Author: Vikram Raval

Mumbai,તા.26 અજય દેવગણની ત્રણ ફિલ્મો આ વરસે રિલીઝ  થવાની છે. આ દરમિયાન તેણે વધુ એક એકશન ફિલ્મ સાઇન કરી હોવાનું જણાય છે. કહેવાય છે કે,  તે આ વખતે એક નવા જ અવતારમાં જોવા મળશે. હાલ અજય દેવગણ અને લવ રંજન દે દે પ્યાર દે દે ટુમાં સાથે કામ કરી રહ્યા છે. આ દરમિયાન તેમણે વધુ એક ફિલ્મ સાથે કરવાનો નિર્ણય લઇ લીધો છે. સોશિયલ મીડિયાના પોર્ટલના અનુસાર, દિગ્દર્શક જગન શક્તિ સાથે અજય દેવગણ એક ફિલ્મ કરવાનો છે. જેનું નિર્માણ લવ રંજનનું હશે. એક બિગ બજેટ ફિલ્મ બનશે જેમાં તે એક નવા અવતારમાં જોવા મળશે. આ ફિલ્મનું સૂટિંગ ડિસેમ્બરના અંતમાં શરૂ…

Read More

Mumbai,તા.26 મહારાગની-ક્વીન ઓફ ક્વીન્સમાં કાજોલ ભરપુર એકશન દ્રશ્યો કરતી જોવા મળવાની છે. હાલમાં જ આ ફિલ્મનું ટીઝર રિલીઝ થયું હતું જેમાં અભિનેત્રી ભરપુર એકશન દ્રશ્યો કરતી જોવા મળી હતી. ફિલ્મની વાર્તાનું કેન્દ્ર સંતાનનું તેમના માતા-પિતા સાથેના પ્રેમ પર છે.આ ફિલ્મનું સૂટિંગ ફેબુ્રઆરી મહિનામાં હૈદરાબાદમાં કરવામાં આવ્યું હતું. તેલુગુ દિગ્દર્શક ચરણ તેજ ઉપ્પલપતિની સાથે કાજોલ પોતાની પ્રથમ અખિલ ભારતીય  ફિલ્મ મહારંગિની ઃ ક્વીન ઓફ ક્વીન્સ કરી રહી છે. હાલમાં જ કાજોલ ઉગ્ર અંદાજમાં જોવા મળી હતી. ફિલ્મના દિગ્દર્શક ચરણ તેજના અનુસાર, ફિલ્મમાં  કાજોલ મુંબઇની સૌથી મોટી ઝૂંપડપટ્ટીમાં ઉછરેલી મહિલા નામની માયાની ભૂમિકામાં જોવા મળશે. જે ઝૂંપડપટ્ટીમાંથી આવેલી મહારાષ્ટ્રની સૌથી તાકાતવર મહિલા…

Read More

Ahmedabadતા.26 ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા યોજવામાં આવતી પરીક્ષાઓ અવાર-નવાર કોઇનેકોઇ કારણોસર મોકૂફ રાખવામાં આવતી હોય છે, ત્યારે ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષાને લઈને સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. ગૌણ સેવા મંડળના લઘુત્તમ 40 ટકા માર્ક્સ લાવવાના નિયમ પર એક ઉમેદવારે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. જેમાં ગુજરાત હાઇકોર્ટે 8મી મે 2024 ના રોજ નોટિસ જાહેર કરીને પ્રતિવાદી ગૌણ સેવા પસંદગી મંડળને રાજ્ય સરકારની નીતિ સમજાવવા માટે આદેશ કર્યો હતો. ગૌણ સેવા પસંદગી મંડળે કયા આધારે લઘુત્તમ લાયકાત માપદંડ તરીકે 40% નક્કી કર્યા છે. હાઇકોર્ટમાં કેસમાં  (6 વાર) તારીખો પડી હોવા છતાં  ગૌણ સેવા મંડળે પોતે જવાબ આપ્યો ન હતો.…

Read More

Vadodara,તા.26 વડોદરા શહેર નજીક વડસરમાં પાણી ભરાવાના કારણે સોસાયટીમાં ફસાયેલા લોકોને સલામત બહાર કાઢવાનું અભિયાન આજ બીજા દિવસે પણ રાષ્ટ્રીય આપદા મોચન દળના જવાનો દ્વારા જારી રાખવામાં આવ્યું હતું. જેમાં 16 વ્યક્તિને બોટમાં બેસાડી બહાર કાઢવામાં આવી હતી. વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં વધારો થવાના કારણે પણ વડસરમાંથી લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. ગઇકાલે ગુરૂવારે સ્થાનિક તંત્ર અને એનડીઆરએફ દ્વારા વડસરમાંથી કુલ 102 વ્યક્તિને સ્થળાંતરિત કરી આશ્રય સ્થાનમાં રાખવામાં આવી હતી. જેમના માટે કોર્પોરેશન દ્વારા ભોજન સહિતની વ્યવસ્થા કરવામાં આવી હતી. આપત્તિ વ્યવસ્થાપન નિયંત્રણ કક્ષ પાસેથી પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર ગુરૂવાર સુધીમાં કુલ 262 વ્યક્તિને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. જિલ્લા વહીવટી તંત્ર…

Read More

Surat , તા.26 સુરત શહેરમાં ગત રવિવારથી શરૂ થયેલો વરસાદ ગુરૂવારથી થોડો ધીમો થયો છે. જિલ્લામાં પડેલા દેમાર વરસાદના કારણે સુરતમાં ખાડી પૂર ઘૂસી ગયા હતા. ગઈકાલે વરસાદે પોરો ખાતે ખાડીની સપાટી ડેન્જર લેવલથી નીચી આવી છે. પરંતુ ખાડી પૂર ઓસરી ગયા હોવા છતાં પણ શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તારમાં પાણીનો ભરાવો હજી પણ જોવા મળી રહ્યો છે. સતત છઠ્ઠા દિવસે આજે પણ શહેરના સણીયા હેમાદ, મીઠીખાડી, કુંભારીયા ગામમાં સતત છઠ્ઠા દિવસે પાણીનો ભરાવો જોવા મળી રહ્યો છે તેથી લોકોની હાલત કફોડી થઈ રહી છે. સુરત શહેર સાથે જિલ્લામાં પડેલા દેમાર વરસાદના કારણે સુરતમાંથી પસાર થતી ખાડી ઓવરફ્લો થઈ હતી અને…

Read More

Vadodara,તા.26 એમ.એસ.યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીઓમાં સ્નાતક અને અનુ સ્નાતક અભ્યાસક્રમોમાં પ્રવેશની કાર્યવાહી બાદ ૨૫૦૦ જેટલી બેઠકો ખાલી રહી છે અને તેમાં પણ આર્ટસ ફેકલ્ટીની હાલત સૌથી ખરાબ છે. ફેકલ્ટીની ૧૦૦૦ એટલે કે ૫૦ ટકા જેટલી બેઠકો ખાલી પડી છે.ફેકલ્ટીમાં સાયકોલોજીને બાદ કરતા બીજા કોઈ વિભાગની બેઠકો પૂરી ભરાઈ નથી.પ્રતિષ્ઠિત ગણાતા વિભાગોમાં  અગાઉ એડમિશન માટે પડાપડી થતી હતી અને ત્યાં પણ ૫૦ ટકા જેટલી બેઠકો ખાલી છે.જેમ કે અંગ્રેજી વિભાગમાં ૨૬૦ની સામે ૧૭૩ બેઠકો ભરાઈ છે.તો ઈકોનોમિક્સમાં ૨૬૦ બેઠકોની સામે ૧૩૩ જ વિદ્યાર્થીઓએ ફી ભરી છે. આર્ટસમાં મોટા ઉપાડે લોન્ચ કરવામાં આવેલા બેચલર ઓફ હિન્દુ સ્ટડીઝના કોર્સમાં ૬૦ની સામે ૮ જ અને…

Read More

Vadodara,તા.26 મેઘાએ વડોદરા અને તેની આસપાસના વિસ્તારને બુધવારે ધમરોળ્યા બાદ અને ઉપરવાસમાં પણ ધોધમાર વરસાદ ખાબકતાં આજવા સરોવરમાંથી વિશ્વામિત્રી નદીમાં પાણી છોડવા તંત્રને ફરજ પડી હતી. આ ઉપરાંત પ્રતાપપુરાના પાળા તૂટેલા છે. જેથી તેમાંથી પાણી ઠલવાતા આસપાસના નીચાણવાળા 24 જેટલા ગામના રહીશોને ભારે અસર થઈ છે. કેટલીય જગ્યાએ રાહત, બચાવ અને ફૂડ પેકેટ પહોંચાડવાની અને અસરગ્રસ્તોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી તંત્ર દ્વારા બજાવવાની ફરજ પડી હતી. આ અંગે તંત્ર સતત ખડે પગે તૈનાત રહ્યું હતું. ઉલ્લેખનીય છે કે વર્ષાઋતુના પ્રારંભિક દિવસોમાં વડોદરા અને જિલ્લામાં વરસાદની ખૂબ જ ઘટ હતી. પરંતુ બુધવારે મેઘાએ વડોદરા શહેર જિલ્લાને ધમરોળતા અને ઉપરવાસમાં ભારે વરસાદને…

Read More

Surat , તા.26 ફ્રાન્સના પેરીસમાં આજથી ઓલિમ્પિક ગેમ્સ 2024 શરૂ થવા જઈ રહી છે. પરંતુ તેનો ફિવર સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં જોવા મળી રહ્યો છે. બાળકોમાં ઓલિમ્પિક પ્રત્યે જાગૃતિ આવે તે માટે સરકાર દ્વારા એક પરિપત્ર જાહેર કરવામા આવ્યો છે. જેના કારણે સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ પણ ઓલિમ્પિકમય બની ગઈ છે. પાલિકાની શાળાઓમાં રમતના સમયગાળા દરમિયાન શાળા દ્વારા સાપ્તાહિક ક્વિઝનું આયોજન કરાયું છે. આ ઉપરાંત ઓલિમ્પિક રમતના ઉદઘાટન સમારોહ, ભારતીય ખેલાડીઓને નોંધપાત્ર પ્રદર્શન, મેડલ સમારોહ, ઓલિમ્પિક રમતોનો ઇતિહાસ વગેરે જેવી મુખ્ય ક્ષણોનું સ્ક્રીનિંગ માટે પણ આયોજન કરાયું છે. આજે ઓલિમ્પિક પહેલા સમિતિની શાળામાં વિદ્યાર્થીઓને સ્માર્ટ બોર્ડ…

Read More

Vadodara,તા.26 વડોદરા તાલુકાના સિસવા ગામે રહેતો 19 વર્ષનો ગૌતમ કનુભાઈ સોલંકી ગોરવા આઈટીઆઈમાં અભ્યાસ કરતો હતો પરંતુ છેલ્લા ઘણા સમયથી તે કોલેજ જતો ન હતો તેમજ ગામમાં આંટાફેરા માર્યા કરતો હતો. જેથી ગૌતમની માતાએ તેને ઠપકો આપતા કહ્યું હતું કે તું ભણવા પણ જતો નથી અને નોકરી પણ શોધતો નથી. તારે ભણવું ના હોય તો અમને ખેતી કામમાં મદદ કરવા લાગ… માતાએ આપેલા ઠપકાથી ગૌતમને લાગી આવતા તેણે ખેતરમાં જઈ જંતુનાશક દવા પી લીધી હતી. જેથી તેનું મૃત્યુ નિપજ્યું હતું.

Read More

Vadodara,તા.26 વડોદરામાં માંજલપુર વિસ્તારમાં સમન્વય સોસાયટીમાં રહેતા પિન્કીબેન જશવંતભાઈ શર્મા ખાનગી સ્કૂલમાં શિક્ષિકા તરીકે નોકરી કરે છે. માંજલપુર પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે ગત 23મી તારીખે મારા ઘરના બાથરૂમના નળ તથા વાલ્વ ખરાબ થઈ ગયા હતા. મેં હિંડવેર નામની કંપનીમાં ઓનલાઇન ફરીયાદ લખાવી હતી. ગઈકાલે હિંડવેર કંપનીમાંથી બે માણસો મારા ઘરે નળ રીપેર કરવા માટે આવ્યા હતા. બાથરૂમના વોલનું સ્પિન્ડલ ખરાબ હોય જેથી નવું નાખવાનું કહ્યું હતું. મેં તેઓને કેટલા પૈસા થશે તેમ કહેતા તેઓએ 1400 રૂપિયા થશે તેવું જણાવ્યું હતું. મેં બિલ માંગતા તેમણે બિલ આપવાની ના પાડી હતી. જેથી મેં કામ કરવાની ના પાડતા તેઓ…

Read More