વર્ષોથી વાહનનો ટેક્સ નહિ ભરનારાઓની યાદી આરટીઓ તંત્ર દ્વારા તૈયાર કરવામાં આવી હતી. ટેક્સ ભર્યા વિના જ દોડતા 1223 વાહનો ધ્યાને આવતા આરટીઓ ઇન્સ્પેક્ટર…