- 06 સપ્ટેમ્બર નું પંચાંગ
- 06 સપ્ટેમ્બર નું રાશિફળ
- Gondal: દેવચડી ગામેરિલ્સ બનાવવાની ઘેલછાની ચક્કરમાં 14 વર્ષની સગીરા ઝેરી દવા પીધી
- Rajkot: ‘હેલમેટ અમને મંજુર નથી : યુવા એડવોકેટની ટીમ મેદાને
- Nifty Future ૨૪૬૦૬ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!
- MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
- Teachers’ Day and Eid-e-Milad નો અનોખો સંગમ ૫ સપ્ટેમ્બર ૨૦૨૫
- નવીન દ્રષ્ટિકોણથી શિક્ષક: ભૂમિકા અને જવાબદારીઓ
Author: Vikram Raval
Mumbai,તા.૨૬ બોલિવૂડ એક્ટ્રેસ પરિણીતી ચોપરા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. અવારનવાર પોતાની પોસ્ટથી લોકોના દિલને સ્પર્શતી પરિણીતીએ હાલમાં જ એક ક્રિપ્ટિક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટ જોયા પછી ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે લગ્નના ૧૦ મહિના પછી તેમના લગ્નજીવનમાં કોઈ સમસ્યા સર્જાઇ કે કેમ. જોકે ગતવર્ષે ૨૪ સપ્ટેમ્બરના રોજ પરિણીતી ચોપરાએ આપ સાંસદ રાઘવ ચઢ્ઢા સાથે લગ્ન કર્યા હતા. પરિણીતીએ વીડિયો સાથેના કેપ્શનમાં લખ્યું હતુ કે આ મહિને મેં જીવન પર વિચાર કરવા માટે થોડો સમય થોભાવ્યો અને તેનાથી મારો વિશ્વાસ પુનઃસ્થાપિત થયો. માઇન્ડસેટ એ બધું છે બિનમહત્વની વસ્તુઓ કે લોકોને મહત્વ ન આપો. એક સેકન્ડ…
Porbandar,તા.૨૬ પોરબંદરમાં ભારે વરસાદ પડી રહ્યો હતો જે બાદ વરસાદી પાણીના નિકાલની માહિતી આપવા ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ પ્રેસ કોંફરન્સ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે પોરબંદરમાં ૧૮ થી ૨૨ જુલાઈ વચ્ચે ૩૧ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. તેમાં પણ એક જ રાત્રીમાં લગભગ ૨૫ ઇંચ જેટલો વરસાદ થયો હતો. ઉપરાંત ઉપરવાસમાં પડેલ વરસાદનું પાણી નીચાણવાળા વિસ્તારમાં આવતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે જે પાણી ભરાયા હતા તેના નિકાલ માટે અત્યારે ૪૬૫ હોર્સપાવર કેપીસીટીના ૧૧ પંપો કાર્યરત છે. બોખીરા વિસ્તારમાં બે બાજુથી નેવીએ હિસ્સો કવર કરેલો છે. જેના કારણે ત્યાંથી પાણી નિકાલ થતો હતો તે…
Gandhinagar,તા.૨૬ ગુજરાતમાં ચાંદીપૂરા રોગચાલો કહેર વર્તાવી રહ્યો છે. ત્યારે આ મામલે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. રાજ્યમાં કુલ ૧૩૩ કેસ નોંધાયા છે, જેમાંથી ૧૨૪ દર્દી ગુજરાતના અને અન્ય રાજ્યના ૯ દર્દી છે. અત્યારસુધી રાજ્યમાં ચાંદીપૂરા રોગના ૩૭ પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્યમાં અત્યારસુધી કુલ ૪૪ બાળકોના મૃત્યુ થયા છે, પરંતુ ૨૬ બાળકોને સફળતાપૂર્વક સારવાર આપીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલ રાજ્યમાં ૫૪ બાળકો સારવાર હેઠળ છે. આરોગ્ય વિભાગની સાથે વહીવટી વિભાગ પણ આ રોગચાળા સામેની લડતમાં સતત કામ કરી રહ્યો છે. રાજ્યના જિલ્લા તંત્ર અને મ્યુનિસિપલ કમિશનરે સાથે મળી આ રોગચાળાની સ્થિતિને કાબુમાં લેવાનો પ્રયત્ન કર્યો છે.…
Ahmedabad,તા.૨૬ મુંબઈથી એક વ્યક્તિએ ઈરાન મોકલેલા પાર્સલમાં ડ્રગ્સ હોવાનું કહીને પોતે એનસીબીના અધિકારી તરીકેની ઓળખ આપીને રૂ. ૯,૭૬,૪૦૦ ની છેતરપિંડી કરનારા ત્રણ શખ્સોની સાયબર ક્રાઈમ પોલીસે ધરપકડ કરી છે. આ અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.આ બનાવની વિગત મુજબ મુંબઈથી એક વ્યક્તિએ ફેડેક્સ કુરિયર કંપની મારફતે પાર્સલ મોકલ્યું હતું. દરમિયાન પોતે એનસીબી (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો)ના અધિકારી હોવાની ખોટી ઓળખ આપીને આરોપીઓએ આ પાર્સલમાં નાર્કોટિકેસ ડ્ર્ગલ હોવાનું પાર્સલ મોકલનારી વ્યક્તિને જણાવ્યું હતું. જેને કારણે પાર્સલ મોકલનાર ગભરાઈ ગયો હતો.બીજીતરફ આરોપી ગેંગે આ વ્યક્તિ પાસે એસકેવાયપીઇ એપ્લિકેશન ડાઉનલોડ કરાવીને આ વ્યકિતના બેન્ક એકાઉન્ટમાંથી રૂ.૧૦,૦૦,૦૦૦ ની પ્રિએપ્રિવ્ડ લોન મંજુર કરાવી લીધી હતી.…
Ahmedabad.તા.૨૬ દુનિયામાં જે રીતે ઓનલાઇન પૈસાની લેન-દેન વધી છે તેની સાથે ઓનલાઇન છેતરપિંડી પણ ખૂબ વધી ગઈ છે, લગભગ તમામ લોકો ઓનલાઇન ફ્રોડના ભોગ બન્યા હોય છે. ગુજરાતમાં પણ બેંકીગને લગતા ફ્રોડ વધી ગયા છે. ગુજરાતમાં આ વર્ષે ફ્રોડના ૧૩૪૯ કેસની ફરિયાદ નોધવામાં આવી હતી જેમાં ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ ઈન્ટરનેટ બેન્કિંગ વગેરેમાં ફ્રોડ થયાની ફરિયાદો નોંધાઈ હતી. યુનિયન ફાઈનાન્સ મીનીસ્ટ્રીના ડેટા પ્રમાણે વર્ષ ૨૦૨૨ – ૨૩ મા બેંકીગ ફ્રોડના ૨૪૭ કેસ નોંધાયા હતા અને વર્ષ ૨૦૨૩ – ૨૪ મા ૧૩૪૯ કેસો નોંધાયા છે જે લગભગ ૪૬૯ ટકાનો વધારો દર્શાવે છે આ ડેટામાં સૌથી વધુ રાજ્યોમાં બેંકીગ ફ્રોડ થયા…
Ujjain,તા.૨૬ ભાગવત કથામાં હું એ વાતો કહેવા નથી આવ્યો જે તમારા કાનને પ્રિય છે, પણ હું એ વાતો કહું છું જે સનાતન ધર્મને આગળ લઈ જશે. અત્યારે તો બધા સનાતનનો ધ્વજ લહેરાવીને આ ધર્મને આગળ લઈ જવાની વાત કરે છે, પણ હું બધાને ચેતવણી આપું છું કે અત્યારે પણ સાવધાન રહેવું જોઈએ, ઉત્તર પ્રદેશના ૧૭ જિલ્લા આપણા હાથમાંથી છીનવાઈ ગયા છે. પશ્ચિમ બંગાળમાં પણ આવી જ સ્થિતિ છે, ત્યાંના લોકો પણ આ જ સમસ્યાથી ઝઝૂમી રહ્યા છે. આસામમાં ૫ લાખ લોકો પાસે પાસપોર્ટ અને વિઝા નથી. મારો સીધો મતલબ એ છે કે ૨૫ વર્ષ પહેલા એ લોકો ૨ કરોડ હતા,…
રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૬.૦૭.૨૦૨૪ ના રોજ… બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૦૦૩૯ સામે ૮૦૧૫૮ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૦૦૧૩ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૪૧૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૨૯૩ પોઈન્ટના ઉછાળા સાથે ૮૧૩૩૨ પોઈન્ટ ઉછાળા સાથે બંધ થયેલ..!!! નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલાબંધ ૨૪૪૫૫ સામે ૨૪૪૭૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૪૪૧૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૫૨૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૪૬૦ પોઈન્ટના ઉછાળા સાથે ૨૪૯૧૫ પોઈન્ટ…
એમસીએક્સ પર કોટન-ખાંડી વાયદાના ભાવમાં રૂ.430નો સુધારોઃ મેન્થા તેલમાં નરમાઈનો માહોલ સોનાના વાયદામાં રૂ.312નો ઉછાળોઃ ચાંદીમાં રૂ.9ની નોમિનલ વૃદ્ધિઃ ક્રૂડ તેલ રૂ.24 ડાઊનઃ નેચરલ ગેસ પણ ઢીલુઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.10,273 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 25,651 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.3.27 કરોડનાં કામકાજ મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં શુક્રવારે સાંજે 5-15 વાગ્યે રૂ.35,927.76 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.10,273.32 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 25651.17 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.67,990ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.67,990…
Ahmedabad તા ૨૬ રહસ્ય અને કોમેડીનાં સમન્વય એવી ગુજરાતી ફિલ્મ ચોર ચોર નજીકના સિનેમાગૃહોમાં આવી ગયી છે. સુનિલ વિસરાની, રાજન રાઠોડ, વિવેક પટેલ, અનુરાગ પ્રાપ્પ્ના, ભૂષણ ભટ્ટ અને હેમાંગ શાહ અભીનીત ચોર ચોર ફિલ્મના લેખક સંજીવ સોનીએ જણાવ્યા મુજબ એક ૩૦૦૦ વર્ષ જૂની મૂર્તિ મ્યુઝિયમમાંથી ચોરાઈ જાય છે અને બે ખિસ્સાકાતરુઓના હાથમાં આવી જાય છે. તેઓ અજાણતા તેને જમવા માટે હોટેલના માલિકને આપી દે છે પરંતુ જ્યારે તેમને ખબર પડે છે કે તે મૂર્તિ ઉપર પચાસ લાખનું ઈનામ જાહેર કરવામાં આવ્યુ છે ત્યારે તે બંને ચોર તેને ચોરી કરવાનું નક્કી કરે છે અને તે ખજાનાની શોધમાં હરીફ ચોરો સાથે જે…
Mumbai,તા.26 સાઉથના અભિનેતા અજીત કુમારને દિગ્દર્શક પ્રશાંત નીલની બે ફિલ્મોમાં કામ કરવાની તક મળી છે. અભિનેતા અને દિગ્દર્શકની મુલાકાત થઇ ગઇ છે અને તેણ બે ફિલ્મો સાઇન કરી હોવાની ચર્ચા છે. સૂત્રના અનુસાર, જેમાંની એક એકશન ડ્રામા ફિલ્મ હશે અને બીજી ફિલ્મ કેજીએફ ૩ હોવાનું કહેવાઇ રહ્યું છે. દિગ્દર્શકે અભિનેતા પાસે આ બે પ્રોજેકટ માટે ત્રણ વરસનો સમય માંગ્યો છે. જો બધુ સમૂસુથરુ ંપાર પડશે તો યશ અને અજીતને પ્રથમ વખત સ્ક્રિન પર સાથે જોવાની તક પ્રાપ્ત થશે. રિપોર્ટના અનુસાર, પ્રશાંત નીલ સાથેની અજીતની પહેલી ફિલ્મનું હાલનું શીર્ષક એકે ૬૫ છે આ ફિલ્મ ૨૦૨૬માં રિલીઝ કરવાની યોજના છે. તેમજ કેજીએફ…