Author: Vikram Raval

Jharkhand,તા.30 ઝારખંડના ચક્રધરપુરમાં આજે (30 જુલાઈ) વહેલી સવારે ટ્રેન નંબર 12810 હાવડા-સીએસએમટી એક્સપ્રેસ ચક્રધરપુર નજીક પાટા પરથી ઉતરી ગઈ હતી. આ દુર્ઘટનામાં બે લોકોના મોત થયા છે. જ્યારે 6 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા ઝારખંડ (Jharkhand)ના ચક્રધરપુર (Chakradharpur) નજીક મુંબઈ હાવડા મેલ માલગાડી સાથે ટક્કર થયા બાદ 18 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. સૂત્રો પાસેથી મળતા અહેવાલ મુજબ આ દુર્ઘટનામાં 2ના મોત થયા છે જ્યારે 6 લોકો ઈજાગ્રસ્ત થયા છે જેઓને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ દુર્ઘટના રાજખારસ્વાન અને બડાબામ્બો વચ્ચે બની હતી. વહેલી સવારે બની દુર્ઘટના રેલ્વે અધિકારીઓના જણાવ્યાનુસાર સવારના લગભગ…

Read More

Ahmedabad, તા.30  સાબરમતી નદીમાં પ્રદૂષણ મામલે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ થયેલી જાહેર હિતની રિટ અરજીની સુનાવણી દરમ્યાન ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ વૈભવી ડી.નાણાવટીની ખંડપીઠે બે દિવસ પહેલાં જ વિશાલા પાસે ફીણવાળુ પ્રદૂષિત એફલુઅન્ટ જાહેરમાં છોડી ત્યાંથી સાબરમતી નદીમાં ઠાલવવાના કૃત્યને બહુ ગંભીરતાથી લઇ આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને જોઇન્ટ ટાસ્ક ફોર્સનો રીતસરનો ઉધડો લઈ નાંખ્યો હતો. હાઇકોર્ટે ગંભીર માર્મિક ટકોર કરી  હાઇકોર્ટે બહુ ગંભીર માર્મિક ટકોર કરતાં જણાવ્યું હતું કે, આ પીઆઈએલ સાબરમતી નદીને બચાવવાની છે અને તમે બધા સત્તાવાળાઓ સંતાકૂકડીની રમત રમી રહ્યા છો. અમ્યુકો, જીપીસીબી, જોઈન્ટ ટાસ્ક ફોર્સ બધા અદાલતની આંખમાં ધૂળ નાંખવાનો…

Read More

Ahmedabad,તા.30 અમદાવાદમાં સોમવારની સવારથી જ મેઘાડંબાર છવાયેલો હતો.સવારના 6થી રાત્રિના 9 કલાક સુધીમાં જોધપુર વિસ્તારમાં અઢી ઈંચ વરસાદ ખાબકતા જોધપુર વિસ્તારમાં આવેલી અનેક સોસાયટીઓમાં વરસાદના પાણી ફરી વળ્યા હતા. આ વર્ષે ચોમાસામાં સતત બીજી વખત જોધપુર વિસ્તારની સોસાયટીઓમાં વ્હાઈટ ટોપીંગ રોડના કારણે વરસાદી પાણી ફરી વળ્યા હતા.બપોરના સમયે આ વિસ્તારમાં આવેલી કેચપીટો ખોલવામા આવ્યા બાદ વરસાદી પાણી ઓસર્યા હતા. જોધપુરમાં ફરી એક વખત વ્હાઈટ ટોપિંગ રોડના કારણે સોસાયટીઓમાં પાણી ભરાયાં મ્યુનિસિપલ વહીવટી તંત્ર અને ભાજપના સત્તાધીશોએ જોધપુરમાં વરસાદી પાણી ભરાવવાને લઈ બચાવના પ્રયાસ કરાયા હતા. શહેરમાં દિવસ દરમિયાન સતત પડેલા વરસાદને લઈ અનેક વિસ્તારમાં જળભરાવના દ્રશ્યો જોવા મળ્યા હતા.રાત્રિના 9…

Read More

Gandhinagar,તા.30 ગુજરાતમાં ટ્યુબરક્યુલોસિસ (ટીબી)ની ઘાતકતા જાણે ઘટવાનું નામ જ લઈ રહી નથી. વર્ષ 2019થી જૂન 2024માં 34,834 વ્યક્તિના ટીબીથી મૃત્યુ થયા છે. આ વર્ષે જ 2784 વ્યક્તિએ ટીબી સામે જીવ ગુમાવ્યો છે. આમ, આ સ્થિતિએ ગુજરાતમાં પ્રતિ દિવસે સર્રેરાશ 15થી વધુ વ્યક્તિ ટીબી સામે જીવ ગુમાવે છે. ગુજરાતમાં ટીબીથી સૌથી વધુ મૃત્યુ વર્ષ 2020માં થયા હતા ગુજરાતમાં ટીબીથી સૌથી વધુ 6780 મૃત્યુ વર્ષ 2020માં થયા હતા. આ સિવાય 2019 થી 2023માં પાંચ હજારથી વધુ લોકોએ ટીબી સામે જીવ ગુમાવ્યો છે. 1 જાન્યુઆરી 2024થી 30 જૂન 2024 સુધી ગુજરાતમાં ટીબીના 73,211 કેસ નોંધાયેલા છે. જેમાં 48,645 કેસ સરકારી હોસ્પિટલમાં જ્યારે 24,566…

Read More

Ahmedabad,તા.30 રાજ્ય સરકારે 2017ની વિધાનસભા ચૂંટણીમાં વાહવાહી લેવા માટે લાગુ કરેલ સ્કૂલ ફી રેગ્યુલેશન એક્ટ અંતર્ગત ચાર ઝોનની ફી રેગ્યુલેશન કમિટીની જોગવાઈ છે અને જેમાં ચારેય ઝોનની ફી કમિટીમાં જજ-ચેરમેન અને સભ્યોની જગ્યા ખાલી હતી. ત્યારે સ્કૂલોમાં નવું શૈક્ષણિક વર્ષ શરૂ થયાના દોઢ મહિને અંતે સરકારે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિતના ચારેય ઝોનની ફી રેગ્યુલેશન કમિટીમાં ચેરમેન-સભ્યોની નિમણૂંક કરી છે. હાલ તો સરકારે ચારેય ઝોનની નવી કમિટીઓ રચી દીધી છે પરંતુ ચારેય ઝોનની કમિટીઓ ઉપર અપીલ માટેની રીવિઝન કમિટીમાં જજ-ચેરમેન અને સભ્યોની જગ્યા હજુ પણ ખાલી છે. અમદાવાદમાં 150થી વઘુ સ્કૂલોની નવી ફીના ઓર્ડર હજુ બાકી સરકારે મોડે મોડે…

Read More

Gandhinagar,તા.30 એક તરફ ગુજરાતમાં હજારો ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યાં છે, તેવો સરકાર દાવો કરી રહી છે. જ્યારે બીજી તરફ, ખુદ કેન્દ્ર સરકારે જ ખુલાસો કર્યો છે કે, ગુજરાતના ખેડૂતો ખેતી માટે કેમિક્લયુક્ત જંતુનાશક દવાનો વ્યાપકપણે ઉપયોગ કરી રહ્યાં છે. દર વર્ષે ગુજરાતમાં સરેરાશ 1800 મેટ્રિક ટન કેમિક્લયુક્ત જંતુનાશક દવાનો વપરાશ કરવામાં આવી રહ્યો છે. ઝેરી જંતુનાશક દવાથી ઉત્પાદિત અનાજ-ખાદ્યપેદાશો લોકો સ્વાસ્થય માટે જોખમી બની રહી છે. તેમ છતાંય ગુજરાતના ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ ઢળી શક્યા નથી. ઝેરી જંતુનાશક દવાથી ઉત્પાદિત ખાદ્યપેદાશો સ્વાસ્થય માટે જોખમી ખેતરોમાં જીવજંતુથી પાકને બચાવવા માટે કેમિકલયુક્ત જંતુનાશક દવાનો ઉપયોગ કરવામાં આવે છે. ખાસ કરીને કપાસ,…

Read More

Mumbai,તા.30 ભારતીય શેરબજારે ગઈકાલે ઓલટાઈમ હાઈ લેવલ નોંધાવ્યા બાદ રોકાણકારો દ્વારા પ્રોફિટ બુકિંગનું પ્રમાણ વધ્યું છે. સેન્સેક્સ આજે નીચા મથાળે ખૂલ્યા બાદ ઘટી 81230.44 થયો હતો. જો કે, બાદમાં 195.68 પોઈન્ટ ઉછળી 81551.52 થયો હતો. નિફ્ટી પણ 24900ના લેવલે ટ્રેડ થઈ રહ્યો છે. સ્થાનિક અને વૈશ્વિક સ્તરે સકારાત્મક પરિબળોના પગલે શેરબજારમાં તેજીનો દોર જળવાઈ રહેવાનો આશાવાદ માર્કેટ નિષ્ણાતો આપી રહ્યા છે. 11.00 વાગ્યે સેન્સેક્સ 307.45 પોઈન્ટ ઉછાળે 81663.15 પર, જ્યારે નિફ્ટી 96.80 પોઈન્ટ ઉછળી 24932.90 પર ટ્રેડ થઈ રહ્યો છે. સેન્સેક્સ પેકમાં પાવરગ્રીડ 3.86 ટકા, એનટીપીસી 3.71 ટકા, ટાટા મોટર્સ 2.95 ટકા, એશિયન પેઈન્ટ્સ 2.39 ટકા અને બજાજ ફિનસર્વ 1.69…

Read More

Gandhinagar,તા.30 લોકસભાની ચૂંટણીમાં ઈવીએમમાં પડેલાં મત અને મત ગણતરીના આંકડામાં ઘણો તફાવત જોવા મળી રહ્યો છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ (ADR)ના રિપોર્ટમાં આ વાતનો ખુલાસો છે. રિપોર્ટ અનુસાર, દેશ તમામ બેઠકો પર કુલ મળીને 5 કરોડ મતના ફેરફાર જોવા મળતાં એક નવા વિવાદ ઊભો થયો છે. તેમાં ગુજરાતમાં લોકસભાની 26 બેઠકમાંથી 24 બેઠકમાં કુલ 15,521 મતનો ફેરફાર જોવા મળ્યો છે. કાં તો મત વધુ પડયાં છે, કાં તો ઓછા પડયાં છે. હવે ઈલેક્શન કમિશનની વિશ્વસનિયતા સામે સવાલો ઊઠ્યાં છે. 3100 મતોનો તફાવત જોવા મળ્યો લોકસભાની ચૂંટણી 2024માં ચૂંટણી પંચે જે આંકડા જાહેર કર્યાં હતાં અને મતગણતરીના દિવસે મતોની ગણતરી થઈ…

Read More

Kerala,તા.30 દેશમાં હાલ અનેક જગ્યાએ ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે કેરળમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં રાજ્યના વાયનાડમાં ભારે વરસાદને પગલે ભીષણ ભૂસ્ખલનની ઘટના બની છે. જેમાં અત્યાર સુધીમાં 24 લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો દટાયાની આશંકા છે. હાલ રાહત અને બચાવ કામગીરી ચાલુ છે અને ફાયર વિભાગ અને સ્થાનિક તંત્ર દ્વારા મોટા પાયે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. સ્થાનિક સૂત્રોના અહેવાલ મુજબ 70 લોકો ઈજાગ્રસ્ત થયા છે જેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વડાપ્રધાને શોક વ્યક્ત કરીને વળતરની જાહેરાત કરી છે. ભૂસ્ખલન થતાં 100થી વધુ લોકો દટાયાની આશંકા કેરળમાં અનેક જિલ્લામાં ભારેથી…

Read More

New Delhi,તા.૨૯ દિલ્હીમાં કોચિંગ દુર્ઘટના બાદ એમસીડી સ્કેનર હેઠળ આવી ગયું છે. વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ એમસીડી પર શહેરમાં દુઃખ ફેલાવવાનો આરોપ લગાવી રહ્યા છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે દિલ્હી સરકાર અને એમસીડીની નજર હેઠળ શહેરમાં આવા ઘણા કોચિંગ સેન્ટર છે જે ભોંયરામાં ચલાવવામાં આવી રહ્યા છે, પરંતુ તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી. બીજી તરફ દિલ્હી સરકાર આરોપોથી દૂર રહેતી જોવા મળી રહી છે. જ્યારે દિલ્હી સરકારના મંત્રી સૌરભ ભારદ્વાજને પ્રશ્ન કર્યો ત્યારે કિશોર નામના વિદ્યાર્થીએ જૂન મહિનામાં જ પોર્ટલ દ્વારા કેન્દ્ર, દિલ્હી સરકાર અને એમસીડીને આ કોચિંગ સેન્ટર વિરુદ્ધ ફરિયાદ કરી હતી, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં…

Read More