Author: Vikram Raval

Mumbai,તા.31 ગેરમાન્ય બેંક એકાઉન્ટ, કાયદાનું યોગ્ય રીતે પાલન નહીં કરવું જેવા વિવિધ કારણોસર ગુજરાતમાંથી નવા નાણાકીય વર્ષમાં જૂન સુધીમાં જ 50,000થી વધુના જીએસટી રજીસ્ટ્રેશન કેન્સલ થયાનું સામે આવ્યું છે. જીએસટી રજીસ્ટ્રેશન કેન્સલ મામલે ઉત્તર પ્રદેશ મોખરે વ્યવસાયને તાળા લાગવા, પ્રોપરાઈટરનું અવસાન થવું, રીટર્ન ભરવામાં નિષ્ફળતા, મર્જર થવું, બિઝનેસના બંધારણમાં ફેરફાર કરવો, છેતરપિંડી કરવા માટે રજીસ્ટ્રેશન મેળવવું, માહિતી છુપાવવી જેવા વિવિધ કારણોસર જીએસટી રજીસ્ટ્રેશન કેન્સલ કરવામાં આવતું હોય છે. આ પ્રકારના વિવિધ કારણો સાથે ગુજરાતમાં 2024-25માં જૂન સુધી કુલ 50,298 એકમ-વેપારીના જીએસટી રજીસ્ટ્રેશન કેન્સલ કરાયા છે. નવા નાણાકીય વર્ષમાં એટલે કે એપ્રિલથી જૂન સુધી સૌથી વધુ જીએસટી રજીસ્ટ્રેશન કેન્સલ થયા હોય…

Read More

વાયનાડમાં 45 રાહત શિબિર બનાવાયા, 3600ને ખસેડાયા, પારા રેજિમેન્ટ હેઠળ કાલિકટમાં કંટ્રોલ સેન્ટર બનાવાયું, વરસાદના કારણે બચાવ કાર્યમાં અવરોધ વડાપ્રધાન મોદીએ પીડિતોના પરિવારજનોને રૂપિયા 2 લાખ, ઈજાગ્રસ્તોને રૂપિયા 50,000 વળતર જાહેર કર્યું Wayanad,તા.31 દક્ષિણ ભારતનું સ્વર્ગ કેરળના વાયનાડમાં મૂશળધાર વરસાદ પછી મંગળવારે (30 જુલાઈ) સવારે ભૂસ્ખલન થતાં નૂલપુઝા, મુંડક્કાઈ, અટ્ટામલ અને ચૂરલમાલા ગામોમાં સેંકડો મકાનો દટાઈ ગયા હતા. આ કુદરતી આપદામાં 143 લોકોનાં મોત થયા છે જ્યારે 150થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. તેમજ સેંકડો લોકો પર્વતના કાટમાળમાં દટાયા છે. અહીં બચાવ કાર્ય માટે એનડીઆરએફ અને સૈન્ય સહિત અનેક એજન્સીઓને કામે લગાવાઈ છે. જોકે, 4 કલાકના ટૂંકાગાળામાં ત્રણ ભૂસ્ખલન થવાથી…

Read More

New Delhi,તા.31 હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં વાદળ ફાટવાના કારણે તોશ નાળામાં અચાનક પૂર આવ્યું છે, જેના કારણે એક પુલ અને કેટલીક દુકાનો વહી ગઈ છે. જોકે આમાં કોઈપણ જાનહાની થવાના અહેવાલો સામે આવ્યા નથી. જ્યારે મણિપુર અને તમિલનાડુમાં મૂસળધાર વરસાદના કારણે ભૂસ્ખલનની ઘટના બની છે, જેમાં એક મહિલા અને તેના નવજાત પુત્ર સહિત પાંચ લોકોના મોત થયા છે. આકાશમાંથી વરસતા આફતના કારણે હજુ પણ રાહત જોવા મળી રહી છે, ત્યારે હવામાન વિભાગે 20 રાજ્યોમાં વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. IMDનું 20 રાજ્યોમાં એલર્ટ હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઉત્તર પશ્ચિમ અને મધ્યથી લઈને પૂર્વોત્તર અને દક્ષિણ ભારતના 20 રાજ્યો તેમજ કેન્દ્ર…

Read More

નાતારસ્તાન સ્થિત કાઝાનથી કાળા સમુદ્ર પર આવેલા એડલર જતી ટ્રેન વોલ્ગોગ્રાડના દક્ષિણ વિસ્તારનાં કોટેલનિકોવ સ્ટેશન પાસે આ દુર્ઘટના બની Moscow,તા.31 ૮૦૦ પેસેન્જર્સ સાથેની એક ટ્રેન સોમવારે મધ્ય એશિયાના તાર્તારસ્થાનના કાઝાનથી બ્લેક-સી ઉપરના એડલર જઈ રહી હતી ત્યારે વોલ્ગોગ્રાડ વિસ્તારમાં આ દુર્ઘટના બની હતી. આ અંગે રશિયન રેલવેના અધિકારીઓએ જણાવ્યું હતું કે, તે ટ્રેનના ડ્રાઇવરે એક કામાઝ ટ્રકને ધસમતો આવતા જોઈ એન્જિન-ડ્રાઇવરે સીટી ઉપર સીટી મારી તે ટ્રક-ડ્રાઇવરને સાવચેત કરવા પ્રયત્ન કર્યો પરંતુ ડ્રાઇવરે કશું ધ્યાન જ ન આપ્યું. પરિણામે આ અકસ્માત સર્જાયો હતો. તેમ રશિયન કેસલેના અધિકારીએ જણાવ્યું હતું. તેઓએ વધુમાં કહ્યું કે, અકસ્માત થતાં ડ્રાયવર તો ટ્રેનમાંથી નીચે કુદી…

Read More

Ahmedabad,તા.31  ટેકનિકલ કોર્સીસની ખાનગી કોલેજો-યુનિવર્સિટીઓની ફી નક્કી કરતી ફી રેગ્યુલેશન કમિટી દ્વારા અંતે રાજ્યની 101 ખાનગી કોલેજો- યુનિ.ઓની નવી ફી આજે જાહેર કરી દેવાઈ છે. ફી કમિટી દ્વારા ગત વર્ષે નવુ ફી માળખુ નક્કી કરાયુ હતુ. પરંતુ 101 જેટલી કોલેજોએ પાંચ ટકાથી વધુ ફી વધારો માંગ્યો હોવાથી ડોક્યુમેન્ટ વેરિફિકેશન-સ્ક્રુટિની સહિતની પ્રક્રિયા કરવાની હોઈ તેમાં એક વર્ષ સમય લાગ્યો છે. આ 101 કોલેજોની ગત વર્ષથી લાગુ થાય તે રીતની ત્રણ વર્ષની નવી ફી જાહેર કરાઈ છે.જેમાં સૌથી વધુ 80 ટકા સુધી ફી વધારો એમબીએમાં અને 55 ટકા સુધી આર્કિટેકચરમાં આપવામા આવ્યો છે. પરંતુ ગત વર્ષની ફી આ વર્ષે જાહેર થતા વિદ્યાર્થીઓને…

Read More

Mumbai,તા.31 ભારતીય શેરબજાર સાવચેતીના પગલાં સાથે આગેકૂચ કરતાં જોવા મળ્યા છે. છેલ્લા ત્રણ દિવસથી માર્કેટના ફર્સ્ટ હાફમાં નોંધાયેલો ઉછાળો સેકેન્ડ હાફમાં ધોવાઈ રહ્યો છે. આજે સેન્સેક્સ ગ્રીન સિગ્નલમાં ખૂલ્યા બાદ 302.62 પોઈન્ટ વધ્યો હતો. 10.40 વાગ્યે 267.06 પોઈન્ટ ઉછાળે ટ્રેડ થઈ રહ્યો હતો. બીજી બાજુ નિફ્ટી સતત 25 હજારનું લેવલ ક્રોસ કરવા પ્રયાસ કરતું નજરે ચડ્યો છે. આજે 24954.45ના લેવલે પહોંચ્યા બાદ ફરી પાછો ઘટ્યો હતો. 10.40 વાગ્યે 80.20 પોઈન્ટ સુધારા સાથે 24937.50 પર કારોબાર થઈ રહ્યો છે. માર્કેટ બ્રેડ્થ પોઝિટીવ બીએસઈ ખાતે ટ્રેડેડ કુલ 3759 સ્ક્રિપ્સ પૈકી 2192 શેર્સ ગ્રીન ઝોનમાં અને 1407 રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા છે.…

Read More

વર્ષ 2023માં વર્ષ 2022ની તુલનામાં 15 ટકાનો વધારો New Delhi,તા.31 કેન્દ્ર સરકારને નાણાકીય વર્ષ 2022-23માં લોંગ ટર્મ કેપિટલ ગેઈમ્સ ટેકસ તરીકે 98 હજાર 681 કરોડ રૂપિયા મળ્યા છે. આ રકમ નાણાકીય વર્ષ 2021-22ની તુલનામાં 15 ટકા વધુ હતી. નાણાકીય વર્ષ 2022માં એલટીસીજી ટેકસ તરીકે કેન્દ્ર સરકારે 86 હજાર 75 કરોડ રૂપિયા મળ્યા હતા, નાણા રાજયમંત્રી પંકજ ચૌધરીએ રાજયસભામાં આ માહિતી આપી હતી. ઈકિવટી અને એમએફ પર એલટીસીજી ટેકસ ખતમ કરવાના સવાલ પર ચૌધરીએ જણાવ્યું હતું કે, આવા કોઈ પ્રસ્તાવ પર સરકારનો વિચાર નથી. નાણામંત્રી સીતારામને જે બજેટ રજુ કર્યું તેમ ઈકિવટી અને ઈકિવટી ઓરીએન્ટેડ મ્યુચ્યુઅલ ફંડસ પર એલટીસીજી ટેકસ 10…

Read More

કચ્છમાં નારાયણ સરોવર તથા ઉનામા દીવથી 8 કીમીનાં અંતરે નલિયા-માંડવીમાં 400-400 હેકટરમાં સફારી પાર્ક બનશે પ્રવાસન ક્ષેત્રને નવુ બળ મળશે કચ્છમાં ચિતા માટે ભારતના પ્રથમ બ્રિડીંગ સેન્ટરને પણ મંજુરી:  500 હેકટરમાં નિર્માણ પામશે Ahmedabad,તા.31 કચ્છના સફેદ રણ તથા દીવના દરીયા કિનારાના પ્રવાસે જતા લોકો હવે તુર્તમાં જંગલ સફારી પણ માણી શકશે. ગુજરાતમાં પ્રવાસનને વેગ આપવા માટે સિંહ-દીપડાના સફારી પાર્ક બનાવવાની રાજય સરકારની દરખાસ્તને ઝુ ઓથોરીટી ઓફ ઈન્ડીયાએ સ્વીકૃતિ આપી દીધી છે. સાસણમાં દેવળીયા પાર્કના ધોરણે આ પ્રકારની સફારી કચ્છમાં નારાયણ સરોવર તથા ગીર સોમનાથમા ઉના તાલુકાના નલીયા-માંડવીમાં વિકસાવાશે. રાજયના વન વિભાગનાં જ પ્રિન્સીપાલ ચીફ ક્ધઝર્વેટર નિત્યાનંદ શ્રીવાસ્તવે જણાવ્યુ હતું કે,…

Read More

પ્રીતિ પવાર બોક્સિંગમાં કોલંબિયન સામે 3-2 થી હારી ગઈ Paris,31  રોહતકના માયના ગામનો રહેવાસી બોક્સર અમિત પંઘાલ પેરિસ ઓલિમ્પિક 2024માં તેની પ્રથમ મેચ હારી ગયો હતો. મંગળવારે સાંજે રમાયેલી મેચમાં અમિત પંઘાલે સારો દેખાવ કર્યો હતો, પરંતુ તેને હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે અમિત પંખાલ પણ ઓલિમ્પિકમાંથી બહાર થઈ ગયો હતો. અમિત પંઘાલ 51 કિગ્રા વજન વર્ગમાં ઝામ્બિયાના પેટ્રિક ચિનયેમ્બા સામે હરીફાઈ કરી રહ્યો હતો. જેનો કોમનવેલ્થ ગેમ્સમાં એકતરફી મેચમાં પરાજય થયો હતો. અમિત પંખાલે પણ આ મેડલ જીત્યા છે :  અમિત પંખાલ પહેલા પણ ઘણા મેડલ પોતાના નામે કરી ચુક્યા છે. એશિયન ચેમ્પિયનશિપની વાત કરીએ તો, 2017માં…

Read More

દેશ લેવલે જુલાઈમાં સરેરાશ કરતા 9 ટકા વધુ વરસાદ ભારતના કુલ 742માંથી 233માં વધુ, 245માં નોર્મલ અને 267માં ઓછો વરસાદ New Delhi,તા. 31 જુલાઈ મહિનો સમગ્ર દેશમાં 9 થી 10 ટકા વધુ વરસાદ સાથે પુરો થઈ રહ્યો છે, જે અત્યાર સુધીની સિઝનના કુલ વરસાદના 2 ટકા વધુ છે. જો કે, ચોમાસું સમગ્ર દેશમાં કંઈક અંશે અવ્યવસ્થિત રહ્યું છે, જેમાં મધ્ય અને દક્ષિણ ભારતમાં પુષ્કળ વરસાદ થયો છે અને દેશના ઉત્તરપશ્ચિમ અને પૂર્વમાં અત્યાર સુધી મોટી ખાધ જોવા મળી રહી છે. આઇએમડીના 30 જુલાઇ સુધીના ડેટા મુજબ, વરસાદની મોસમના મધ્યભાગના તબક્કે, ભારતના 742 જિલ્લાઓ માંથી 267 જિલ્લામાં ઓછો વરસાદ પડ્યો છે.…

Read More