Author: Vikram Raval

Gandhinagar,તા.26  ચોમાસાની સિઝનમાં અતિભારે વરસાદના કારણે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં પારાવાર નુકશાન થયું છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ઘણી જગ્યાએ આભ ફાટ્યું હોય તેવો વરસાદ થતાં માર્ગો ધોવાયા છે. ઘરવખરી પાણીમાં ગઈ છે. જનજીવન પ્રભાવિત બન્યું છે. જાનમાલની હાનિ થઈ છે. પ્રભાવિત વિસ્તારોમાં રોગચાળો ફેલાવાનો ભય આ વિસ્તારોમાં ખેતીવાડીમાં ભારે તારાજી થઈ છે. ખેડૂતોના ઉભા પાક ધોવાઇ ગયા છે. રાજ્ય સરકારની મશીનરી જેવી કે માર્ગો, વીજળીની લાઇનો અને નાગરિક પુરવઠાની સામગ્રીને અકલ્પનિય હાનિ પહોંચી છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગની જવાબદારી એટલા માટે વધી રહી છે કે પૂર અને અતિવૃષ્ટી પ્રભાવિત વિસ્તારોમાં રોગચાળો ફેલાવાનો ભય છે. ગુજરાતના 7 જિલ્લાઓ…

Read More

Madhya-Pradesh,તા.26 મધ્યપ્રદેશ ભાજપના વરિષ્ઠ નેતા પ્રભાત ઝાનું નિધન થઇ ગયું છે. ઝા મધ્યપ્રદેશના પૂર્વ અધ્યક્ષ રહી ચૂક્યા હતા અને પાર્ટીના પૂર્વ રાજ્યસભા સાંસદ પણ હતા. ગુરુવારે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા. તેમના બે પુત્રો છે. તે મૂળ બિહારના સીતામઢી જિલ્લાના કોરિયાહી ગામના વતની હતા. પ્રભાત ઝાની ગણતરી ભાજપના એવા નેતાઓમાં થાય છે જેમની બૌદ્ધિક જગતમાં સારી એવી ઓળખ છે. તેઓ ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષનું પદ પણ સંભાળી ચૂક્યા છે. ભાજપ પ્રવક્તાએ કરી પુષ્ટિ  ભાજપના પ્રવક્તા હિતેશ બાજપેયીએ તેમના નિધનની પુષ્ટિ કરી છે. જૂનના અંતમાં તેમને એરલિફ્ટ કરીને ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મધ્યપ્રદેશના સીએમ મોહન યાદવ અને…

Read More

Ahmedabadતા.26 રખડતા ઢોર, બિસ્માર રસ્તાઓ, ફુટપાથ પર ગેરકાયદે દબાણો સહતિના મુદ્દે  ગુજરાત હાઈકોર્ટમાં ગુરૂવારે (25મી જુલાઈ) સુનાવણી થઈ હતી. હાઈકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ ઓથોરીટીને ફટકાર લગાવી હતી. જસ્ટિસ એ.વાય.કોગજે અને જસ્ટિસ સમીર જે. દવેની ખંડપીઠે જણાવ્યું હતું કે, ‘શહેરના ખરાબ રસ્તાઓ અને ભુવાઓ મુદ્દે એ.એમ.સી.નું યોગ્ય મોનીટરીંગ નહીં હોવાથી ચાર ઈંચ વરસાદમાંય નાગરિકો હેરાન થઈ જાય છે. શું કોર્પોરેશનના અધિકારી- કર્મચારીઓ પગાર નથી લેતા? જો તેમનો પગાર સમયસર થતો હોય! તો શહેરમાં રોડ-રસ્તાનું કામ પણ સતત ચાલુ રહે અને પ્રજાની સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવું તમારી ફરજ છે. ગુજરાત હાઈકોર્ટ AMCની ઝાટકણી કાઢી ગુજરાત હાઈકોર્ટે જણાવ્યું હતું કે, ‘લોકો…

Read More

Gandhinagar,તા.26 ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યાં છે. બીજા રાઉન્ડમાં તો દક્ષિણ ગુજરાત તો પાણીપાણી થયુ છે. હવે ઘીરે ધીરે અન્ય જીલ્લાઓ પણ વરસાદી પાણીમાં તરબોળ થવા માંડ્યા છે. વરસાદને કારણે ખેતવાડી ઉત્પન્ન બજાર સમિતીમાં લીલા શાકભાજીની આવકમાં ધરખમ ઘટાડો થયો છે જેના કારણે શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. મોટાભાગના શાકભાજીનો ભાવ રૂ. 80-100ની આસપાસ છે. પરિણામે આમ જનતા માટે શાકભાજીનો સ્વાદ માણવો ય મોઘો થયો છે. શાકભાજીની આવકમાં ઘટાડો  ચોમાસુ બરોબર જામ્યુ છે. ચારેકોર ભારે વરસાદ વરસી રહ્યો છે. અત્યારે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં બારે માસ ખાંગા જેવી સ્થિતી સર્જાઈ છે. અતિવૃષ્ટિ જેવો માહોલ સર્જાયો છે. સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ખેતરોમાં ય…

Read More

New Delhi,તા.26 આ વખતે ચોમાસાના વાદળો આગાહી મુજબ જોરદાર વરસી રહ્યા છે, પરંતુ વરસાદના કારણે જ્યાં લોકોને ગરમીથી રાહત મળી જ્યાં ત્યાં મુંબઈ અને ગુજરાતના લોકો માટે આ વરસાદ જાણે આફત બની ગયો છે. આજે સવારથી દિલ્હી-NCR સહિત અનેક રાજ્યોમાં કેટલીક જગ્યાએ વરસાદ પડ્યો તો કેટલીક જગ્યાએ પવન ફૂંકાયો. મુંબઈમાં હાઈ ટાઈડ એલર્ટ મુંબઈમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે વરસાદને કારણે ઘણાં વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. પૂણેમાં પણ વરસાદે ભારે તારાજી સર્જી છે. હવામાન વિભાગે મુંબઈમાં હાઈ ટાઈડ અને પૂણેમાં 48 કલાક માટે ભારે વરસાદને લઈને રેડ એલર્ટ આપ્યું છે. પૂણેમાં 66 વર્ષમાં પહેલીવાર છેલ્લાં 24 કલાકમાં સૌથી વધુ 114…

Read More

Gandhinagar ,તા.26 ગાંધીના ગુજરાતમાં રોકાણના બહાને ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટ અપાઈ છે. અત્યાર સુધી વિદેશી દારૂની મહેફિલો જામતી હતી પણ હવે પાટનગર એક ડગલું આગળ વધ્યુ છે. ગિફ્ટ સિટીમાં હવે ગોવાની જેમ ટેકનો (ડ્રગ્સ) પાર્ટી પણ યોજાવવા માંડી છે. આ કારણોસર ગુજરાતી યુવાઓ માટે ગિફ્ટ સિટી હોટ સ્પોટ બની રહ્યુ છે. યુવાઓ ડ્રગ્સના રવાડે ચડ્યાં છે એક તરફ, ગુજરાતને ડ્રગ્સ મુકત બનાવવાની ડીગો હાંકવામાં આવી રહી છે ત્યારે બીજી તરફ, ગિફ્ટ સિટીમાં યુવાઓ મધરાતે ડ્રગ્સનો નશો માણી પાર્ટીમાં છાક્ટા બનીને ડાન્સની મોજ માણી રહ્યા છે. સરકારના પાછલા બારણે પ્રોત્સાહનને કારણે યુવાઓ ડ્રગ્સના રવાડે ચડ્યાં છે પરિણામે વાલીઓ ચિતિત બન્યા…

Read More

Gandhinagar ,તા.26 દહેગામ બાદ હવે ગાંધીનગરના મગોડી પંચાયત હસ્તકનું 40થી 50 મકાનો ધરાવતા આખે આખા ફળિયાનો જ ભુમાફિયાઓ દ્વારા વેચાણ દસ્તાવેજ કરી દેવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. 47 વર્ષથી આ ચાર વિઘા જગ્યામાં મકાનો આવેલા છે અને ગ્રામજનો વસવાટ કરે છે. ત્યારે આ ચાર વિઘા જમીનનો વેચાણ દસ્તાવેજ થઈ જતા ગ્રામજનો દ્વારા લડત ચલાવવામાં આવી રહી છે. આ મામલે રજુઆતને ધ્યાને લઈને વહિવટી તંત્ર દ્વારા તપાસના અંતે ખોટી રીતે જમીન વેચનાર ભૂમાફિયા સામે ગુનો નોંધવાનું નક્કી કરવામાં આવ્યું છે. જાણો શું છે સમગ્ર મામલો ગાંધીનગર જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં ભૂમાફિયાઓ દ્વારા ખાનગી સર્વે નંબરની અથવા તો ગામતળની જમીનોના વેચાણ…

Read More

UN ,તા.26 યુનાઈટેડ નેશન્સે વિશ્વમાં વ્યાપી રહેલા કાળો કેર વરસાવતા ભૂખમરા અંગે અત્યંત ઘેરૂ ચિત્ર રજૂ કર્યું છે. એક તરફ દુનિયાના માત્રને માત્ર 1 ટકા લોકોએ છેલ્લાં 10 વર્ષમાં જ 42 ટ્રિલિયન ડૉલર્સ ભેગા કરી લીધા છે તો બીજી તરફ દુનિયામાં 73 કરોડ લોકો ભૂખમરાનો ભોગ બની રહ્યાં છે. વિશ્વની 1/3 જેટલી વસ્તી પૂરતો સ્વસ્થ આહાર પણ તે વર્ષમાં મેળવી શકી ન હતી. આ સંયોગોમાં પહેલાં ધારેલું નિશાન કે ૨૦૨૩ સુધીમાં ભૂખમરો દૂર કરી શકીશું પરંતુ તે વર્ષમાં જ પરિસ્થિતિ તેવી બની કે યુદ્ધો, આર્થિક સ્થિરતા અને અનિયમિત મોસમને લીધે ગત વર્ષે 73 કરોડ લોકોને મજબૂરીથી ભૂખ્યા રહેવું પડયું છે.…

Read More

Gandhinagar,તા.26 કેન્દ્ર સરકારે 12 વર્ષ પહેલાં નિવૃત્ત થયેલા ભ્રષ્ટ અધિકારીઓની મિલકતો જપ્ત કરવાનો કાયદો બનાવ્યો હતો. આ કાયદો રાજ્ય સરકાર ચાલુ નોકરીએ ભ્રષ્ટાચાર આચરતાં અધિકારી તેમજ કર્મચારીઓ માટે બનાવી રહી છે. વિધાનસભાના ચોમાસુ સત્રમાં આ અંગેનું વિધેયક લાવવામાં આવે તેવી શક્યતા છે. ભ્રષ્ટાચાર કરનારા અધિકારી અને પરિવારની મિલકતો જપ્ત કરાશે! રાજકોટના મહા ભ્રષ્ટાચારી પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાના કિસ્સાથી ચોંકી ઉઠેલી સરકારે આગામી સત્રમાં વિધેયક લાવવાની તૈયારી શરૂ કરી છે. મનસુખ સાગઠિયા સામે અપ્રમાણસરની મિલકતનો કેસ પણ નોંધવામાં આવ્યો છે. સૂચિત કાયદામાં અપ્રમાણસર મિલકતનો કેસ દાખલ થતાં જ સરકાર તમામ સંપત્તિ અને મિલકતો જપ્ત કરી શકશે. ગુજરાતમાં સરકારી કચેરીઓ અને જિલ્લા…

Read More

New Delhi,તા.26 25માં કારગિલ વિજય દિવસના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કારગિલ યુદ્ધ સ્મારક પર બહાદુર બલિદાનિઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. જે બાદ પીએમ મોદીએ વોર મેમોરિયલ પહોંચીને જવાનોને સંબોધિત કર્યાં. પીએમ મોદીએ વર્ષ 1999માં ભારત-પાકિસ્તાનના યુદ્ધમાં પોતાના પ્રાણની આહુતિ આપનાર બહાદુર જવાનોને યાદ કરતાં પાકિસ્તાન પર ખૂબ આકરા પ્રહાર કર્યાં. પાકિસ્તાને ઈતિહાસથી કંઈ શીખ્યું નથી પીએમ મોદીએ કહ્યું, ‘પાકિસ્તાને ભૂતકાળમાં જેટલા પણ દુષ્પ્રયત્ન કર્યાં તેને હંમેશા જડબાતોડ જવાબ મળ્યો છે, પરંતુ પાકિસ્તાને પોતાના ઈતિહાસથી કંઈ શીખ્યું નથી. તે આતંકવાદ અને પ્રોક્સી વોરના સહારે પોતાને પ્રાસંગિક બનાવવાના પ્રયત્ન કરી રહ્યું છે.’ પાકિસ્તાનના નાપાક ઈરાદા ક્યારેય સફળ થશે નહીં PM મોદીએ વધુમાં…

Read More