Author: Vikram Raval

Ahmedabad,તા.૩૦ ૪૦૦ કરોડના ફ્શિરીઝ કૌભાંડમાં ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ હેમંત પ્રચ્છકે રાજ્ય સરકારના બે ભૂતપૂર્વ મંત્રી પુરૂષોત્તમ સોલંકી અને દિલીપ સંઘાણીની બિનતહોમત છોડી મૂકવા માટેની ડિસ્ચાર્જ અરજી ફ્ગાવી દીધી છે. બંને ભૂતપૂર્વ મંત્રીએ હાઈકોર્ટમાં કરેલી અરજીમાં કથિત કરોડના મત્સ્યપાલન કૌભાંડ અંગે એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી)એ દાખલ કરેલા કેસમાંથી બિનતહોમત છોડી મૂકવાની માગ કરી હતી. ગાંધીનગરની કોર્ટે માર્ચ ૨૦૨૧ના રોજ બિનતહોમત છોડી મૂકવાનો ઇનકાર કર્યા બાદ રાજ્યના ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી દિલીપ સંઘાણી, ભૂતપૂર્વ મંત્રી પુરુષોત્તમ સોલંકી તથા અન્ય એક આરોપી અરૂણકુમાર સુતરિયાએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. જે ડિસ્ચાર્જ અરજીઓ ફગાવી દેતા હવે આ બંને મંત્રીઓ અને તેમના કર્મચારીઓ વિરૂદ્ધનો કેસ આગળ વધવાનો…

Read More

છેલ્લા ૮ વર્ષથી દેશભરના ૭૮ લાખ પેન્શનધારકો લઘુત્તમ પેન્શન વધારવાની માંગ કરી રહ્યા છે New Delhi,તા.૩૦ કર્મચારી પેન્શન યોજના (ઇપીએસ) હેઠળ આવતા પેન્શનધારકોએ લઘુત્તમ માસિક પેન્શન વધારીને રૂ. ૭૫૦૦ કરવા સહિતની પોતાની માંગણીઓ માટે ૩૧ જુલાઈના રોજ વિરોધ પ્રદર્શન કરવાનો નિર્ણય કર્યો છે. ઇપીએસ-૯૫ રાષ્ટ્રીય સંઘર્ષ સમિતિના ચેરમેન કમાંડર અશોક રાઉતે માહિતી આપતા જણાવ્યું કે, લાંબા સમય સુધી નિયમિત પેન્શન નિધિમાં યોગદાન કર્યા છતાં પેન્શનધારકોને એટલું ઓછું પેન્શન મળી રહ્યું છે કે, તેમને પોતાનું ગુજરાન ચલાવવું મુશ્કેલ છે. તેમણે કહ્યું કે, છેલ્લા ૮ વર્ષથી દેશભરના ૭૮ લાખ પેન્શનધારકો લઘુત્તમ પેન્શન વધારવાની માંગ કરી રહ્યા છે. પરંતુ સરકાર દ્વારા તેમની માંગ…

Read More

Lucknow,તા.૩૦ યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મહિલાઓ અને બાળકો પર યૌન શોષણના આરોપીઓ સામે કરવામાં આવેલી કાર્યવાહી પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે આ કેસોમાં આરોપીઓને સજા આપવામાં યુપી દેશમાં ત્રીજા ક્રમે છે. રાજ્યના દરેક જિલ્લામાં એક મહિલા પોલીસ સ્ટેશન બનાવવામાં આવ્યું છે. જો ૨૦૧૬ સાથે સરખામણી કરવામાં આવે તો રાજ્યમાં જાતીય સતામણીના કેસોમાં ૧૭.૫ ટકાનો ઘટાડો થયો છે. બળાત્કારના કેસોમાં ૨૫ ટકાનો ઘટાડો થયો છે. મુખ્યમંત્રી યોગી વિધાન પરિષદમાં સપા ધારાસભ્ય દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નનો જવાબ આપી રહ્યા હતા. મુખ્યમંત્રીએ કહ્યું કે અમારી સરકાર મહિલાઓની સુરક્ષા માટે સંપૂર્ણ રીતે ગંભીર છે. આ જ કારણ છે કે સરકારે સત્તામાં આવતાની સાથે જ…

Read More

New Delhi,તા.૩૦ પેરિસ ઓલિમ્પિકમાં ભારતની સરબ જ્યોત સિંહે ધમાકો કર્યો છે. ભારતે બીજો બ્રોન્જ મેડલ જીત્યો છે. મનુ ભાકર અને સરબજોત સિંહની જોડીએ ધમાકો કર્યો છે. ભારતવા મનુ ભાકર અને સરબજોત સિંહે ૧૦ મીટર પિસ્ટલ મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં ઓહ યે જિન અને લી વોનહો ને હરાવીને ભારતને બ્રોજ મેડલ અપાવ્યો છે. બન્ને એ ૧૬-૧૦ થી આ મેડલ જીતી લીધો છે. મનુ ભાકરે ભારતને આ વખતે પહેલો ઓલંપિક મેડલ અપાવ્યો હતો આજે (૩૦ જુલાઈ) મનુ ભાકર તેના પાર્ટનર સરબજોત સિંહ સાથે ૧૦ મીટર એર પિસ્ટલ મિક્સ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ મેચ રમવા ઉતરી, જ્યાં તેણે સરબજોત સિંહ સાથે મળીને ૧૦ મીટર એર…

Read More

Maharashtra,તા.૩૦ ઉરણની ઘટના પર મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ કહ્યું કે આ ઘટના ખૂબ જ ચિંતાનો વિષય છે, તેવી જ રીતે રાજ્યમાં ૧૫ હજાર છોકરીઓ અને મહિલાઓ ગુમ છે. તેમણે આ મુદ્દે રાજ્ય સરકારને ઘેરી હતી અને કહ્યું હતું કે છોકરીઓ અને મહિલાઓ ગુમ થઈ રહી છે અને સરકાર લાડલી બેહન યોજના શરૂ કરી રહી છે. ઉરણની ઘટના પર મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ કહ્યું કે આ ઘટના ખૂબ જ ગંભીર અને ચિંતાનો વિષય છે, વધુમાં કહ્યું કે અમે ૧૫ હજાર મહિલાઓના ગુમ થવાનો મુદ્દો વિધાનસભામાં ઉઠાવ્યો હતો પરંતુ આ મહિલાઓનો કોઈ પત્તો મળ્યો નથી. મહારાષ્ટ્રમાં ભ્રષ્ટાચારની હદ વટાવી ગઈ…

Read More

Bhubaneswar,તા.૩૦ કોંગ્રેસ બાદ હવે બીજુ જનતા દળે  ભારતીય જનતા પાર્ટી પર તેમના મેનિફેસ્ટોની વસ્તુઓની નકલ કરવાનો આરોપ લગાવ્યો છે. ઓડિશાની ભાજપ સરકારે બજેટ રજૂ કર્યું. જેમાં પૂર્વ સીએમ અને બીજુ જનતા દળના પ્રમુખ નવીન પટનાયકે જોગવાઈઓ પર નિશાન સાધ્યું છે. પટનાયકે કહ્યું, “ભાજપે સત્તામાં આવ્યા પછી ગેમ ચેન્જર બનવાનું વચન આપ્યું હતું, પરંતુ તે નામ બદલનાર બની ગયું છે.” નવીન પટનાયકે આરોપ લગાવ્યો કે ભાજપે ચૂંટણી ઢંઢેરામાં ઘણી યોજનાઓ માટે બજેટનું વચન આપ્યું હતું. તેમણે આરોપ લગાવ્યો કે મોહન ચરણ માઝી સરકારે તેના બજેટમાં ઘણી યોજનાઓ માટે જરૂરી ભંડોળ પૂરું પાડ્યું નથી. ઓડિશા વિધાનસભામાં રજૂ કરાયેલા બજેટ ૨૦૨૪-૨૫ પર ચર્ચા…

Read More

રેલવે મંત્રીએ રીલ બનાવવાનું બંધ કરવું જોઈએ,જેએમએમ New Delhi,તા.૩૦ દેશમાં અવારનવાર થતા રેલ્વે અકસ્માતોને લઈને વિપક્ષે કેન્દ્ર સરકારને ઘેરવાનું શરૂ કર્યું છે. મમતા બેનર્જીએ એકસ પર પોસ્ટ કર્યું કે ભારત સરકારની અસંવેદનશીલતા ક્યારે સમાપ્ત થશે? જ્યારે સપા સુપ્રીમો અખિલેશ યાદવે કહ્યું કે સરકાર રેલવે અકસ્માતોના રેકોર્ડ બનાવી રહી છે. જેએમએમ અને શિવસેનાએ પણ સરકાર પર પ્રહારો કર્યા હતા. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પોસ્ટ કર્યું કે ટ્રેન અકસ્માતો હવે નિયમિત બની ગયા છે. દર અઠવાડિયે ઘટનાઓ બની રહી છે. શું આ નિયમ છે? સવારે વધુ એક ભયાનક ટ્રેન અકસ્માત થયો હતો. ઝારખંડના ચક્રધરપુર ડિવિઝનમાં હાવડા-મુંબઈ મેલ પાટા પરથી ઉતરી ગયો.…

Read More

New Delhi,તા.૩૦ સુભાષચંદ્ર બોઝના પૌત્ર ચંદ્ર કુમાર બોઝે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે જાપાનમાં રાખવામાં આવેલા મહાન સ્વાતંત્ર્ય સેનાની સુભાષ ચંદ્ર બોઝના નશ્વર અવશેષો પરત લાવવાની માંગ કરી છે. તેમણે કહ્યું કે જાપાનના રેન્કોજી મંદિરમાં રાખવામાં આવેલા નેતાજીના પાર્થિવ દેહને ૧૮ ઓગસ્ટ સુધીમાં ભારત પરત લાવવામાં આવે. તેમણે કેન્દ્ર સરકારને આ અંગે નિવેદન જારી કરવાની માંગ કરી હતી જેથી કરીને નેતાજી વિશે ચાલી રહેલી ખોટી માન્યતાઓ અને ખોટી વાતોનો અંત લાવી શકાય. ચંદ્ર કુમાર બોઝે કહ્યું કે એનડીએ  સરકારે નેતાજી સુભાષ ચંદ્ર બોઝ સાથે જોડાયેલી ફાઈલો સાર્વજનિક કરી હતી. તમામ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ૧૦ તપાસ બાદ એ સ્પષ્ટ છે કે…

Read More

Wayanad  તા.૩૦ કેરળના વાયનાડ જિલ્લામાં મેપ્પડી નજીકના પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલન થતાં  આ કુદરતી આફતને કારણે અત્યાર સુધીમાં ૬૫ લોકોના મોત થયા છે, જ્યારે ૭૦ લોકો ઘાયલ થયા છે. સેંકડો લોકો ત્યાં ફસાયા હોવાની આશંકા છે. સ્થાનિક ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સના જવાનો રાહત અને બચાવ કામગીરી કરી રહ્યા છે. વરસાદના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વાયનાડમાં ભારે વરસાદ અને ભૂસ્ખલન અંગે કેરળના મંત્રી વીણા જ્યોર્જે કહ્યું, ’અમે અમારા લોકોને બચાવવા માટે શક્ય તમામ પ્રયાસો કરી રહ્યા છીએ. અમને વિવિધ હોસ્પિટલોમાંથી ૨૪ મૃતદેહો મળ્યા છે. લગભગ ૭૦ લોકો ઘાયલ પણ થયા છે. અમે ઘાયલોની સારવાર સુનિશ્ચિત કરી છે. એનડીઆરએફ અને સિવિલ…

Read More

થોડા મહિનાઓથી અર્જુન કપૂર અને મલાઈકા અરોરા તેમના બ્રેકઅપની અફવાઓને કારણે ચર્ચામાં છે Mumbai, તા.૩૦ થોડા મહિનાઓથી અર્જુન કપૂર અને મલાઈકા અરોરા તેમના બ્રેકઅપની અફવાઓને કારણે ચર્ચામાં છે. આ દરમિયાન બંનેની મુલાકાત મુંબઈમાં એક ઈવેન્ટ દરમિયાન થઈ હતી.  મલાઈકા અરોરા અને અર્જુન કપૂરના ડેટિંગના સમાચાર ખૂબ જ ચર્ચામાં હતા. હવે બ્રેકઅપની ચર્ચા જોરમાં છે. હાલમાં જ સમાચાર સામે આવ્યા હતા કે બંનેનું બ્રેકઅપ થઈ ગયું છે. જ્યારે અર્જુન કપૂરના જન્મદિવસ પર મલાઈકા ન તો તેના ઘરે પહોંચી કે ન તો તેને સોશિયલ મીડિયા પર શુભેચ્છા પાઠવી. આ પછી અર્જુન કપૂરે ઇન્સ્ટાગ્રામ પર કેટલીક ક્રિપ્ટિક પોસ્ટ પણ શેર કરી છે, જે…

Read More