- 8 સપ્ટેમ્બરથી 3 દિવસ માટે યોજાશે વિધાનસભાનું સાતમું સત્ર
- Tata Group નો વધુ એક IPO : માસાંત સુધીમાં ટાટા કેપિટલનો ઇશ્યુ આવશે
- Gold 10 ગ્રામે રૂા.1600ના ઉછાળાથી ભાવ 1,09,200
- Akhnoor માં મધરાત્રે વાદળ ફાટયું : 200થી વધુ ઘર જલમગ્ન
- 5th જનરેશન જેટ, આખી દુનિયામાં હુમલા કરી શકતી ન્યૂક્લિયર મિસાઈલ
- અમેરિકન પ્રમુખ ટ્રમ્પને ફરી કોર્ટનો ઝટકો, હવે California માં સૈન્ય તહેનાત નહીં કરી શકે
- Pakistan ના ક્વેટામાં રાજકીય પક્ષની રેલીમાં પ્રચંડ વિસ્ફોટ, 14 લોકોના મોત
- ભારત સાથેના સંબંધ સારા પણ ટેરીફ નહી ઘટે; Trump
Author: Vikram Raval
Madhya Pradesh,તા.24 ફ્રાન્સના પેરિસમાં પેરિસ પેરાલિમ્પિક્સ 2024 (Paris Paralympics 2024) નું 28 ઓગસ્ટથી 8 સપ્ટેમ્બર દરમિયાન ભવ્ય આયોજન થવાની તૈયારી વચ્ચે ભારત માટે એક આંચકાજનક અહેવાલ સામે આવ્યા. પેરિસ પેરાલિમ્પિક્સનું આયોજન ખાસ કરીને વિકલાંગ ખેલાડીઓ માટે કરવામાં આવે છે. તેમાં વિવિધ પ્રકારની વિકલાંગતા ધરાવતા ખેલાડીઓ ભાગ લે છે. જોકે પેરિસ પેરાલિમ્પિક્સની શરૂઆત પહેલા જ ભારતને જોરદાર ઝટકો લાગ્યો છે. નેશનલ એન્ટી ડોપિંગ એજન્સીનો રિપોર્ટ નેશનલ એન્ટિ-ડોપિંગ એજન્સી (NADA) એ એક રિપોર્ટ જાહેર કર્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે પેરિસ પેરાલિમ્પિક્સ માટે ક્વોલિફાય થયેલા મધ્ય પ્રદેશના ત્રણ નામાંકિત ખેલાડીઓ ડોપ ટેસ્ટમાં ફેલ થઈ ગયા છે. ડોપ ટેસ્ટમાં નિષ્ફળ એથ્લેટ્સમાં પેરા…
Odisha,તા.24 ઓડિશા વિધાનસભાના અધિવેશનમાં બજેટ સત્ર દરમિયાન બીજા જ દિવસે રાજ્યપાલ રઘુવર દાસ (Odisha Governor Raghuvar Das) ના દીકરા લલિત કુમાર (Raghuvar Das son Lalit Kumar) સામે કાર્યવાહીની માગ સાથે જોરદાર હોબાળો મચ્યો હતો. આ દરમિયાન ભાજપ અને બીજેડીના ધારાસભ્યો વચ્ચે જોરદાર બબાલના દૃશ્યો સર્જાયા હતા. ભાજપ અને બીજેડીના ધારાસભ્યો વચ્ચે બબાલ હોબાળા અને નારોબાજી વચ્ચે બીજેડીના ધારાસભ્ય ધ્રૂવ સાહુએ વિધાનસભા અધ્યક્ષ સુરમા પાઢીના પોડિયમ પર ચઢીને તેમનું માઈક જ તોડી નાખ્યું. પ્રશ્નકાળ શરૂ થતાં જ બીજેડીના ધારાસભ્ય ગૃહના મધ્યમાં આવી ગયા હતા અને રાજ્યપાલના દીકરા સામે કાર્યવાહીની માગ કરવા લાગ્યા હતા. તેમણે ‘ક્યાં ગઇ ઓડિયાની અસ્મિતા…’ એવી નારેબાજી પણ…
Gandhinagar,તા.24 મોરબી ઝુલતા પુલ દુર્ઘટના મામલે ગુજરાત હાઈકોર્ટે દાખલ કરેલી સુઓમોટો જાહેરહિતની રિટની સુનાવણી દરમ્યાન આજે ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે કોર્ટની આંખ અને કાન બનીને પીડિતો સાથે મુલાકાત કરી તેમની તમામ અપેક્ષાઓ અને જરૂરિયાતોની જાણ કરવા માટે સ્વતંત્ર અને નિષ્પક્ષ વકીલ તરીકે એડવોકેટ ઐશ્વર્યા ગુપ્તાની નિમણૂંક કરી હતી. બીજીબાજુ, હાઈકોર્ટે મોરબી નગરપાલિકા અને ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલ સામે થયેલી કામગીરીનો અહેવાલ પણ રાજય સરકાર પાસેથી માંગ્યો હતો. હાઈકોર્ટે આગામી મુદત સુધીમાં રાજયના તમામ બ્રિજના ઇન્સ્પેકશન અને પીડિતોની સ્થિતિ બાબતનો અહેવાલ પણ રજૂ કરવા રાજય સરકારને હુકમ કર્યો હતો. વિગતવાર અહેવાલ રજૂ કરવા માટે પ્રતિનિધિની…
Gandhinagar,તા.24 ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા અનેક જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. જેના પગલે અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો 206 તાલુકામાં સાર્વત્રિક મેઘમહેર થઈ છે. જેમાં સુરતના ઉમરપાડામાં સૌથી વધું વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સિઝનનો અત્યાર સુધીનો 48.62 ટકા વરસાદ નોંધવામાં આવ્યો છે. હવામાન વિભાગે (IMD) આજે પણ અનેક જિલ્લામાં વરસાદની આગાહી કરી છે. જેમાં રાજકોટ, ભાવનગર, સુરતમાં ઓરેન્જ એલર્ટ જ્યારે દ્વારકા અને પોરબંદરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. • રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 206 તાલુકામાં પડેલા વરસાદના આંકડા રાજ્યમાં છેલ્લા બે કલાકમાં 120 તાલુકામાં વરસાદ ગુજરાતમાં આજે (24 જુલાઈ)…
Mumbai,તા.24 બજેટમાં કેપિટલ ગેઈન ટેક્સમાં વધારાની અસરના કારણે શેરબજારમાં આજે શુષ્ક માહોલ જોવા મળ્યો છે. માર્કેટ ઘટાડે ખૂલ્યા બાદ રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યું છે. જો કે, સ્ટોક સ્પેસિફિક ખરીદીનું પ્રમાણ વધતાં રોકાણકારોની મૂડી રૂ. 3 લાખ કરોડ વધી છે. સેન્સેક્સ આજે ઘટાડે ખૂલ્યા બાદ 341.75 પોઈન્ટ તૂટ્યો હતો. જો કે, બાદમાં 10.41 વાગ્યે 145.35 પોઈન્ટ ઘટાડે ટ્રેડ થઈ રહ્યો હતો. રોકાણકારો કેપિટલ ગેઈન ટેક્સની વૃદ્ધિમાં પોતાને એડજસ્ટ કરતાં નજરે ચડ્યા હતા. નિફ્ટીએ સમાચાર લખાયા ત્યાં સુધી 24000નું લેવલ જાળવી રાખ્યું છે, જે માર્કેટમાં સુધારાનો અવકાશ દર્શાવે છે. નિફ્ટી 10.43 વાગ્યે 34.60 પોઈન્ટ ઘટી 24444.45 પર કારોબાર થઈ રહ્યો હતો.…
Ujjain ,તા.24 શ્રાવણ મહિનામાં ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે કેટલાક ભક્તો તેમને દૂધ અથવા ફળોના રસથી અભિષેક કરે છે, કેટલાક પાણીથી અને કેટલાક પંચામૃતથી પૂજા કરે છે, પરંતુ ધાર્મિક નગરી ઉજ્જૈનમાં એક ભક્તએ ભગવાનને રક્તનો અભિષેક કરે છે. ભક્ત કહે છે કે, તે રામાયણનો પાઠ કરે છે અને જે રીતે રાવણે ભગવાન શિવને પોતાનું માથું અર્પણ કર્યું હતું, તેવી જ રીતે તે ભગવાન શિવને રક્તનો અભિષેક કરીને પ્રસન્ન કરવા માંગે છે. ઉજ્જૈનના ધ્યાન ભવન વિસ્તારમાં રહેતા રૌનક ગુર્જરે જણાવ્યું કે, ભગવાન શ્રી રામથી પ્રભાવિત થઈને તેઓ લાંબા સમયથી રામાયણ વાંચી રહ્યા છે. રામાયણમાં રાવણનું માથું અર્પણ કરવાની ઘટનાથી પ્રભાવિત થઈને…
બનાવટી કન્શેશન પાસ ઇસ્યુ કરી પૈસા ખિસ્સામાં નાખી દેતો હોવાની રાવ સાથે ડેપો મેનેજરે ફરિયાદ નોંધાવી Dhrol,23 ધ્રોલ એસટી બસ ડેપોના કંડકટર વિરુદ્ધ ડેપો મેનેજરે ફરિયાદ નોંધાવતા ભારે ચકચાર મચી જવા પામી છે. કંડક્ટર શૈલેષ સંઘાણી બસના બનાવટી કન્શેશન પાસ બનાવી નાણાં ખિસ્સામાં નાખી ભ્રસ્ટાચાર કરી સરકારી તિજોરીને નુકસાન પહોંચાડતો હોય તેવી ફરિયાદ ખુદ ડેપો મેનેજરે નોંધાવી છે. ધ્રોલ પોલીસ મથકમાં કંડકટર શૈલેષ ગોવિંદભાઇ સંઘાણી વિરુદ્ધ બીએનએસની કલમ ૩૧૬(૫) ૩૧૬(૨) ૩૩૬(૨) ૩૩૮ ૩૪૦(૨) ૨૩૮ મુજબ નોંધાયેલા ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, આરોપી પોતાની સરકારી ફરજ દરમ્યાન ધ્રોલ ડેપોમાથી કન્શેશન પાસ કાઢવાના કોમ્પ્યુટરમાંથી ઓનલાઇન પાસ કાઢવાની સીસ્ટમમાથી પાસ કાઢી, તેના…
ત્રણ દિવસથી લાપતા યુવાનનું શરાબની મહેફિલમાં ચડભળ થતાં પથ્થરથી માથું છુંદી નખાયું’તું RAJKOT તા.23 રાજકોટ શહેરમાં વધુ એક લોથ ઢળી છે. શહેરના આજી નદીના કાંઠા વિસ્તારમાંથી એક માથું છુંદી નખાયેલી લાશ મળી આવતા ક્રાઇમ બ્રાન્ચ, એલસીબી અને થોરાળા પોલીસ મથકની ટીમો દોડી ગઈ હતી. ત્યારે મૃતકની ઓળખ ત્રણ દિવસ પૂર્વે લાપતા થયેલ થોરાળાના નિખિલ સોલંકી તરીકે થઇ હતી. જે બાદ પોલીસે તપાસ કરતા આ યુવકની હત્યા તેના જ બે મિત્રો મનોજ મકવાણા અને કરણ રાઠોડ઼ે કર્યાનું સામે આવતા બંને શખ્સોને પકડી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા. દરમિયાન એક આરોપીને અમદાવાદ રોડ પરથી સકંજામાં લઇ લેવામાં આવ્યો છે જયારે અન્ય…
ડ્રગ્સના જથ્થા સાથે ઝડપાયેલ રાજસ્થાની કેરિયર અને અલ્પેશ તન્ના પાંચ દિવસના રિમાન્ડ પર Rajkot,23 ખેડા જિલ્લાના સેવાલીયા પાસેથી પરપ્રાંતીય ઈસમ પાસેથી રૂપિયા 14.90 લાખનું મેફેડ્રોન નામનું ડ્રગ્સ મળી આવ્યું છે. પોલીસે આ ઈસમની અટકાયત કરી આ ડ્રગ્સ કોને આપ્યું અને ક્યાં ડીલીવર કરવાનું હતું તે દિશામાં પુછપરછ કરતા ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમાં આ ડ્રગ્સનો જથ્થો મધ્યપ્રદેશથી લાવી રાજકોટ શહેરમાં પહોંચાડવાનુ હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ ડ્રગ્સની ડિલિવરી રાજકોટનો અલ્પેશ તન્ના લેવાનો હતો તેવો ખુલાસો થતાં પોલીસે નાર્કોટિક્સ ડ્રગ્સ અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે અલ્પેશ તન્નાને પણ ઉપાડી લઇ બંને શખ્સોને કોર્ટમાં રજૂ કરી પાંચ…
શહેર એસઓજીએ ૯.૮૫ લાખનો માદક પદાર્થ કબ્જે કર્યો રાજકોટતા.23 શહેર વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા નાર્કોટીકસ પદાર્થોનું વેચાણ અટકાવવા શહેરના પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા એ”SAY NO TO DRUGS” મિશન અંતર્ગત નાર્કોટીકસ પદાર્થોનું ખરીદ-વેચાણ કે સેવન કરનારા શખ્સો વિરૂધ્ધ કડક કાયૅવાહી કરવા સુચના મળી હોઇ એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી.ત્યારે બાતમી પરથી ભક્તિધામ સોસાયટી ૧૫૦ ફુટ રિંગ રોડ અમ્રુત સાગર પાર્ટી પ્લોટ ભક્તિધામ એપાર્ટમેન્ટ ફલેટ નં-૧૯ રાજકોટ ખાતેથી માદક પદાર્થ મેફેડ્રોનના જથ્થા સાથે પાર્થ દેવકુભાઇ મકવાણા (ઉ.વ.૨૧ રહેવાસી-ભક્તિધામ એપાર્ટમેન્ટ ફલેટ નં-૧૯ અમૃત સાગર પાર્ટી પ્લોટ પાસે ભક્તિધામ સોસાયટી ૧૫૦ ફુટ રિંગ રોડ રાજકોટ) તથા સાહીલ ઉર્ફે નવાબ અયુબભાઇ સોઢા (ઉ.વ.૨૪…