Author: Vikram Raval

New Delhi,તા.29 સોશિયલ મીડિયામાં ભારે આક્રોશ અને હોબાળો થતાં કેન્દ્ર સરકારને બજેટના એક પ્રસ્તાવ અંગે સ્પષ્ટતા કરવાની ફરજ પડી છે. ભારતમાં રહેતા લોકોને વિદેશ યાત્રા પર જતા પહેલા ટેક્સની ચુકવણી કરી ટેક્સ ક્લિયરન્સ સર્ટિફિકેટ ફરજિયાત મેળવવાના ભ્રામક સમાચારો અંગે સરકારે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે ઇન્કમ ટેક્સ એક્ટ, 1961ની કલમ 230 હેઠળ પ્રત્યેક વ્યકિત ટક્સ ક્લિયરન્સ સર્ટિફિકેટ મેળવવું ફરજિયાત નથી. ઉલ્લેખનીય છે કે 23 જુલાઇએ જ્યારે નાણા મંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજૂ કર્યુ હતું ત્યારે ટેક્સ ક્લિયરન્સ સર્ટિફિકેટ પ્રાપ્ત કરવા માટે બ્લેક મની ટેક્સ, 2015નો સંદર્ભ સામેલ કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. ત્યારબાદ આ અંગે તમામ પ્રકારના રિપોર્ટ સામે આવ્યા…

Read More

New Delhi,તા.29 વર્ષ 2012માં દિલ્હી ખાતે થયેલા નિર્ભયા કાંડ બાદ મહિલાઓની સુરક્ષા અને તેમની સમસ્યાના તાકીદે નિવારણ માટે ‘વન સ્ટોપ સેન્ટર’ શરૂ કરાયું હતું. જેમાં ગુજરાતમાંથી વર્ષ 2015થી અત્યાર સુધી 35,500થી વઘુ મહિલાઓની સમસ્યાનું નિરાકરણ થયું છે. અમદાવાદમાં 1600થી વઘુ મહિલાઓની લગ્નેતર સંબંધ સહિતની સમસ્યાનું નિરાકરણ લવાયું 1 એપ્રિલ 2015 થી 31 મે 2024 દરમિયાન વન સ્ટોપ સેન્ટરમાંથી જાતિય સતામણી-ઘરેલુ હિંસા સહિતની સૌથી વઘુ ફરિયાદ મળી હતી. જેમાં ઉત્તર પ્રદેશ 2.37 લાખ સાથે મોખરે, મઘ્ય પ્રદેશ 94 હજાર સાથે બીજા, તમિલનાડુ 79 હજાર સાથે ત્રીજા સ્થાને છે, જ્યારે ગુજરાત નવમાં સ્થાને છે. ગુજરાતમાં કુલ 35 વન સ્ટોપ સેન્ટર આવેલા છે.…

Read More

Gandhinagar,તા.29 ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા 24 જૂનથી ચોથી જુલાઈ દરમિયાન લેવાયેલી ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષાનું પરિણામ આજે(29મી જુલાઈ) જાહેર થયું છે. જેમાં ધોરણ 10માં 28.29 ટકા, જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 49.26 ટકા પરિણામ અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 30.48 ટકા પરિણામ આવ્યું છે.  ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આ વર્ષે ધોરણ 12 સાયન્સમાં તમામ વિષયો સાથે બીજીવાર બોર્ડની પરીક્ષા લેવાઈ હતી. જેમાં અગાઉની મુખ્ય બોર્ડ પરીક્ષામાં પાસ હોય તેવા અને નાપાસ હોય તેવા તમામ વિદ્યાર્થીઓને તક અપાઈ હતી. જ્યારે ધોરણ 10માં ત્રણ વિષયમાં નાપાસ અને ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં બે વિષયમાં નાપાસ થયા હોય તેવા વિદ્યાર્થીઓએ પૂરક પરીક્ષા આપી…

Read More

Jammu-and-Kashmir,તા.29 મેદાની વિસ્તારોમાં ગરમી વધવા પર લોકો કાશ્મીર, હિમાચલ અને ઉત્તરાખંડની ખીણમાં જવાનું વિચારતાં હોય છે. પરંતુ જ્યારે ખીણમાં પણ લૂ ફૂંકાવા લાગે તો શું થશે. કાશ્મીરની સ્થિતિ આ ગરમીમાં આવી જ છે. એટલું જ નહીં જુલાઈના મહિનામાં બે દિવસો માટે પ્રાઈમરી સ્કૂલો બંધ કરવી પડી છે. આવું એટલા માટે કેમ કે ત્યાં લૂ ચાલી રહી છે. 29 અને 30 જુલાઈએ કાશ્મીરમાં તમામ ખાનગી અને સરકારી સ્કુલોને બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. કાશ્મીરના ડિવિઝનલ કમિશનર વી.કે. બિધૂડીએ આ આદેશ જારી કર્યો અને કહ્યું કે વિદ્યાર્થીઓને બોલાવવામાં આવે નહીં. જોકે શિક્ષકોને સ્કુલમાં હાજર રહેવાનું કહેવામાં આવ્યું છે. વી. કે. બિધૂડીએ…

Read More

Bihar,તા.29 સુપ્રીમ કોર્ટે બિહાર સરકારને એક મોટો ઝટકો આપ્યો છે. સામવારે કોર્ટે બિહાર સરકાર દ્વારા અપાયેલા 65 ટકા અનામતને રદ કરવાના હાઈકોર્ટના ચૂકાદા પર સ્ટે આપવાનો ઈન્કાર કર્યો છે. બિહાર સરકારે એસસી, એસટી, ઓબીસી, અને આર્થિક રીતે નબળા વર્ગો માટે સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં અનામત 50 ટકાથી વધારીને 65 ટકા કરવાનો નિર્ણય લીધો હતો. આ નિર્ણયને પટના હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. હાઇકોર્ટે આ નિર્ણયને ગેરબંધારણીય ઠેરવ્યો હતો અને તેના પર સ્ટે આપ્યો હતો. ત્યારબાદ બિહાર સરકારે હાઇકોર્ટના ચૂકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. આ મામલાની સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટના નિર્ણય પર રોક લગાવવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટ સપ્ટેમ્બરમાં આ…

Read More

Canada,તા.29 કેનેડામાં ખાલિસ્તાન સમર્થક અલગાવવાદીઓએ જનમત સંગ્રહ શરુ કર્યો છે. રવિવારે હજારો શીખ અલબર્ટા પ્રાંત સ્થિત કેલગરીના મ્યુનિસિપલ પ્લાઝામાં ભેગા થયા હતા. આ સમયે ભારત વિરૂદ્ધ ભડકાઉ સૂત્રોચ્ચાર થયા હતા. જેમાં ‘કિલ ઇન્ડિયા’ અને ‘દિલ્હી બનેગા ખાલિસ્તાન’ જેવા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, કેનેડામાં આટલી મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ભારત વિરૂદ્ધ નારેબાજી કરી રહ્યા હતા, ત્યારે કેનેડિયન સરકાર મૂકદર્શક બની હતી. આ જનમત સંગ્રહનું આયોજન ચરમપંથી સમૂહ શીખ ફૉર જસ્ટિસે અમેરિકાના સ્થાનિક રાજકીય મિશન સમક્ષ કર્યું હતું. નવી દિલ્હીએ ભારત વિરોધી આ આયોજન વિરૂદ્ધ કેનેડાના વિદેશ મંત્રાલય સમક્ષ ફરિયાદ નોંધાવી હતી. તેમ છતાં જસ્ટિન ટ્રુડોની પોલીસે તેને…

Read More

Himmatnagar,તા.29  હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ ગુજરાતના વિવિધ ભાગોમાં હળવાથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જેમાં આગામી બે દિવસ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો બીજી તરફ જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગામી બે દિવસ એટલે કે 29 અને 30 જુલાઇના રોજ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ આગાહી કરી છે. ત્યારે ફરી એકવાર મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાયો છે. ગત 24 કલાકમાં કલાકમાં 116 તાલુકામાં વરસાદ નોંધાયો છે. બસ પાણીમાં ડૂબી ત્યારે મેઘરાજાએ સાબરકાંઠા પંથકમાં કૃપા વરસાવી છે. હિંમતનગર, ઇડર, અવરલ્લી સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી  જ…

Read More

New Delhi,તા.29 સંસદમાં ચાલી રહેલા મોનસૂન સત્રના છઠ્ઠા દિવસે આજે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પણ બજેટ મુદ્દે ચર્ચા કરવા જોડાયા હતા. રાહુલ ગાંધી ફરી એકવાર આક્રમક અંદાજમાં દેખાયા અને તેમણે સરકારને ઘેરવાની શરૂઆત કરી હતી. અભિમન્યુને ચક્રવ્યૂહમાં ફસાવીને મારી નાખવાની ઘટનાનો ઉલ્લેખ કરતાં રાહુલ ગાંધીએ કહ્યું કે જેવું અભિમન્યુ સાથે કરાયું હતું એવું જ આજના સમયમાં ભારતના લોકો સાથે કરવામાં આવી રહ્યું છે. ચક્રવ્યૂહ વિશે શું બોલ્યા રાહુલ ગાંધી?  રાહુલ ગાંધીએ કહ્યું કે ચક્રવ્યૂહનો વધુ એક સ્વરૂપ હોય છે પદ્મવ્યૂહ જે લોટસવ્યૂમાં હોય છે જેને મોદીજી તેમની છાતી પર લગાવીને ફરે છે. આ વ્યૂહને મોદી, અમિત શાહ, મોહન ભાગવત,…

Read More

mumbai,તા.29 શેરબજારમાં આકર્ષક ઉછાળા સાથે સપ્તાહની શરૂઆત થઈ છે. સેન્સેક્સ અને નિફ્ટી ઓલટાઈમ હાઈ પર ટ્રેડ થઈ રહ્યા છે. સેન્સેક્સ 467.45 પોઈન્ટ ઉછળી 81800.17 અને નિફ્ટી 25000 નજીક 24980.45ની ઐતિહાસિક સપાટીએ પહોંચ્યો હતો. સેન્સેક્સ પેકની કુલ 30 પૈકી 17 શેર્સ ગ્રીન ઝોનમાં અને 13 શેર્સ રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. ગત સપ્તાહે બેન્કિંગ અને પીએસયુ શેર્સમાં મોટાપાયે પ્રોફિટ બુકિંગ બાદ આજે ખરીદી વધતાં શેરબજારમાં વોલ્યૂમ વધ્યું છે. સેન્સેક્સમાં 3954 શેર્સ પૈકી 2540માં સુધારો અને 1247માં ઘટાડે કારોબાર થઈ રહ્યા હતા. આજે સમાચાર લખાયા ત્યાં સુધીમાં 346 શેર્સ વર્ષની ટોચે અને 17 શેર્સ વર્ષના તળિયે, જ્યારે 387 શેર્સમાં અપર સર્કિટ…

Read More

varanasi,તા.29 ઉત્તર પ્રદેશના વારાણસીના એડીએમ આલોક વર્માનો વીડિયો વાયરલ થયો છે. એડીએમ ગેરકાયદે બનેલી બે હોટેલનું ડિમોલિશ કરાવવા પહોંચ્યા હતા. હોટેલ માલિકો સાથે વિવાદ વચ્ચે એડીએમ એટલા ગુસ્સે થઈ ગયા હતા કે તેમણે એક હોટેલ માલિકને નાક પર માથુ માર્યું હતું. જેનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. ડિમોલિશન દરમિયાન એડીએમએ હોટેલ માલિકને હેડ શૉટ માર્યો ડિમોલિશનની કાર્યવાહી દરમિયાન હોટેલ માલિક અને એડીએમ સિટી આલોક વર્મા વચ્ચે બોલાચાલી થઈ હતી, એ સમયે જ એસડીએમએ કાબુ ગુમાવી દીધો હતો અને 40 હોટેલ માલિકને હેડ શોટ માર્યો હતો. જેને કારણે માલિકને ઈજા પહોંચી હતી અને તેમને સારવાર અપાઈ હતી. આ દરમિયાન હોટેલ તોડવાની…

Read More