Author: Vikram Raval

Rajkot, તા.26 ધોરાજી-ઉપલેટા તાલુકામાં અતિવૃષ્ટિ, મેઘવર્ષાના કારણે જનજીવન ત્રાહિમામ પોકારી ગયું છે. બધા મેઘરાજાને ખમૈયા કરો એવી વિનવણી કરી રહ્યા છે. આવી વિકટ પરિસ્થિતિમાં ઉપલેટા તાલુકાની કલેક્ટરે મુલાકાત લીધી છે, પણ ધોરાજી તાલુકામાં એક પણ અધિકારી ન ફરકતાં તેમજ ધોરાજીમાં મળેલી બેઠકમાં ગ્રામ્ય આગેવાનો સાથે વિચાર વિનિમય ન કરાતાં તેમજ મીડિયા કર્મચારીઓને બેઠકમાં આમંત્રિત ન કરાતાં નીંભર અને સંવેદનાહિન તંત્ર સામે ભારે નારાજગી વ્યક્ત થઈ છે. ધોરાજી તાલુકાના છાડવા વદરમાં 58 ઇંચ અને ચીચોડ ગામમાં 5 દિવસમાં 80 ઇંચ વરસાદ વરસવા છતાં નથી મામલતદાર ફરક્યા, કે નથી ધારાસભ્ય કે ડે. કલેક્ટર !, જનતાને આશ્વાસનના બે શબ્દ કહેવામાંથી પણ આ બધા…

Read More

બહેતર ભવિષ્યની આશામાં સુપરપાવર અમેરિકાના સીમાડા ઠેકીને ગેરકાયદે અમેરિકામાં વસી જનારા ઘૂસણખોરોની કમી નથી. એક કરોડથી વધારે લોકો અમેરિકામાં ઘૂસી ગયા હોવાનો અંદાજ છે. કામ-ધંધાના સ્થળે ભલે શોષણ થતું, ભલે ઓછું વેતન મળતું, પણ અન્ય દેશોની તુલનામાં અમેરિકામાં જીવનધોરણ સારું અને અર્થ-ઉપાર્જન વધુ હોવાથી વર્ષોથી એ દેશમાં ઇલ્લિગલ ઇમિગ્રેશન થતું જ રહે છે. ઘૂસણખોરો માટે કાળસમા ટ્રમ્પ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકામાં ગેરકાયદે વસી ગયેલા લોકોને હાંકી કાઢવાની હાકલ સ્પષ્ટ શબ્દોમાં કરતા રહ્યા છે. 2016માં તેઓ પહેલીવાર અમેરિકાના પ્રમુખ બન્યા ત્યાર પછી એમણે એ દિશામાં નોંધપાત્ર પ્રયાસ પણ કર્યા હતા. જ્યાંથી સૌથી મોટી માત્રામાં ઘૂસણખોરી થાય છે એવી મેક્સિકોની સરહદે એમણે ઊંચી…

Read More

Japan ,તા.26 જાપાનમાં ભારે વરસાદ બાદ આવેલા પૂરના કારણે લોકોની મુશ્કેલી વધી છે. ઉત્તર જાપાનમાં ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનના પગલે પરિવહન સેવા ખોરવાઈ છે. તો સેંકડો લોકોને સુરક્ષિત સ્થળોએ આશ્રય લેવાની ફરજ પડી હતી. તેમજ જાપાનની હવામાન એજન્સીએ યામાગાતા અને અકિતા પ્રાંતના ઘણા શહેરોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી હતી. લોકોની મદદે આવ્યા બચાવકર્મી અગ્નિ અને આપત્તિ વ્યવસ્થાપન એજન્સીના જણાવ્યા અનુસાર, અકિતા પ્રાંતના યુઝાવા શહેરમાં એક વ્યક્તિ ભૂસ્ખલનને કારણે ગુમ થઈ ગયો હતો. તેમજ યુઝાવા એટલું પૂરગ્રસ્ત હતું કે ત્યાં બચાવકર્મીઓએ બોટની મદદથી પૂરગ્રસ્ત વિસ્તારમાંથી 11 પ્રભાવિત લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા છે. પૂરથી પ્રભાવિત યામાગાતા પ્રાંતમાં ગુરુવારે એક…

Read More

New Delhi,તા.26 નિવૃત્ત અગ્નિવીરોના ભવિષ્ય માટે કેન્દ્ર સરકારે એક પછી એક જાહેરાતો કરવાની શરૂઆત કરી દીધી છે. હવે આઈટીબીપીમાં ભરતી દરમિયાન નિવૃત્ત અગ્નિવીરોને છૂટ અપાશે. આ એલાન આજે ગૃહ મંત્રાલય તરફથી કરવામાં આવ્યું હતું. અગાઉ ગૃહ મંત્રાલયે જાણકારી આપી હતી કે પૂર્વ અગ્નિવીરોને BSF, CISF, CRPF, SSB અને RPF ની નોકરીમાં 10 ટકા અનામત આપવામાં આવશે. સાથે જ તેમની વયજૂથમાં પણ છૂટ અપાશે. ITBP ના ડીજીએ જાણકારી આપી  ગૃહ મંત્રાલયના એક ટ્વિટમાં ITBP ના ડીજી રાહુલ રસગોત્રાએ કહ્યું કે ભૂતપૂર્વ અગ્નિવીરોને ITBP માં ભરતી કરવાની સંપૂર્ણ તૈયારી કરી લેવામાં આવી છે. અગ્નિવીરો તરીકે દળને વેલ ટ્રેઈન્ડ જવાનો મળશે. જે સૈન્ય…

Read More

Mumbai,તા.26 વર્ષ 2024ની આઈપીએલ સીઝન દરમિયાન મુંબઈ ઈન્ડિયન્સ ટીમમાં ઘણાં વિવાદો જોવા મળ્યા હતા. મુંબઈએ તે સીઝનમાં ટીમ માટે પાંચ વખત ખિતાબ જીતી ચૂકેલા કેપ્ટન રોહિત શર્માની જગ્યાએ હાર્દિક પંડ્યાને ટીમનો નવો કેપ્ટન બનાવ્યો હતો. મુંબઈએ કેશ ડીલ કરીને ગુજરાત ટાઇટન્સ પાસેથી ટ્રેડ દ્વારા હાર્દિકને ટીમમાં સામેલ કર્યો હતો. હાર્દિકને ટીમનો કેપ્ટન બનાવાતા ચાહકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. પૂરી સીઝન દરમિયાન ચાહકો દ્વારા હાર્દિકની ભારે ટીકા કરાઈ હતી. હવે ભારતીય ટીમના ઝડપી બોલર જસપ્રિત બુમરાહે હાર્દિક પંડ્યા અને રોહિત શર્મા વચ્ચેના કેપ્ટનશીપ વિવાદ પર મોટો ખુલાસો કર્યો છે. ટીમ તરીકે કોઈ વ્યક્તિને પાછળ છોડી શકતા નથી બુમરાહે જણાવ્યું હતું…

Read More

Bihar ,તા.26 બિહાર ભાજપમાં મોટો ફેરબદલ થયો છે. 16 મહિના સુધી પ્રદેશ અધ્યક્ષ પદ પર રહેલા સમ્રાટ ચૌધરીને હટાવીને બિહાર ભાજપની કમાન નીતિશ કુમારની સરકારમાં મંત્રી ડો.દિલીપ જયસ્વાલને સોંપવા સોંપી છે. ભાજપના નેતાઓ નવા પ્રદેશ અધ્યક્ષ દિલીપ જયસ્વાલને અભિનંદન પાઠવી રહ્યા છે, તો બીજી તરફ આરજેડી સુપ્રીમો લાલુ યાદવની પુત્રી રોહિણી આચાર્યે સમ્રાટ ચૌધરી પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે ‘X’ પર લખ્યું કે, ‘પ્રદેશ અધ્યક્ષ પદ બાદ હવે સમ્રાટ ચૌધરી પાસેથી મંત્રી પદ પણ છીનવી લેવામાં આવશે. બિહારમાં રાજકીય માહોલ ગરમાયો રોહિણી આચાર્યે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખ્યું કે, ‘મુંડન કરાવવું પડ્યું, પાઘડી પણ ઉતારવી પડી, હવે પ્રદેશ…

Read More

પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) એ લાંબા ગાળાના રોકાણ પસંદગીનો વિકલ્પ છે. તેનું મુખ્ય આકર્ષણ કર બચત સાથે જોડાયેલું છે. નાણા મંત્રાલય હેઠળની નેશનલ સેવિંગ્સ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા 1968માં શરૂ કરાયેલ પીપીએફનો હેતુ નાની બચત દ્વારા રિટાયરમેન્ટ માટે ફંડ એકત્ર કરવા ઉપરાંત આવકવેરામાંથી બચત કરવાનો છે. જો પીપીએફમાં તમે 25 વર્ષ માટે નિયમિતપણે રોકાણ કરો છો, તો તમે તેની મદદથી રૂ. 1 કરોડનું રિટાયરમેન્ટ ફંડ ઉભુ કરી શકો છો. તમે પીપીએફમાં રૂ. 500થી રૂ. 1.5 લાખ સુધીનું રોકાણ કરી શકો છો. પીપીએફ એ પગારદાર વર્ગ અને અન્ય વ્યક્તિઓ માટે રોકાણનું મહત્વનું માધ્યમ છે. પીપીએફ ખાતું 25 વર્ષ સુધી ચાલુ રાખી શકાય પીપીએફ…

Read More

ટી20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીતી ટીમ ઈન્ડિયાએ આઈસીસી ટ્રોફીની જોવાતી રાહનો અંત અપાવ્યો છે. પરંતુ આજે પણ વન ડે વર્લ્ડ કપ 2023 ફાઈનલનું દર્દ ચાહકો અને ખેલાડીઓના ર્હદયમાં અકબંધ છે. રોહિત શર્મા, વિરાટ કોહલી સહિત અનેક વરિષ્ઠ ખેલાડીઓએ તે વર્લ્ડ કપ ફાઈનલની રાતને યાદ કરી અનેક વખત દુઃખ વ્યક્ત કર્યું છે. આ કડીમાં જસપ્રીત બુમરાહ પણ જોડાયો છે. જસપ્રીત બુમરાહે તે ફાઈનલમાં માર્નસ લાબુશએનના એમ્પાયર કોલ ડિસિજન યાદ કરી દર્દ ઠાલવ્યું હતું. લાબુશેન આ મેચમાં 58 રન સાથે અણનમ રહ્યો હતો. પરંતુ જો ભારતને એમ્પ્યારનો સાથ મળતો તો દ્રશ્ય કંઈક અલગ જ હોત. જસપ્રીત બુમરાહે 28મી ઓવરમાં માર્નસ લાબુશેનની…

Read More

Paris ,તા.26 આજથી રમતોના મહાકુંભ ઓલિમ્પિકનો પ્રારંભ થઈ રહ્યો છે. ફ્રાન્સની રાજધાનીમાં અનેક દેશોના ખેલાડીઓ આ મહાકુંભમાં ભાગ લેવા એકત્ર થયા છે અને સીન નદી પર ઐતિહાસિક ઓલિમ્પિક સમારોહની ઓપનિંગ સેરેમનીની તૈયારીઓ પણ પૂર્ણ કરી લેવામાં આવી છે. આ દરમિયાન ફ્રાન્સની હાઈસ્પીડ રેલ્વે લાઈનો પર હુમલો કરવામાં આવ્યો છે. આ કારણે ઓલિમ્પિકની શરૂઆત પહેલા જ પેરિસમાં રેલ વ્યવહાર ખોરવાઈ ગયો છે. ફ્રાન્સની નેશનલ રેલ કંપની એસએનસીએફએ શુક્રવારે જણાવ્યું કે, હાઈ-સ્પીડ લાઈનો પર ઘણી શંકાસ્પદ ગતિવિધિઓ થઈ હતી. ક્યાંક આગ લગાડવામાં આવી છે તો ક્યાંક પાટા ઉખડેલા નજરે પડી રહ્યાં છે. આ કારણે ઓલિમ્પિક ગેમ્સના ઉદઘાટન સમારોહના દિવસે રેલવે ટ્રાફિકમાં વિક્ષેપ…

Read More

New Delhi,તા.26 ઉત્તર પ્રદેશમાં કાવડ યાત્રાના રૂટ પર આવતી ખાણી-પીણીની દુકાનો પર નેમ પ્લેટ (દુકાનદારોના માલિકોના નામ) લગાવવાના યોગી સરકારના નિર્ણય સામે કરેલી અરજી પર સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં કોર્ટે નેમ પ્લેટ લગાવાાના આદેશ પરનો અગાઉનો સ્ટે યથાવત રાખ્યો હતો. આ ઉપરાંત કોર્ટે ઉત્તરાખંડ અને મધ્યપ્રદેશની સરકારોને આ મામલે જવાબ આપવા માટે બે અઠવાડિયાનો સમય આપ્યો છે. હવે આ કેસની આગામી સુનાવણી ત્રણ અઠવાડિયા બાદ સોમવારે થશે ત્યાં સુધી સુપ્રીમ કોર્ટનો સ્ટે યથાવત રહેશે. સુપ્રીમ કોર્ટે અગાઉનો સ્ટે યથાવત રાખ્યો ઉત્તર પ્રદેશ સરકારે કાવડ યાત્રાના રૂટ પર નેમ પ્લેટના આદેશ સામે દાખલ કરવામાં આવેલી અરજીનો…

Read More