Author: Vikram Raval

Pakistan,તા.24 પાકિસ્તાનના વાયવ્ય સરહદ પ્રાંત (ખૈબર-પખ્તુનવા પ્રાંત)માં આવેલા કબાઇવી વિસ્તારમાં ન ઓળખાયેલા ત્રાસવાદીઓએ એક સરકારી ગર્લ્સ સ્કૂલને સોમવારે રાત્રે પ્રબળ વિસ્ફોટકો દ્વારા ઉડાડી મુકી હતી.પાકિસ્તાનમાં ૨૧મી સદીમાં પણ એવા કટ્ટરપંથી ત્રાસવાદીઓ રહે છે જેઓ માને છે કે, છોકરીઓને ભણાવવી જ ન જોઈએ. છોકરીઓ મોટી થઈ વધુ આગળ ભણે તો તેઓ માથાભારે થઈ જાય પરિણામે પોતાના માતા-પિતા કે વડીલોના કાબુમાં ન રહે તો બીજી તરફ લગ્ન પછી પતિ કે સાસરિયાના દાબમાં ન રહે, આથી સમાજમાં અશાંતિ ઉભી થઈ જાય. આ અર્થહીન માન્યતા સામે વિચારકો કહે છે કે, જે દેશ એક તરફ બોંબ અને મિસાઇલ્સ બનાવે છે. તો બીજી તરફ સમાજની અર્ધો-અર્ધ…

Read More

Addis Ababa,તા.24 આફ્રિકાના પૂર્વ ઉત્તર ભાગમાં આવેલા ઇથોપિયાને છેલ્લા કેટલાએ દિવસોથી ભારેથી અતિભારે વરસાદ ઘમરોળી રહ્યો છે. પરિણામે ઘણે ઠેકાણે ભૂસ્ખલનો થઇ રહ્યાં છે. આ પૈકી દક્ષિણ ઇથોપિયામાં આવેલા કેન્ચોશાયા ગોઝડી જિલ્લામાં અતિભારે વરસાદને લીધે થયેલાં ભૂસ્ખલનમાં 160 લોકો દટાઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. દટાઈ ગયેલાઓમાં મોટા ભાગે નાનાં બાળકો અને સગર્ભા મહિલાઓ હોવાનું સ્થાનિક વહીવટદારે જણાવ્યું હતું. સોમવારથી હાથ ધરાયેલી બચાવ કામગીરી સમયે મૃત્યુઆંક ૫૫નો નોંધાયો હતો. પરંતુ બચાવકાર્ય આગળ વધતું ગયું તેમ આંક વધતો ગયો. મંગળવારે મૃત્યુઆંક વધીને 160 પહોંચ્યો છે તેમ ગોફી ઝોનના સંચાર વિભાગના વડા કાસાહજી અબાપીનેરે જણાવ્યું હતું. જો કે બચાવ કામગીરી દરમિયાન પાંચ…

Read More

નારિયેળીના ઉલ્લેખથી કમલાએ ભારતને સંભાર્યું 2023ના પ્રવચનમાં પણ તેઓએ પૂછયું કે, તમે એવું વિચારો છો કે તમો નારિયેળીનાં વૃક્ષ ઉપરથી જાણે કે હમણાં જ પડી ગયા છો ? Washington, તા.24 અમેરિકાના વર્તમાન ઉપપ્રમુખ અને ડેમોક્રેટિક પાર્ટીના પ્રમુખ પદ માટેના ઉમેદવાર કમલા હેરિસે તેઓને ઉમેદવાર તરીકે જાહેર કરાયા પછી તેઓનાં પહલા જ પ્રવચનમાં ભારત સાથેના તેઓના સંબંધો યાદ કરતા કહ્યું હતું કે, એવું લાગે છે કે જાણે તમો હમણા જ નારીયેળના વૃક્ષ ઉપરથી પડી ગયા છો. આ શબ્દોના અનેકાનેક ગૂઢાર્થો નીકળી શકે, પરંતુ તેનો ધ્વનિ તે દર્શાવે છે કે તેઓ તેમના અને તેઓના માતૃપક્ષના ભારત સાથેના સંબંધો હજી ભૂલી શકયા નથી.…

Read More

Bihar,તા.24 ચોમાસા સત્ર વચ્ચે પટનામાં બિહાર ભાજપ દ્વારા પાર્ટીના ધારાસભ્યોની એક રુટિન બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં તમામ ધારાસભ્યોને પોતાની સમસ્યા અંગે જણાવવા માટે કહ્યું હતું. ત્યારબાદ એક-એક કરીને તમામ ધારાસભ્યોએ પાર્ટીના ટોચના નેતાઓ સામે પોતાની ફરિયાદ મૂકી હતી. આ દરમિયાન પાર્ટીના બિહાર પ્રદેશ અધ્યક્ષ સમ્રાટ ચૌધરી સહિત બિહારના પ્રભારી અને સહ પ્રભારી પણ હાજર રહ્યા હતા. સૌથી મોટી વાત એ છે કે આ બેઠકમાં ઘણા ધારાસભ્યોએ રાજ્યમાં ઓફિસરશાહી વર્ચસ્વનો હવાલો આપ્યો હતો. અધિકારીઓ અમારી વાત નથી સાંભળતા આ બેઠકમાં રાજ્ય સરકારમાં મંત્રી રહેલા અને હાલમાં ભાજપના ધારાસભ્ય રહેલા જીવેશ મિશ્રાએ રાજ્યના માર્ગ નિર્માણ વિભાગના અધિક મુખ્ય સચિવ પ્રત્યય…

Read More

West Bengal તા.24 પશ્ચિમ બંગાળની CIDએ ભારતની સૌથી મોટી સાઈબર ફ્રોડ ગેંગમાંથી એકનો સફળતાપૂર્વક ભાંડાફોડ કર્યો છે. આ ગેંગ કથિત રીતે હજારો કરોડ રૂપિયાના ઘણા કૌભાંડમાં સામેલ છે. તેણે છેલ્લા 5 વર્ષથી ઉત્તર પ્રદેશથી દિલ્હી અને હરિયાણા સુધી પોતાનું સામ્રાજ્ય ફેલાવવાનું શરૂ કર્યું. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા લોકો પાસેથી રૂપિયા ઠગ્યા. ગેંગના બે માસ્ટરમાઈન્ડને પશ્ચિમ બંગાળ સીઆઈડીએ દિલ્હી અને હરિયાણાથી પકડ્યા છે. મંગળવારે કોર્ટમાં રજૂ કર્યાં ગયા બાદ બંનેને 12 દિવસની સીઆઈડી કસ્ટડીમાં મોકલી દેવાયા છે. સોશિયલ મીડિયા પર ગ્રૂપ બનાવીને ફ્રોડનો પ્લાન ઘડ્યો CID સૂત્રોનો દાવો છે કે આરોપી ગેંગ ઘણા સોશિયલ મીડિયા મેસેન્જર પ્લેટફોર્મ જેમ કે વ્હોટ્સએપ, ટેલિગ્રામ…

Read More

Aligarh તા.24 અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી(AMU) ના કેમ્પસમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. માહિતી અનુસાર 2 કર્મચારીઓ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ઘટના બાદ 2 હુમલાખોરોને સુરક્ષાકર્મીઓએ પકડી પાડ્યા હતા. ત્યારબાદ ઘાયલોને મેડિકલ કોલેજમાં સારવાર અર્થે ખસેડાયા હતા. ગોળીબારની ઘટના બનતા જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પોલીસને જાણકારી મળતાં જ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ  પોલીસને આ ઘટના વિશે તાત્કાલિક જાણ કરવામાં આવી હતી જે બાદ તે તરત જ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના કેમ્પસમાં પહોંચી ગઇ હતી અને તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે સપ્ટેમ્બરમાં પણ જેએનયુમાં ફાયરિંગની ઘટના બની હતી. ઘટનાને અંજામ આપનાર બદમાશ કેન્ટીન સંચાલક પાસેથી હપ્તો માગી…

Read More

New Delhi તા.24 મંગળવારે (23 જુલાઈ) કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કેન્દ્રીય બજેટ 2024 રજૂ કરી દીધું. હવે આ મામલે વિપક્ષે આક્રમક વલણ અપનાવતા સંસદની બહારથી લઈને ગૃહમાં અંદર સુધી ભારે હોબાળો મચાવ્યો છે અને સરકાર પર આરોપ મૂક્યો છે કે મોદી સરકારને ટેકો આપીને સત્તામાં લાવનારા રાજ્યોને જ બજેટમાં પ્રાધાન્ય અપાયું અને આંધ્રપ્રદેશ તથા બિહાર જેવા રાજ્યો માટે મોટી મોટી જાહેરાતો કરવામાં આવી. જ્યારે બીજી બાજુ અન્ય રાજ્યો માટે કોઈ વિશેષ જાહેરાતો કરવામાં આવી નથી. આ મામલે હવે વિપક્ષ જોરદાર રીતે હોબાળો મચાવી રહ્યો છે.Parliamnt Budget Session Live Updates આ બજેટમાં ફક્ત બે રાજ્યો માટે જ બધુ : ખડગે  સામાન્ય…

Read More

Ahmedabad,તા.24 અમદાવાદીઓ જો તમે આજે કોઈ પ્લાન કર્યો હોય કે ક્યાંક ફરવા જવું છે કે બજારમાં ખરીદી કરવા નીકળવું છે અને તમારી પાસે પોતાનું વ્હિકલ નથી અને રિક્ષા કે ટેક્સી દ્વારા ક્યાંક જવાના છો તો એલર્ટ થઇ જજો. કેમ કે આજે લગભગ 2.5 લાખ જેટલાં રિક્ષાચાલકો અને 80000 જેટલાં ટેક્સી ચાલકો હડતાળ પર ઉતરી ગયા છે. શું છે હડતાળનું કારણ?  માહિતી અનુસાર રિક્ષાચાલકો અને ટેક્સી ડ્રાઈવર્સની માગ એ છે કે સફેદ નંબર પ્લેટ પર ગેરકાયદે એગ્રીગેટર કંપનીઓના શહેરોમાં ધમધમતાં ટુ વ્હિલર બંધ કરાવવામાં આવે. ઉલ્લેખનીય છે કે આ કારણે રિક્ષાચાલકો અને ટેક્સી ડ્રાઈવર્સે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની જાહેરાત કરી…

Read More

Tripura,તા.24 ત્રિપુરામાં સત્તાધારી પક્ષ ભાજપે ત્રિ-સ્તરીય પંચાયતની ચૂંટણીઓ બિન હરિફ જીતી લીધી છે. મંગળવારે ચૂંટણી અધિકારીએ માહિતી આપી હતી કે રાજ્યની 71 ટકા બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ જીત્યા છે. આ રાજ્યની પંચાયતમાં કુલ 6889 બેઠકો છે જેમાં ગ્રામ પંચાયત, પંચાયત સમિતિ અને જિલ્લા પરિષદનો પણ સમાવેશ થાય છે. તેમાંથી ભાજપે કુલ 4805 બેઠકો તો બિનહરીફ જ જીતી લીધી છે. હજુ તો 8 ઓગસ્ટે મતદાન થવાનું છે. ચૂંટણી પંચના સચિવે આપી માહિતી  ત્રિપુરામાં રાજ્ય ચૂંટણી પંચના સચિવ અસિત કુમાર દાસે જણાવ્યું હતું કે ભાજપે ગ્રામ પંચાયતોની કુલ 6,370 બેઠકોમાંથી 4,550 બિનહરીફ જીતી છે. જેના કારણે હવે 71 ટકા બેઠકો પર…

Read More

Surat ,તા.24 સુરતના હોડી બંગલાના ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ભજીયાની લારી ઉપરથી એમ.ડી.ડ્રગ્સ વેચવાના પ્રકરણમાં લાલગેટ પોલીસે ડ્રગ્સ સપ્લાય કરતા ભરૂચના કોમ્પ્યુટર એન્જીનીયર અને તેના મુંબઈના મિત્રને ઝડપી લીધા છે.ભરૂચ હાજીખાના બજારના અતહર મંસુરીએ મિત્રો પાસેથી પૈસા લઈ યુએસડીટી અને ક્રિપ્ટોમાં રોકાણ કર્યું હતું.પણ નુકશાન થતા મિત્રો પૈસા પરત માંગતા હોય અને મુંબઈના મિત્ર અશરફ સોખીયાને પણ ત્રણ લાખ લેવાના હતા તેથી તેની મારફતે જ મુંબઈના સુલેમાનનો સંપર્ક કરી શકીલ મારફતે ડ્રગ્સ મેળવી છ મહિનાથી ભરૂચ અને સુરતમાં ડ્રગ્સ સપ્લાય કરવાનું શરૂ કર્યું હતું. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ લાલગેટ પોલીસે ગત શુક્રવારે સાંજે હોડી બંગલાના ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં મોઈનુદ્દીન સલાઉદ્દીન…

Read More