- India’s GST Reforms 2025-કર માળખા અને વૈશ્વિક અર્થતંત્રના પુનર્નિર્માણ
- Sisodia એ હોસ્પિટલમાં સીએમ માનને મળ્યા, વરસાદ અને પૂરને કારણે પંજાબમાં સ્થિતિ વધુ ખરાબ થઈ છે
- Ludhiana ગામ સસરાલીમાં ધુસી ડેમ તૂટી ગયો, પૂરને કારણે ૧.૭૨ હેક્ટર પાકનો નાશ થયો, ૪૫ લોકોના મોત
- જ્યારે પીએમ મોદી નોબેલ પુરસ્કાર આપવાનું સમર્થન ન કર્યું ત્યારે ટ્રમ્પે તેને ગંભીરતાથી લીધું’, American Expert
- હું હંમેશા મોદીનો મિત્ર રહીશ; ભારત-અમેરિકા સંબંધો ખાસ છે ,Donald Trump
- Western Sudan ના દારફુર ક્ષેત્રમાં ભૂસ્ખલનથી ૨૦૦ બાળકોના મોત
- નમાજ પછી હિંસક ઘટનાઓથી ધ્રુજી ઉઠ્યું Bangladesh, સૂફી સંતની કબર ખોદી અને મૃતદેહ સળગાવી દીધો
- Akshay Kumar પંજાબ પૂરગ્રસ્ત લોકો માટે ૫ કરોડ રૂપિયાનું વચન આપ્યું
Author: Vikram Raval
varanasi,તા.29 ઉત્તર પ્રદેશના વારાણસીના એડીએમ આલોક વર્માનો વીડિયો વાયરલ થયો છે. એડીએમ ગેરકાયદે બનેલી બે હોટેલનું ડિમોલિશ કરાવવા પહોંચ્યા હતા. હોટેલ માલિકો સાથે વિવાદ વચ્ચે એડીએમ એટલા ગુસ્સે થઈ ગયા હતા કે તેમણે એક હોટેલ માલિકને નાક પર માથુ માર્યું હતું. જેનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. ડિમોલિશન દરમિયાન એડીએમએ હોટેલ માલિકને હેડ શૉટ માર્યો ડિમોલિશનની કાર્યવાહી દરમિયાન હોટેલ માલિક અને એડીએમ સિટી આલોક વર્મા વચ્ચે બોલાચાલી થઈ હતી, એ સમયે જ એસડીએમએ કાબુ ગુમાવી દીધો હતો અને 40 હોટેલ માલિકને હેડ શોટ માર્યો હતો. જેને કારણે માલિકને ઈજા પહોંચી હતી અને તેમને સારવાર અપાઈ હતી. આ દરમિયાન હોટેલ તોડવાની…
Gandhinagar,તા.29 યુજીસીના ડિમ્ડ યુનિવર્સિટી માટેના નવા રેગ્યુલેશન્સ 2023 મુજબ ડિમ્ડ યુનિવર્સિટીએ પોતાનું સ્ટેટસ જાળવી રાખવા માટ 3 હજાર વિદ્યાર્થી દર્શાવવા જરૂરી છે. ગુજરાતમાં હાલ ગુજરાત વિદ્યાપીઠ અને સુમનદીપ વિદ્યાપીઠ સહિતની બે ડિમ્ડ યુનિવર્સિટીઓ આવેલી છે. જેમાં ગાંધીજી સ્થાપિત સૌથી જુની એવી અમદાવાદની ગુજરાત વિદ્યાપીઠમાં યુજી-પીજીના તમામ વર્ષના મળીને બે હજાર વિદ્યાર્થીઓ છે. ગુજરાત વિદ્યાપીઠે આગામી પાંચ વર્ષમાં 3 હજાર વિદ્યાર્થીની સંખ્યા કરવી પડશે. જો કે વિદ્યાપીઠમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધી રહી હોવાથી આગામી બે થી ત્રણ વર્ષમાં કુલ વિદ્યાર્થીની સંખ્યા 3 હજાર પહોંચી જશે. તમામ ડિમ્ડ યુનિવર્સિટીએ એમઓએ કરાર સ્વીકારવો પડશે યુજીસીના નવા નિયમો મુજબ દેશમાં આવેલી તમામ ડિમ્ડ યુનિવર્સિટીએ એમઓએ…
Turkey,તા.29 ઈઝરાયલ અને પેલેસ્ટાઈન યુદ્ધ વચ્ચે હવે તૂર્કીયેએ એન્ટ્રી કરી છે. તૂર્કીયેના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગાને કહ્યું કે, ‘પેલેસ્ટાઈન અને ગાઝાના લોકોની મદદ માટે અમે ઈઝરાયલમાં પણ ઘૂસી જઈશું. અમે ભૂતકાળમાં પણ લીબિયા અને નાગોર્નો-કારાબાખ જેવા દેશોમાં ઘૂસીને પાઠ ભણાવી ચૂક્યા છીએ.’ આ જાહેરાતથી ઈઝરાયલની સાથે સાથે હવે અમેરિકા પર ટેન્શનમાં આવી ગયું છે કેમ કે જો તૂર્કીયે સીધી રીતે ઈઝરાયલ પર આક્રમણ કરે તો ગાઝા અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલું યુદ્ધ વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકે છે અને એટલા માટે જ અમેરિકાએ પણ તેમાં એન્ટ્રી કરવી પડી શકે છે. કેમ કે ઈઝરાયલ અને અમેરિકા પાક્કા મિત્ર અને સમર્થક દેશો…
Ahmedabad,તા.29 ચોમાસામાં થોડા વરસાદ વરસે ત્યાં રસ્તા ધોવાઇ જાય છે, ગટરો ઉભરાય છે. ઠેર ઠેર વરસાદી પાણી ભરાય છે. આ સમસ્યાને કારણે સામાન્ય જનજીવન અસ્ત વ્યસ્ત થઇ જાય છે. સરકાર ભલે ગમે તેટલી ડીંગો હાંકે પણ ચોમાસુ આવે ત્યારે દર વર્ષે આ જ સમસ્યા યથાવત રહે છે. વિકાસ કામ પાછળ કરોડ રૂપિયાનો ઘૂમાડો સ્માર્ટ સિટીની યોજના ધૂળધાણી થઇ છે. અમદાવાદ શહેરોના માળખાકીય વિકાસ પાછળ સરકારે 5 વર્ષમાં કુલ 82.611 કરોડ રૂપિયાનો ઘૂમાડો કર્યો પણ શહેરોની સમસ્યામાં કોઈ ફરક પડ્યો નથી. ભ્રષ્ટાચાર થકી કાળી કમાણી કરવાની જાણે દોડ લાગી છે. ત્યારે કહેવાતી સ્માર્ટ સિટીમાં રખડતાં ઢોર, ભૂવા- ખાડાખૈયાવાળા માર્ગો, ટ્રાફિક, ઠેર…
Mandal અંધાપાકાંડના પીડિતોને Government ની વળતરની ‘લોલીપોપ’, 7 મહિના વીત્યાં છતાં હજુ ‘પાઈ’ નથી મળી!
Mandal,તા.29 વિરમગામ જિલ્લાના માંડલ ખાતે રામાનંદ હોસ્પિટલ ખાતે આંખનાં ઓપરેશન કરાયાં હતાં જેમાં ડૉક્ટરની બેદરકારીથી 17 દર્દીઓએ દ્રષ્ટિ ગુમાવવાનો વારો આવ્યો હતો. એ વખતે ભારે હોબાળો મચતાં સરકારે અસરગ્રસ્તોને યોગ્ય વળતર ચૂકવવા ખાતરી આપી હતી પણ આ વાતને સાતેક મહિનાનો સમય વિત્યો છે. સરકારે હજુ આ ગરીબ દ્રષ્ટિવિહોણાને કાણીપાઇ ચૂકવી નથી. સરકારે આંખ ગુમાવનારાઓને પણ લોલીપોપ આપવાનુ બાકી રાખ્યુ નથી. આંખના ઓપરેશન બાદ દર્દીઓને જોવામાં તકલીફ ઉભી થઇ હતી 10મી જાન્યુઆરી, 2024ના રોજ વિરમગામ જીલ્લાના માંડલ ખાતે શ્રી રામાનંદ હોસ્પિટલમાં આંખના ઓપરેશન કરાયા હતાં. ત્રણેક દિવસ બાદ ઘણાં દર્દીઓને જોવામાં તકલીફ ઉભી થઇ હતી. પરિણામે પાંચ દર્દીઓને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં…
Madhya Pradesh,તા.29 મધ્યપ્રદેશ કોંગ્રેસના વરિષ્ઠ અને કદાવર નેતા આરિફ અકીલનું નિધન થઈ ગયું છે. સોમવારે સવારે તેમણે ભોપાલની એક ખાનગી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. ઉલ્લેખનીય છે કે તે લાંબા સમયથી બીમાર હતા. 6 વખત ધારાસભ્ય રહ્યાં આરીફ અકીલ 1990માં પહેલીવાર ધારાસભ્ય બન્યા હતા. તે ભોપાલની ઉત્તર વિધાનસભા બેઠક પરથી છ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. તેમણે મધ્યપ્રદેશ સરકાર (પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ સરકાર)માં બે વખત મંત્રી પદ પણ સંભાળ્યું હતું. તેમને લઘુમતી કલ્યાણ, જેલ અને ખાદ્ય વિભાગો સોંપવામાં આવ્યા હતા. જો કે, તબીયત સારી ન હોવાને કારણે આરિફ અકીલે તેમના પુત્ર આતિફ અકીલને 2023માં ભોપાલ ઉત્તર વિધાનસભા બેઠક પરથી ટિકિટ આપી…
mumbai,તા.29 પાલઘર જિલ્લાના નાલાસોપારા પોલીસે 43 વર્ષના એક એવા ‘વરરાજા’ને પકડી પાડ્યો છે જેણે છેલ્લા થોડા વર્ષોમાં 20 મહિલાઓ સાથે લગ્ન કરી તેમના પાસેથી પૈસા અને કિંમતી વસ્તુ પડાવી તેમની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હતી. એમબીવીવી પોલીસે જણાવ્યું હતું કે નાલાસોપારામાં રહેતી એક મહિલાની ફરિયાદના આધારે ફિરોઝ નિયાઝ શેખની કલ્યાણથી ધરપકડ કરવામાં આવી હતી. ફિરોઝ મેટ્રિમોનિઅલ સાઈટ્સ પરથી ત્યક્તા કે વિધવાઓને શિકાર બનાવતો આ સંદર્ભે વઘુ વિગત આપતા સિનિયર પોલીસ ઈન્સ્પેક્ટર વિજયસિંહ ભાગલે જણાવ્યું હતું કે ફરિયાદી મહિલાના જણાવ્યાનુસાર તેની આરોપી સાથે એક મેટ્રિમોનિઅલ સાઈટ પરથી ઓળખાણ અને મિત્રતા થઈ હતી ત્યારબાદ બન્નેએ લગ્ન કરી લીધા હતા. મહિલાની ફરિયાદ…
vadodara,તા.29 મધ્ય ગુજરાતની વિશ્વામિત્રી, ઓરસંગ, મહિ, સૂર્યા, જાબુઆ, એરણ અને નર્મદાના પાણીમાં ચોમાસામાં વહી આવતા મગરોની મોટી સંખ્યા માનવ વસાહતમાં પણ જોવા મળી રહી છે. છેલ્લા બે મહિનામાં વડોદરા, ખેડા, આણંદ અને નડિયાદના વિસ્તારોમાં 110 જેટલા મગરોના રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. છેલ્લા ચાર મહિનામાં વન વિભાગ દ્વારા નદી કાંઠા અને શહેરમાં પાણી ભરાયેલા વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારી દીધું છે. 110 મગરને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે આ બે મહિનામાં મગર દ્વારા ખેંચી જવામા આવતા સાત લોકોના મૃત્યુ નોંધાયા છે. આ અંગે વલ્લભ વિદ્યાનગરમાં મગર રેસ્ક્યુ ઓપરેશનમાં સક્રિય અને વન વિભાગ સાથે કાર્ય કરતા નેચર હેલ્પ ફાઉન્ડેશનના અલ્કેશ મુરલી જણાવે છે કે આ…
America,તા.29 એકબાજુ અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણીને લઈને માહોલ જામી ગયો છે. ત્યાં હાલમાં જ રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર અને અમેરિકાના પૂર્વપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર ગોળીબાર થતાં ખળભળાટ મચી ગયો હતો. હજુ માંડ એ ઘટનાને થોડાક જ દિવસો વીત્યાં હતા ત્યાં ફરી એકવાર અંધાધૂંધ ફાયરિંગની ઘટના સામે આવી છે. જેને લઇને અમેરિકાના ગન કલ્ચર સામે સવાલો ઊઠવાનું શરૂ થયું છે. તાજેતરનો મામલો ન્યૂયોર્કનો છે. 20 વર્ષીય યુવાનનું મોત અહેવાલો અનુસાર, ન્યૂયોર્કના રોચેસ્ટર શહેરના પાર્કમાં ગોળીબાર થયાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક 20 વર્ષીય યુવાનનું મૃત્યુ થયાની માહિતી છે. જ્યારે અન્ય 6 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ ટુકડી…
Gandhinagar,તા.29 રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઇ હતી. ત્યારબાદ હવે સ્થિતિ કાબૂમાં આવી છે અને વરસાદી પાણી ઓસર્યા છે. ત્યાં તો ફરી એકવાર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો માહોલ જામ્યો છે. આજે વહેલી સવારથી અમદવાદમાં કાળાડિબાંગ વાદળો જોવા મળ્યા હતા. 10 વાગે પણ વહેલી સવારના 5 વાગ્યા એવો માહોલ હતો. વહેલી સવારથી ધીમી ધારે શરૂ થયેલા વરસાદે જમાવટ કરતાં ધોધમાર વરસ્યો છે. આજે વહેલી સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં મહીસાગરના વિરપુર તાલુકામાં 1.26, લુણાવાડા તાલુકામાં 3.74, ખાનપુર તાલુકામાં 1.57 ઇંચ વરસાદ ખાબક્યો હતો, જ્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં 1.85 ઇંચ, મેઘરજ તાલુકામાં 1.73 ઇંચ વરસાદ…