Author: Vikram Raval

પૂર્વ પતિએ સસરા અને પત્નીને છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપતા મામલો થાણે પહોંચ્યો Rajkot,, તા.૨૯ શહેરના જિલ્લા ગાર્ડન પાસેના સોરઠિયા પ્લોટમાં રહેતા શખ્સે પત્નીએ છૂટાછેડા આપી દેતા તેનો દ્વેષ રાખી પૂર્વ સસરાના ઘર નજીક જઇ પૂર્વ સસરા તેમજ તેના ભાઈઓના ત્રણ સ્કૂટર સહિતની વસ્તુઓમાં તોડફોડ કરી નુકસાન કર્યું હતું.તેમજ પૂર્વ સસરાને તથા તેની પૂર્વપત્ની સહિતના પરિવારને ધમકી આપી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર,સોરઠિયા પ્લોટમાં રહેતા ભરતભાઇ રામજીભાઈ ખીમસુરિયા (ઉ.વ.59)એ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં આરોપી તરીકે તેના પૂર્વ જમાઈ સોરઠિયા પ્લોટમાં જ રહેતા મહાવીર મહેન્દ્ર સરવૈયાનું નામ આપ્યું હતું.ભરતભાઈએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમની પુત્રી વનિતાએ દોઢેક વર્ષ પહેલાં મહાવીર…

Read More

સાપર ખાતે મજુરી કામ અર્થે જતા મરિયમબેનને એક બસે ફંગોળ્યા બાદ બીજી બસનું ટાયર માથે ફરી વળ્યું Rajkot,, તા.૨૯ રાજકોટમાં કોઠારીયા સોલ્વન્ટમાં  આવેલા રસુલપરામાં રહેતા પ્રૌઢા નોકરી ઉપર જતા હતા,ત્યારે રોડ ક્રોસ કરતી વેળાએ એસટી બસના ચાલકે ઉલાળતા પ્રૌઢા ફંગોળાઈને સામેની સાઈડથી આવતી એસટી બસ નીચે ચગદાઈ જતાં ગંભીર રીતે ઘવાયેલા પ્રૌઢાનું કમકમાટીભર્યું મોત નિપજતા પરિવારમાં કલ્પાંત છવાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર કોઠારીયા સોલ્વન્ટમાં આવેલા રસુલપરામાં રહેતા મરીયમબેન હનીફભાઈ મકરાણી નામના પ્રૌઢાનું રાજકોટથી શાપર વેરાવળ કામ કરવા જતી વેળાએ ગોંડલ રોડ પર આવેલ રસુલપરાના ગેઈટ સામે રોડ ક્રોસ કરતા હતા ત્યારે શાપર તરફથી આવતી જી.જે.18 ઝેડ. 4963 નંબરની એસટી બસના…

Read More

તરતા ન આવડવા છતાંય મિત્ર સાથે ન્હાવા પડ્યો : પરિવારમાં શોક Rajkot,, તા.૨૯ રાજકોટમાં ખોખડદળ નદીમાં ડૂબી જતાં 13 વર્ષના તરુણનું મોત થતાં પરિવારમાં અરેરાટી મચી જવા પામી છે. પ્રાપ્ત વિગતો મુજબ મૂળ યુપીના અને હાલ કોઠારીયા સોલવન્ટના  શિવમનગરમાં રહેતા બાબુભાઈ ગૌતમનો 13 વર્ષીય પુત્ર આકાશ ગૌતમ ગઇકાલે તેના મિત્ર સાથે ખોખડદળ નદી પાસે ગયો હતો. ત્યારે નદીમાં ન્હાવા પડતાં તે ડૂબ્યો હતો. જેથી તેનો મિત્ર દોડી આવી તેના પરિવારને જાણ કરી હતી. અને પરિવારે ફાયરને જાણ કરતાં ટીમે તેના મૃતદેહને બહાર કાઢી પીએમ અર્થે ખસેડ્યો હતો.આ મામલે આજીડેમ પોલીસના સ્ટાફે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે,મૃતક એક ભાઈમાં મોટો…

Read More

ત્રણ માસ પૂર્વે જેતપુરની યુવતી સાથે સગપણ કર્યું’તુ Rajkot, તા.૨૯ રાજકોટના વિછીયા તાલુકાના સનાડી  ગામે કાંતિભાઈ હરિયાણીની વાડીએ રહેતા યુવાને સગાઈ તૂટી જવાનું માઠું લાગી આવતા ઝેર પીધું.પોલીસે બનાવ અંગે વધુ તપાસ હાથધરી છે. રાજકોટના વિછીયા તાલુકાના સનાડી  ગામે કાંતિભાઈ હરિયાણીની વાડીએ રહેતા કરણભાઈ અર્જુનભાઈ નાયક (ઉં.વ.20) નામના યુવકે વાડીએ હતો ત્યારે ઝેરી દવા પી લેતા તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.પોલીસની પ્રાથમિક તપાસમાં યુવકની સગાઈ ત્રણ માસ પૂર્વે જેતપુરની યુવતી સાથે થઈ હોય,બાદમાં યુવતીએ ગઈ કાલે સગાઈ તોડી નાખવાનું કહેતાં સહન ન થઈ શકતા યુવકે ઝેર પી લેતા તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.બનાવ અંગે…

Read More

થોરીયાળી ગામની પરિણીતાએ માનસિક બિમારીથી કંટાળી ઝેર પી જીવન ટુંકાવ્યું : પરિવારમાં શોક Paddhari,, તા.૨૯ રાજકોટ જિલ્લાના પડધરી પંથકમાં આપઘાતના બે બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે.જેમાં ખામટા ગામે રહેતી અને રાજકોટમાં કોલેજ નો અભ્યાસ કરતી યુવતીએ કોલેજની ફી ભરવામાં મોડું થતા ફાંસો ખાઈ લીધો હતો જેનું સારવાર દરમિયાન મોત થયું હતું,જયારે થોરીયાળી ગામે માનસિક બિમારીથી કંટાળી ઝેર પી આપઘાત કરી લેતા મહિલાનું મોત થતાં એમ બંનેના પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. પડધરીના ખામટા ગામે રહેતી અને રાજકોટમાં કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી હેતલબેન ભરતભાઈ વાઘેલા (ઉ.વ.૨૦) નામની યુવતીએ ગત તા.૨૨ એ ઘરે પાઈપમાં સાડી બંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા…

Read More

વાહન પર કાબૂ ગુમાવતા  અકસ્માત સર્જાયો : પરિવારમાં કલ્પાંત Morbi,, તા.૨૯ મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં ઘુનડા ખાનપર ગામે રહેતા યુવકનું ભાઈને મળવા ખીજડીયા ગામે જતી વેળાએ રસ્તામાં બાઈક સ્લીપ થતાં સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં ઘુનડા ખાનપર ગામે રહેતા અનિલભાઈ નજરુભાઈ છપ્પનિયા (ઉં.વ.18) નામના યુવકનું ગત તા. 26 ના નવેક વાગ્યાના અરસામાં ગામમાં ખીજડીયા રોડની નજીક બાઇક સ્લીપ થઇ જતા તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો,જ્યાં ચાલુ સારવાર દરમિયાન યુવકનું મોત નીપજતાં પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યુ હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં યુવક તેના મોટા ભાઈને મળવા ખીજડીયા ગામે જતો હતો ત્યારે રસ્તામાં ખીજડીયા રોડ નજીક બાઇક…

Read More

વાંકાનેર પંથકનો યુવાનને ચાંદીપુરાના લક્ષણ  : બ્લડ સેમ્પલને ગાંધીનગર મોકલાયા Rajkot, તા.૨૯ ચાંદીપુરાએ રાજ્યભરમાં કહેર મચાવ્યો છે ત્યારે હાલ સુધીમાં ચાંદીપૂરાના લક્ષણો બાળકો સુધી સિમીત હતા પરંતુ તેના લક્ષણો સાથે એક યુવાન રાજકોટ સિવિલમાં દાખલ થતાં ચિંતાનો વ્યાપ વધ્યો છે. વાંકાનેરના ૧૮ વર્ષીય યુવકની સાથે લોધીકા અને મોરબી રોડ પર વધુ બે બાળકોને પણ ચાંદીપૂરા હોવાની શંકાએ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.પ્રથમ યુવક સિવિલમાં દાખલ થતાંની સાથે તંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.યુવકના બ્લડ સેમ્પલ લઈને લેબમાં મોકલાયા છે. ચાંદીપૂરામાં હાલ સુધી શંકાસ્પદ કે પોઝિટીવ વાયરસમાં બાળકો જ કેન્દ્ર સ્થાને હતા, પરંતુ હાલ તેમાં યુવાનો પણ સપડાતા આરોગ્ય તંત્રમાં પણ દોડધામ…

Read More

ગયા વર્ષે, નિર્માતાઓએ વિસ્ફોટક ફર્સ્ટ લુક સાથે લોકો સાથે ‘કાંતારા ૨’ ની જાહેરાત શેર કરી હતી Mumbai, તા.૨૯ જોરદાર સફળતા જોઈને મેકર્સે ૨૦૨૩માં ‘કંતારા’ની સિક્વલની જાહેરાત કરી હતી. ગયા વર્ષે, નિર્માતાઓએ વિસ્ફોટક ફર્સ્ટ લુક સાથે લોકો સાથે ‘કાંતારા ૨’ ની જાહેરાત શેર કરી હતી. અને હવે આને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે. કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ફિલ્મ ‘કંટારા’એ ૨૦૨૨માં લોકોને એક મોટું સરપ્રાઈઝ આપ્યું હતું. પૌરાણિક કથા સાથે જોડાયેલી અદભૂત વાર્તા સાથે આવેલી આ ફિલ્મમાં કન્નડ અભિનેતા ઋષભ શેટ્ટીના કામે લોકોને આશ્ચર્યચકિત કરી દીધા હતા. ફિલ્મના ક્લાઈમેક્સમાં તેને મોટા પડદા પર જોઈને લોકો મંત્રમુગ્ધ થઈ ગયા હતા. આ ફિલ્મનું નિર્દેશન…

Read More

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૯.૦૭.૨૦૨૪ ના રોજ… બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૧૩૩૨ સામે ૮૧૬૭૯ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૧૧૩૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૭૭૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૩ પોઈન્ટના ઉછાળા સાથે ૮૧૩૫૫ પોઈન્ટ ઉછાળા સાથે બંધ થયેલ..!!! નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલાબંધ ૨૪૯૧૫ સામે ૨૪૯૯૯ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૪૮૩૩ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૪૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૯ પોઈન્ટના ઉછાળા સાથે ૨૪૯૨૪ પોઈન્ટ…

Read More

એમસીએક્સ પર સોનાના વાયદાના ભાવમાં રૂ.282 અને ચાંદીમાં રૂ.660ની વૃદ્ધિઃ ક્રૂડ તેલનો વાયદો રૂ.26 નરમ બિનલોહ ધાતુઓમાં મિશ્ર વલણઃ નેચરલ ગેસ, મેન્થા તેલ ઢીલાઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.12,043 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 39,612 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.1.74 કરોડનાં કામકાજ મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં સોમવારે સાંજે 5-45 વાગ્યે રૂ.51,656.93 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.12,043.15 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 39612.04 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.68,426ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.68,535 અને નીચામાં રૂ.68,365…

Read More