Author: Vikram Raval

New Delhi,તા.26 શ્રીલંકા સામેની T20 સિરીઝ ગૌતમ ગંભીર માટે હેડ કોચ તરીકેની પહેલી સિરીઝ હશે અને તેની શરુઆત પહેલા જ તેમણે એવું કંઈક કરવાનું મન બનાવી લીધું છે. જે ભારતીય ચાહકોને આશ્ચર્યચકિત કરી દેશે. પલ્લેકેલેથી આવી રહેલા રિપોર્ટ મુજબ ગૌતમ ગંભીરે ટીમ ઇન્ડિયાના સુનીલ નરેનને શોધી કાઢ્યો હતો. મેદાન ઉપર રમવા આવો અને બોલરો પર તૂટી પડો, કરી દો ચોક્કા-છગ્ગાનો વરસાદ અને પાવરપ્લેમાં જ વિરોધી ટીમને સરેન્ડર કરી દો. ગૌતમ ગંભીરે કોલકત્તા નાઇટ રાઇડર્સ માટે આવી જ રણનીતિ અપનાવી હતી અને પરિણામે આ ટીમ આઇપીએલ 2024ની ચેમ્પિયન બની હતી. હવે ગૌતમ ગંભીર આઇપીએલની આ ફોર્મ્યુલાને ટીમ ઇન્ડિયામાં પણ લાગુ કરવા…

Read More

New Delhi,તા.26 હાર્દિક પંડ્યા આજકાલ ખૂબ ચર્ચામાં છે. ટી-20 વર્લ્ડકપમાં શાનદાર પ્રદર્શન બાદ છૂટાછેડા અને શ્રીલંકા સામેની શ્રેણીમાં કેપ્ટન કે વાઇસ કેપ્ટન નહીં બનાવવાને લઈને ઘણી ચર્ચાઓ થઈ હતી. હવે એક સિનિયર કોચ દ્વારા તેની ટીકા કરવામાં આવી છે જેના કારણે ફરી હાર્દિક પંડ્યાનું નામ સમાચારમાં ચમક્યું છે. બરોડાના પૂર્વ કોચ ડેવ વ્હોટમોર દ્વારા હાર્દિક પંડ્યાના ડોમેસ્ટિક ક્રિકેટ નહીં રમવા પર સવાલ કરવામાં આવ્યા છે. તેમણે પાક પેશન નામની એક યુટ્યુબ ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું છે કે, ‘હજુ ઘણા ખેલાડીઓ એવા છે જે વ્હાઇટ બોલ ક્રિકેટ નથી રમતા. ઉદાહરણ તરીકે બરોડામાં મેં છેલ્લા કેટલાક વર્ષોમાં હાર્દિક પંડ્યાને ક્યારેય લિમિટેડ ઓવર…

Read More

New Delhi,તા.26 ભારત અને શ્રીલંકા વચ્ચે T20 સિરીઝ શરુ થવાને બસ ગણતરીના કલાકો બાકી છે. ત્યારે શ્રીલંકાની ક્રિકેટ ટીમના વચગાળાના કોચ સનથ જયસૂર્યાએ એક મોટો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું છે કે ભારતીય ક્રિકેટ ટીમને હરાવવા માટે ભારતના જ એક દિગ્ગજની મદદ લેવામાં આવી રહી છે. જયસૂર્યાએ જણાવ્યું છે કે, IPL ટીમ રાજસ્થાન રોયલ્સના હાઈ પરફોર્મન્સ ડાયરેક્ટર ઝુબિન ભરૂચાએ શ્રીલંકાના બેટ્સમેનોને ભારત સામે વધુ સારું પ્રદર્શન કરવામાં મદદ કરી છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા સ્ટાર ખેલાડીઓની નિવૃત્તિનો લાભ શ્રીલંકાની ટીમ ઉઠાવશે અને ઘરઆંગણે શ્રેણી જીતવાનો પ્રયાસ કરશે. વેસ્ટ ઈન્ડિઝમાં T20 વર્લ્ડ કપ…

Read More

સ્ટેડિયમની જગ્યાએ સીન નદીમાં બોટ પર ખેલાડીઓની માર્ચપાસ્ટ થશે ચાર કલાકના રંગારંગ સમારંભનો ભારતીય સમય પ્રમાણે રાત્રે 11.00થી શરૂ થશે, પોપસિંગર ડીઓન અને લેડી ગાગા જમાવટ કરશે 206 દેશના 10,500 ખેલાડીઓ 329 મેડલ જીતવા માટે સ્પર્ધામાં ઉતરશે Paris,તા.26 પેરિસમાં આવતીકાલથી ઑલિમ્પિકનો વિધિવત્ પ્રારંભ થશે. ઑલિમ્પિક આયોજક સમિતિના કહેવા પ્રમાણે ઑલિમ્પિકના ઇતિહાસમાં હજુ ક્યારેય જોવા ન મળ્યો હોય તેવો ભવ્યાતિભવ્ય ઉદ્ઘાટન સમારંભ યોજવામાં આવશે. આવતીકાલે ભારતીય સમય પ્રમાણે રાત્રે ૧૧.૦૦થી તેનો પ્રારંભ થશે અને તે ચાર કલાક જેટલો ચાલશે. અત્યાર સુધીના તમામ ઉદ્ધાટન સમારંભ ઑલિમ્પિક સ્ટેડિયમમાં જ થતા હોય છે જ્યારે આ પહેલો રમતોત્સવ છે જેમાં ખેલાડીઓની માર્ચપાસ્ટ પેરિસની સીન નદીમાં…

Read More

રશિયન વિમાનો ઘણીવાર અમેરિકાની આકાશી સીમા પાસે આવે છે પરંતુ, ચીનનાં વિમાનો સાથે આવ્યાં તે વધુ ચિંતાજનક છે, જન. ગિલોટ Anchorage, Washington ,તા.26 ધી નોર્થ અમેરિકન એરો સ્પેસ ડીફેન્સ કમાન્ડે (નોરાડે) રશિયન અને ચાયનીઝ યુદ્ધ વિમાનોની એક ટુકડીને અમેરિકાની આકાશ સીમા નજીક આંતરી હતી તેમ સીએનએન અમેરિકાના સંરક્ષણ અધિકારીઓને ટાંકતાં જણાવે છે. આ ટુકડીમાં બે રશિયન ટીયુ-૯૫, બેર બોમ્બર્સ અને ૨ ચાઈનીઝ એચ-૬ બોમ્બર્સ પણ હતાં. તેઓ અમેરિકાના એરડીફેન્સ આઇડેન્ટીફીકેશન ઝોન (એડીઝ)ના આલાસ્કા વિસ્તાર પાસેથી પસાર થયાં પરંતુ તે ચારે અંતરરાષ્ટ્રીય આકાશી વિસ્તારમાં હતાં તેથી તત્કાળ તો તેથી કોઈ ભીતિ ઉત્પન્ન થતી નથી. તેમ અમેરિકાના નોર્ધન કમાન્ડ પૈકીના આલાસ્કા વિસ્તારના…

Read More

New York,તા.26 ડેમોક્રેટિક પાર્ટીના નેતાઓએ પાર્ટીના પ્રમુખ પદનાં ઉમેદવાર તરીકે કમલ હેરીસનાં નામ સાથે સહમત થયા છે, પરંતુ એક પૂર્વ પ્રમુખ બારાક ઓબામાએ હજી સુધી તે માટે હકાર નથી ભણ્યો. આ માહિતી આપતાં ન્યૂયોર્ક પોસ્ટ જણાવે છે કે પ્રમુખ જો બાયડેને જ કમલાને તેઓનાં સ્થાને પ્રમુખ પદનાં ઉમેદવાર તરીકે જાહેર કર્યાં હોવા છતાં બારાક ઓબામા કહે છે કે તે પસંદગી યોગ્ય નથી. તેઓ રીપબ્લિકન કેન્ડીડેટ ડોનાલ્ડ ટ્રમ્પને હરાવી શકે તેમ નથી. ન્યૂયોર્ક પોસ્ટને આપેલી મુલાકાતમાં બાયડેનનાં કુટુમ્બીજનો પૈકી કોઈએ કહ્યું હતું કે કમલા હેરીસની પ્રમુખ પદની ચૂંટણી માટે ડેમોક્રેટિક પાર્ટીના આ અગ્રણીઓએ કહ્યું હતું કે ઓમાબા જાણે છે કે તેઓ…

Read More

New Delhi,તા.26 જુલાઈમાં પાંચ દિવસ પછી ઓગસ્ટ મહિનો શરૂ થવાનો છે. દર મહિનાની જેમ, ઓગસ્ટ 2024ની શરૂઆત સાથે, ઘણા મોટા નાણાકીય ફેરફારો (નિયમોમાં ફેરફાર) જોવા મળી રહ્યા છે, જ્યારે રક્ષાબંધન, જન્માષ્ટમી જેવા મોટા તહેવારોને કારણે, બેન્કોમાં મોટાપાયે રજા રહેવાની છે. ઓગસ્ટમાં બેન્કના કામ  રજાઓ ઓગસ્ટમાં આવી રહી છે. આવી સ્થિતિમાં, જો તમારી પાસે બેંક સાથે સંબંધિત કોઈ મહત્વપૂર્ણ કામ છે, તો તેને શક્ય તેટલી વહેલી તકે પતાવવું ફાયદાકારક રહેશે. ઓગસ્ટ મહિનામાં સ્વતંત્રતા દિવસ, રક્ષાબંધન, જન્માષ્ટમી સહિતના તહેવારોના કારણે બેન્કોમાં 13 દિવસ રજા રહેશે. જેમાં છ દિવસ તો રવિવાર અને બીજા-ચોથા શનિવારની સત્તાવાર રજાઓ સામેલ છે. જેથી ઓગસ્ટમાં બેન્ક સંબંધિત કામકાજ…

Read More

New Delhi,તા.26  1999માં ભારતીય સેનાના શૌર્ય અને બહદુરીનું ઉદાહરણ વિશ્વ આજે પણ યાદ કરે છે. તેમજ પાકિસ્તાન પણ આ દિવસ ક્યારેય ભૂલી નહિ શકે. મેથી જુલાઈ સુધી ચાલેલા આ યુદ્ધમાં ભારતીય સેનાનું ઓપરેશન વિજય 26 જુલાઈએ જ સફળ રહ્યું હતું. તેથી આ દિવસને કારગિલ વિજય દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. એવામાં આજે કારગિલ વિજય દિવસને 25 વર્ષ પુરા થતા ઈતિહાસ રચનારા આ દિવસે પાકિસ્તાનીઓને કેવી રીતે ધકેલ્યા હતા એનો એક કિસ્સો જોઈએ. 1999ના રોજ ટાઈગર હિલ પર કબજો કર્યો હતો સેનામાં જોડાયાના માંડ ચાર મહિના પછી યુવા લેફ્ટનન્ટ બલવાન સિંહે કારગિલ યુદ્ધ દરમિયાન પાકિસ્તાની ઘૂસણખોરો પર વ્યૂહાત્મક હુમલામાં ભારતીય…

Read More

Gandhinagar,તા.26  રાજ્યમાં મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસથી ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 111 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ તાપીના ડોલવણમાં 6.81 ઈંચ વરસાદ ખાબક્યો છે. ડાંગના સુબિરમાં 6 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે નવસારીમાં 6.5 ઈંચ, જલાલપોરમાં 5 ઈંચ, ગણદેવીમાં 5 ઈંચ, તાપીના સોનગઢમાં 4 ઈંચ ઉચ્છલમાં 4 ઈંચ અને સુરતના મહુવામાં 4 ઈંચ વરસાદ નોંધાયો છે. આ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે (26મી જુલાઈ) સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર,…

Read More

Gandhinagar,તા.26  ગુજરાત હાઈકોર્ટમાં ન્યાયાધીશોની કુલ 29 જગ્યાઓ ભરેલી છે જ્યારે ઘણો વખત થયો, હાઈકોર્ટમાં ન્યાયાધીશોની 23 ખાલી જગ્યાઓ ભરાતી નથી. રાજ્યસભાના સભ્ય શક્તિસિંહ ગોહિલે આ મુદ્દો સંસદમાં ઉઠાવ્યો હતો. કેન્દ્ર સરકારે લેખિત જવાબમાં આ વાતનો સ્વિકાર કર્યો છે. હાઈકોર્ટમાં ન્યાયાધીશોની 45 ટકા જગ્યાઓ ખાલી ગુજરાતમાં કોર્ટમાં કેસની સંખ્યામાં ઘણી મોટી છે. લોકોને ઝડપી ન્યાય મળે તે માટે સરકાર પ્રયાસો કરી રહી છે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. ત્યારે આજે પણ ગુજરાત હાઈકોર્ટમાં ન્યાયાધીશોની 45 ટકા જગ્યાઓ ખાલી પડી છે. ન્યાયાધીશોની ખાલી જગ્યાઓને કારણે ન્યાય મેળવવા ઇચ્છુક લોકો માટે સતત તારીખો પડી રહી છે. કેન્દ્ર સરકાર કોલેજીયમના નિર્ણયને વિલંબિત કરી…

Read More