Author: Vikram Raval

Mumbai , તા.18 ઝિમ્બાબ્વે સામેની T20 સિરીઝની અમુક મેચમાં અભિષેક શર્મા અને શુભમન ગિલ સાથે મળીને ભારત માટે ઓપનિંગની જવાબદારી નિભાવી હતી. ઓપનિંગ કરતી વખતે અભિષેકે બીજી T20 મેચમાં સદી ફટકારી હતી. ઝિમ્બાબ્વે સામેની બે મેચમાં અભિષેકે ઓપનરની ભૂમિકા ભજવી હતી. ત્યારબાદ ત્રણ મેચમાં તેણે નંબર 3 પર બેટિંગ કરી હતી. અભિષેકે આઈપીએલમાં પણ ઓપનિંગ કરી ચુક્યો છે. આ સ્થિતિમાં અભિષેક શ્રીલંકા સામેની T20 સીરીઝમાં ઓપનિંગ માટેનો દાવેદાર છે. યશસ્વી જયસ્વાલ અને શુભમન ગિલ જયસ્વાલ વનડે અને T20 બંને ફોર્મેટમાં ઓપનરની ભૂમિકા નિભાવી ચૂક્યો છે. ઝિમ્બાબ્વે સામેની છેલ્લી ત્રણ મેચોમાં જયસ્વાલે ગિલ સાથે ઓપનિંગ ભાગીદારી કરી હતી જે ઘણી સફળ…

Read More

ઈન્ડિયા વિરુદ્ધ ઝિમ્બાબ્વે પાંચ મેચની સિરીઝ દરમિયાન ટીમ ઈન્ડિયાના શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલના બેટથી ખૂબ રન નીકળ્યા અને તેનો ફાયદો બંનેને ચાલુ ટી20 રેન્કિંગમાં પણ મળ્યો. યશસ્વી જયસ્વાલને ચાર સ્થાનનો ફાયદો મળ્યો છે અને તે હવે છઠ્ઠા નંબર પર પહોંચી ગયો છે. ઋતુરાજ ગાયકવાડને એક સ્થાનનું નુકસાન થયું અને તે 8માં નંબરે પહોંચી ગયો છે. સૂર્યકુમાર યાદવ આ સિરીઝનો ભાગ નહોતો, જોકે તેની રેન્કિંગ પર કોઈ અસર પડી નથી અને તે બીજા નંબરે છે. પહેલા નંબરે ઓસ્ટ્રેલિયા બેટ્સમેન ટ્રેવિલ હેડ છે. આ રીતે ટોપ-10 ટી20 બેટર્સમાં ત્રણ ભારતીય ખેલાડી સામેલ છે. શુભમન ગિલને રેન્કિંગમાં 36 સ્થાનનો ફાયદો મળે છે…

Read More

બાંગ્લાદેશમાં અનામત પદ્ધતિમાં સુધારાની માગ સાથે વિદ્યાર્થીઓ મોટાપાયે માર્ગો પર ઉતરી આવ્યા હતા. અહીં જેના પગલે હિંસા ભડકી હતી. આવી સ્થિતિને જોતાં ભારત સરકારે તાત્કાલિક ધોરણે ભારતીય મૂળના નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને એક એડવાઈઝરી જાહેર કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશમાં અત્યાર સુધીમાં ભડકેલી હિંસા અને દેખાવોમાં 6થી વધુ લોકો મૃત્યુ પામી ચૂક્યા છે જ્યારે 100થી વધુ ઘાયલ થયા છે. શાળા અને કોલેજો બંધ કરવાની ફરજ પડી છે. શું કહ્યું એડવાઈઝરીમાં  ભારત સરકારે તેની એડવાઈઝરીમાં ભારતીય નાગરિકોને ચેતવતાં કહ્યું કે જ્યાં છો ત્યાં જ રહેજો. બિનજરૂરી ક્યાંય ન જતાં. આ સાથે ભારત સરકારે 24 કલાક માટે ઇમરજન્સી હેલ્પલાઈન નંબર…

Read More

Gandhinagar , તા.18 ગુજરાતમાં દરરોજ હજારો વાહનોની નેશનલ હાઈવે પર અવરજવર થતી હોય છે. ત્યારે હવે જો નેશનલ હાઈવે પર પસાર થતા દરમિયાન વાહનમાં પીયુસી, ટેક્સ, વીમો, ફિટનેસ, પરમિટ બાકી હશે તો ટોલ પ્લાઝામાં પસાર થતાં જ વાહનનું ઓટોમેટિક સ્કેનિંગ થઈને ઈ- ચલાન ઈસ્યૂ થઈ જશે. ગુજરાતમાં ટૂંક સમયમાં જ ઈ-ડિટેક્શન પ્રોજેક્ટ હેઠળ ઓટોમેટિક ઈ-ચલાન શરુ કરવામાં આવશે. જો કે હજુ સુધી સત્તાવાર જાહેરાત બાકી છે. ઈ- ચલાન જનરેટ થવાની સિસ્ટમ શરૂ કરાશેઅહેવાલો અનુસાર, આગામી એક મહિનામાં વાહન વ્યવહાર વિભાગ દ્વારા ઈ-ડિટેક્શન પ્રોજેક્ટ અમલ કરાશે. આ પ્રોજેક્ટ હેઠળ ગુજરાતમાં આવેલા નેશનલ હાઈવે પરના ટોલ પ્લાઝા પરથી ઈ-ચલાન જનરેટ થવાની સિસ્ટમ…

Read More

Mumbai , તા.18 સુનિલ શેટ્ટીના દીકરા અહાન શેટ્ટીનાં નખરાં તથા બેફામ ખર્ચાઓથી વાજ આવી જઈને પ્રોડયૂસર સાજિદ નડિયાદવાલાએ ‘સનકી’ ફિલ્મનું શૂટિંગ જ અટકાવી દીધું હોવાનું કહેવાય છે. હવે સુનિલ શેટ્ટી આ ફિલ્મ ફરી શરુ થાય તે માટે દોડધામ કરી રહ્યો છે. અહાન શેટ્ટીની ફિલ્મ ‘તડપ’ અગાઉ સદંતર ફલોપ ગઈ હતી. તેમ છતાં અહાન પોતાને સુપરસ્ટાર માનતો હોય તેમ ફિલ્મના સેટ પર હેર સ્ટાઈલિસ્ટ મેક અપ મેન, શેફ, જીમ ટ્રેઈનર, ડ્રાઈવર, સ્પોટ બોયઝ એમ  મોટો કાફલો લઈને આવતો હતો. આ બધાનું બિલ તે પ્રોડયૂસરના ખાતે ઉધારતો હતો. તેના માટે એકથી વધુ વેનિટી વાનની જરુર પડતી હતી. બોલીવૂડમાં હાલ મોટા મોટા સ્ટાર્સની…

Read More

કમલ હાસનની ફિલ્મ ‘ઈન્ડિયન ટૂ’ રીલિઝ થયાના પાંચ દિવસ પછી તેને ૧૨ મિનીટ માટે ટૂંકાવી દેવામાં આવી છે. વાસ્તવમાં આ ફિલ્મ બહુ લાંબી બની ગઈ છે તેવા અનેક રિવ્યૂ મળ્યા હતા. તેને પગલે નિર્માતાઓએ આ નિર્ણય કર્યો છે. આ ફિલ્મ રીલિઝ થઈ ત્યારે ત્રણ કલાક અને ચાર મિનીટની હતી. હવે રીલિઝ થયા બાદ તેનો રન ટાઈમ ઘટીને બે કલાક અને બાવન મિનીટનો થઈ ગયો છે. અગાઉ એવી ચર્ચા હતી કે ફિલ્મમાં લગભગ ૨૦ મિનીટની કાપકૂપ કરવામાં આવશે. જોકે, ફિલ્મ નિર્માતાઓએ  સત્તાવાર રીતે જ જાહેર કર્યું છે કે તા. ૧૭મી જુલાઈથી અમલ થાય તે રીતે ફિલ્મમાં ૧૨ મિનીટની કાપકૂપ કરાઈ છે.…

Read More

Mumbai , તા.18 અલ્લુ અર્જુને તેની ભારે ગાઢ દાઢી ટ્રીમ કરાવીને એકદમ સોફિસ્ટિકેટેડ લૂક ધારણ કરી લેતાં ‘પુષ્પા ધી રુલ’ વધુ પાછી ઠેલાઈ હોવાની તથા શૂટિંગ પણ હાલ અટકી ગયું હોવાની અટકળો ફેલાઈ છે. જોકે, અલ્લુની ટીમનો દાવો છે કે તેનો આ બદલાયેલો લૂક ‘પુષ્પા ટૂ’ની ડોનની ભૂમિકાને અનુરુપ જ છે. ‘પુષ્પા ટૂ’ અગાઉ આ ૧૫મી ઓગસ્ટે રીલિઝ થવાની હતી. પરંતુ, ફિલ્મનું ઘણું કામ બાકી હોવાથી તે આગામી ડિસેમ્બરમાં ઠેલવામાં આવી હતી. હવે તાજેતરમાં અલ્લુ અર્જુનનો એક નવો લૂક વાયરલ થયો છે. તે ફલાઈટમાં વિદેશ જઈ રહ્યો હતો ત્યારે એક ચાહકે તેનો ફોટો પાડીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો.…

Read More

Mumbai , તા.18 પ્રખ્યાત ટીવી શૉ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ લાંબા સમયથી લોકપ્રિય શૉ છે. આજે પણ લોકો આ શૉ જોવાનું પસંદ કરે છે. ઘણા ફેમસ પાત્રોએ શૉ છોડી દીધો હોવા છતાં પણ તેઓ આજે પણ સમાચારોમાં રહે છે. આ દરમિયાન, શૉમાં એક જૂના કલાકારની વાપસીની ચર્ચાઓ ચાલી રહી છે. રોશન સોઢી ‘તારક મહેતા…’માં વાપસી કરશે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં રોશન સોઢીનું પાત્ર ભજવીને પ્રખ્યાત થયેલા ગુરુચરણ સિંહને ફેન્સનો ખૂબ પ્રેમ મળ્યો છે. પરંતુ 2020માં અમુક અંગત કારણોના લીધે તેમણે આ શૉ છોડ્યો હતો. પરંતુ તાજેતરમાં ગુરુચરણ સિંહ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના સેટ પર નિર્માતા આસિત મોદીને…

Read More

Mumbai , તા.18 વિતેલા જમાનાની અભિનેત્રી મીના કુમારીની બાયોપિકનું શૂટિંગ વધુ પાછળ ઠેલાઈ ગયું છે. આ ફિલ્મમાં કૃતિ સેનન મીના કુમારીની ભૂમિકા ભજવવાની છે. આ ફિલ્મનું શૂટિંગ મૂળ તો ઓક્ટોબર ૨૦૨૩માં જ શરુ થઈ જવાનું હતું. પરંતુ, કેટલાયં કારણોસર તેમાં સતત વિલંબ થતો રહે છે. હવે છેક ૨૦૨૫માં જ શૂટિંગ શરુ થઈ શકે તેવી ધારણા છે. કોશ્ચ્યુમ ડિઝાઈનર મનીષ  મલ્હોત્રા આ ફિલ્મથી ફિલ્મ દિગ્દર્શનમાં ઝંપલાવી રહ્યો છે. કથિત રીતે તે હજુ સુધી ફિલ્મની સ્ક્રિપ્ટથી સંતુષ્ટ નથી. તેણે સ્ક્રિપ્ટમાં અનેક ફેરફારો સૂચવ્યા છે. તેના કારણે હવે સમગ્ર શિડયૂલ જ વધુ એક વાર પાછળ ધકેલાઈ ગયું છે. અગાઉ આ ફિલ્મની જાહેરાત થઈ…

Read More

Mumbai , તા.18 બોબી દેઓલ અને પ્રીતિ ઝિન્ટાની ફિલ્મ ‘સોલ્જર’ની સિક્વલ બનાવવાની જાહેરાત તેના નિર્માતાએ કરી છે. જોકે, સીકવલમાં બોબી અને પ્રીતિની કોઈ ભૂમિકા હશે કે કેમ તે નક્કી નથી. ‘સોલ્જર’ ૧૯૯૮માં રીલિઝ થઈ હતી. બોબી અને પ્રીતિ બંને માટે આ ફિલ્મ નોંધપાત્ર નિવડી હતી. આ ફિલ્મના નિર્માતા રમેશ તૌરાણીએ જાહેર કર્યું છે કે પોતે ‘સોલ્જર’ની સીકવલ બનાવી રહ્યા છે. આ ફિલ્મનું શૂટિંગ આવતાં વર્ષથી શરુ થવાનું છે. ફિલ્મની સ્ક્રિપ્ટ હજુ હવે લખાશે. આથી આ તબક્કે કાસ્ટ વિશે કશું જ  નક્કી કરાયું નથી. મૂળ ફિલ્મના કલાકારો બોબી દેઓલ અને પ્રીતિ ઝિન્ટાને રીપિટ કરાશે કે કેમ તે પણ હજુ નક્કી નથી.…

Read More